Home
Quotes New

Audio

Forum

Read

Contest


Write

Write blog

Log In
CATEGORIES
અણધારેલો આંચકો
 10 July 2019  

તાજેતરમાંજ સાંભળેલા સુપ્રસિધ્ધ પદ્મશ્રી એવોર્ડ સન્માનિત શ્રીદેવીનાં અચાનક હર્દય હુમ્લામાં મુર્ત્યુ પામ્યાનાં સમાચાર કંઈક મારા અંતર આત્માને પણ હલાવી ગયા છે. સામાજિક ઉપકરણો અને મોબાઇલ માં આવેલા સમાચાર થકી ઘણાંએ RIP લખીને તો કોઇએ બે શબ્દ કે મનપસંદ ગીત મુકીને દુ: ખ વ્યક્ત કર્યુ.આ બધુ જ જોતાની સાથે વાત કરુ તો મારા મનમાં એક વિચાર ફરવા લાગ્યો છે કે અજાણીતી અને દૂર રહેતી વ્યક્તિ માટે આપણે આટલો શોક જતાવીએ છીએ બધુ સાચુ. ! પણ, અચાનક થી ચાલ્યા જવા પર કદી આપણે વિચાર્યુ છે? (અણધારેલ આંચકો)જેવ્યક્તિએ આપણા સપનાં સાચાપાડવા માટે ઉજાગરા કર્યાહતા, રાત દિવસ મહેનતકરી, પારીવારિક પ્રશ્નો થકી સંબંધમાં વેર બાંધવા પડ્યાજો એ વ્યક્તિસાથે એકાદ બે દિવસપહેલાનાં ગાળામાં જ ઘરની બાલ્કનીમાં બેસીને કોફી પીધી હોય, અને કંઇક કારણો અસર ઝગડો થયો હોય તો પહેલા આપણો પ્રતિભાવ હોયછે કે મને આ નહી ચાલે કે મને આ નહી ફાવે, હુ દુખી છુ કે મને નથી રહેવુ એવા કેટલાય કટુ વચનો આપી દિધા હોય છે પણ શું ક્યારેય એમ વિચાર્યુ કે એ વ્યક્તિ બીજા દિવસે અચાનકથી ચાલી જાયતો? તો એવી વ્યક્તિને જે પણ કહેવાની વાત કે જે પણ કહેવાનુ બાકી રહી ગયુ હોય છે તેની અસર આપણા દિલો દિમાગમાં જીંદગીમાં પસ્તાવાનો કે દિલ દુભાયાનો ધુમાડો કરી ચાલી જાયછે અને એ ધુમાડો એવો હોય છે કે એને બુજાવો એ અતિશય કઠિન હોય છે.જેની સાથે લોહીનાં સંબંધ છે જેની સાથે શ્વાસ, આત્મા,પ્રેમ, નફરત,ઞંખના અને બીજુ ઘણુ બધુ જોડાયેલુ છે એવી વ્યક્તિઓ બસ હવાના પ્રવાહ જેવી હોયછે.ખાલી, વિચારી જુઓ તમે કેજે વ્યકતિ માટે તમે આખી જીંદગી ઞગડાં માટે કે વાતચીત નાં કરવાં માટે જઞુમતા રહ્યા અને એનાથી છુટકારો મેળવવા માટે મથ્યા પણ જો એ જ અચાનકથી તમારી જીંદગીમાંથી ચાલ્યુ જાય તો? મ્રુત્યુ પામી જાય તો?અચાનકમ્રુત્યુ એ ઘણુપીડાદાયક હોય છે જેનોઅમુક દશક છે જેમે પણ જોયોછે માટે જમારુ એટલું કહેવુ છેઆ આર્ટીકલ ધ્વારાકે જે વ્યક્તિ ગમે છે કે ગમતી વ્યક્તિ સાથે જીવી રહ્યા છો તો એને દરેક ભૂલ માટે માફ કરી દો. જીંદગીને એક નવી પાંખ આપો અને એને ખુશીઓની પાંખો જોડી આ ખુલ્લા ગગનમાં એવી છોડી દોકે મ્રુત્યુ પછી પણ કદી કોઇ અવસર કે વાત નુ દુખ ના રહે.આવાઅણધારેલા સમાચાર અને અમુકકડવાં અનુભવ જતમારી જીંદગીમાં એક નવીપહેલની શરૂઆત છે. જીંદગી એકવાર મળે છે એને મનમાં અનેરા રંગો પૂરી એવી જીવી લો કે કદી મ્રુત્યુ પણ સામે આવે તો હસતાં મુખે સ્વીકારાય. જે કામ કરવાનું છે એના માટે “પછી” શબ્દ ક્યારેય ના વાપરો, આજે અને અત્યારે જ એ કરી લો. કે જેથી ના કર્યાનો ડર કે ના કહ્યાનો ડર આંખી જીંદગી ના સતાવે. આખરે એટલુ કહીશ મારી પંક્તિઓમાં કે,દરેક વાર્તાનો અંત આવવાનો છે એમ દરેક જીવ એકવાર જીંદગીમાંથી જવાનો છે,દિલાસોતો અંત માં જ આપવાનો છે બાકી તો આખી જીંદગી પુરાવો માંગવાનો જ છે,કેટલીય પાનખર જશે અને આવશે પણ એક પાનખર એવી આવશે જે ડાળીને કાંપવાનો છે,સાથ દરેક વાર્તાના અંતમાં આપવાનો છે તેમ એક દિવસ આખી રાત જાગવાનો છે,બસ, આમ દરેક વાર્તાનો અંત આવવાનો છે.[Life is unpredictable]-સુચી સંકેત (સુકાવ્યા)

સમજની શ્રદ્ધાંજલી ....
 26 May 2019  
Art

હમણાંઘટેલી ઘટના થી બધાં લગભગ માહિતગાર તો શું ...કદાચ આ જ ટોપિક છે આજકાલ દરેક ની ગોસિપ નો ...હા, ખુબ જ શરમ ની વાત છે કે હું પણ એ સુરત ની આગની ઘટના વિશે જ વાત કરી રહી છું ...ખરેખર આપણે એક ને એક વાત ને ગોળ ગોળ ફરેવવાની મજા કરતા થઇ ગયા છીએ. ...એટલે જ જે કરવા જેવું કઈ કરતા નથી ને બસ, .....ઓનલાઇન ફોટોસ. ..મેસેજ. ...મીણબત્તી ...અને સાચી - ખોટી વાતો કરવામાં બધાને રસ છે ...હા હૂં પણ કદાચ એમાં આવી જતી હોય બની શકે. ..પણ, આ જે બન્યું એમાં કોઈ એક ને જવાબદાર ન ગણી શકાય. ...અને આમ જોઈએ તો બધાં માણસો આ માટે સરખા ભાગીદાર છે એવું ચોક્કસ કહી શકાય. ..હા. સાંભળવામાં અજીબ છે પણ થોડું ઘણું સાચું છે ...કેમ આપણને  દરેક વખતે ગુનો કે જવાબદારી બીજા પર ઢોળી ને પોતે છટકી જવામાં મજા આવે છે. ...વિચારો. ..હવે કે તમે માનો છો કે કોઈ તંત્ર જવાબદાર છે ...કે કોર્પોરેશન કે બ્રિગડે ...તો શુ એ માતા પિતા જવાબદાર નથી કે જેણે પહેલા સંસ્થા કે ક્લાસ ની જાણકારી રાખવી જોઈએ. ..?એ ક્લાસીસ ની જવાબદારી નથી કે વિધાર્થી ની સુરક્ષા ની તકેદારી રાખે. ..?એ બિલ્ડીંગ ના મલિક ની જવાબદારી નથી કે ફાયર પ્રુફ મટીરીયલ્સ વાપરે. ...?એ આસપાસ ના લોકો ની જવાબદારી નથી કે મદદ કરે. ...?વિડિઓ અને ફોટો ના રસિયા લોકો ની જવાબદારી નથી કે આવી ઘટનાઓને શેર ન કરે ...કે વાયરલ ન કરે .....લાઈક ન કરે ...જેથી કોઈને એવું  શૂટ કરવાના બદલે મદદ નો વિચાર આવે ...?આપણું આ શિક્ષણ વ્યવસ્થા જવાબદાર નથી કે આવી  કુદરતી પરિસ્થિતિ સર્જાય તો તે માટે સુ કરી શકાય એવાં પગલાં ની જાણકારી આપણા બાળકોને નથી અપાતી. ..?બોલો હવે કોણ છે જવાબદાર ...  ?,.......મળી ગયો જવાબ ...તો ચોક્કસ કે જો ...દરેક વખતે  ખોટી રીતે વિરોધ અને સ્ટેટ્સમાં મીણબત્તી સળગાવવાથી કશુ થઇ જતું નથી ...કરવું જ હોય તો કઈ સારું કરો ...વિચાર કરો ...કે શું કરી શકાય ...?કારણકે જે થઇ ગયું છે એમાં હવે કશુ બદલાઈ જવાનું નથી ...કોઈ એ જિંદગીને ફરી થી લાવી શકતું નથી તો શા માટે હોબાળા જ મચાવવાની આપણને ટેવ પડી ગઈ છે ...ખરેખર લાગણી હોય તો એમની આત્માની શાંતિ માટે સોસીયલ નહિ "દિલ થી" પ્રાર્થના કરો. ..જે ખરાબ બની ગયું છે એમાંથી શીખ લઈને કે ભવિષ્યમાં એવું બનતા કઈ રીતે અટકાવી શકાશે. ..જેથી ફરીથી કોઈને નુકશાન ન થાય ...એક જ વાત કે ઘટના બની છે એને વાયરલ ન કરતા ...અટકાવવા વિષે ના વિચાર ...અગમચેતી રૂપે દરેક સંસ્થા વ્યવસ્થા કાયમ કરે ....માતા પિતા ચોક્કસ તેની તપાસ કરે ...તંત્ર પણ આકસ્મિક ઘટના માટે તૈયાર રહે ... સ્કૂલ માં આવી ઘટનાઓ વિશે ડિબેટ કરી શકાય ...કે તમે ઉપાય બતાવો જેથી બાળક સતર્ક બનશે ...માતા પિતા પણ બાળકોને આવી ઘટના માં શું કરી શકાય ...? જાણકારી આપી શકે ...અને સૌથી ખરાબ વાત આસપાસ ના લોકો કોઈ પણ ઘટના કે અકસ્માતને ...માત્ર વાયરલ ક્લિપ ની મજા નો સમાન ન સમજતાં પોતાના જેવું જ કોઈ સજીવ / જીવિત તકલીફ માં છે એવું સમજીને ચોક્કસ મદદ કરવા તૈયાર બને ....આ ઘટનાં માં બધું જ ખરાબ જલ્દી વાયરલ થયું છે...પણ. સારા લોકો એ ચોક્કસ મદદ કરી હતી ...ઘણાં સતર્ક બાળકોએ પોતાની સુજ મુજબ બહાદુરી થી પોતાને અને અન્ય ને મદદ કરી ...જે ખુબ સારી વાત છે ...પણ આપણને એ બહાદુરી કરતાં તંત્રને દોષ આપવામાં વધુ રસ છે ...જે મદદગારો એ મદદ કરી એનો આભાર માનવાને બદલે વિડીયો બનાવવા ને વાયરલ કરવામાં વધુ રસ છે ...માટે કઈ પણ બોલતા કે વિરોધ પહેલા શાંતિ થી વિચાર કરવો કે શું બન્યું છે ...શું  કરવાથી એમાં સરળતાથી નીકળી શકાય ...?દરેક વખતે બોલ બોલ કરવાથી કે બીજા પાર દોષ દેવાથી આપણે સારા થઇ જતા નથી કે દેખાઈ શકતા નથી ...બાકી ...જયારે કોઈ આકસ્મિક ઘટના બને તો આપણે અંતેતો કુદરતને પણ દોષી બનાવી જ દઈએ છીએ ને ...?(આ માત્ર મારા વિચાર છે જરૂરી નથી બધાં સમંત હોય ....) - સંધ્યા સોલંકી ("દિલ થી ")

"ઓનલાઇન જિંદગી "

ચાલોઆજે સૌને ગમતી કંઈક વાત કરીએ ...જ્યાં હું અને તમે કલાકો વિતાવીએ છીએ ..."મળતું તો કશુ જ નથી ને ,ઘણું બધું ગુમાવી દઈએ છીએ ..."હા,  આપણને તો એનો અહેસાસ પણ નથી હોતો કે શું કરી રહ્યા છીએ ..?બસ, કરવામાં થોડી સરળતા અને મજા આવે એટલે કરીયે છીએ ...બહુ સરળતાથી ઓનલાઇન પોતાની એક કાલ્પનિક સુંદર અને બનાવટી ઓળખ બનાવી શકાય છે ...અને ઘણાં બનાવે છે એમાં કોઈ આશ્ચર્ય કે નવાઈની વાત નથી એ બધું આપણે જાણીએ જ છીએ ...પણ,જયારે આપણને કોઈ એવું મળે કે અનુભવ થાય ત્યારે ગમતું નથી ...ખુબ ગુસ્સો આવે છે ...અચાનક નફરત થઇ આવે છે ...અને સોશિયલ સાઈટને કોસવાની પણ મજા આવે છે ...નહિ. ..?આમ, તો સોશિયલ સાઈટ હવે સરળ માધ્યમ છે એવા લોકો માટે જેમને છોકરીઓ કે છોકરાઓ ને ફ્રેન્ડશીપ ...કે રિલેશનશીપ બનાવવી હોય ...નાનકડા હાય ...હેલો થી શરૂઆત થાય. ..થોડી વાતો થાય ...પછી ધીમે ધીમે થોડો વિશ્વાસ બંધાય ...પછી  ...તો નમ્બર અને ફોટા ની માંગણી થાય ...થોડી ખાતરી જેવું લાગે તો આપ લે થાય ..નહીં તો ટાટા બાય  ને ...કોઈ વધુ મુશ્કેલી જણાય તો કોઈ બ્લોક પણ થાય. ..હા ..હા. .હાઆઆ ...હસી લો તમે પણ ...વાત તદ્દન સાચી છે ..ને દરેક ને એનો અનુભવ પણ હશે ...નહીં હોય તો થઇ જશે ....ક્યારેક ઓનલાઇન જિંદગી કેટલી સરળ લાગે છે ...કોઈ ઝંઝટ નહીં ...વધુમાં તો કોઈ તમારી સાથે શુ કરી શકવાનાં...? બ્લોક કરવા સિવાય  ...તો પણ એટલું સરળ આપણે બની કે વિચારી શકતા નથી કારણકે આપણને ફરિયાદ કરવામાં જ મજા આવવા લાગી છે ...લાઈક કેમ ન કરી. .?કમેન્ટ કેમ ન કરી ...?બીજાને વધુ લાઈક કે કમેન્ટ કેમ કરી. .?મને પોસ્ટ માં ટેગ કેમ ન કર્યું. ..?મારો ફોટો કેમ અપલોડ કર્યો કે ના કર્યો ..?કેમ કંઈ રિએક્ટ ના કર્યું ...?ઓનલાઇન છે તો રિપ્લે કેમ ના આપ્યો. ..?રીપ્લાય નથી કરવો તો ટાઈપિંગ લખેલું કેમ આવે છે. ..?તમે ફોટો અપલોડ કેમ કરતા નથી. ?આવું તો ઘણું બધું હોય છે ...યાદ કરીએ તો દિવસ નીકળી જાશે ...કદાચ એટલે આટલા ઉદાહરણ પુરતા છે ...હવે મજા એ વાતની છે કે ,"ફરિયાદ પણ આપણે કરીએ છીએ ...અને એવું વર્તન પણ ક્યારેક આપણે જ કરતા હોય છીએ ...અને જાણી જોઈને અજાણ પણ બનતા હોઈએ છીએ ...કારણકે કે આપણે કોઈની રુબરુ નહીં પણ માત્ર ઓનલાઇન હોય છીએ. .."જ્યાં સુધી આપણને મજા આવતી હોય ત્યાં સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી હોતો ...પણ જયારે કોઈ ઈચ્છા મુજબ નું રીપ્લાય ન આપે ત્યારે બધાં અકડાઈ જાય છે ...અને અચાનક જ બધું જાણે વિખાઈ જાય છે ...અનફ્રૅન્ડ કરી શકાય છે ...અનફોલો કરી શકાય છે ...વધુ માં બ્લોક પણ કરી શકાય છે ...પણ, જે  "ઓનલાઇન જિંદગી "ની આદત પડતી ગઈ હોય છે ...એ કયાં ભૂલી શકાય છે ...?કલ્પનાઓ માં જ જીવવાની આદત પડતી જાય છે ...શરૂઆત માં તો બધું જ ખુબ સુંદર અને મોહક લાગે છે ...દરેક ચકાચક એપ્લિકેશન ની ચમકાવેલા ચહેરા સોહામણા લાગે છે. ..ઈમોજી જાણે બચપણ ના રમકડાં જેવા લાગે છે ...જેનાથી એકબીજા સાથે લાગણી અને ભાવ વ્યક્ત કરીએ છીએ ...અરે હવે તો ૪ થી ૫ દિવસની ચેટ માં તો લોકો કેટલીય અંગત વાતો સુધી પહોંચી જાય છે ...હવે પ્રેમ તો ચેટ બોક્સ ની વાતો ને લાઈક માં જ ક્યારે થાય છે ખબર નથી રહેતી ...બે -ચાર કોઈ ની વાતો સાંભળો ધ્યાન થી તો લોકો એને પસંદ અને પ્રેમ સમજવા લાગ્યા છે. ...શું એટલું જ સરળ બની ગયું છે. .?  "ઓનલાઇન પ્રેમ" દરેક પોતાને ગમતું રૂપ ..રંગ ..ઓઢીને મહોરું બનાવી પહેરી લે છે. ..હકીકત ને થોડો સમય છુપાવી પણ લે છે ...થોડું ઘણું એમાં જીવીને મજા પણ લઇ લે છે ...પણ,  ક્યાં સુધી ...?તમે મહોરું પહેરી ક્યાં સુધી જીવી શકસો ...?સતત ન હોય એવી દુનિયા બનાવીને જીવવાનો..થાક લાગવા માંડે છે ...ક્યારેક બધું જ બોજ લાગવા લાગે છે ...ને ખોટી લાગણીઓ દેખાડી ને કે મહેસુસ કરવાના નાટક પર પડદો ગિરાવવાની ઈચ્છા થઇ આવે છે. ..ત્યારે લાગે છે કે આ "ઓનલાઇન જિંદગી " એ મને જ સોના ના પિંજરે પુરી રાખ્યા છે ...માટે "સંધ્યા " ઓનલાઇન એક લિમિટ માં રહીને મજા મસ્તી કરો ...અને ઓફલાઈન સાચી જિંદગી જીવવાની"દિલ થી"કોશિશ કરો ...લેખિકા : સંધ્યા રતિલાલ સોલંકી ( "દિલ થી ")

દીકરી થી ...વહુ (વધુ ) સુધી. ..
 21 May 2019  

દુનિયાની સૌથી સુંદર ભેટ એટલે જીવનમાં દીકરીનું હોવું એવું આપણે સૌ કોઈ માનીએ છીએ બરાબર ને ...!દીકરી સાપનો ભારો અને બોજ એવી બધી માન્યતાઓ માંથી હવે આપણે ઘણાં અંશે બહાર આવી ગયાં છીએ ...એટલે જ દીકરીના જન્મને હવે પ્રસંગ બનાવતાં અને દીકરીને વરદાન સ્વરૂપે જોતા થયા છીએ ...એક દીકરી તેના પ્રેમ.,વાત્સલ્ય .,નખરા .,લાડકોડ અને કાલીઘેલી વાતોથી જાણે ઘરમાં જ સ્વર્ગ જેવું સૂકુંન આપતી હોય છે .નાનપણથી સૌની લાડકી બનીને આખા ઘરને ક્યારે પોતાના વ્હાલ અને પ્રેમમાં રંગી તરબોળ બનાવી દે છે ખયાલ જ નથી રહેતો ,ક્યારે તે વ્હાલી બની ઘર પોતાની મરજી મુજબ ચલાવવા લાગે છે. ..લોકો દીકરીની બધી જ ઈચ્છઓ અને સપનાઓ લાડકોડથી પુરા કરે છે કે પછી તો તારે પારકે ઘરે (સાસરે) જ જવું છે ને. ..!તો ઘણાં ઘરોમાં પહેલેથી જ જાણે કોઈના ઘર (સાસરે) જવા માટે જ જન્મ લીધો હોય એવી રીતે શું કરવું. ..? શું ના કરવું. .. કેવી રીતે વર્તવું ..ટ્રેનિંગ આપવામાં આવે છે. ..દીકરીને આપણે એની ભુલ હોય ત્યારે પ્રેમથી પાસે બેસાડીને સમજાવીએ છીએ ...અને સાથે થોડું વધુ વ્હાલ પણ કરીએ છીએ જેથી તેને સરળતાથી સમજાવી શકાય કે શીખવી શકાય ...ક્યારેક કોઈ મોટી ભૂલ કરી હોય તો પણ, થોડું નારાજ થઇ ,ગુસ્સો કરીને માની જતા હોઈએ છીએ ...આ થયો એક દીકરી સાથેનું આપણું સૌનું વર્તન ,વ્યવહાર અને વિચાર. ....હવે અમુક વાતો કદાચ કોઈને અણગમતી કે કડવી લાગશે ...કારણકે સત્ય આવું જ હોય ...આમ. તો કોઈ ઘરમાં દીકરાનો જન્મ થાય ત્યારથી ખુશી થી વહુ લાવવાની વાતો કરતાં આપણે ફરતાં હોય છીએ ., અને જયારે દીકરો પરણાવીને વહુ લાવો છો ત્યારે અચાનક કેમ અણગમતી થઇ જાય છે. ..ઘણી વખત મેં વાતોમાં સાંભળ્યું છે કે અમારે તો બસ, વહુ આવી જાય એટલે "દીકરો સોંપી દઈને આપણે છુટ્ટા ",.."આપણે ઘરની બધી જવાબદારી સોંપી હળવા બની જઇશુ "...અમુક સમય પછી એ જ લોકો ફરિયાદો કરતા હોય છે ...તે તો આમ નથી કરતી ...તેમ નથી કરતી ...એવીરીતે રસોઈ બનાવે છે ...પેલી રીતે સફાઈ રે છે ...મારી જેવું નથી કરતી. ..તમારે જો જવાબદારી સોંપવી હોય તો તેને થોડી સત્તા કે થોડી છૂટછાટ પણ આપવી જરૃરી છે ...દરેક ને થોડી મોકળાશ તો જોઈએ .કોઈ પણ રીત હોય ,કામ થઇ જવું જરૂરી હોય કે તમારી જીદ ? કામ કલાક વહેલું કે મોડું થઇ જવાથી કોઈ એવોર્ડ કે મહાસંકટ આવી નથી જવાના,તો શા માટે એટલું એ વિશે વિચારવું...?આમપણ સમય સાથે દરેકે બદલાવ લાવવો જ જોઈએ .હું એવું નથી કહેતી કે દરેક વખતે જૂની પેઢી કે સાસુઓ નો જ વાંક હોય કે વહુઓ બધી સારી જ હોય ...આ એક સામાન્ય વાત છે ...દરેક સાસુ પોતે પણ ક્યારેક એ ઘરની વહુ રહી ચુકી હોય છે ..તેમને પણ કદાચ જિંદગીમાં ઘણું સહન કર્યું હોય બની શકે ...પણ સારી વ્યક્તિ " એવું અમે પણ સહન કર્યું છે "...તો " તમે કેમ ના કરો" "તમારે તો આવું કાંઈ નથી ..?"...કહેવાને બદલે મેં જે સહન કર્યું છે આવું " હું મારી આગળની પેઢી (વહુ ) સાથે ક્યારેય નહીં થવાં દઉં કે ખુબ પ્રેમ થી સાચવીને સાંભળી લઈશ ..."આ સાથે જ ઘણી છોકરીઓ પણ વહુ બન્યા પછી સામાન્ય ફેરફારો જલ્દી થી લાવી શકતી નથી પણ , સમય જતા દરેકે સ્વીકાર તો કરવો જ રહ્યો ...દરેક દીકરી જો નવા ઘરને પોતાના લોકો સમજીને વ્યવહાર કરે તો ચોક્કસ દરેક કુટુંબ ને સુખી થતાં કોઈ અટકાવી શકતું નથી ..દરેક દીકરી એ ખોટી વાતો કે સલાહો થી દૂર રહીને પ્રેમ થી સૌને કદાચ જીતી શકે છે ...આ એક જ સંબંધ વર્ષોથી થોડો વધુ ચર્ચામાં અને હવે તો જોક્સ રૂપે પણ ફરતો થયો છે. જો આ સંબંધો વિશે આપણામાં રહેલી ગેરમાન્યતાઓ અને એકબીજાની ખોટી ચાડી ખાતા લોકો થી દૂર રહીને ચોક્કસ સુંદર અને મજબૂત બનાવી શકાય ...કોઈ પણ દીકરી જે ખુબ લાડકોડ અને વ્હાલથી ઉછરી હોય તે તેનાં ઘરમાં "રાજકુમારી" જેવું જીવન છોડીને કોઈ સુંદર પાત્ર ના સાથ ના સહારે નવાં ઘરને અપનાવવાં આવી હોય છે. ..એ કઈ ઘરમાં રાજ કરવાં કે માલિક બનવાં નથી આવતી ...કે કોઈ માતા થી તેનાં દીકરાને છીનવી લેવા કે અલગ કરવા નથી આવતી ...કારણકે તે પોતે "વ્હાલરૂપી રજવાડાં જેવું ઘર તો તમારા માટે છોડીને આવે છે. .."પોતાનાં માતાપિતા થી છૂટ્યા નું દુઃખ જાણતી હોવાથી એવી તકલીફ એ બીજાને ક્યારેય આપવાનું ન વિચારી શકે. ..એ તો માત્ર તમારાં પ્રેમ થી તમારા દિલોમાં રાજ કરવાના પ્રયત્ન કરતી હોય છે. ..દરેક સંબંધ પ્રેમ, વિશ્વાસ, ,હૂંફ અને થોડી સમજદારી થી મજબૂત રીતે બાંધી શકાય છે ..વાત થોડી અજીબ છે પણ વિચારશો તો સારી ...અને અપનાવવાની કોશિશ કરશો તો સરળ ચોક્કસ લાગશે ...વર્ષો સુધી રાહ જોયાં પછી આવનાર કે મળનાર સાથે થોડા પ્રેમથી...થોડી છૂટછાટ થી...થોડા ખુલ્લા મન થી શું સાથે ન રહી શકાય...?લેખિકા: સંધ્યા રતિલાલ સોલંકી ( " દિલ થી " )

"તું છે તો બધું જ છે...ને
 19 May 2019  

" તારા વિના હું કઈ નથી ને ...તું સાથે હોય તો મારા માટે દુનિયામાં કંઈ પણ અશક્ય નથી. .."હા ,સાચી જ છે આ વાત કારણકે દુનિયામાં માં વિના બધું જ સૂનું છે .એનાં થી જ આ દુનિયા સ્વર્ગ સમાન છે.મારાઆ દુનિયામાં આવતા પહેલાથી ,જોયા વિના જ અપાર પ્રેમ આપેલો એ વ્યક્તિ એટલે આપણી "માં" જ હોઈ શકે ...દરેક વખતે ..દરેક સમયે... કંઈપણ મુશ્કેલી જોયા વિના સાથ આપતી એક "માં" જ હોય ...તું આટલું બધું કઈ રીતે કરી લેતી હોય છે? મમ્મી ...દરેક વસ્તુ સમય પર હાજર હોય. ...તેની કાયમીની જગ્યા પર જ હોય. ...એકદમ ચકાચક સાફ થયેલું હોય. ..જમવાનું હમેંશા તૈયાર  હોય ...સ્કૂલ ..ઓફિસે ..ના ટિફિન પણ તૈયાર જ હોય ...એ પણ સ્વાદિષ્ટ રસોઈ અને એક્સ્ટ્રા પ્રેમ સાથે ...ઘર હમેંશા સાજ-સજાવટ થી ભરપૂર હોય ...એકદમ સ્વચ્છ હોય ...ને બાળકોની જીદ પુરી કરવા હમેંશા તૈયાર  હોય. ..આ બધું તો તું હમેશાં સરળતાથી કરી લેતી હોય છે ...એ પણ હમેશાં હસતાં મોં સાથે ...જરા પણ પોતાની તકલીફ નો કોઈને અણસાર આવવા દેતી નથી. ..અને આપણે પણ ક્યાં ક્યારેય એ જોવાની ફુરસદ કે તસ્દી લેતાં હોઈએ છીએ ...દરેક ને પોતે એ સમયમાંથી પસાર થાય છે ત્યારે આ બધું સમજાતું હોય છે. ..એક માતા ના ઉછેર થી માણસ નું સાચું અસ્તિત્વ ઘડાતું હોય છે. ..દરેક બાળક અમુક સંસ્કાર અને કલા માતાનાં ગર્ભમાંથી શીખીને જન્મતાં હોય છે ...આમ તો એક માં વિશે લખવાનુ કે વર્ણન શક્ય નથી પણ અમુક દિલની લાગણીઓ રૂપે ચોક્કસ લખી શકાય. ..મમ્મી આપણને બહુ વ્હાલી હોય છે કારણકે એ દરેક સમયે આપણો સાથ આપવા માટે હાજર હોય છે ...પપ્પા થી કદાચ આપણે થોડા ડરતા હોઈએ છીયે ...એટલે જ આપણે અમુક વાતો મમ્મીને j કહેતાં હોઈએ છીએ કે ,તે પપ્પાને આપણા વતી વાત કરે કે ગમતું કંઈ કરવા માટેની છૂટ આપે...મમ્મી સરળતાથી આપણને મુશ્કેલી ના સમયમાં રસ્તો શોધી આપતી હોય છે. ..પોતે તેમનાં સપનાઓ ...ઈચ્છઓ ...ને બાળકો માટે અધૂરાં છોડી દે છે ...એક માતા તેના સંતાન માટે સમય સાથે દરેક સંબંધ નિભાવતી હોય છે. ..બાળક નાનું હોય ત્યારે તે બાળક ને છે ...મોટું થાય ત્યારે તેની મિત્ર ને છે. ..પછી સમવયસ્ક બને છે. ...કંઈક શીખવતી વખતે ટીચર બને છે. ...જયારે તે હારી જાય કે ભાંગી જાય ત્યારે પ્રોત્સાહન આપે છે. ..જરૂરી હિંમત આપે છે. ..ને ફરીથી ઉભા થવાનું સાહસ આપે છે...જિંદગી ના દરેક વળાંકો પર દિશા આપતી હોય છે ...અને સૌથી પહેલાં તો આપણને આ દુનિયા જોવા માટે જન્મ આપ્યો હોય છે. ..છતાં આપણે મોટા થઈને એવો જ સવાલ કરતાં હોઈએ છીએ કે તમે અમારાં માટે શું કર્યું. ..?અહીં હું ઘણું લખી શકું છું આજકાલના છોકરાઓ નો માતા પિતા સાથેનો ખરાબ વ્યવહાર વિશે પણ ...અહીં હું સારી વાતો અને સારા વિચાર જ લોકો સાથે વહેંચવા માંગુ છું. ...ખરેખર માતા એ ત્યાગ  ...પ્રેમ ...વિશ્વાસ ...કરુણા ..અને ..અપાર પ્રેમની દેવી છે. ..જે આ દુનિયામાં બીજું કોઈ આપણને આપતું નથી ...અને ઈચ્છે તો પણ આપી શકતું નથી. .."તું છે તો બધું જ છે...ને તારા વિના હું કાયમી અધૂરું... "   "મારી વ્હાલી મમ્મી...." - સંધ્યા સોલંકી ( " દિલ થી " )