CATEGORIES
” હાર “
 18 May 2018  
Art

શ્રેણીઓ : જીવનમાં ઉમંગ” હાર “9042018haar" data-large-file="https://pravinash.files.wordpress.com/2018/04/haar.jpg?w=510?w=259" src="/public/uploads/fr-uploads/images/6144e90dc7f9631608858875d375b384f991fb35.jpg" alt="" srcset="https://pravinash.files.wordpress.com/2018/04/haar.jpg 259w, https://pravinash.files.wordpress.com/2018/04/haar.jpg?w=150 150w" sizes="(max-width: 259px) 100vw, 259px" class="fr-fic fr-dii">             har" data-large-file="https://pravinash.files.wordpress.com/2018/04/har.jpg?w=510?w=225" src="/public/uploads/fr-uploads/images/0f5915c794c2b5f225880b282c7671b538b97c6a.jpg" alt="" srcset="https://pravinash.files.wordpress.com/2018/04/har.jpg 225w, https://pravinash.files.wordpress.com/2018/04/har.jpg?w=150 150w" sizes="(max-width: 225px) 100vw, 225px" class="fr-fic fr-dii"> ‘હને’ કાનો લાગે એટલે બને “હા”. આ કાનો સહુને રંજાડૅ પણ ખરો અને સહુના મનને જીતે પણ ખરો. ” ર ” રમતિયાળ. રમતમાં કો’ક જીતે પણ ખરા અને હારે પણ ખરા !કોઈની ‘હા’માં ‘હા’ પુરાવો તો વહાલા લાગો ,ભૂલે ચૂકે નન્નો ભણ્યો તો કડવા વખ જેવા લાગો !આ ‘હાર’ જીવનને નાસિપાસ પણ કરે અને જીવનમાં ઉલ્લાસના અમી છાંટણા પણ કરે. હાર શબ્દ કેટલો સરળ છે ,ઉચ્ચારવામાં, લખવામાં અને બોલવામાં. જ્યારે તેનોઉપયોગ વાક્યમાં  કયા સંદર્ભમાં થાય છે ત્યારે આખીને આખી બાજી પલટાવી નાખે છે.એ બાજી ઘણી વખત પ્રાણ ઘાતક પણ હોય છે યા આસમાનની સફર પણ કરાવી શકે છે.કેટલા દાખલા છે જુગારમાં ‘હાર’ પામેલા વ્યક્તિએ આપઘાત કર્યો હોય !“હાર” ન માન , “હાર”ને જીતમાં પલટાવી નાખ !“હાર” પહેરીશ તો તું રૂડો લાગીશ. ગુલાબનો કે મોગરાનો બોલ તને કયો પસંદ છે ?“હાર” પેલા નેતા માટે ભાઈ જરા મોંઘો લેજો એ નેતા જરા અવળચંડા છે. “હાર” નહી ગમે તો ભાષણમાં લોચા મારશે !“હાર” સુખડનો લાવું કે ગલગોટાનો  મારી ‘મમ્મીની’ યાદગીરી કાયમ રહેશે !.જોયું ને ‘હાર’  શબ્દ ક્યાં , ક્યારે અને કયા પ્રસંગે વપરાય છે.આજે મારો ગટુ શાળના પ્રોગ્રામમાં પ્રથમ આવ્યો. આખા વર્ષની તેની હાજરી ૧૦૦ ટકા હતી. ભણવામાં બીજો નંબર ક્યારે લાવ્યો જ નથી. શાળાના આચાર્યે મારા ગટુને સુંદર મજાનો “હાર” પહેરાવ્યો !જીત્યો અને ઈનામમાં મળ્યો ‘હાર’ !‘અરે, બુડબક , નમાલા તેં છોકરીથી “હાર” માની ?‘તારી જાતને બહુ ખાં સમજતો હતો ‘?હવે આ હાર કોને પસંદ આવે. નીલે ‘હાર’ એટલે માની કે તે નીશાને ચાહતો હતો. નીલને કૉઇ ફરક પડતો ન હતો. નીશા જીતે તો એને આનંદ થવાનો હતો. નીશા પોતે પણ જાણતી હતી ,’મારી જીત પર નીલ ખુશ થઈ તાળીઓનો ગડગડાટ કરી આખો સભાખંડ ગજાવશે.’હવે આ ‘હાર’ની મઝા, તો મરજીવા જાણે. બાકી કિનારે ઉભા રહી તમાશો માણે !‘મમ્મી, સુહાની બોલી ઉઠી. શીલને જાસમિન બહુ ગમે છે. એને ત્યાં અમેરિકામાં જાસમિનના ખૂબ કુંડા મૂક્યા છે. લગ્નમાં પહેરાવવાનો “હાર” મોગરાનો જ બનાવડાવવો છે. ‘મમ્મી મનમાં ને મનમાં ખુશ થઈ. સુહાનીને શીલના ગમા અણગમાની બરાબર ખબર છે. ‘મારી દીકરી અમેરિકા જઈ ખૂબ સુખી થશે. ‘હાર માનવી, હાર પહેરવો, હાર પહેરાવવો , હાર ગુંથવો, હાર નાનો યા હાર મોટો ! આ હારની આજુબાજુ સમસ્ત દુનિયા ઘુમે છે. કદાચ નવાઈ લાગશે . આ જીવનની દોડમાં દરેક વ્યક્તિ ક્યાંક હાર પહેરવા માટે આડાઅવળા ધંધા કરે છે યાતો હાર નહી માનવા કાળા ધોળા કરે છે !ખેલદિલીથી ‘હાર’ માનવા, પહેરવા અને પહેરાવવા કોઈ વિરલા જ મળશે !એવું આ ‘હાર’ શબ્દમાં શું છે જેની દરેકને મેળવવાની યા આપવાની તમન્ના છે.હાર માનવી છતાં મસ્તક ઉંચું રહે એવું તો જવલ્લે જ કોઈ કરી શકે ! આજે વાર્ષિક પરિક્ષા હતી. વિનુ અને મીનુ બન્ને દોસ્તો ખૂબ મહેનત કરી આઈ. આઈ. ટીમાં જવાના હતા. વિનુને ખબર હતી તેના પિતાજી ડોનેશન આપીને પણ આઈ. આઈ. ટી. માં તેને એડમિશન અપાવી શકશે. પ્રથમ અને બીજા નંબર વાળાને જ માત્ર એડમિશન મળવાનું હતું. શરત એ હતી કે પ્રથમ આવનારને ‘ફુલ સ્કોલરશીપ’ મળવાની હતી. જો વિનુ પ્રથમ આવે તો એડમિશન મળે , મીનુ બીજે નંબરે આવે તો તેને પણ એડમિશન મળે . હવે મીનુના પપ્પા એટલા પૈસા ખરચી શકે તેવી સ્થિતિમાં ન હતા. વિનુએ નક્કી કર્યું પ્રથમ મીનુ જ આવશે. બન્ને જીગરી દોસ્ત હતા. પરિણામ આવ્યું.  મીનુ પહેલો આવ્યો. વિનુ ને ‘હાર’ મળી . તેની ખુશી અનેક ગણી વધી ગઈ. તેની હાર વિનુની જીત કરતાં વધારે સુખદ હતી. બન્ને દોસ્તો સાથે આઈ.આઈ. ટી.માં જઈ શકશે. વિનુએ પપ્પાને વાત જણાવી. પપ્પાને વિનુ પર ગર્વ થયો.‘હાર’ ના ઢગલા નેતાઓના ગળામાં જોયા હશે? કેટલા પૈસાની બરબાદી. જેઓ કામ કરવાના ચોર છે. લાંચ લેવામાં પહેલો નંબર છે. ખબર નહી કેમ તેમને ગળામાં હારનો ભાર નથી લાગતો ? હા. એ જ હાર કોડભરી કન્યાના ગળામાં સોહી ઉઠે છે. પરણનાર પતિના ગળામાં ‘વરમાળા તરિકે હાર’ કેટલો દીપી ઉઠે છે !જીવતા જેને પાણી ન પાય એવી વ્યક્તિને પણ મરણ વખતે શબને અને ઘરે આવીને છબીને “હાર” પહેરાવવામાં આવે છે !હવે જીવનમાં ‘હાર’ ક્યાં મેળવવી, ‘હાર’ ક્યારે પહેરવો અને ‘હાર’ ક્યારે પહેરાવવો એ આપણે નક્કી કરવાનું છે. સરળ રસ્તો મને બહુ ગમે છે, “સિક્કો ઉછાળીને ” ! 

સ્વાર્થ ની ભાષા

સ્વાર્થ ની ભાષા=========અચાનક ઉભરતો પ્રેમ એક તરફી ઉભરતો પ્રેમ , અજાણે થતો એકબીના આકર્ષતો પ્રેમ, ભર જુવાની માં ચમકતી આળોટતી દેહ ની લાલીત્યતા ને રૂપ નો નીરખતો પ્રેમ ,રસ્તા માં , બાઝાર માં , કે મેળા, મેળા માં ,બે યુવાનીઓ ,એક બીજાથી આકર્શાતી, ને આંખો મળતી હોય નૈસર્ગીક કોસ્મિક મળતી હોય  ત્યો જ આકર્ષણ ના અંકુર ફૂટતા હોય છે ને પ્રેમનો ,જન્મ થતો હોય છે  વળી, કોઈ ધનાઢ્ય યુવાની નો ઉમર લાયક ,પુરુષ ,હોય નેસ્વ રૂપવાન સ્ત્રી હોય ,ત્યો ,સંપત્તિ નાં દેખાવના ઓઠા હેઠળ લલચાઈ ,એક બીજા થી આકર્ષાતાં હોય છે ,અહી ,સ્ત્રી ની ,પોતાના સ્વરૂપની ઓથે સંપત્તિની ,લાલચ હોય છે અને જયાં કોઈ વિદ્વાનપુરુષ હોય અને તેની વિદ્વત્તાને ,મોહી ,કોઈ સ્ત્રી ,પોતાના સ્વરૂપની આડ લઇ પ્રેમ કરતી હોય છે ,જયાં કોઈ .પાવરને સત્તા હોય પુરુષ પાસે અને ,તેની આડ લઇ પુરશો ,ભોગ વિલાસ માટે હવસ ભોગ વિલાસ માટે સ્ત્રીને લોભાવતા હોય છે , સાચા પ્રેમ ની શોધમાં  નીકળેલા માણસોના ઇતીયાસ લખાઈ ગયા છે અને આખી જીન્દગી ઝૂરવા  છતાં પ્રેમને પામી શક્યા નથી એવા આપના સમાજ મો ઘણા એ ઉદાહરણો છે , દા .ત.શેણી-વિજાણંદ, હીર -રાંઝા આ સૌના પ્રેમ જીવતા કબરો મો ધરબાઈ ગયા છે , એક બીજા ના ભોગ, વિલાસની ભાષા ને પામવા ,આપણે ,એને જુદા જુદા સ્વરૂપો મો વહેચી દઈ એ છીએ અને એક બીજાની જરૂરિયાતને માન આપી એક બીજાને ઈચ્છા અનિચ્છાએ સ્વીકારીએ છીએ પછી એ સંપત્તિ ની આડ હોય, વિદ્વ્ત્તાની આડ હોય, ફાટ ફાટ ,ખીલતી યુવાની ની આડ હોય એક બીજા ની નબળાઈઓની આડ હોય ,કે એક બીજા નાં સ્વાર્થ ની આડ હોય , આને લગભગ આપણે પ્રેમ નું નામ આપીએ છીએ એક તરફી પ્રેમ જોખમી હોય છે  ઈશ્વરને થતો પ્રેમ પણ અપેક્ષાઓથી  હોય છે .બાકી સમાજ મો થતા બે જીવ વચ્ચે ના પ્રેમમાં કોઈક જગાએ સ્વાર્થ ની બદબૂ તોકોઈ જગ્યાએ હવસની બદબુ તો કોઈ જગ્યાએ  નરી એક તરફી સ્વાર્થની બદબુ  હોય જ છે એશિયાળા જીવન માં કયો કોઈપ્રેમ કરતું હોય છે ,? ત્યો પણ કોઈ ને કોઈ સ્વાર્થ આવતો હોય છે , કોઈ વૃધ્ધ, ને જોઈ , કે કોઈ ગરીબ ને જોઈ , દયાની લાગણી ઉદ્ભવતી , ત્યો , કાયમી કોઈ પ્રેમ હોતો નથી , કદાચ કોઈ ,લાગણી ઉદ્ભવે તો પણ સામે વાળી લાગણી ને માન આપનારની પણ આંતરિક અપેક્ષા હોય છે કોઈ ને કોઈ સ્વાર્થી અપેક્ષા હોય છે , સાચી લાગણી ને પ્રેમ કરનારો લોકો સમાજ થી અળગો જ રહેતો હોય છે ,એવું ક્યોક બનતું હોય છે આ બધાજ  ની પાછળ  એક બીજ ની લગભગ મારા મતે એક હવસ સંતોષવા નીખેવના હોય છે  ને એક બીજાની જરૂરિયાતને પુરી કરવાની ભાવનાનાં નામો જુદા જુદા હોઈ શકે , દા.ત. મોરલ સપોર્ટ, એકબીજાના સુખ દુખ ના ભાગીદાર, એકબીજાની લાગણી ની હૂફ ,પોતાનો હૈયા  હળવો કરની રીત રસમ જગા સમય પ્રમાણે વર્તાતી હોય છે વગેરે વગેરે પ્રેમને નામે જુગાર ખેલાતા હોય છે ને સ્વાર્થની ભાષા બોલાતી હોય છે  

તનથી સુંદર કે મનથી સુંદર
 9 May 2018  
Art

     તનથી સુંદર કે મનથી સુંદર આનો જવાબ તો લગભગ બધાં જ જાણતા હશે. આમાં નવું શું છે? બધાં જ કહેશે મનથી સુંદર. હા! ખરેખર મનથી સુંદર જે વ્યક્તિ હોય છે તેનું તન આપોઆપ સુંદર થઈ જ જાય છે, એને તનની સુંદરતાની જરૂર નથી. કારણ એના ગુણો જ બીજાને પ્રભાવિત કરી દે છે. એનામાં રહેલા ગુણોના ભંડારથી કદાચિત એના તનની સુંદરતા તરફ લોકોનું ધ્યાન જ નથી જતું. જે વ્યક્તિ મનથી સુંદર હશે તે તનથી સુંદર આપોઆપ થઈ જ જશે.       સુંદરતાનો પાઠ તો વર્ષોથી વિચાર વિમર્શના કેન્દ્રમાં જ રહ્યો છે. સાહિત્યમાં તો ખાસ કરીને. પ્રકૃતિથી લઈને આપણી સોચ વિચાર વગેરે સુંદરતાની જ ખોજ છે પછી તે કવિ હોય કે દર્શક દરેક લોકો સુંદરતાની ચર્ચા તો કરવાના જ. એક કવિ પોતાના દિવ્યચક્ષુથી સુંદરતાનું વર્ણન કરવાના અને દર્શક પોતાના ચર્મચક્ષુથી. કવિને મન પોતાની કલ્પનાથી વિશેષ સુંદર બીજું કંઈ હોતું જ નથી જયારે દર્શક બાહ્ય સુંદરતાને જ મહત્ત્વ આપે છે પણ હકીકતમાં આપણું ચિત્ત કે મન જે સોચે છે એ જ આપણા વ્યવહારમાં ઉતરે છે. આપણે તનની સુંદરતાને બદલે મનની સુંદરતા જોઈને જ વ્યક્તિનું મૂલ્યાંકન કરવું જોઈએ.       બાહ્ય સુંદરતા તો આપણને કુદરતે આપી પણ આંતરિક સુંદરતા તો આપણે જાતે જ કેળવવી પડે છે. આના માટે આપણા વડીલોના સંસ્કાર અને આપણા શિક્ષકોનો મહત્ત્વનો ભાગ હોય છે. એનાથી જ આપણું વ્યક્તિત્વ ખીલે છે.       દોસ્તો, કહેવાનો તાત્પર્ય એ છે કે મનની સુંદરતા આપણા જ હાથમાં છે માટે દરેક વ્યક્તિએ એને વિકસાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ.        આપણે ઘણીવાર પેપરમાં વાંચીએ છીએ કે ઊંચી, પાતળી, ગોરી અને સંસ્કારી છોકરી જોઈએ છે. કોઈ એમ બોલે છે કે થોડી ઓછી રૂપાળી હોય તો ચાલશે પણ અમારા ઘરમાં ભળી જાય એવી છોકરી જોઈએ.       કોઈને સ્ત્રીના ગુણ નથી જોવા બસ રૂપ જ જોવા છે. અરે! સ્ત્રીનાં શરીરની રચના બ્રહ્માએ બહું જ સુંદર કરી છે પણ ગુણ તો બધાંને અલગ અલગ આપ્યાં છે. કદાચિત કોઈ રૂપવાન સ્ત્રી ગુણવાન ન પણ હોય અને કોઈ ગુણવાન સ્ત્રીને રૂપ ન પણ હોય પણ અફસોસ બધાં પુરુષો રૂપ જોઈને જ આકર્ષાય છે. ત્યારે તેઓ ભૂલી જાય છે કે ગુણ હશે તો એનાં રૂપની સુવાસ આપોઆપ બધે જ પ્રસરી જશે. અહીંયા મને એક ઉદાહરણ યાદ આવે છે.       એક દિવસ રાજા વિક્રમાદિત્યએ કવિ શ્રી કાલિદાસને પૂછ્યું, “એ શું કરણ છે કે તમારું તન, મન અને બુદ્ધિ એકબીજાને અનુરૂપ નથી” ત્યારે જવાબમાં કાલિદાસે દરબારમાં સેવક પાસે બે ઘડા મંગાવ્યા. એક સોનાનો અને એક માટીનો. પછી મહારાજને પૂછ્યું “મહારાજ તમે કયાં ઘડામાંથી પાણી પીવાનું પસંદ કરશો?” ત્યારે મહારાજે કહ્યું, “આ કંઈ પૂછવાની વાત છે? આવી જેઠ મહિનાની ગરમીમાં કોઈપણ માનવી ઠંડક મેળવવા માટે માટીના ઘડામાંથી જ પાણી પીશે.” ત્યારે કાલિદાસે કહ્યું, “મહારાજ તમારા સવાલનો જવાબ તમે સ્વયં જ આપી દીધો.” એટલે દોસ્તો કહેવાનો તાત્પર્ય એ છે કે જેવી રીતે જલની શીતલતા પાત્રની સુંદરતા પર નિર્ભર નથી એવી જ રીતે મનની સુંદરતા અને તનની સુંદરતાની કોઈ જાતની સરખામણી જ નથી. વર્ષો પહેલાં સત્યમ્, શીવમ્ અને સુંદરમ્-માં રાજકપુર પણ એ જ કહેવા માંગતા હતા કે મનથી સુંદર વ્યક્તિ જેવું પવિત્ર બીજું કોઈ નથી. એ જ સત્ય છે, શીવ છે અને સુંદરમાં  સુંદર વ્યક્તિ છે.       માણસ જો મનથી સુંદર હશે તો મહાન બનતા કોઈ રોકી શકશે નહીં. એને સર્વત્ર સમ્માન જ પ્રાપ્ત થશે. રૂપનું શું કરવાનું જે ક્ષણિક છે. પણ મનની સુંદરતા તમારા પડછાયાની જેમ તમારી સાથે જ રહેશે. પડછાયો તો નાનો મોટો થાય પણ આ સુંદરતામાં ઉણપ ક્યારેય વર્તાશે નહીં. દિવસે ને દિવસે એનું તેજ બીજાને આંજી દેશે. ભલે તનની સુંદરતા થોડીક ક્ષણો બીજી વ્યક્તિને આકર્ષિત કરી દેશે પણ જે વ્યક્તિ મનથી સુંદર હશે તો એનું આકર્ષણ ક્યારેય ઓછું નહીં થાય કારણ એના વિચારો જ આકર્ષણનું કેન્દ્ર બની જશે.....જીજ્ઞા કપુરિયા ‘નિયતી’

*જરૂર છે શિક્ષણમાં* ધરખમ ફેરફારની 🌹✍
 1 May 2018  
Art

*જરૂર છે શિક્ષણમાં* ધરખમ ફેરફારની 🌹✍જીંદગીનાં સમીકરણને ઉકેલવા ને બદલે જીંદગીને જ એક સમસ્યા સર્જી દે એવાં શિક્ષણથી માનવ નહિં પણ નોટ કમાનાર યંત્રમાનવ તૈયાર થઈ રહ્યા છે.જીંદગીના ગણિતની ગણતરીમાં પ્રથમ પદ જ ખોટું મુકાય ને આખી જીંદગી એ દાખલાનો જવાબ મેળવવામાં જ ખતમ થાય તો ય એ જીંદગી એક વણઉકલ્યો કોયડો બની રહી જાય, ત્યારે એવાં શૈક્ષણિક પ્રમાણપત્રો, ને પારિતોષિક શું કામના કે જે સુખનો આભાસી અહેસાસ માત્ર કરાવે. અને ભૌતિક સુવિધાથી ભરચક મોલ જેવાં મહેલની તમામ સુવિધા માનસિક શાંતિ છીનવી લે. ઈવન સારું અને સાચું સમજવા છતાં સ્વીકારી ન શકે. એ તો ઠીક પણ અંધ ધૃતરાષ્ટ્ર પ્રગટ કરે જેમની આંખો પર ગાંધારીનાં ગુંજનના પાટા પડળ બની એવા ચસોચસ ચોંટી જાય કે  તેમનાં સંપર્કમાં રહેનારા તમામની જીંદગી ય ધૂળધાણી થઈ જાય.વાસ્તવિકતા સ્વીકારવી મૂશ્કિલ છે પણ આ કોઈ વ્યક્તિ વિશેષ તો છે જ નહીં પણ શૈક્ષણિક સફરથી લઈને આજદિન સુધીનાં અનુભવોનો નિચોડ છે. જે વ્યક્તિ શર્ટનું પ્રથમ બટન જ ઊંધુ લગાવે  તેનાં બાકીનાં બટન તો ઊંધા જ વાગશે. એ તો ઠીક પણ એ  એક ઉલ્ટા બટનને લઈને સમગ્ર જીવન પોતાનું અને પરિવારજનોનું પણ અંધકારમય થઈ જાય ઉપરથી સાચવેલી શાખ હાસ્યાસ્પદ બને. અને આ ઉલટુ લાગેલું બટન એ કોઈપણ હોય જેમકે  સંગત, શિક્ષણ, પાત્ર પસંદ, વ્યવસાય કે સરકાર, કે મિત્ર પસંદ કરવામાં ભલભલાં ચમરબંધી પણ મુખવટાનાં મહોરામાં છેતરાય છે. ત્યારે પાયામાંથી જ એવું શિક્ષણ અપાય  જેમાં  દગા, પ્રપંચ, ભેદભરમ અને ભ્રષ્ટાચારનો છેદ જ ઉડી જાય.પરંપરા અને પારિવારિક મૂલ્યનોનું નિકંદન નીકળી રહ્યું છે. હા પરિવર્તન જરૂર સ્વીકાર્ય છે. પણ એવું કે જે સજજનો ને જ દંડે, દોષિત, દગાબાજ દિલદાર જણાય ને સત્ય મોં છુપાવી મૂક પોકાર કરતું હાંસિયામાં ધકેલાઈ જાય.સામાજીક, ધાર્મિક, આર્થિક, શૈક્ષણિક, અને પારિવારિક દરેક ક્ષેત્રે આજે અગ્રેસર રહેતી નારી કાબિલેદાદ છે.પણ મુદ્દાની વાત એ છે કે દરેકનું સ્થાન અને સ્વમાન  પણ સમાન હોય.આજે બેટીનાં અનેક અભિયાનો ચાલે  છે તેમાં   જીવનપતંગની દોરીનો એક જ છેડો પકડીને ચાલતાં હું, તમે અને આપણે એજ પતંગની ફીરકી પકડનારી બેટીનાં બીજાં છેડાને વિસરી રહ્યા છે. જુઓ આ એક કોઈ સ્પેશ્યલ બેટી વિશે નથી જ. એ ચોખવટ જરૂર કરીશ કારણ હું પણ એક બેટી જ છું. અને કોઈની પુત્રવધુ પણ છું જ.હવે આ લેખ એવી બેટીઓને સમર્પિત છે જે તેમનાં જીવનની પતંગ જ એટલી ઊંચી ઉડાડવામાં વ્યસ્ત છે કે તે વારંવાર વ્હાલ વરસાવતાં વડિલોની પતંગ કાપવાનો આનંદ માણી રહી છે. ભલે, બેટા  એ ય ક્ષમ્ય છે કારણ કે તમારી ઉમરનો પ્રભાવ અને તરવરાટનો સ્વભાવ સામે સમજણનો અભાવ છે. પણ નમ્ર અરજ એટલી જ કરીશ શિક્ષિકા તરીકે નહિં તો એક મિત્ર તરીકે કે બેટીઓને આ વાત લોટની કણક કેળવીએ એ રીતે કેળવણીની તાલીમ આપી શીખવવી પડશે. અને આ કામ શિક્ષક, શાળા,સરકાર શિક્ષણવિદો અને સાહિત્ય સર્જકો જ ખૂબ સારી રીતે કરી શકશે.સવાલ સવા લાખનો એ છે કે આજે જે પત્નીનો પડ્યો બોલ એક કોલ માનીને ઝીલતાં પતિદેવ એવાં લાચાર કે વિવશ તો એટલીસ તૈયાર થવા  જોઈએ કે જે પત્ની સામે મનમોહનસિંહ અને પરિવાર સામે નરેન્દ્રભાઈ મોદીનો રોલ ભજવે અને આમની વચ્ચે પારિવારિક સભ્યોની દશા રાહુલગાંધી ની સેન્ડવીચ સમાન થાય. ઉદાહરણ એટલે જ આપ્યું છે કે ત્રણેય પુરુષો છે. સક્ષમ છે. અભિનયક્ષમતામાં નિપુણ છે. પણ સવાલ માનસિકતા અને  પ્રજાની પસંદગીનો છે. દરેક પુરુષ અને દરેક સ્ત્રી એકબીજાનાં સહાયક બની કાર્યક્ષેત્ર અને પરિવાર, સમાજને સહયોગી બની (નહીં કે ભોગી બની સાચવે)  એ જ અપેક્ષા સહ ભારતનું ભાવિ તેનાં વર્ગખંડોમાં ઘડાય અને આજનાં ભૂલકાં આવતીકાલનાં શ્રેષ્ઠ નાગરિક તૈયાર થાય તેવી એક માત્ર અલ્પેશા માલતી પતીલ અંકલેશ્વર

ગુજરાત સ્થાપના દિન
 1 May 2018  
Art

ગુજરાત સ્થાપના દિને ગુજરાતી ભાષાનો જ વિસ્તાર વધે.ઠામ-ઠેકાણે ગુજરાતી જ વ્યાપાર વિકસે,આકર્ષક તો યે અટપટી અંગ્રેજીનું દૂષણ ટળે.માતને વિસારી માસીને પાળવાનું પતન પતે.પ્રભાવશાળી અંગ્રેજીએ પાડ્યા છે ગુજરાતીઓને કાચાં.તેથી જ આજે ઈંગ્લિશ મિડીયમમાં ભણાવવાનાં અભરખાં.ભલે, આપણને ન આવડે ઇંગ્લિશ , પણ છોકરાવ તો શીખે સ્પોકન ઈંગ્લિશ.એ જ પછી મોટા થઈ માનીતી માસીની શીખે રીત.ને માવતરને કરી દે મિસ્ડ...અગડમ બગડમ અંગ્રેજીમાં સ્કીમ સમજાવે ને ગુજરાતી જ ગુજરાતીને પછાડે.વળી પાછી અષ્ટમપષ્ટમ અંગ્રેજીમાં જ બીલ દઈને દિલ❤દઝાડે.નથી હોતું સૌ કોઈને ગણિત, કે અંગ્રેજી સાથે વિશ્વાસઘાતનું જ્ઞાન પાક્કું.એક એવાં નિર્મળ, નિર્ભેળ નિખાલસ ગુજરાતીને આજે રહેવા ન ખરીદાય મકાન પાક્કું.એ તો છે ખૂબ ઊંડુ અંગ્રેજીનું બહુમાન સાચું.સમજાય જો સાર, તો વિકાસ અવશ્ય થાય ગુજરાતીમાં જ વહેવાર, વેપાર ને સદાચાર સદાકાળ.✍અલ્પેશા ને તો કરવો જ છે અંગ્રેજીનો બહિષ્કાર.... માલતી પતીલ. અંકલેશ્વ

મને એક સવાલ થાય છે?
 1 May 2018  
Art

[3:00 PM, 5/1/2018] +91 83204 18016: હમણાં બજાર ગઈ, ધણાં સમયથી એક અનુભવનું આલેખન કરવું હતું. તો આજે ખૂબ સુંદર રીતે રજૂ કરવાનો અવસર મળી ગયો.એક પર એક ફ્રી, સ્કીમ, ગિફ્ટ અને ફ્રી ગિફ્ટ વાઉચર, મેગા ડિસ્કાઉન્ટ, બોનસ વગેરે જેવા શબ્દો સાંભળીને કોઈનાય મોઢામાં મધલાળ ટપકે એ રીતે આપ સૌ નિહાળતા જ હશો. જાહેરાતનો જાદુ. અને જો આવી અફલાતૂન એડ જોઈને જો આપણને એ ચીજોની ખરીદીમાં એડ થવાની ધરાર ઈચ્છા ન થાય તો જરૂર એક સંયમિત સંતગુણ હશે એ વ્યક્તિમાં.. હા, જરૂરત હોવી અને ખરીદી કરવી અને ઓફરનો લાભ લેવો એ અલગ વાત છે. અને લોભામણી લાલચમાં આવીને બિનજરૂરી ચીજોને માત્ર ક્ષણિક આવેગવશ ખરીદી ખડકલો કરવો એમાં અંબર-અવનિનો ભેદ છે.મને એક સવાલ થાય છે? કારણ શિક્ષકનો આત્મા શિક્ષક-ધર્મ કાજે મૂંઝાય છે.ધંધો, વેપાર છે સૌની રોજીરોટી. એટલે એ વાત નથી જરાય ખોટી. પણ પળમાં પિમ્પલ મટાડી ડિમ્પલની રીત અનોખી.નાના મોટા નો ભેદ નથી. પણ બચપણથી આજ સુધી અહેસાસ અને અનુભવ જ એવાં થયા કે મોટાં માછલાં નાના માછલાંને ગળી જાય છે. આજે ઓનલાઈન શોપિંગ એક સુંદર સગવડ છે. ગ્રાહક અને માલિક માટે. સાથે સાથે ઘણાંયની રોજીરોટી પણ આ સુવિધાથી સચવાય છે. છતાંય ઓનલાઈન શોપિંગનાં કેટલાંક લાભાલાભ વિચારણીય જ છે.. કોઈને મારા વિચારો સાથે સંમત થવા આગ્રહ નથી જ પણ આપણે એક કદમ થોભી ચિંતન કરીએ તો ચાંદની રેલાવી આપણી ખુદની તો ખુશી બરકરાર રાખી શકાય.. કારણ (1)1999,1199,એવો અંક હોય વસ્તુની કિંમતનો. (2)ભાગ્યે જ કોઈ ગ્રાહક 1 રૂપિયો પરત માંગે. (3)કુરિયર મેનનાં પાર્સલબોક્ષ જોઈને ય ન મંગાય. (4)સવાલ એક રૂપિયાનો નથી. (5)પણ સવાલ એ છે કે આવી જ કિંમત કેમ? (6)એ એક રૂપિયાની કિંમતે જ મને પણ એક સુંદર મેસેજનાં વાંચનથી જ લેખન કરવાં પ્રેરિત કરી. કે તમે પણ કરોડપતિ બની શકો છો, જો તમારી પાસે 99,99,999( નવ્વાણુ લાખ, નવ્વાણુ હજાર, નવસો, નવ્વાણુ) રૂપિયા હોય તો. ત્યારે જ આ 99 કેમ? એ વિચાર આવ્યો? અને આ એક રૂપિયો જ ખાલી ક્યાં જાય છે? હવે મૂળ વાત આજની કે દૂધની થેલી અમૂલની 21 રૂપિયાની. એક રૂપિયો છુટો માંગે. આજે ન હતો. માટે મે ફરી કાલે આપવા કીધુ. લખી લો. પણ એમણે મને 9 રૂપિયા છુટા આપ્યા. પણ એકબીજા બેન આવ્યા. તેમણે કહ્યું મારો એક રૂપિયો જમાં છે ને. તો ઘડીભર વિચારીને દૂધ તો આપ્યું પણ મે અનુભવ્યું કે એક રૂપિયાની કિંમત કેટલી છે? હવે જ્યારે મોલ કે ઓનલાઈનની શોપિંગની વાત તો કરોડો પ્રોડ્ક્ટ્સ હોય અને દરેકની મોટાભાગની કિંમત 99 અંતિમ અંકવાળી જ હોય. તો દા. ત. એક કરોડ આઈટમસ વેચાય તો એક કરોડ રૂપિયા ક્યાં જાય? અહીં તર્ક નથી કરવો પણ અર્ક શોધવો છે. પેટના મુકીને શેઠનાં કોણ અને કેમ પોષે? ઓફર આપીને.  આજે દરેક વેપારી જી. એસ. ટી., મંદી, અને નોટબંધીથી મૂંઝાય છે.  ત્યારે સૌનું હિત જળવાવુ જરૂરી છે.ખાસ વાત દરેકની પોતાની દુકાન નથી હોતી, વળી દુકાનમાં ભાવતાલ કરાવનાર આપણે સૌ મોલમાં કંઈ ન કરી શકીએ. અને આ પણ એક કારણ મારી દ્રષ્ટિએ હોઈ શકે. ગરીબ ગરીબ જ થાય, મધ્યમ મુસીબતથી મૂંઝાય ને અમીરો અમીર જ થતાં જાય. ભલે અમીરોને એમની અમીરી મુબારક. કેમ કે મોટાં ને મોટી ને નાના ને નાની ચિંતા હોય છે. પણ વચલાંનું શું? ન હાથ ધરાય? ન સામાજીક બંધનોથી છૂટાય.  ને મોટી ને નાના ને નાની ચિંતા હોય છે. પણ વચલાંનું શું? ન હાથ ધરાય? ન સામાજીક બંધનોથી છૂટાય.[3:02 PM, 5/1/2018] +91 83204 18016: સફળતાસફળતાની પરિભાષા આજની તારીખે... 1.પાંચ આંકડાનો પગાર અને પાંચમાં પૂછાય.2.મોટર,મોલ યા દુકાન, જમીન, જાગીર હો પોતાની.3.શિક્ષણની પદવીથી લઈને પદ, પગાર, પ્રમોશન અને પારિતોષિક પણ સફળતાનો આધાર.4. પરિવારમાં ભલે હો અમે બે અમારાં એક યા બે..5.કમાણી હોય ભલે કોઈપણ નંબરની.6 દંપતી હોવ તો સંતાનમાં બેટો હોય તો  ડોક્ટર, વકીલ, ઈજનેર, યા મોટો બિઝનેસમેન હોય અને બેટી હોય તો શિક્ષિત અને   દિક્ષિત.7.બેટા-બેટી પરણીને બચરવાળ થઈ જાય તો  ગંગા સ્નાનની સફળતા..આમ તો આ યાદી વ્યક્તિ દીઠ લંબાવી કે ટૂંકાવી શકાય.પણ સફળતાની મારી સવારી.1.મહેનતનાં મોતી સમાન રોટી, તન ઢંકાઈ રહે એવો સુઘડ પોશાક, પાંચ ફુટિયા આ કાયા પોષવા માટે ચાર કે બાર દિવાલનું સુંદર ખોખુ. જે કહેવાય અપનાં ઘર હરિદ્વાર. અને પરસેવાની કમાણીમાંથી નજીવી પર-સેવાનો આનંદ મળે એવી એક નંબરની આવક. જેથી આલેખાય કે અપનાં હાથ જગન્નાથ.અંતમાં જમવા માટે ભૂખ અને ભોજન તથા સૂવા માટે ઊંઘ અને આસન(પથારી) હોય.ખાસવાત:-ખુદને જ એકમાત્ર ખબર હોય સૌ સાથેનાં ખુદારામે કરેલાં વ્યવહારની એનો નિજાનંદ અને હૈયામાં હરિની હાજરી એ છે મારી સફળતાની પરિભાષા. અને એ જ આધારે બેટા-બેટીઓનાં માલિક છે પ્રભુ સાચાં અમે તો માધ્યમ માવતર નામે  માત્ર મુનીમ કાચાં.. એમની રિધ્ધી-સિધ્ધી એ નરસિંહની જેમ તારે હાથ. તું જ્યારે જેમ ચાહીશ ત્યારે વાગશે શરણાઈ, સૂર ને વાજાં.

નિવૃત્તિ પછી
 12 April 2018  

“નિવૃત્ત થયા પછી” ઘણી બધી ચરી પાળવાની. અરે, આ તો જીંદગી છે, મરજીમાં આવે તેમ જીવવાની. બાળપણમાં માતા અને પિતાની આજ્ઞા માનવાની, શાળાએ જઈએ ત્યારે શિક્ષકોને સાંભળી તેમના કહ્યા પ્રમાણે અનુસરવાનું. પરણ્યા એટલે પ્યારી પત્નીની  ગુલામી કરવાની.  નહી તો, “હું મારે પિયર જઈશની લુખી ધમકી આપે” તે સાંભળવાની. બાળકો મોટા થાય એટલે તેમની મરજી મુજબ કારણ “આપણે ઘરડા થઈ ગયા”. આ ગણિત મારી સમજમાં નથી આવતું.નિવૃત્ત થયા, તમે તમારા મનના માલિક. જુવાનીમાં કમાયા હતા, હવે વિમાનમાં ફરો કે ફાઈવ સ્ટાર હોટલમાં રહો તમને કોણ રોકનાર છે ? હા નસિબ હોય અને પતિ ,પત્ની બન્ને હો તો  સ્વર્ગ ઢુંકડું છે. કેટલું સરસ લાગ્યું ને ? નિવૃત્ત  થયાનો આ તો સહુથી મોટો લાભ છે. નિવૃત્ત થયા પછી શું ? એ પ્રશ્ન દરેકને સતાવે છે. તુંડે તુંડે મતિઃ ભિન્ન . દરેક વ્યક્તિના અભિપ્રાય અલગ હશે. અંતે તો  સહુનો   ધ્યેય એક જ છે ! નિવૃત્ત થયા પછી, “હાશકારો”. બસ કોઈની ગુલામી નહી. સમયની પાબંધી નહી.નિવૃત્તિ એટલે નોકરી ન કરવી ! બાકી પ્રવૃત્તિમાં બાધ નથી. જો બિમાર પડવું હોય, દર્દ અને રોગને ખુલ્લા દિલે આવકારવા હોય તો ‘નિવૃત્તિમાં સોફા શોભાવજો’ ! બાકી જે ખ્વાઈશ હોય તે પૂરી કરવાનો સમય એટલે નિવૃત્તિ !  બાળપણ ગયું મસ્તી તોફાનમાં , જુવાનીમાં પ્રેમ કર્યો, બાળકો થયા , ઘરસંસાર ચલાવ્યો, સુંદર કામગીરી કરી પતિને બે પૈસા રળવામાં મદદ કરી. હર્યા, ફર્યા આનંદ કર્યો. આધેડ વયે બાળકો ઠેકાણે પડે તેની ચિંતા કરી. હવે આવ્યો જીવનમાં ‘હાશકારો’ જેનું બીજુ સુંદર નામ ‘નિવૃત્તિ’. ક્યારે પેલો ઉપરવાળો બોલાવશે ખબર નહી ? પળભરનો વિલંબ પણ નહી સહી શકે. બસ આ જીવનને સન્માર્ગે વાળો, લાખેણા મનખા દેહને એવો રૂડો બનાવે કે સર્જનહારને આપણા પર ગર્વ થાય !શું જોઈએ છે ?“જીવનમાં શાંતિ”.“કોઈને નડવું નહી”.” પતિ, પત્નીની અને પત્ની, પતિની સાથે આનંદમય જીવન ગુજારે”. ( જો નસિબદાર હોય અને બન્ને ડોસા, ડોસી સાથે  હોય તો!”)શેષ રહેલા જીવનનું સરવૈયુ કાઢી તાળો મેળવે”.“જો એકલા હોય તો જાત સાથે સંધિ કરી જીવનને સફળ બનાવે”.( સાથીની યાદ સતાવે એમાં બે મત નથી !)સ્વામી સચ્ચિદાનંદ, ઓશો કે મોરારીબાપુ કહે તેમાંથી આપણને યોગ્ય લાગે તે ગ્રહણ કરવાનું. બાકી જીવનની ઢળતી સંધ્યાએ આપણા  વાળ ‘નથી ધુપમાં ધોળા કર્યા કે  વગર મહેનતે મફતની ટાલ  પાડી”. આપણી મરજી પ્રમાણે જીવવાનું. પ્રભુ ભજનમાં મઝા આવતી હોય તો તેમાં મસ્ત રહેવાનું. સતકાર્ય કરવા ગમતા હોય તો તેમાં પ્રવૃત્ત રહેવાનું. “પસંદ અપની અપની ખયાલ અપના અપના”.બાળકોને તેમની સ્વતંત્રતા આપી ,આપણો મારગ જુદો ચાતરી લેવાનો. જો તેમને આપણી જરૂર હોય તો અડધી રાતે પણ તૈયારી બતાવવાની. મનમાં મુંઝાઈને કે તેમની ગુલામી નહી ચલાવવાની. દરેક લેખકોના મંતવ્યો વાંચ્યા.  તેમની પરેશાની જોઈ દુઃખનો અહેસાસ થયો. ખેલદિલ લોકો સત્ય લખે છે. બાકી બધા સત્યનું મહોરું પહેરી ફરે છે. શાને માટે ?  સત્ય બોલજો, અંતરમાંથી, “કાઢ્યા એટલા કાઢવા છે ખરા”?મને નથી લાગતું કોઈની મરજી હોય !સાથીની ગેરહાજરી સાલે, જરૂર તેમાં બે મત નથી. ત્યારે પેલું બ્રહ્મ વાક્ય ડોકિયું કરે, “એકલા આવ્યા એકલા જવાના”. સગાં કે વહાલા બધા સ્મશાનેથી પાછા વળવાના. કિંતુ નિવૃત્ત જીવનમાં એવી પ્રવૃત્તિ પણ દેખાઈ આવે છે જીવનને સફળ કરવામાં સહાય રૂપ થાય. દરેક વ્યક્તિને એક ત્રાજવે ન તોલાય. દરેકની પ્રવૃત્તિમય જીંદગીની વ્યાખ્યા અલગ હોઈ શકે.આપણે સહુએ સાંભળ્યું છે ૧,૮૪,૦૦૦ જન્મ પછી આ માનવ દેહ પ્રાપ્ત થાય છે. હવે આ જન્મ એળે જવા દેવાનો ? શું કામ ? આંબો વાવનાર ક્યારેય એમ નથી વિચારતો કે ‘હું આ કેરી ક્યાં ખાવાનો છું ?’ વૃક્ષ દરેકને છાંયડો આપે છે. જરાય વેરો આંતરો નથી કરતો. કેટલાયના કાળજા ઠારે છે. કેટલા અગણિત પક્ષીઓ તેના પર માળો બાંધી પોતાના બાળ બચ્ચા ઉછેરે છે .નિવૃત્તિ વેળાએ આપણે અઢળક ધન કમાયા હોઈએ તો બાળકોને આપ્યા પછી .હૉસ્પિટલ ,શાળા કે અનાથાશ્રમ બંધાવવું એ ખોટો વિચાર તો નહી જ ગણાય. મતલબ કે સારી રીતે તે ધનનો ઉપયોગ કરવો. વિદ્યા પાછળ વિનિમય કરવો. તે પહેલા એક મંત્રનું રટણ કરવું.“પહેલું સુખ તે જાતે નર્યા”.સ્વાસ્થ પાછળ ધ્યાન આપવું. ઘડપણમાં ન જોઈતી આપત્તી આવે તો તેનો સામનો કેવી રીતે કરવો તે માટે સજ્જ રહેવું. જો જુવાનીમાં બાળકોને સારા સંસ્કાર આપી ઉછેર્યા હશે તો તેમનો સાથ અને સહકાર મળશે તેમાં બે મત નથી. ઘરડૅ ઘડપણ તો પતિ અને પત્નીને એક બીજાની આદત પડી જાય. તેની મજા નસિબદાર માણે. છતાંય પોતાની આગવી પ્રતિભા રાખી ઝળકે એ સુખી “જોડા”ની લોકો ઈર્ષ્યા પણ કરે. એકલ દોકલ હોય તે અફસોસ કરવાને બદલે પોતાના જીવનની કેડી કંડારે., જીવનમાં હકારાત્મક વલણ અપનાવો. બાકી જનમ્યા ત્યારથી એક જ દિશામાં સહુની સતત ગતિ રહી છે. આ સમય દરમ્યાન તેનો સદઉપયોગ કરવો આપણા હાથમાં છે.આપણી અનુકૂળતાએ કોઈની આંતરડી ઠારવી, કોઈને માટે જાત ઘસવી, કોઈના આશિર્વાદ લેવા, કોઈને સહાય કરવી, કુટુંબમાં સ્નેહ પ્રસરે, ઈર્ષ્યાને તિલાંજલી આપવી, ચારે બાજુ જીવન જીવ્યાની સાર્થકતા લાગે એવું વાતાવરણ હોય કોને ન ગમે ? બાકી રેતીમાં પગલું ટકે એટલી આ જીવનની કહાની છે. બધા કાંઇ પૂજ્ય ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, લોકમાન્ય તિલક કે મીરા થવા સર્જાયા નથી! 

હે શબ્દ માતા
 12 April 2018  
Art

હે શબ્દ માતાસારથી –સ્વાર્થી,બધા જ અક્ષર અકબંધ છે. માત્ર જગ્યાની ફેરબદલી થઈ ગઈ છે ! છે ને કમાલ. આ જીવન પણ એવું જ છે. માત્ર હેરાફેરી અક્ષરની. જુઓને આજકાલની વહુ,“મારા દીકરાને તમે સંભાળો, સાસુમા” ,“તમારા દીકરાને હું સંભાળીશ “.શબ્દો એના એ જ છે. અર્થ કેટલો બધો ગહન !દિમાગ કામ ન કરે! શબ્દોમાં કેટલી તાકાત છે ?દીકરીને ભલે કાંઇ ન આવડે , ભણાવીને ?‘વહુ, તને તારી મા એ શું શિખવ્યું . વકિલ થઈ તો શું ધાડ મારી ‘?આ લેખ દ્વારા સૂતેલાને જગાડવાનો ઈરાદો છે. જાગેલાંને જો જગાડી શકાય તો તમારી ગુલામી કરવા તૈયાર છું.હમણા –મહેણાં, છે ને આસમાન અને ધરા જેટલો ફરક!કમાલ — કલમ , જોઈ આ કલમની કમાલ. ભલે કમપ્યુટર પર લખ્યું જેને કારણે તામારા સુધી જલ્દી પહોંચ્યું !૨૧મી સદીમાં ‘મા શારદા’ની ઉપાસના જેવા શબ્દો હાસ્યસ્પદ લાગે છે. એના શબ્દો, અક્ષરો બધાની સાથે આ અવળચંડી માનવજાત ચેડાં કરી રહી છે. આજના સાક્ષર ગણાતા ગુજરાતીના પંડિતોએ “હ્રસ્વ ઇનો છેદ ઉડાડી દીધો ?”  ગુજરાતી ભાષા લખવાની બધે “દીર્ઘ ઈનો વપરાશ કરવાનો” !પાછાં ઉપરથી સુફિયાણી વાતો કરશે, ‘જમાનો બદલાયો છે’ ! આ વાક્ય મને કાંટાની જેમ ચૂભે છે. વિચારો, જમાનો બદલાયો છે કે ,’હે માનવ તારી વિચાર શૈલી બદલાઈ છે’ ?સદીઓ પહેલાં સૂરજ પૂર્વમાંથી ઉગતો હતો, આજે ક્યાંથી ઉગે છે ?નદી પર્વતમાંથી નિકળતી , સમુદ્રને મળતી, આજે શું ઉલ્ટી ગંગા વહે છે ?કોઈ પણ મા, બાળક દીકરો હોય કે દીકરી પોતાના ગર્ભમાં નવ મહિના પોષે છે, શું આજે નવ દિવસ કે બે મહિનામાં જન્મ આપે છે ?જમીનમાં રોપેલું કોઈ પણ બી અંકુર ફૂટે ત્યરે ભોંય ફાડીને ઉપરની દિશામાં જ આવે છે’ !હવે જમાનો ક્યાં બદલાયો ? માણસની વિચાર કરવાની રીત બદલાઈ, જીવનમાં કોને પ્રાધાન્ય આપવું તે નિયત બદલાઈ, ભૌતિકતામાં આળટતા માનવનું આચરણ બદલાયું.  શાને જમાનાને દોષ આપવો ? પોતાની નબળાઈ છતી કરી હજુ સુધરવાનો માર્ગ મોકળો છે !જુઓને શબ્દની જોડણીમાં પણ તેણે ટાંગ અડાવી ! અરે ખોટું આવડે તો ખોટું લખો પણ આમ બેહુદું વર્તન શામાટે ? તેમને પૂછીએ ‘માતા કોને કહેવાય ? પિતાની પત્નીને. તો પછી માતાને પિતાની પત્ની યા બાપની બૈરી તરિકે બોલાવો ! શો ફરક પડે છે. અર્થ તો એક જ છે. જ્યાં સુધી મારું દિલ અને દિમાગ કબૂલ નહી કરે ત્યાં સુધી ‘ખોટું એ ખોટું ‘ રહેવાનું ‘. એ વિદ્વાનોની ગણતરીમાં કે હરોળમાં બેસવાનો મારો કોઈ ઈરાદો નથી. મને મારી હેસિયત ખબર છે. એક સામાન્ય વ્યક્તિ જે જીવન ‘બસ જીવી’ રહી છે. વ્યર્થ નથી જવા દેવું માટે હમેશા ઉદ્યમશીલ છે.“ખોટું સહેવાતું નથી, સાચું કહ્યા વગર રહેવાતું નથી !”કોની રજાથી ? કોના કહેવાથી ? એ લોકોને ભાષા સાથે આવી રમત રમવાનો ઈજારો કોણે આપ્યો ? હા, મારી ભાષા લખવામાં અગણિત ભૂલો થાય છે. માટે શબ્દકોષ વસાવ્યો છે. ખૂબ સાવચેતીથી લખું છું. પણ ભાષા સાથે આવી વાહિયાત રમત !વાણિયાની દીકરી, સંજોગોને કારણે ‘મા શારદાને શરણે શાંતિ પામી’ ! ‘માએ ચરણમાં વસવાની રજા આપી. ‘  બસ, હે શારદે મા તારો ઉપકાર મરણ પર્યંત માનીશ.શબ્દ દ્વારા મનની તેમજ દિલની અભિવ્યક્તિ એ એક પ્રકારની પૂજા છે. જે ગુજરાતી ભાષાના શબ્દે શબ્દમાંથી નિતરે છે.‘મીઠું’ ખારું છે. પણ ઉચ્ચાર કરો તેની મધુરતા જણાશે. તેના વગરનું અન્ન સ્વાદ વગરનું લાગશે.‘ગોળ’ ગળ્યો છે. ગોળ નથી’ !મા’ એક જ  અક્ષરનો શબ્દ છે.   ‘મ’, જેણે કાનાની સહાયતા લીધી છે. ‘કાનો’ જેને સહાય કરે તેની મધુરતા અવર્ણનિય બની જાય ! આ છે ગુજરાતી ભાષાની કમાલ !આપણી માતૃભાષાને ઊની આંચ પણ નહી આવે. હજારો વર્ષો જૂની આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે.માતૃભૂમિ, માતૃભાષા અને માતાના આપણે જન્મો જન્મના ઋણી છીએ.

દીકરી - વ્હાલનો દરિયો અને સ્નેહની સરિતા
 3 April 2018  

દીકરી એ વ્હાલનો દરિયો નહિ,પણ સ્નેહની સરિતા છે. દરિયામાં તો માત્ર ને માત્ર ખારાજ જ રહેલી છે. જયારે સરિતા તો હરહંમેશ મીઠાશને જ વરેલ છે. દરિયામાં ઉચ્છુર્ગલતા અને ઉછાછણુપણું, છીછરાપણું તથા અભિમાન અને ગર્વિતા રહેલા છે. જયારે નદી એ તો સ્નેહ, પ્રેમ અને અનન્ય એવી સમર્પિતતાનું પ્રતિક છે સરિતા એ શૈલેજા-શૈલપુત્રી અને શૈલઆત્મજા છે. જે સદૈવ સાગરને સમર્પિત થવાને ઉત્સુક અને તત્પર છે.સાગરમિલન માટે તત્પર એવી સરિતા એક વખત તેના પિતૃગૃહે નીકળ્યા પછી ક્યારેય પણ એના પિતૃગૃહ પરત ફરતી નથી કે એના પિતાનું મુખ પાછી વળીને જોઈ શક્તિ નથી. સાગર મિલનને ઉત્સુક એવી સરીતા સાગરમાં પોતાની જાતને સંપૂર્ણપને ઓગળીને પોતાની મીઠાશના સ્વતંત્ર અસ્તિત્વને અને સ્વતંત્ર ઓળખને પણ જડમૂળથી વિલોપ કરી દે છે અને સાગરની ખારાશને પોતાની ઓળખ અને પોતાનું અસ્તિત્વ બનાવી દે છે. સરિતાની સંપૂર્ણ સમર્પિતતા અને એના અસ્તિત્વ અને ઓળખની મીઠાશને પ્રાપ્ત કર્યા પછી પણ સાગર પોતાની ખારાશ છોડીને સરિતાની મીઠાશને અપનાવી શકતો નથી. સરિતાની જેમ જ દીકરી પણ સંપૂર્ણ સમર્પિત થઈને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને ઓળખને વિલોપીત કરી દે છે. ઓગાળી દે છે. દીકરીએ ઘરના ઉંબરે મુકેલ દિવાસમાન છે કે જે ઘરની અંદર અને ભાર એમ બંને તરફ પ્રકાશ પાથરે છે અને છતાં એ દીવાની સ્વયંની નીચે તો એક પ્રકારનો ગૂઢ અંધકાર જ છવાયેલ છે એમ જ દીકરીને પણ પૈતૃકગૃહ અને સ્વસુરગૃહ એમ બંને પરિવારોની જવાબદારી વહન કરવાની અને બંને પરિવારોને ઉજાગર કરવાની અને બંને કુળના સંસ્કારોને દિપાવવાની કળા જન્મજાત હસ્તગત હોવા છતાં પણ એ દીકરીના સ્વતંત્ર અસ્તિત્વ અને સ્વતંત્ર ઓળખ તો ગૂઢ અંધકારમય જ હોય છે. અને એની સ્વતંત્ર ઓળખ અને અસ્તિત્વ તો અમાવસ્યાના ઓઠા હેઠળ જ રહેલ હોય છે અને જવાબદારી અને દાયિત્વનું ગ્રહણ અને સદૈવ ગ્રસી રહ્યું છે અને રીતરસમોના ધુમ્મસ હેઠળ એની ઓળખ અને અસ્તિત્વ ઔસબિંદુમાફક ક્યાંય ઓઝલ થઇ ગયેલ હોય છે. દીકરીને તો હરહંમેશ અન્યનો પડછાયો અને પડઘો બનીને જ સંતૃપ્તિ માનવી પડતી હોય છે પરંતુ એ દીકરીના મનોજગતમાં તો પોતાની એક આગવી ઓળખ અમીટ છાપ અને પોતાનું આગવું અને સ્વતંત્ર અસ્તિત્વ ઉભું કરવાની અદમ્ય એવી રહેલી ચાહત રહેલી જ હોય છે. એના મનોવિશ્વમાં અન્યના ઉદાહરણ કે અન્યોએ ચીતરેલા ચીલાચાલુ ચીલા ઉપર ચાલવાનું નહિ. પરંતુ અન્યોને માટે પોતાનું ઉદાહરણ પુરૂ પાડવાની વણખેડાયેલ માર્ગ ઉપર પોતાની આગવી અને અનન્ય અને નીતનવી એવી કેડીઓ પોતાના આત્મબળના પ્રભાવે દાન્કારવાની તમન્ના રહેલી જ છે એને અન્યનો પડછાયો કે અન્યનો પડઘો બની માત્ર જ બનીને નથી રહેવું. એને તો આકાશને આંબવું છે અને પોતે જ પોતાની સંગત અને સોબતને માણવી છે અને પોતે જ પોતાના ઉદાહરણ બનવું છે. મુક્ત ગગનમાં વિહાર કરવા ઇચ્છનાર દીકરીને આકાશ તો પુરૂ પાડવામાં આવે છે પણ એની પાંખો કાપીને એને પરાસ્ત કરી એની પાસેથી એ આકાશ ઝુંટવી લેવામાં આવે છે. એનું વ્યત્ક્તિત્વ, અસ્તિત્વ અને ઓળખ તો સદૈવ જવાબદારીઓ, ફરજો, દાયિત્વ, રીતરીવાજો-રસમો=સમાજ અને નીતિનિયમોના પાંજરામાં નજરકેદ થયેલ હોય છે અને પાંજરૂ આખરે તો પાંજરૂ છે, ભલે પછી એ પાંજરૂ સુવર્ણનું કેમ ન હોય અને હીરામોતી અને રત્નોથી જડિત કેમ ન હોય! કહેવા પૂરતા તો દીકરીના બે ઘરો છે અને તે બબ્બે ઘરોની રાજરાણી અને માલકિન છે પરંતુ વાસ્તવમાં તો આ બંનેમાંથી એક પણ ઘર એનું હોતું નથી એ એક કટુ અને દર્દસભર સત્ય છે. આ બંને ઘરો પૈકી એક ઘર એનું પૈતૃઘર છે જ્યાં તેનો જન્મ થયો તેનું બાળપણ તાસણ્ય અને યુવાનીનાં કેટલાક વર્ષો વીત્યા, જ્યાં તે ચાલતા-બોલતા શીખી, જ્યાં તેના અસ્માનો અને સ્વપ્નાંઓ તાણા-વાણાની જેમ ગૂંથાયેલ છે. જે એના અને એના અસ્તિત્વથી અભિન્ન છે. અને બીજું શ્વસુર ગૃહ કે જ્યાં કુમકુમ પગલા થકી પ્રવેશી તેણે સમગ્ર જીવન વ્યતિત કરવાનું છે. પરંતુ આ બંને પૈકી  એક પણ ઘર તેનું હોતું જ નથી તેથી જ દરેક દીકરીએ લગ્ન પહેલા જ પોતાની સ્વતંત્ર આર્થિક ક્ષમતા અને સદ્ધરતા પ્રાપ્ત કરવી તેમજ પોતાની આર્થિક ક્ષમતા થકી સ્વયંને માટે સ્વયંનું ને માત્ર સ્વયંનું જ કહી શકાય તેવું ઘર ખરીદી લેવું જોઈએ. જેથી સ્વમાનભેર અને ગર્વ પૂર્વક પોતાને માટે પોતાનું ઘર હોવાનું અનુભવી શકે અને અન્યોને જતાવી શકાય.ગર્ભપાત-અર્બોશન કે હત્યા ફક્ત ભ્રુણની જ થતી હોય છે એવું નથી. જીવનની દરેક ક્ષણે અને જીવનનાં અંતિમ શ્વાસ સુધી દીકરીનો ગર્ભપાત, અર્બોશનઅને હત્યા નિરંતર થતી રહેતી હોય છે. ગર્ભપાત, અર્બોશન અને હત્યા થાય છે એની ભાવનાઓની, એની લાગણીઓ, માન્યતાઓની એના ગમા-અણગમાઓની, એની ઓળખ અને એના વ્યક્તિત્વની એના અસ્તિત્વની એની સ્વતંત્રતની, મનની મોકળાશ અને હળવાશની શારીરિક અને માનસિક પ્રસન્નતા અને શાંતિની પણ હરદિન હરક્ષણ હત્યા નિરંતર થતી જ હોય છે અને આ વણજાર વણથંભી રીતે અવરિત જીવનપર્યાંત ચાલુ જ રહે છે. તેને હરદિન હરક્ષણ તેનું મૃત્યુ થતું જ રહેતું હોય છે. અને હર એક મૃત્યુ માંહેથી એને ફરી એક વખત ફોનિક્ષ પક્ષીની જેમજ પોતાની જ રાખમાંથી ઉત્પન્ન થવું પડતું હોય છે. ફરીથી એક નવા જ મૃત્યુના મિલનના કાજે.દીકરી તો જીવનનું ભારણ નહી પણ જીવનનું કારણ છે અને જીવનને તારનાર છે દીકરી તો જીવનબાગનો ગુલમહોર છે દીકરી તો પારીજાત અને રાતરાણી સમી છે જે જીવનને સતત પોતાની મહેકથી મહેકાવતી રહે છે. દીકરી તો સુરજ સમાન તેજસ્વી છે. જે પોતે અવિરત સળગતી રહીને જીવનને પ્રકાશિત કરતી રહે છે. દીકરી તો ધૂપ્રવી અને કપૂર છે જે પોતાના અસ્તિત્વ અને ઓળખને મિટાવીને પણ જીવનની પ્રત્યેક પણને પોતાની ધુમસેરો થકી મઘમઘ કરતી જ રહે છે.દીકરી તો દીવાદાંડી છે જે અમાવસ્યાની કાજલઘરી કાળરાત્રિએ તોફાની સમુદ્રની મઝધારમાં જળના વિપરીત પ્રવાહ અને પવનની વિરુધ્ધ દિશામાં એ ખલાસી વિના પણ નૈયાને કિનારે પહોંચાડે છે.દીકરી તો પિતાનું અસ્તિત્વ છે પિતાનું હૈયું છે પિતાના શ્વાસોચ્છવાસ છે દીકરી માતાનું પ્રતિબિબ અને માતાપિતાના અસ્તિત્વ, વ્યક્તિત્વ, વિચારો અને સંસ્કારો, જીવનના દ્રષ્ટિકોણનું દીકરી માતાપિતાના હૈયાનો હાર છે. દીકરી પીતાન હિમ્મત છે તો માતાની ટેકણ લાકડી છે. દીકરી એ તો મહેંદીના પાન સમાન છે જે પોતાની સ્વતંત્ર અને આગવી ઓળખ અને પોતાનું સ્વતંત્ર આગવું અને અનન્ય અસ્તિત્વ સંપૂર્ણપણે ગુમાવીને પણ અન્યોના જીવનમાં અવિરતમેઘધનુષી રંગો ભરતી જ રહે છે દીકરી એ ચંદન સમાન છે જે પોતે સતત ઘસાતું રહેતું હોવા છતાં અન્યોને તો શ્વાસ જ પ્રદાન કરે છે. દીકરી શેરડીના સાઠા જેવી નિર્મળ છે જેને સતત કાપતા રહેવા છતાં પણ અન્યોના જીવનમાં મીઠાસ પ્રતિપાદિત કરવનો પોતાનો ગુણ ક્યારેય પણ છોડતી નથી.દીકરી એ કોઈ વસ્તુ, શો-પીસ કે ફર્નિચર નથી કે જેને અન્યને દાનમાં આપવાની હોય એટલે કન્યાદાન એવો શબ્દો તો સદંતર અસ્થાને જ છે પરંતુ લાગણી વેદી ઉપર અગ્નિ સાક્ષીએ પિતા જયારે પોતાની દીકરીનો હાથ એના ભાવી જમાઈના હાથમાં સોંપે છે ત્યારે એનામાં એક વિશ્વાસ મુકે છે, કે જે આજ સુધી જાંજરની ઘુઘરીઓ થકી પોતાના સમગ્ર ઘર અને જીવનને ઝંકૃત કરતી, ઝરણાની જેમ ખડખડ વહેતી મારી આત્મજા મારા જીવન આકાશ ને કોકિલ કંઠથી કલરવથી જીવંત અને ભર્યુંભર્યું બનાવનાર એ મારી દીકરી કે જે મારૂ અને મારા પરિવારનું અભિમાન મારી જવાબદારી મારી નિયતિ મારી ગરિમા અને મારું માન-સન્માન રહી છે. એ દીકરી હવે આપના પરિવારની ઈજ્જત અને મોભો છે અને એના આત્મ ગૌરવ, આત્મ સન્માન  અને સ્વાભિમાન ને ઠેસ કે હાનિ ન પહોંચે અને એની ગરિમાને હાની ન પહોંચે એ હવે આપનું કર્તુત્વ છે અને દાયિત્વ છે. એને માત્ર અને માત્ર રીતરીવાજો અને ફરજોમાં કેદ કરવાને બદલે એનો આત્મવિકાસ સાધવાની તકો પૂરી પાડવી અને મુક્તપણે વ્હ્ર્વાને મુક્ત ગગન સોંપવું અને એના માટે એની માં મર્યાદા આત્મવિશ્વાસ, આત્મસન્માન, સ્વમાન અને સ્વભિમાન ને માન આપવું અને એને વિચારો એની માન્યતાઓ ગમા-અણગમાઓ એની સંવેદનાઓ, સ્પંદનો, લાગણીઓ અને ભાવનાઓને એની એક સ્વતંત્ર અને આગવી તથા અનન્ય ઓળખ તેમજ અલગ અને આગવા અસ્તિત્વનો સ્વીકાર કરી એને યથાયોગ્ય ગૌરવ અને મન-સન્માન પ્રધાન કરવા એનાં આત્મવિશ્વાસ, આત્મબળને ખંડિત ન કરતા એમાં ઉત્તરોત્તર વધારો નિરંતર અને અવિરત થતો રહે એવા પ્રયાસો કરવા, એની હિંમત બની રહેવું, એની પૈતૃકગૃહે અધૂરી રહેલી ઈચ્છાઓ અને સ્વપ્નોને સાકાર કરવાનો અવિરત પ્રયત્નો કરવા તેમજ સુખ એને પિતૃગૃહે પ્રાપ્ય નથી થઈ શક્યું એ સુખ તેમજ જે સુખ અને શાંતિની એ હક્કદાર છે એ સુખ, શાંતિ અને નિરંતર અને અવિરતપણે મળતાં રહે એ હવે આપનું દાયિત્વ છે. અનંતકાળથી ઋજુતા અને મૃદુતાને વરેલી દીકરી સ્વભિમાન અને કાલિકા પણ બનવાનું સામર્થ્ય અવશ્ય ધરાવે જ છે તેથી એનાં સંસ્કાર, સહનશીલતા અને ધૈર્યને ક્યારેય પણ કસોટીની એરણ ઉપર ચઢાવવાનું ભૂલ કરશો નહીં અને જો તેવી અને જો એવી ભૂલ કરશો તો તમારી માત્રને માત્ર પશ્ચાતાપ સિવાય કંઈજ બાકી રહેશે નહી. મારી લાડકવાથી દુધમાં સાકર ભલે તેમ પોતે ઓઝલ થઈને મીઠાસ ધોળવાનો ગુણ તો ધરાવે જ છે પણ અગર આપ દૂધમાં પડેલ માખી માફક એને કાઢવાનો પ્રયત્ન કરશો તો પછી એ રાની લક્ષ્મીબાઈ બનીને રણશીંગુ, ફૂંકતાપણ એ અચકાશે નહી અને આપની સામે યુધ્ધે ચડી આપને પરાસ્ત કરવાનું સામર્થ પણ એની પાસે છે જે તેથી જ મારી દીકરીમાં સરસ્વતિ, લક્ષ્મી કે શક્તિને નિહાળવી કે પછી એનામાં ચંડિકા અને કાલિકાનું નિરૂપણ અને આરોપન કરવું એ માત્ર અને માત્ર આપના જ હાથની વાત છે અને એની પસંદગીનો અવકાશ પણ આપના જ પક્ષે છે.દીકરી એ સાપનો ભારો, અભિષાપ કે વિષનો પ્યાલો નથી, પરંતુ દીકરી તો નીલકંઠની જેમ સ્વયં વિષપાન કરીને જગત અને અન્યોના જીવનમાં અમૃતની લાહણી કરે છે અને એમના જીવનને ચિરકાલીન અમરત્વ પ્રદાન કરે છે. દીકરી એ ખરેખર ગર્વ અને અભિમાન, સ્વાભિમાન, આત્મસન્માન, આત્મગૌરવ આત્મબળ અને આત્મવિશ્વાસ જ છે અને નહિ કે એનાથી કઈ જ ઉતરતું નથી.

Padmavat Review
 17 March 2018  

ફિલ્મ રિવ્યૂઃ રાજપૂત પરંપરાનો ભવ્ય ચિતાર ‘પદ્માવત’ (રિવ્યૂ બાયઃ મયૂર પટેલ)રાજપૂત સમાજના વિરોધના બહુ લાં...બા ચાલેલા વિવાદને લીધે ફિલ્મની વાર્તા બધાંને ખબર જ છે, છતાં જરા ક્વિક નોટ કરી લઈએ તો, દિલ્હી સલ્તનતના બાદશાહ અલાઉદ્દિન ખીલજીને જાણ થાય છે કે ચિત્તોડની રાણી પદ્માવતી જેવી સૌંદર્યવતી સ્ત્રી આ જગતમાં બીજી કોઈ નથી, એટલે અય્યાશ ખીલજી બધું કામ પડતું મૂકીને પદ્માવતીને પોતાની રાણી બનાવવાના કામમાં જોતરાઈ જાય છે અને પરિણામે સર્જાય છે ‘પદ્માવત’ની રસપ્રદ કહાની.ફિલ્મ પહેલી જ ફ્રેમથી જકડી લે છે અને પોણા ત્રણ કલાકની લંબાઈ છતાં ક્યાંય કંટાળાજનક નથી બનતી. સંજય લીલી ભણસાલીએ ફિલ્મને શક્ય એટલી ભવ્ય બનાવી છે. ૧૯૦ કરોડનું તોતિંગ બજેટ ઊડીને આંખે વળગે એટલી ભવ્ય..! રાજમહેલો, વસ્ત્રાભૂષણો, અસ્ત્ર-શસ્ત્રો, મેકઅપ... બધું જ આલાગ્રાન્ડ. ડાયલોગ્સ સુપર્બ. કેમેરા વર્ક જબરજસ્ત. થ્રીડી અને બેકગ્રાઉન્ડ સ્કોર એક નંબર. ફક્ત એક જ વસ્તુ ફિલ્મમાં નિરાશ કરે છે અને એ છે ફિલ્મનું સંગીત. એક ‘ઘૂમર...’ને છોડીને બીજા એકેય ગીતમાં ભલીવાર નથી. ને ‘ઘૂમર...’ના મૂળિયાં પણ રાજસ્થાની લોકગીતમાં હોવાથી એ કર્ણપ્રિય બને છે, બાકી સંગીતના નામે ભણસાલીસાહેબે નિરાશ જ કર્યા છે. સિરિયસલી, ભણસાલી સર, તમે હવે ગીતો કમ્પોઝ કરવાનું બંધ કરો, ફિલ્મ ડિરેક્શન આટલું ફાંકડું કરો છો એ કાફી છે, તમારી ફિલ્મનું સંગીત અન્ય મ્યુઝિશિયન્સ પાસે બનાવો તો દર્શકોને કાનાનંદ થાય, બાકી તો... (એક અંગત ઓબ્ઝર્વેશનઃ ભણસાલી સર એમની ફિલ્મોમાં પશ્ચિમ ભારતની સફરે નીકળ્યા હોય એવું લાગે છે. પહેલા ગુજરાતનું કચ્છ દર્શન કરાવ્યું ‘રામલીલા’માં, પછી મરાઠાજગત જોવા મળ્યું ‘બાજીરાવ મસ્તાની’માં અને હવે ‘પદ્માવતી’ થકી રાજસ્થાન ઘુમાવ્યા. હવે પછી પંજાબ લઈ જઈને કંઈક ‘સોહની-મહિવાલ’ કે ‘હીર-રાંઝા’ જેવી ક્લાસિક લવસ્ટોરી બનાવશે કદાચ...)‘પદ્માવત’નો એક્ટિંગ ડિપાર્ટમેન્ટ તગડો છે ને એમાંય રણવીર સિંહ અવ્વલ. ખીલજીની ચામડી ચીરીને અંદર પેસી ગયો હોય એટલી સહજ અને ઉત્તમ એની અદાકારી. અય્યાશ શાસક તરીકે જે જંગાલિયત, જે વહેશીપણું એણે પડદા પર સાકાર કર્યું છે, એ લાજવાબ છે. એના ડાન્સ મૂવ્ઝ હોય, બોડીલેંગ્વેજ હોય કે આંખોમાં ડોકાતી ઠંડી ક્રૂરતા, સિંહે ખરેખર સિંહ-સમું પરફોર્મન્સ આપ્યું છે. કંઈ પણ બોલ્યા વિનાય એણે ‘વાહ’ પોકારાઈ જવાય એવો અભિનય કર્યો છે. એક સીનમાં એને ચૂપચાપ માંસ ખાતો બતાવ્યો છે, એય જબરું ઇફેક્ટિવ બન્યું છે. તો બીજા એક સીનમાં એ કંઈક વિશેષ ઢંગથી એના શરીર પર પરફ્યુમ લગાડે છે. કઈ રીતે લગાડે છે, એ તો જાતે જ જોજો, મજા આવશે. ભણસાલીની જ ‘બાજીરાવ મસ્તાની’ પછી રણવીરની આ કરિયર-બેસ્ટ અદાકારી છે. એને ખીલજીનો લૂક આપવા માટેના ગેટઅપ પાછળ કરવામાં આવેલી સઘળી મહેનત રંગ લાવી છે. દિપિકા રાણી પદ્માવતી તરીકે અત્યંત જાજરમાન લાગી, તો રતનસિંગ રાજપૂત તરીકે શાહિદ પણ ફર્સ્ટ ક્લાસ. હા, બંને કલાકારો રણવીરના જબ્બર પરફોર્મન્સ સામે સહેજ ઝાંખા તો નહીં, પણ ઓછા જરૂર પડી જાય છે, પણ એ તો કેરેક્ટર્સની ડિમાન્ડ હતી એટલે. બાકી દિપિકા-શાહિદે પણ અત્યંત સંતુલિત અભિનય કર્યો છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રી લાજવાબ. ત્રણ મુખ્ય કલાકારો ઉપરાંત બીજા ચાર એક્ટર્સનું કામ ઊડીને આંખે વળગે એવું છે. એમાંના પહેલા છે, રઝા મુરાદ. અમિતાભ બચ્ચન અને અમરીશ પુરી બાદ હિન્દી સિનેમામાં ગૂંજેલો પડછંદ અવાજ એટલે રઝા મુરાદ. ‘પદ્માવત’માં એમના ફક્ત ૩-૪ જેટલા જ સીન્સ છે પણ એ જ્યારે જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે એમની તોતિંગ પર્સનાલિટી અને સાવજની ત્રાડ સમાન બુલંદ અવાજને લીધે છવાઈ જાય છે. અહીં તો પાછા દિલ્હી સલ્તનતના શહેનશાહ જલાલુદ્દિન બન્યા છે એટલે ખૂબ રુઆબદાર લાગે છે. થિયેટરમાં એમનો ઘેઘૂર, મર્દાના અવાજ ગૂંજે અને જાણે કે સોપો પડી જાય. રઝા સર જેવો જ રુઆબદાર અભિનય કરીને યાદ રહી જાય છે ‘આયાન મહેતા’. એણે નીભાવેલા બ્રાહ્મણ રાઘવ ચેતનના પાત્રને લીધે જ ફિલ્મમાં આખી બબાલ સર્જાય છે. બદલાની આગમાં જલતા અપમાનિત બ્રાહ્મણને આ કલાકારે સોલ્લિડ રીતે નીભાવ્યું છે. નાનકડા રોલમાં ખીલજીની પત્ની મહેરુન્નિસા તરીકે અદિતી રાવ હૈદરી આંખોને ગમે એટલી શાલિન અને સુંદર. સહાયક પાત્રોમાં સૌથી વધુ અસરકારક લાગ્યો હોય તો એ છે ખીલજીનો અંગત સેવક બનતો મલિક કફૂર. અગાઉ ‘નીરજા’માં આતંકવાદી બનેલા પારસી એક્ટર ‘જીમ સર્ભ’એ ગુલામ કફૂરના રોલમાં જીવ રેડી દીધો છે. ઈતિહાસમાં નોંધ છે કે આ કફૂર મૂળે તો ખીલજીનો સમલૈંગિક સાથીદાર હતો. હિન્દી પારિવારિક ફિલ્મ હોવાથી ખીલજીના પડછાયા બનીને રહેતા કફૂર સાથે ખીલજીના એવા ઇન્ટિમેટ સીન્સ તો ન બતાવી શકાય એટલે ભણસાલીએ બહુ ચાલાકીપૂર્વક અમુક સૂચક પ્રતીકો દ્વારા બંને વચ્ચેનો સંબંધ મોઘમમાં રજૂ કરીને મૂકી દીધો છે. એ જે પણ હોય તે, પણ ફિલ્મમાં જીમ સર્ભની ભાવભંગિમા અને અભિનય કાબિલેતારીફ છે એટલું નક્કી.   ભણસાલી સરની જૂની ફિલ્મોના છાયા ‘પદ્માવત’માં દેખાયા કરે છે. ‘હમ દિલ દે ચૂકે સનમ’નું સાંકળ ખેંચીને ઝૂમર ઉપર-નીચે કરવાનું દૃશ્ય અહીં પણ જોવા મળે છે. ‘દેવદાસ’માં પારોની માતાના અપમાનવાળું જે જબરજસ્ત સીન હતું એવું જ કંઈક અહીં પણ થાય છે. ‘પદ્માવત’માં બ્રાહ્મણનું અપમાન થતાં એ ‘પદ્માવતી’ના જીવનમાં હોળી સળગાવે છે. બહુ જ જોરદાર સીન બન્યું છે આ પણ. હોળી દરમિયાન રંગો વડે ખેલતા રતનસિંહ અને પદ્માવતી વચ્ચેનું શૃંગારિક સીન ભણસાલીસાહેબે બહુ જ બખૂબી અને સલૂકાઈથી સજાવ્યું છે, પણ એમાંય ‘રામલીલા’ના ‘અંગ લગાલે…’ ગીતની છાપ દેખાઈ આવે છે. છતાં ભારતીય સંસ્કૃતિને અત્યંત સુંદર ઢબે ફિલ્મી પડદે કંડારતા રહેલા આ સર્જકને સલામ મારવી પડે એવું અફલાતૂન રિઝલ્ટ એમણે ‘પદ્માવત’માં આપ્યું છે. રાજસ્થાની-હિન્દુ સમાજ અને મુસ્લિમ પરિવેશ જેવા બે અંતિમો ફિલ્મમાં અત્યંત બારીકાઈથી દર્શાવાયા છે. યુદ્ધના સીન્સ અલ્ટિમેટ. શાહિદ-રણવીર વચ્ચેની શાબ્દિક તડાફડી અને શારીરિક તનાતનીના જેટલા પણ દૃશ્યો છે એ બધ્ધાં જ પૈસાવસૂલ. ભારતભૂમિમાં અત્યંત ઉચ્ચ આદર્શો સાથે જીવતાં રાજા-રજવાડાં હતાં એ જાણીને એક ભારતીય તરીકે છાતી ગજગજ ફૂલી જાય એ પ્રકારની ફિલ્મ ભણસાલીસાહેબે બનાવી છે. રાજપૂતો અમથા અમથા જ વિરોધના વાવટા ફરકાવવા નીકળી પડ્યા, બાકી આ ફિલ્મમાં કંઈ જ વાંધાજનક નથી. ઉલ્ટાનું એમને ગર્વ થાય એ રીતે રાજપૂતી પરંપરાઓને દર્શાવાઈ છે. નિઃશસ્ત્ર કે ઘાયલ દુશ્મન પર પણ વાર ન કરવાની ઉદાત્ત પૌરુષી વીરતા હોય કે પછી દુશ્મન સૈન્યથી શીલની રક્ષા કરવા માટે જાતને અગ્નિશિખાઓમાં હોમી દેવાની નારીસહજ દૃઢતા હોય, ભણસાલીએ બધું દિલ પર ચોટ કરી જાય એ રીતે દર્શાવ્યું છે. ફિલ્મના અંતમાં બે સીન તો એવા છે કે જોતી વખતે અચૂક આંખમાં પાણી આવી જાય અને રુંવાડા ખડા થઈ જાય. એક, ખીલજીના દસ-બાર યૌદ્ધાઓ સામે એકલેહાથે ઝઝૂમતો રાજપૂત સેનાપતિ ગરદન કપાઈ ગયા પછી પણ હવામાં તલવાર વીંઝતો રહે છે, એ સીન, અને બીજો, દિલ્હીની વિશાળ ફોજ સામે સઘળું હારી ગયા બાદ ચિત્તોડની મહિલાઓ ‘જય ભવાની...’ના જયનાદ સાથે ભડભડ બળતા અગનકુંડમાં હસતી હસતી ઝંપલાવી દઈને સામૂહિક જૌહર કરે છે એ સીન. આફરિન. સેલ્યુટ. નતમસ્તક. આપઘાત કરવાની અન્ય રીતો પણ હતી ચિત્તોડની મહિલાઓ પાસે. ઝેર પી લેવાથી લઈને ગળે ફાંસો અને જળસમાધિ સુધીના વિકલ્પો હતા, પણ એ શીલવતિઓ આગમાં બળી મરવાનો સૌથી પીડાદાયક માર્ગ અપનાવે છે કે જેથી દુશ્મનોના હાથમાં એમનું શરીર આવે જ નહીં અને મર્યા બાદ પણ એમના શરીર સાથે કોઈ દુર્વ્યવહાર ન કરી શકે. વાત ફક્ત દુનિયા જોઈ-સમજી-માણી ચૂકેલી પુખ્ત મહિલાઓની નથી, અહીં તો દસ-બાર વર્ષની બાળાઓ પણ એમની માતાના હાથ પકડીને અગ્નિમાં સ્વાહા થઈ જતી બતાવાઈ છે અને પ્રેગ્નન્ટ મહિલાઓ પણ… પદ્માવતિની એક ઝલક મેળવવા માટે રીતસર ફાંફા મારતા ખીલજીને ચિત્તોડનું મહિલાવૃંદ છેવટ સુધી સફળ થવા નથી દેતું. આ સમગ્ર ઘટનાક્રમ અત્યંત સચોટપણે ફિલ્માવાયો છે અને મન પર ઊંડી છાપ છોડી જાય એવો બન્યો છે. ભણસાલીની અગાઉની ફિલ્મોની જેમ જ ‘પદ્માવત’માંય ફિલ્મનો ક્લાયમેક્સ જ ફિલ્મની હાઇલાઇટ બની જાય છે. તો આવી આ ક્લાસિક ફિલ્મ ‘પદ્માવત’ જોવા માટે મારી જેમ છેક મુંબઈ સુધી લાંબા ન થવું હોય તો ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને કે પછી ટીવી પર આવે ત્યારેય સમય કાઢીને જોઈ જ લેજો. પાંચમાંથી ૪ સ્ટાર્સ તો આપવા જ પડશે. ભારતવર્ષના ઈતિહાસના એ બુલંદ પ્રકરણનો આ ફિલ્મી અવતાર ‘પદ્માવત’ છે જ એટલો રસપ્રદ.

ચકલીબેન ચકી ચિનમીનનો પત્ર
 14 March 2018  

વ્હાલા નરેન,તારી વ્હાલી ચકી ચિનમીનની યાદ,જો પહેલથી જ કહી દઉં છુ તને કે આ વખતે ફરી તું ૨૦ માર્ચના રોજ ચકલી દિવસ ઉજવવાનું ગતકડું ઉભું ન કરીશ. અરે મને ખબર છે કે તું અને તારા મિત્રો ખરેખર મનપૂર્વક એની ઉજવણી કરે છે પણ બધા થોડી એવા છે. એ તો ફોટો પડાવી નામના મેળવવાની જ મહેચ્છા ધરાવનારા હોય છે. મને ખબર છે કે ચકલી દિવસ ઉજવવાની તૈયારીમાં લાગી ગયો જ હોઈશ. પણ આ વખતે હું નથી આવવાની. અમે બધા એબ્રોડ જવાના છીએ. જો અમને કોઈ સારું સ્થળ જ્યાં સ્વાર્થ પ્રચુર લોકો નહી હોય, મોબાઈલના ટાવરો નહી હોય, ફક્ત ને ફક્ત અમો પક્ષીઓ અને જંગલના બંધુઓની જ વસ્તી હશે એવી જગ્યાએ કાયમ માટે સ્થાયી જવાનું વિચારી રહ્યા છે. આપણા બાળકોને ચકા ચકીની વાર્તા કરતા મોબાઈલની ગેમ્સમાં વધારે રૂચી લાગે છે. ધીરે ધીરે વારતાઓમાંથી પણ અમને તમે લોકો કાઢી નાખો એમ બને. અમને પણ અમારું સ્વમાન વ્હાલું છે તેથી કોઈ કાઢે એના કરતા જાતે જ સમજી વિચારીને નીકળી જવામાં જ સૌનું હિત છે.તારી અમારા પક્ષીઓને પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવા બદલ અમે તારા અને તારા મિત્રોના આભારી છીએ પણ ખરું કહું નરેન હવે નથી સહન થતું. આ તોતિંગ બિલ્ડીગો પર લાદેલા મોબાઈલ ટાવરોના ખતરનાક વેવ્સ અમને મારી નાખવા માટે પાછળ પડ્યા છે. અમારી સહન શક્તિ આ વિકરાળ ખતરનાક વેવ્સના રાક્ષસ સામે હારી ગયા છે.હું આ માટે તને કે તમારા મિત્રોને જવાબદાર નથી ગણતી. પણ બધા થોડી સમજે છે ? એમને મન તો એમનો સ્વાર્થ જ સર્વસ્વ છે.તારા વ્હાલા ચકા કાકા મને કહેતા હતા કે આપણે આવી રીતે કોઈને કહ્યા વગર જતા રહીશું તો નરેન અને એના મિત્રો ચિંતા કરશે માટે તું એને પત્ર લખી જણાવી દે કે હવે અમે વધુ અહી નથી રોકાવવાના.આ ભારતની ભૂમિ સિવાય બીજે બધે પણ આવી જ સમસ્યાઓ છે તેથી અમને નવું રહેઠાણ માટે નવું સ્થળ શોધવાની ખૂબ તકલીફ પડવાની છે એ પણ જાણીએ જ છીએ પણ શું કરીએ અમારા બાળ બચ્ચાઓના સારા ભવિષ્ય માટે અમે સ્થળાંતર કરવા માટે દિલગીર છીએ.પણ તમે લોકો અમારી ૨૦ માર્ચે રાહ ન જોતા પણ બીજા પક્ષીઓ જે અહી જ છે અને કોઈ કારણસર અમારી સાથે આવી નથી શકવાના એમની માટે તમે તમારા પ્રયત્નો ચાલુ રાખજો. એમની સાથે અમે પણ સંમ્પર્કમાં રહેવાના જ છીએ તેથી તને જયારે મારી સાથે તારા વિચારો જણાવવાની ઈચ્છા થાય ત્યારે તું પત્ર લખી મોકલજે કોઈને કોઈ આવતા જતા અમને પહોચતો કરશે.તારી જાણ ખાતર કે અમે લોકો હાલ સ્થળાંતરની પ્રકિયામાં વ્યસ્ત છીએ એટલે સૌનો સમ્પર્ક કરવામાં અમારો મોટાભાગનો સમય નીકળી જાય છે અને અમારું સરનામું પણ અનિશ્ચિત હશે માટે તું ટેલીપથીથી યાદ કરીશ એટલે હું ગમે ત્યાં હોઈશ તારી પાસે આવીને મળી જઈશ.પત્ર છોડતી જાવ છું. મારો માળો થોડો જર્જરિત થઈ ગયો છે. એને તું તારી આવડતથી રીપેર કરી કોઈ પક્ષી મિત્ર માટે ઉપલબ્ધ કરાવી રાખીશ.તમે લોકો બહુ યાદ આવશો. ખાસ કરીને તું કારણ કે તારા અને મારા તો એકમેક પ્રત્યેના ઋણાનુબંધ છે.અમે બધા ઘણી બધી યાદો લઈને અમે ઉડી રહ્યા છીએ પણ મનોમન રડી રહ્યા છીએ.બીજું એ વાતનું પણ દુઃખ છે કે ઘરોમાં નથી અમે માળા બાંધી શકતા કે નથી હવે કોઈ ઘરમાં પિતૃઓના ફ્રેમમાં મઢેલા ફોટા. નવો યુગ બધું જ ત્યજી રહ્યો છે. ફોટા ત્યજતા હતા ત્યાં સુધી તો સમજાયું કે નહી ગમતા હોય પણ હવે તો જીવતા જાગતા વડીલો પણ ત્યજાવવા માંડ્યા છે ત્યાં અમો પંખીઓની શી વિસાત !?આમ પણ અમે ફક્ત માળો નથી બાંધતા પણ જે ઘરમાં અમે રહીએ છીએ એ ઘરના સભ્યો સાથે અમારી દોસ્તી પણ સારી એવી હતી. તારી જ વાત કરું તો તું કેવો વાટકીમાં ભાતના દાણા લઇ અમારા વડીલોને ચણ આપતો હતો. અમને બધું જ કહેતા અમારા વડીલો. સારું છે અમારે ઘરડા ઘર નથી.ચાલ આવજે પ્રભુ સૌને સદબુદ્ધિ આપે.લી, તારી ચકી ચિનમીનનરેન કે સોનાર 'પંખી'

મારો ફેવરીટ સમય – સુર્યાસ્ત
 13 March 2018  

આખા દિવસમાં જો મને કોઇ સમય ગમતો હોય, જ્યારે હું શાંતિનો અનુભવ કરું તો એ છે સુર્યાસ્તનો સમય. હા, એ સમય જ્યારે એક બાજુ દિવસનાં અંતની તૈયારી હોય છે ત્યારે બરાબર એ જ સમયે હું મારા ભગવાન સામે બેસીને આવનારા દિવસોની પ્રાર્થનાં કરતી હોવ છું.હજું થોડું અજવાળું હોય છે જ્યારે હું મારા પ્રાર્થના રૂમમાં જઇ મંદિર સામે બેસી, દિવાની જ્યોત જલાવી, આંખો બંધ કરીને હાથમાં માળા લઇ એના પારા ફેરવવાની શરૂઆત કરું છું. બાજુનાં બારણામાંથી ઠંડો આહલાદક પવન વાતો રહે છે જે મારા શરીરને સ્પર્શે છે, જ્યારે મારી બંધ આંખો પર એ પવન વાય છે એ અહેસાસ ખરેખર આખા દિવસનો થાક ઉતારતો હોય એવું લાગે છે. મનમાં ભગવાનની આસ્થા તથા ભવિષ્યની ચિંતા લઇ બેસતિ હું, ધીમે ધીમે આ ધીમા પવનની લહેરકીઓ સીધા મારા હ્દયમાં સોસરવી નીકળીને મને ઠારવાનો પ્રયાસ કરતી હોય એવું લાગે છે. મારી સામે બળતો દિવો એ જ મારામાં ફરીથી પ્રાણવાયુ પુરતો હોય એવું લાગે છે. એ દિવાની જ્યોત જે પવનમાં હિલોળા ખાવા છતાં ટકી રહે છે ખરેખર મને કાંઇક વિશ્વાસ અપાવતી હોય એવું લાગે છે. આવા વાતાવરણમાં દિવસનો થાક તો શું પણ મનથી મરેલાઓને પણ જીવાડી દે.  હું માળાનાં પારા તો ફેરવતી હોવ છું મનમાં ભગવાનનાં નામ લેવાતા હોય છે, પણ એવું તો ના કહી શકું કે હું એમા સતત લીન થઇ જાવ છું કારણ કે સાઇડમાં તો ભગવાન સાથે મારી વાતો થાતી હોય છે. મારી ફરીયાદો, પ્રાર્થનાંઓ તથા બીજા વીચારોની આપ-લે થાતી હોય છે. પણ એકદમ શાંત મગજે મારા ભગવાન સાથે ચર્ચા જ કરતી હોવ છું. આ સમય છે જ્યારે દિવસનો મારા મનનો થાક ઉતારવાનો હોય છે અને આવનારા દિવસની તૈયારી કરવાની હોય છે અને એટલા જ માટે હું અને મારા ભગવાન પ્લાનિંગ કરતાં હોઇએ છીએ કે હવે આગળ ઉપર કેમ ચાલશું. જેટલી મને ચિંતા હોય છે એટલી સામે એમને પણ તો ચિંતા હોઇ છે. પણ બેય સાથે ચાલશું કોર્ડીનેશનમાં તો કોઇ પણ મુશ્કેલીનો સામનો ચોક્કસ કાઢી લેશું. આફ્ટર ઓલ સર્વ શક્તિમાન દેવતા મારી સાથે હાજર છે. દુનિયાનાં સર્જક મારી સાથે છે. દુનિયાને ચલાવવા વાળા મારી સાથે છે. શક્તિ આપનારી મારી માતાજી પણ મારી સાથે જ છે ને. તો ચિંતા કરવાની શું જરૂર છે. બધું જ ઠિક થઇ જાશે. એક દિવસ બધું જ એના ઠેકાણે પડી જાશે. બસ મારે થોડી રાહ જોવાની છે જે હું કરી શકીશ. બસ આવા જ વિચારો કરતી જ્યાં સુધી મારા હાથ દુખવા નો લાગે ત્યાં સુધી માળા ફેરવતી હું થાકુ એટલે મારી આંખો ખોલું છું. અને દિવસ આથમી ગ્યો હોય છે. વાતાવરણ શાંત અને ઓલો ઠંડો ધીમો પવન હજી વાતો જ હોય છે. લગભગ રૂમમાં અંધારાને લીધે કાંઇ દેખાતું નથી હોતું પણ મંદિરમાં બળતો એ દિવો મારા ભગવાનનાં દર્શન કરાવે છે અને મને વિશ્વાસ અપાવે છે કે બધી બાજુ અંધારું ભલે રહ્યુ, ભલે બધા રસ્તાઓ બંધ રહ્યા પણ આ રસ્તો ખુલ્લો જ છે મારા ભગવાન મારી સાથે જ છે. 

પરિવારની વ્યાખ્યા શું???
 9 March 2018  
Art

પરિવારचारों और से भले ही होते हों वार पर वार,फिर भी साथ खड़ा रहे उसका नाम परिवार ।આ ૨૧ મી સદી મા, કુદકે ને ભૂસકે વધતી ટેકનોલોજી માં માણસ, માણસ થી છૂટો પડી, યંત્રો માં અટવાવા લાગ્યો છે, ને યંત્રમય જીવન જીવવા લાગ્યો છે. મહદ્ અંશે ભૂલી પણ જાય છે, કે પોતે યંત્ર નહી, માનવ છે. આંખો દિવસ યંત્રમય પસાર કરી રાત્રે ઘરે આવે. પરિવાર સાથે બેસી જમે, વાત કરે ત્યારે બસ થોડો વખત ખરા અર્થ મા માનવ થાય છે.પરિવાર સંયુક્ત હોય કે વિભક્ત, નાનો હોય કે બહોળો, પણ દરેક સભ્ય વચ્ચે ક્યાંક ને ક્યાંક નાડનો, લોહીનો, સ્નેહનો કે ફરજ નો સંબંધ તો જરૂર હોવાનો જ. ઘણીવાર એક બિલ્ડિંગ મા કે મહોલ્લામાં રહેતા કે એક ઓફીસ મા કામ કરતા લોકો વચ્ચે અજાણતાં જ એક પરિવાર જેવો સંબધ વિકસી જાય છે. સહુ સાંજે માંદે, સારા નરસા પ્રસંગે એક બીજાની પડખે ઉભા રહે છે.પરિવાર સભ્યો થી બને છે અને સભ્યતાથી ચાલે છે. પરિવાર તો પ્રેમ, હુંફ, લાગણી ને પેદા કરતું કારખાનું છે. દરેક સભ્યો એ તેને પોતાની ભાવના થી તેને સીંચવાનો છે.નહીંતર એ કારખાના ને ભારખાનું બનતા પણ વાર નથી લાગતી. કહે છે ને-- શરીર ચાલે શ્વાસ થી,પરિવાર ચાલે વિશ્વાસ થી.મકાન માટે જરૂરી છે છત, ફર્શ અને દિવાલ. અને પરિવાર માટે જરૂરી છે વિશ્વાસ, મર્યાદા અને પ્યાર. આવો પરિવાર રહેતો હોય તે મકાન, મકાન ન રહેતા ખરા અર્થ મા ઘર બને છે. અને જ્યારે એ ઘર ના દરેક સભ્યો એકબીજાની અવગણના તો ક્યારેય નહી, પણ ગણના જ કરતા હોય ત્યારે એ ઘર, ઘર મા થી આદર્શ ઘર બને છે. હોમ .... ૐ, બની જાય છે.સાત વાર પછી આવે છે, આઠમો વાર. જેનું નામ છે પરિવાર. આ વાર ને જો બરાબર સંભાળી, સાચવી, અને  જતન થી જાળવી લેવાય,  તો બાકીના સાતે વાર સદાબહાર બની જાય.સંસાર .......... એક સંગ્રામ,પરિવાર ..........એક વિશ્રામ.

પૈસો સહુનો પરમેશ્વર.!!!
 9 March 2018  
Art

પૈસોપૈસો મારો પરમેશ્વર, ને હું પૈસાનો દાસ.તને ભજું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે................કેટલું કડવું સત્ય છે આ. ઈશ્વરે આપણને બનાવ્યા, ને આપણે પૈસા બનાવવામાં એને જ ભૂલી ગયા. અત્યારે તો આ પૈસાની ભૂખ એક ઝનૂનમાં ફેરવાઈ ગઈ હોય એમ લાગે છે. મોજશોખ હવે જરૂરીયાત બની ગયા છે. અંત વગરની આ જરૂરીયાતો પૂરી કરવા જોઈએ છે, પૈસા, પૈસા, ને બસ પૈસા.કેટલો બધો વિરોધાભાસ છે. પૈસા વગર જીવવું શક્ય નથી, તો પૈસા થી બધું ખરીદી નથી શકાતું.પૈસા થી ખોરાક ખરીદાય ...................... ભૂખ નહી.પૈસા થી દવા ખરીદાય ........................... તંદુરસ્તી નહી.પૈસા થી ગાદલું ખરીદાય ......................... ઉંઘ નહી.પૈસા થી પુસ્તક ખરીદાય ........................ જ્ઞાન નહી.પૈસા થી મિત્ર ખરીદાય ........................... મિત્રતા નહી.આપણે બધા સ્વીકારીએ છીએ, કે પૈસા થી કંઈ સુખ મળતું નથી, કે શાંતી પણ મળતી નથી. છતાં " માયા દેખી મુનિવર ચળે! " જેવો ઘાટ થાય જ છે.માટે પૈસા જીવનમાં જરૂરી છે, તેથી કમાવવા. પણ નીતિથી કમાવવા અને સંતોષ રાખવો. સંતોષી નર સદા સુખી. પૈસાને એટલું બધું મહત્વ ન આપવું કે એના વજન હેઠળ આપણે કચડાઈ જઈએ.પૈસા પણ પાછા બે રંગના. સફેદ નાણું અને કાળુ નાણું. પણ હવે તો બન્ને વચ્ચેની ભેદરેખા પણ ભૂસાઈ ગઈ છે. પૈસા એટલે પૈસા. ક્યાંથી આવ્યા? ને ક્યા માર્ગે જવાના? એના તરફ તો હવે કોઈનું લક્ષ્ય જ નથી. દરેક માણસ આંખો બંધ કરી પૈસા પાછળ દોડી રહ્યો છે. કોઈ પણ રીતે, કોઈ પણ રસ્તે પૈસા મેળવવાની અને વાપરવાની ઘેલછા લાગી છે.પૈસાનો દુરઉપયોગ થાય તો પૈસા ઝેર છે. અને સદ્ઉપયોગ થાય તો પૈસા અમૃત છે.પૈસો આવે ત્યારે પીઠે લાત મારતા આવે છે. પીઠ અક્કડ ને ગરદન ઉપર થઈ જાય છે. ને પૈસા જાય ત્યારે પેટ પર લાત મારતા જાય છે. પેટ અંદર ને ગરદન ઝૂકી જાય છે. સમય અને પૈસા સમુદ્રની રેતી જેવા છે. બંધાતા બંધાય નહી, જાળવતા જળવાય નહી. ક્યારે હાથમાંથી સરકી જાય તે ખબર ન પડે." નાણા વગરનો નાથીયો, તે નાણે નાથાલાલ." પૈસા છે તો માન- પાન, નહીતર ન ઓળખાણ ન પિછાણ. પૈસા છે ત્યાં સુધી સંબંધો છે, મિત્રતા છે, આવ - ભગત ને આગતા સ્વાગતા છે. પૈસો જાય છે ત્યારે એ એકલો નથી જતો, પોતાની સાથે સંબંધો, મિત્રતા, માન - પાન, અરે નામ સુધ્ધાં લેતો જાય છે.પૈસો છે તો થયેલી ભૂલ, ભૂલ ન રહેતા એક અલગ વિચાર સરણી, સ્ટાઈલ બની જાય છે. મોટો પૈસો, નાના પૈસાને ખેંચી જાય છે. પછી તો ભરતીમાં ભરતી.પણ ખેર, આ બધું તો નગ્ન સત્ય જ છે. છતાં હકીકત એ છે કે- તમે પૈસાને પરમેશ્વરની જેમ પૂજો ત્યારે તે શેતાનની જેમ પરેશાન કરે છે. કોઈ વિદેશી મહાપુરુષે બહુ સરસ કહ્યું છે, " જ્યારે માણસ સુવર્ણને ભૂલી જશે ત્યારે જ સુવર્ણ યુગ આવશે. "

શંકાના મૂળ કેવી રીતે ગોતવા??
 9 March 2018  
Art

શંકાસૃષ્ટિના સર્જનહારે પ્રેમ તો સર્જ્યો, પણ સાથે સાથે સત્યાનાશ વાળતી શંકા પણ સર્જી. આજે પ્રેમથી જેટલા લોકો સમૃદ્ધ છે, તેનાથી ચાર ગણા શંકાથી વિકૃત છે.શંકાની તાકાત કેટલી કે, તેનું એક ટીપું પણ ઉંડા અને અગાધ સાગરને સર્જવાની ક્ષમતા રાખે છે. આ શંકાનો સાગર ખારો નહીં, પણ કડવો વખ જેવો હોય છે.અને વળી પોતાની આજુબાજુ સખત કાંટાળી વાડ ચણી લે છે. તેથી સ્નેહની સરિતા પણ અંદર આવી નથી શકતી." શંકા ભૂત ને મંછા ડાકણ." આ શંકાનું ભૂત સંબંધોને ઝટ વળગી પડે છે. જેમ કે પતિ-પત્નિ, નણંદ- ભોજાઈ, સાસુ-વહુ, કે પછી બે સગ્ગા ભાઈઓ કે બે બહેનો. આ શંકાનું ભૂત વળગ્યા પછી તાજે તાજું કાઢો તો કદાચ નિકળે, પણ સમય જતાં તો એવું પેધી જાય, કે નીકળવાનું નામ જ ન લે, ને ઉલટું વધારે ને વધારે ઉંડા ને પહોળા તેના પગ પસારે. એટલે શંકાનું નિવારણ તો તરત જ કરવું ઘટે.હોકાયંત્રની જેમ આ શંકાને સોય પણ પાછી હોય છે. અગર વહુને કંઈ થાય તો તરત શંકાની સોય તેના પતિ પર કે સાસુ પર મંડરાવવા લાગતી હોય છે.શંકા એટલે ધારણા. ફક્ત ને ફક્ત ધારણા. આ ધારણા એટલે હાથ, પગ ને માથા વગરનો કીડો. આ કીડો એકવાર મનમાં સળવળ્યો કે માણસનું સુખ, ચેન, નિંદર બધું છીનવી લે.માટે જ શંકા પેદા થાય કે તરત તેનું નિરાકરણ કરી લેવું. શંકાને મનમાં સડવા ન દેવી. શંકા- વહેમ એ તો રાજરોગ છે. નાની અમથી શંકાના રોગને જડમૂળ થી કાઢવા ઘણી બધી ચોખવટ, ને સમયનો વ્યય થાય છે.

કેમ અટકાવવો ક્રોધને??
 9 March 2018  
Art

ક્રોધકડવા ફળ છે ક્રોધના, જ્ઞાની એમ બોલે;રીસતણો રસ જાણીએ, હલાહલ તોલે.ઉદયરત્ન લખે છે, જ્ઞાની પુરુષોએ કહ્યું છે, કે ક્રોધના ફળ ઘણા જ કડવા છે. વિષ સમાન કટુ છે. એ રીસનો રસ એટલે ક્રોઘનું પરિણામ હળાહળ ઝેર સમાન છે.દુનિયામાં દરેકને પોતાની ઈચ્છા મુજબ જ કરવું અને કરાવવું ગમતું હોય છે. પણ જો ક્યારેક એ પ્રમાણે ન થાય, ઈચ્છા વિરુદ્ધ થાય તો ગુસ્સો આવી જાય. અને આ ગુસ્સાની માત્રા વધી જાય તેને ક્રોધ કહેવાય છે. મનુષ્યના ૬ મુખ્ય દુશ્મન છે. કામ, ક્રોધ, મોહ, મદ, લોભ અને મત્સર. ગુસ્સો, આવેગ, કષાય, દ્વેષ, વગેરે ક્રોધના જ નાના મોટા રૂપો છે.ક્રોધ તો જ્વાળામુખી જેવો છે. જ્વાળામુખીની જેમ જ ક્રોધાવેશમાં આવેલો માણસ લાલ પીળો થઈ જાય છે. આંખમાંથી અંગારા વરસવા લાગે છે. મોઢાથી અસ્ખલિત કડવી વાણી નિકળી છે. મગજ અને ગળાની નસો ફાટફાટ થવા લાગે છે. આમ જેને ક્રોધ આવ્યો હોય તેને ક્રોધ બાળીને ખાખ કરે છે. પણ તેના રસ્તામાં આવતા દેરક પર એના છાંટા પડે છે. અને બીજાને પણ પોતાની આગમાં બાળે છે. ક્રોધ જેના દેહમાં આવે છે તેને વિરૂપ કરી નાંખે છે.ક્રોધ એ એક રોગ છે. અને દરેક રોગનું કારણ કુપથ્ય જ હોય છે. આ તામસ- કુપથ્ય આહાર છે--> માયા, લોભ અને મોહ છે. આ કુપથ્ય બંધ કર્યા વિના રોગ ન જ અટકે ને! તો બસ, ધીમે ધીમે આ માયા - લોભ- મોહનું સેવન ઓછું કરી, બંધ કરી દઈએ તો ક્રોધ પેદા થવાનો જ નથી. અને છતાં, ન કરે નારાયણ ને ક્રોધ પેદા થવાનો શરૂ થયો, તો તરત વાણી અને વર્તન દ્વારા એને પ્રગટ થતો અટકાવવો. પણ સાથે સાથે એને અંદર પણ ન દબાવતાં, મોટા મોટા ઉચ્છ્વાસ કરી, વમન રૂપે બહાર કાઢી નાખવો.બે ચાર મંત્ર જેવા કે, --૧-  સંસાર અસાર છે.૨- જે થઈ રહ્યું છે તે બરાબર જ થાય છે.૩- બધું અહીંનું અહીં જ મૂકીને જવાનું છે.૪- થઈ થઈને શું થવાનું છે. શું બગડી જવાનું છે.વગેરે વગેરે... મનમાં આવા મંત્રોનું સતત રટણ હોય તો ક્રોધ તો અટકી જ જશે, પણ આત્માની સ્થિતિ પણ થોડી ઉચકાઈ જશે. સમ્યગ જ્ઞાન પ્રાપ્ત થશે, ને મોક્ષ તરફનું પ્રયાણ સરળતાથી થઇ શકશે.

સહનશીલતા કેવી રીતે કેળવાય??
 28 February 2018  
Art

સહનશીલતાસહનશીલતાના પાટા પર, રોજ દોડતા હૈયું, હાથ ને પગ,રાહ જોવાતી ક્યારે આવે સ્ટેશન, શુભ, મંગળ ને લાભ.આ સહનશીલતા એટલે બધું સહન કરવું, પચાવી લેવું, ને જેમ છે તેમ સ્વીકારી લેવું. मुण्डे मुण्डे मतिर्भिन्ना । દરેકની અલગ અલગ આદત અને જુદા જુદા સ્વભાવને અનુકુળ થવું. સહન તો શરીરના દરેક અંગોએ કરવું પડે છે. હાથ- બીજાનું કામ કરી સહન કરે છે. આંખ- પોતા માટે બીજાની આંખમાં તિરસ્કાર જુવે તો પણ આંખ આડા કાન કરી સહન કરે છે. કાન- કટુ વેણ સાંભળીને પણ ગુસ્સો ગળી જઈ સહન કરે છે. તો વાણી- મુંગી થઈ સહન કરે છે. મન અને હૈયું તો ક્ષણે ક્ષણે કપાઈને સહન કર્યા જ કરે છે.જે માણસ અત્યંત સહનશીલ હોય એ માણસ દેખાવડો ન હોય તો ય દેખાવડો લાગવા માંડે છે. અને તડ ને ફડ કરવા વાળો માણસ રૂપાળો હોય તોય કદરૂપો લાગવા માંડે છે.સહનશીલતા એ ફક્ત સ્ત્રીઓનો જ ઇજારો નથી, પરુષ પણ સહનશીલ હોવો જ જોઈએ. (? )શરૂઆતમાં સહનશીલતા પર લોકો દાદાગીરી જરૂર કરે છે, પણ લાંબે ગાળે તો તેને પ્રેમ અને સરાહના મળે જ છે. ઘરની એકાદ વ્યક્તિની સહનશીલતા પર તો આખું ઘર ટકેલું હોય છે. શરૂઆતમાં ગરીબ ને બિચારીનું લેબલ મેળવેલી સહનશીલતાને ભવિષ્યમાં આદર્શ ને ડાહીનું બિરુદ જરૂર મળે છે. સહનશીલતા એ કાયરતા તો નથી જ." સુંદર સ્ત્રીનો વટ પડે છે, પરંતુ સહનશીલ સ્ત્રીનો પ્રભાવ પડે છે. "Sincerity is beauty within. દરેક કામમાં પૂરી નિષ્ઠા, કામની ધગશ અને ચીવટ પૂર્વક સમયસર કાર્ય પૂર્ણ કરવાની કર્મઠતા, બીજા પર હુકમ કર્યા વગર મુંગે મોઢે,  હસતા રહી, પોતે જ કરવાની મહેચ્છાનું જ બીજું નામ સહનશીલતા.સહનશીલતાનો મુખ્ય ગુણ છે, " હશે " કરવાની વૃત્તિ. પછી ભલે સમાજમાં હોય કે કુટુંબમાં.સહનશીલતાનું ખૂબ સુંદર ઉદાહરણ છે, વાંસળી. વાંસ વીંધાઈને, છેદાઈને, ખૂબ સહન કરે છે, ત્યારે જ તો પ્રભુના હાથોમાં ને મુખ પર રહે છે હમેશાં.Thanks,Alpa Vasa

" સમાજ " ની વ્યાખ્યા ક્યારે સાચી પડે??
 28 February 2018  
Art

સમાજદરેક શબ્દની વ્યાખ્યા, એનો અર્થ એ શબ્દમાં જ છુપાયેલો હોય છે. જેમ કે, ' સમાજ ' એટલેસમ + આજ. જે દરેકની આજને સમ = સરખી બનાવે તે સમાજ. રોજ સવારે નવી આજ થવાની જ છે. તેથી રોજ- રોજની આ આજને સમ રાખે તે સમાજ. અને આમ પણ આવતી કાલ, આજ થવાની જ છે.દરેક જ્ઞાતિનો પોતાનો સમાજ હોય છે. આ સમાજ જ જ્ઞાતિના વિકાસનો વિચાર કરે, અને અમલમાં મૂકે છે. સમાજ જ સામાજિક રિવાજો ઘડે છે. બદલાતા જમાના, અને લોકોના બૌદ્ધિક વિકાસ સાથે સામાજિક રીતી- રિવાજોમાં પણ જરૂર વિકાસ થાય છે. હવે બાળ- વિવાહ, વિધવા- વિવાહ, દહેજ, મહિલા શિક્ષણ, અંધશ્રદ્ધા વગેરે ઘણા ઘણા વાડાઓથી આજે સમાજ મુક્ત થયો છે. સમાજ બહાર મૂકવાના ( નાત બહાર ) જેવું માેટું દુષણ તો હવે લગભગ ખતમને આરે જ છે.ગઈ કાલે:- સમાજ શું કહેશે??        સમાજને શું મોઢું બતાવશું??    આવું છાશવારે કહેવાતું.પાણીમાં રહેવું, ને મગર સાથે વેર? સમાજમાં રહેવું હોય તો સમાજના નીતિ- નિયમો પાળવા જોઈએ.આજે :-     સમાજ ગયો તેલ લેવા.   એમ લોકો કહેતા થયા છે.સમાજના લોકો ૪ દિવસ બોલીને બંધ થઈ જશે. અને પછી ભૂલી પણ જશે. આજે લોકોનું વર્તુળ મોટું થઈ ગયું છે. વિચારસરણી બદલાઈ ગઈ છે. બધા પોતાનામાં વ્યસ્ત છે.રાજા રામે સમાજના એક ધોબીના વેણે સીતાજીને વનમાં મોકલ્યા હતા. પણ હવેના રામ, ( લોકો ) સમાજના આવા કોઈ વેણ કાને ધરતા જ નથી.સમાજનો બહુ મોટો ફાયદો કે, લોકોના ઘર જલ્દિથી બંધાય જતા હતા, ને તૂટતા અટકતા હતા. આજે એની જગ્યા મેરેજ બ્યુરો એ લીધી છે. પણ સમાજ જેવી મજબૂત પક્કડ એમાં નથી, કે નથી કોઈ જવાબદારી.મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તેથી સમાજમાં રહેવામાં જ એનું હીત છે.સ -- સમજદારી પૂર્વકના સંબંધનીમા -- માવજત અનેજ -- જતન.બસ, આ જ સમાજ છે.Thanks,Alpa Vasa