ભારત માટે કાળો દિવસ



૨૫ મી ફેબ્રુઆરી એટલે બોલીવુડ માટે કાળો દિવસ. અને ભારત ભરના હૃદયમાં ઊંડો આઘાત. શ્રીદેવીનું મૃત્યુ જે શ્રીદેવી બોલીવુડની અમીતાભબચ્ચન કહેવામાં આવતી હતી. દિવસના બે કલાક વર્કઆઉટ કરતા હતા.  અને સુંદરતા એમના કદમ ચુમતી હતી. પોતાને પંદર વર્ષ સુધી ફિલ્મી દુનિયાથી દુર રહ્યા.એમના પિક્ચર વિષે અને એમની સફળતા વિષે બધા જ જાણે છે. પણ એમનું મૃત્યુ એક વિચાર મુકીને ગયું. કે જેટલા શ્વાસ લેવાના છે એટલા પુરા થાશે એટલે ભલભલાને આ દુનિયા છોડીને ચાલ્યા જવું પડશે. શ્રીદેવીને પણ ઘણું કરવું હશે એમનામાં કળાનો ભંડાર હતો. અને હજી એ દુનિયાને ઘણું આપી શકત. પણ અચાનક જ આમ દેહ છોડીને  જતા રહેવું પડ્યું. 

  જે કરવું છે તે આજે કરી લ્યો મિત્રો. તમારા માં જે કળા છે એનો સદુપયોગ આજે કરી લ્યો. અને આજે જીવી લ્યો. આગલી ક્ષણ આપની હશે કે નહિ તે કોઈને ખબર નથી. શ્રીદેવી જેવું જીવી પણ લઇયે કે માર્યા પછી લોકો આપણને અને આપણા કામને હંમેશા યાદ કરે. આપણે એમને બહુ મિસ કરશું. વર્ષો પછી એમનું પિક્ચર આવ્યું તો વિચાર આવ્યો કે શ્રીદેવી છે તો કઈક અલગજ હશે. જરૂર જોવા જશું. એમના પિકચરમાં હંમેશા એક સંદેશ હતો. સદમા એમની ખુબ જ સરસ પિક્ચર હતી. એમનો અભિનય ખુબ જ ઉત્કૃષ્ટ હતો. તેઓ હંમેશ આપના બધાના હૃદયમાં જીવંત જ રહેશે . એમનાં મૃત્યુની વાત માનવામાં આવે એવી છે જ નહિ. બસ પ્રભુ એમની આત્માને શાંતિ આપે. 

  Never miss a story from us, get weekly updates in your inbox.