"અરે રે બિચારીને દીકરો જોતો હતો પણ ફરીથી દીકરી જન્મી" આવા સહાનુભૂતિ ભર્યા શબ્દો જ્યારે પણ કોઈને માટે બોલતા સાંભળું છું, કેટકેટલાં પ્રયત્નો કરું ખુદને શાંત રાખવાનાં પરંતુ મારાથી થોડું ઉગ્ર તો થઈ જ જવાય.
કહેવાતા આ મોર્ડન સમાજની આવી માનસિક પંગુતા ક્યારે દૂર થશે?
આશ્ચર્ય ની વાત છે 'દીકરો દીકરી એક સમાન' ની વાતો કરવાવાળા 21 મી સદીના લોકોની વિચારસરણી 18 મી સદી જેવી. દિકરીનાં જન્મ સમયે મોટાભાગના પરિવારોમાં તો જાણે શોકનું વાતાવરણ ઉભું થઈ જાય છે. જરા જઈને કોઈ સમજાવોને સાહેબ જન્મનાર બાળક પોતાનું પ્રારબ્ધ લખાવીને જ આવે છે. જન્મ આપનારી જનેતા માટે બંને એકસમાન હોય છે તો આપણે કોણ હોઈ શકીએ? દીકરા દીકરી માં ભેદ કરનારા?????