લેખિકા અલ્પા વસાના સાહિત્ય માટેના વિચારો.

પ્રશ્નઃ આપનો પ્રથમ પરિચય, અભ્યાસ અને હાલ આપ વ્યવસાયિક ધોરણે શું કરો છો ?
ઉત્તર : હું અલ્પા વસા. મુંબઈથી.
B.A with psychology અભ્યાસ છે. હાલમાં હું સંસ્કૃત ભાષાની શિક્ષિકા છું.

 પ્રશ્નઃ શોખ એટલે તમારે મન શું ?
ઉત્તર : જેના દ્વારા સહજતાથી નિજાનંદ પ્રાપ્ત થાય તે મારો શોખ.

 પ્રશ્નઃ આપ કયા નામે લખવું પસંદ કરો છો? કોઈ ઉપનામ ખરું?
ઉત્તર : ઉપનામ તો ‘ કાવ્યાલ્પ ‘ છે, પણ હમેશાં ‘કાવ્યાલ્પ’ નામ વણીને જ રચના લખવી એવો કોઈ આગ્રહ નથી.

 પ્રશ્નઃ લેખનકળામાં આપને સૌપ્રથમ ક્યારે પ્રેરણા થઈ? / એવી કઈ ઘટના બની કે આપ લખવા પ્રેરાયા ?
ઉત્તર : સ્કુલમા ૫ મા, ૬ ઠ્ઠા ધોરણમાં જ નિબંધ લખતાં અને પછી વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા જ, શિક્ષકોની મળતી ખૂબ સરાહના એ જ લખવા પ્રેરિત કરી હતી.

 પ્રશ્નઃ આપના પ્રકાશિત સાહિત્ય વિશે જણાવો.
ઉત્તર : “ કાવ્યાલ્પ “ કવિતા અને અછાંદસનું પુસ્તક - ૨૦૧૪ મા.
“ વાર્તાલ્પ” ૩૦ લઘુ વાર્તા આવરી લેતું પુસ્તક - ૨૦૧૭ મા.

 પ્રશ્નઃ આગામી કોઈ ઇચ્છીત સાહિત્ય સાહસ ખરું ?
ઉત્તર : હવે “ ગઝલાલ્પ” ગઝલના પુસ્તકની ઈચ્છા છે.

 પ્રશ્નઃ આપ કોઈ સાહિત્યિક સંકુલ / ગૃપ્સ સાથે જોડાયેલાં છો ખરાં ? કઈ રીતે એની સાથે પ્રવૃત્ત છો જણાવશો.
ઉત્તર: મુંબઈનું સાહિત્ય સંકુલ ધબકાર, આનંદોત્સવ, લેખિની જેવા ગ્રુપ સાથે સંકળાયેલી છું. તથા w/up પર અનેક ગ્રુપ છે. તેમાં રોજ અચૂક કંઈક તો લખવાનું થાય છે જ.

 પ્રશ્નઃ પ્રવર્તમાન સાહિત્ય વિશે આપનો શું અભિપ્રાય છે? / ઓનલાઈન પ્રકાશિત થતું સાહિત્ય અને કાગળમાં છપાતાં સાહિત્ય વચ્ચે આપ શું ફરક કરો છો? આપને કયું વધારે ગમે છે?
ઉત્તર : અત્યારે સરળતાથી મોબાઈલ અને આઈ પેડ પર સાહિત્ય વંચાઈ જાય છે. પણ છતાં હાથમાં પુસ્તક પકડીને વાંચવાનું, તેની સ્યાહીની સુગંધ હજી ખૂબ આકર્ષે છે.

 પ્રશ્નઃ વાચક વર્ગ સાથે આપ શું સંવાદ કરવા ઇચ્છશો ?
ઉત્તર : લેખકો તો થાળી ભરીને સાહિત્ય રસ પીરસે છે. વાચકોએ તેમાંથી પોતાને પચે તેવું, રુચીકર ( પસંદગીના) સાહિત્યનું રોજ સેવન કરવું ઘટે. તો જ ગુજરાતી જીવિત રહેશે અને વધુ સમૃદ્ધ બનશે.

 પ્રશ્નઃ કોઈ એક પ્રેરણાત્મક રચના કે વાક્ય કે સંદેશ લખી આપશો.
ઉત્તર : સારું વાંચન એ મનનો, વિચારોનો શણગાર છે.

 પ્રશ્નઃ આપની વિગત જણાવવા વિનંતી. આપનું નામ સરનામું મોબાઈલ નંબર કોઈ પુસ્તક પ્રકાશિત થયા હોય તો તે વિષે અને સાહિત્ય માટે કોઈ કાર્ય કરી રહ્યા હોય તો તે વિષે જાણકારી આપશો.

નામ: અલ્પા વસા
સરનામું: ૭૯/૮૧, એ. કે માર્ગ,
              ૩/૧૩,નિર્મલ નિવાસ -૧
              ગોવાલિયા ટેન્ક ,
              મુંબઈ - ૪૦૦૦૩૬.
ઈ મેલ : alpavvasa@gmail. com
મોબાઈલ : ૯૮૧૯૦૧૯૦૫૧

  Never miss a story from us, get weekly updates in your inbox.