પ્રજાસત્તાક દિવસ, ૨૦૧૮

પ્રજાસત્તાક દિવસ, ૨૦૧૮

26012018

मेरा भारत महान

भारतमें बने हुए मालका इस्तेमाल किजिए

परदेशी चिजोंका बहिष्कार

આ બધું ખોખલું લાગે છે. હજી ગઈ કાલે જ ભારતથી પાછી આવી. કોને ખબર કેમ , અમેરિકાનું’ કેમ આપણી પ્રજાને ઘેલું લાગ્યું છે ?

જ્યારે પણ કશું ખરીદવા નિકળું ત્યારે, ‘ભૈયા અપને દેશમેં  બની હુઈ  ચીજ દિખાના ‘.

આ સવાલ સાંભળીને દુકાનમાં ઉભેલા સહુનુ મુખ આ વાક્ય બોલનાર પર તાકી રહે.

હા, કબૂલ કરીશ અમેરિકાનો લાંબો વસવાટ છે. એટલે ભારત પ્રત્યે માયા અને મમતા અધિક છે.

ખેર આ તો સાવ નજીવી વાત છે. એક વાત કહ્યા વગર રહી નહી શકું. જ્યાં જુઓ ત્યાં અમેરિકાના સ્ટોરે ડેરા તંબુ તાણ્યા છે. જેમ આપણે અંહી ,’યોગ’ દ્વારા આક્રમણ કર્યું છે. તેમ તે લોકોએ સ્ટોરો ખોલીને આપણું ધન ઘસડવા માંડ્યું છે.  ભારતવાસીઓ “જાગો”. મોડું થાય એ પહેલાં વિચારો ! અમેરિકામાં મળતી ડોલર બે ડૉલરની વસ્તુઓના ત્યાં ૬૦૦ થી ૭૦૦રૂ. લે છે. ધોળે દિવસે લુંટ ચલાવે છે.

શામાટે આપણે , આપણી વસ્તુઓની ગુણવત્તા વધારતા નથી ? નાના નાના શાકભાજી વાળા અને દાણાવાળા સાથે માથાકૂટ કરીએ છીએ. આટલી બધી રસાકસી ચાલે છે છતાં ટેક્સીવાળાઓનો પાવર ઓછો થયો નથી.  કચરો તો એવી રીતે નાખતા દેખાય છે કે , આપણા વડાપ્રધાન આવીને ઉચકશે !

માત્ર ફરિયાદ કરવાનો ઈરાદો નથી. આ તો અંદરથી આંતરડી કકળે એટલે લખાઈ ગયું. મુંબઈમાં બનાવેલું શિવાજી મહારાજનું પૂતળું .ખૂબ ભવ્ય જણાયું. હાજીઅલીના સર્કલ પાસે.” ટિફિન વાળા”નું સ્મારક ઉડીને આંખે વળગે તેવું છે. જો માલમાં ગરબડ હોય તો દુકાનદાર ખેલદિલીથી કહે, “પાછું લાવજો, માલ બદલી આપીશ”.

મોં માગ્યા દામ આપ્યા પછી શાકવાળી પણ તોલમાં ગરબડ નથી કરતી. છાપાવાળો, દૂધવાળો બધા સમયસર ફરજ બજાવે છે. પૂનામાં તો ઘરકામ કરવાવાળાઓએ યુનિયન બનાવ્યું છે. દર મહિને “બે દિવસ પગાર સાથે” રજા. ખૂબ આનંદ થયો. દરેક કામના જુદા પૈસા ! વાહ શેઠ લોકો હવે એમની બોલબાલા છે. બાળ બચ્ચા તેમને પણ છે. કામવાળાની કદર કરો. મહેનતના પૈસા મેળવે છે.

સિધ્ધીવિનાયકના મંદીરની બહાર બેઠેલાંને રાજી કરીએ. મંદિરોમાં બેઠેલો ભગવાન આ બધું નિહાળે છે. મહારાજોની ચૂડમાં ફસાયેલી આપણી પ્રજા ‘અંધશ્રદ્ધાના’ કાળા કૂવામાં છલાં ગ મારે છે. આંખો ખોલો. વિવેકાનંદને સુણો.

સામાન્ય,’ ઓટ’ જેવી વસ્તુ શામાટે અમેરિકન લેવી ?

આજે ૨૬મી જાન્યુઆરીનો દિવસ, રાતના સ્વપનું આવ્યું, ‘હું ભારતમાં રહું છું અને આખા ઘરમાં એક પણ વસ્તુ,’મેઈડ ઈન અમેરિકા’ નથી ! આપણી પ્રગતિ કૂદકેને ભૂસકે વધી રહી છે. ‘ભારતનો ડંકો’ દુનિયાભરમાં વાગે છે. ભારતની બહાર આપણું ‘યુવાધન’ આગવું સ્થાન ધરાવે છે.  આપણા સંસ્કાર અને વિચાર શૈલીના પરદેશીઓ ઘેલાં છે. કયા ક્ષેત્રમાં આપણે અગ્રીમ નથી ?

“ભારતિય” છીએ તેનું ગૌરવ મુખ પર અને વર્તનમાં તેમજ વાણીમાં પ્રગટ કરતાં ન અચકાવ.

આવો આજે ભ્રષ્ટાચાર ઓછો કરવાની ‘શપથ’ લઈએ.

મ્હોં માગ્યા દામ મેળવ્યા પછી ગ્રાહકોને છેતરવાનું બંધ કરીએ.

બાળપણમાં નાગરિક શાસ્ત્ર ભણિ હતી, તેને જીવનમાં ઉતારીએ.

ઘરના વડીલોને આદર આપીએ.

‘જુવાની દિવાની’ છે એમાં નવું કશું નથી ! માત્ર સંયમ નો સમયસર ઉપયોગ કરીએ.

આજે છે, એ કાલે રહેશે તેની ખાત્રી ખરી ?

ભૂતકાળના અનુભવો પરથી વર્તમાનના કાર્ય દ્વારા, ભવિષ્યની ભવ્ય ઈમારત ચણીએ.

આપણા જવાનો સરહદ પર જાન ન્યોછાવર કરે છે, તેમના પ્રત્યે થોડી હમદર્દી બતાવીએ.

આપણા વડા પ્રધાન , શ્રી નરેન્દ્ર મોદીને તેમના કાર્યમાં પ્રમાણિકતાથી સાથ આપીએ.

તેમણે ‘ભારતનું ગૌરવ’ વધારવામાં કોઈ કમી નથી રાખી.

દરેક રાજ્ય, ‘ભારતનો એક ભાગ’ છે એ શિલાલેખ દિમાગમાં કોતરીએ.

જય હિંદ,  જય હિંદ બોલો સાથ .

ભારતનો પ્રજાસત્તાક દિવસ ,એક સારા કાર્ય દ્વારા મનાવવાનો સંકલ્પ આચરણમાં ઉતારીએ .

મિત્રો હાથ ફેલાવ્યા છે, ગ્રહણ કરો અને કૂચ જારી રાખો !

  Never miss a story from us, get weekly updates in your inbox.