બાળમાનસ

                 બાળગીત

આવ્યો રે મેહુલિયો દડમ્ દડમ્ કરતો.....

    મોટાં પગલાં ભરતો......

   આવ્યો રે મેહુલિયો દડમ્ દડમ્ કરતો.....


મમ્મી મને છત્રી લઈ દે... 

નવો રેઈન-કૉટ દઈ દે...

     નહીં તો રહી જઈશ થરથરતો...  

   આવ્યો રે મેહુલિયો દડમ્ દડમ્ કરતો.....


ગમબૂટ તો મને પહેલાં જોઈએ.

સાથે કાગળની હોડી બનાવીએ.

     નહીં તો વરસાદ જશે ભાગતો...

   આવ્યો રે મેહુલિયો દડમ્ દડમ્ કરતો.....


       -ધાર્મિક પરમાર 'ધર્મદ'

  Never miss a story from us, get weekly updates in your inbox.