કવિતા એટલે શું ?

કવિતા એટલે શું ?
માણસ જયારે પ્રવર્તમાન સંજોગો અથવા સ્થિત
વાતાવરણથી અકળાઈ જાય અને આ લાગણી શબ્દો રૂપ બનીને બહાર નિકળે એને કહેવાય કવિતા. એમાં જો કલ્પના અને બીજા કાલ્પનિક પ્રસંગો જો ઉમેરાઈ જાય તો તે બને વાર્તા !
કવિતા એટલે એક વિરોધ , એક પ્રકોપ !
કવિતા એટલે એક દર્દ, એક આંસુ કે જે આંખો થી નહીં પણ લખાયેલા અથવા બોલાયેલા શબ્દો દ્વારા બહાર આવે છે !
દરેક માણસના હૃદયમાં એક જ્વાળામુખી સમાયેલો છે. કોઈ કોઈ હૃદયનો આ જ્વાળામુખી ફાટીને કવિતા યા બીજા કોઈ રૂપે કયારેક બહાર નીકળે છે-  આક્રોશ રૂપે , પ્રકોપ રૂપે અથવા તોડ ફોડ રૂપે !!  
કવિતા એક અહિંસાત્મક છતાં અસરકારક સાધન છે વિરોધ,દર્દ પ્રગટ કરવાનું !!

  Never miss a story from us, get weekly updates in your inbox.