વૃદ્ધત્વ

વૃદ્ધત્વ એટલે એક એવી અવસ્થા કે જ્યારે આપણને ખબર પડે કે, " સબ કુછ લૂંટા કે હોશ મેં આયે તો ક્યાં મિલા " !
આ અવસ્થામાં આપણું કશું જ નથી. શરીર આપણું નથી. લોકો આપણા નથી. જો કોઈ હોય તો બસ એક આપણું જીવસાથી  --જો નસીબ સારા હોય --  તો સાથ દેવા સાથે હોય.  બીજું કોઈ એ વખતે  સાથ દેવા હાજર ના હોય.
વૃદ્ધ માણસ શુ કરે ?  આંટા ફેરા મારીને,  અથવા તો બાગ બગીચામાં જઈને હમ ઉંમર ના લોગો સાથે ગપ્પા મારીને સમય વ્યતીત કરે.  શરીરે સ્વસ્થ હોવા છતાં તેઓ કંઈ કરી શકતા નથી....કામ મળતું નથી.  તેઓ મનમાં બોજ લઈને જીવતા હોય છે. કશું ન કરી શકવાનો બોજ. લોકો પણ તેમને કશું કરવાની સલાહ આપી આપી ને  તેમના આ બોજને વધારતા હોય છે. સલાહ આપનાર માત્ર સલાહ આપે પણ કામ  દેવા નું કહો તો લુખું  આશ્વાશન  આપીને છટકી જાય !
આપણા દેશમાં માણસોની ઉમર વધવાની સાથે સાથે વૃદ્ધ માણસોની તકલીફમાં  પણ વૃદ્ધિ થઈ છે !
આ  યુગમાં young couple સુખેથી અલગ થવા , રહેવા તત્પર હોય છે..પણ બિચારા old couple ક્યાં જાય ? સ્વમાન થી ક્યાં રહે ?
વૃદ્ધત્વમાં શરીર કમજોર બની જાય છે,
પણ કમબખ્ત લાગણીઓ  અને મમત્વ કેમ કમજોર બનતા નથી ?


  Never miss a story from us, get weekly updates in your inbox.