ડૉ. બાલકૃષ્ણ સોનેજી “બે-ગમ” નાં સાહિત્ય પ્રત્યેના વિચારો



પ્રશ્નઃ આપનો પ્રથમ પરિચય, અભ્યાસ અને હાલ આપ વ્યવસાયિક ધોરણે શું કરો છો ?


ઉત્તર: 


નામ: ડૉ. બાલકૃષ્ણ સોનેજી

જ્ન્મ તારીખ: ૧૬/૦૩/૧૯૬૭

વતન: અમદાવાદ

અભ્યાસ: B.E., M.E., Ph.D. (IIT Bombay) in Civil Engineering

વ્યવસાય: આચાર્ય, આર.સી.ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ (ગુજરાત સરકાર)


પ્રશ્નઃ શોખ એટલે તમારે મન શું ?


ઉત્તર: એવી પ્રવૃત્તિ જે કરવાથી મનને આનંદની અનુભૂતિ થાય


પ્રશ્નઃ આપ કયા નામે લખવું પસંદ કરો છો? કોઈ ઉપનામ ખરું?


ઉત્તર: ઉપનામ “બે-ગમ” અર્થાત “પ્રસન્ન”


પ્રશ્નઃ લેખનકળામાં આપને સૌપ્રથમ ક્યારે પ્રેરણા થઈ? / એવી કઈ ઘટના બની કે આપ લખવા પ્રેરાયા ?


ઉત્તર: ઈશ્વરે ખૂબ જ સંવેદનશીલ હ્રદય આપ્યું છે. એટલે, કુદરતી રીતે જ લાગણીઓને શબ્દોમાં ઉતારવાની સૂઝ પણ મળી. ગુજરાતી ગઝલોમાં બરકત વિરાણી “બે-ફામ” ના પુસ્તકો ખૂબ જ વાંચ્યા અને એમાંથી ગઝલો લખવાની પ્રેરણા મળી. 



પ્રશ્નઃ આપના પ્રકાશિત સાહિત્ય વિશે જણાવો.


ઉત્તર: પ્રકાશિત સાહિત્ય – ગઝલ


૧) “તો ખરા...!” – ગઝલ વિશ્વ – અંક જૂલાઈ ૨૦૧૭

૨) “પડકારવા દે” – શબ્દસર – અંક ડિસેમ્બર ૨૦૧૭

૩) “જાગશે” – શબ્દસૃષ્ટી – અંક જૂન ૨૦૧૮

૪) “ભાર ના રાખો” – શબ્દસર – અંક જૂન ૨૦૧૮

૫) “કેમ છે?” – ધબક – અંક જૂન ૨૦૧૮

૬) “કઠે છે” – તમન્ના – અંક જૂન ૨૦૧૮

૭) “પછી” – જનકલ્યાણ – જૂલાઈ ૨૦૧૮


પ્રશ્નઃ આગામી કોઈ ઇચ્છીત સાહિત્ય સાહસ ખરું ?


ઉત્તર: સ્વરચિત ગઝલોનું પુસ્તક પ્રકાશિત કરવાની ઈચ્છા છે.


પ્રશ્નઃ આપ કોઈ સાહિત્યિક સંકુલ / ગૃપ્સ સાથે જોડાયેલાં છો ખરાં ? કઈ રીતે એની સાથે પ્રવૃત્ત છો જણાવશો.


ઉત્તર: ના


પ્રશ્નઃ પ્રવર્તમાન સાહિત્ય વિશે આપનો શું અભિપ્રાય છે? / ઓનલાઈન પ્રકાશિત થતું સાહિત્ય અને કાગળમાં છપાતાં સાહિત્ય વચ્ચે આપ શું ફરક કરો છો? આપને કયું વધારે ગમે છે?


ઉત્તર: પ્રવર્તમાન સમયમાં ઘણું સાહિત્ય લખાય છે. પરંતુ, તમામ સાહિત્યમાં ગુણવત્તા જોવા મળતી નથી. કાગળમાં છપાતું સાહિત્ય ઓનલાઈન છપાતાં સાહિત્ય કરતાં ઉચ્ચ દરજ્જાનું, છંદ-વ્યાકરણ, ભાષાશુધ્ધીની દ્રુષ્ટી ચડીયાતું હોય છે એમ મારું માનવું છે. મને કાગળમાં છપાતું સાહિત્ય વધારે ગમે છે.


પ્રશ્નઃ વાચક વર્ગ સાથે આપ શું સંવાદ કરવા ઇચ્છશો ?


ઉત્તર: વાચક વર્ગ મારા લેખન વિશે જે કાંઈ પૂછવા માંગે તે બાબત ચર્ચા થઈ શકે.


પ્રશ્નઃ કોઈ એક પ્રેરણાત્મક રચના કે વાક્ય કે સંદેશ લખી આપશો.


ઉત્તર: 


“ભલાઈ કર બીજું કંઈ નહીં કરે તો ચાલશે જગમાં.

ખુદાથી ડર – બીજાથી નહીં ડરે તો ચાલશે જગમાં”


પ્રશ્નઃ આપની વિગત જણાવવા વિનંતી. આપનું નામ સરનામું મોબાઈલ નંબર કોઈ પુસ્તક પ્રકાશિત થયા હોય તો તે વિષે અને સાહિત્ય માટે કોઈ કાર્ય કરી રહ્યા હોય તો તે વિષે જાણકારી આપશો.


ઉત્તર: 

નામ: ડૉ. બાલકૃષ્ણ સોનેજી “બે-ગમ”

સરનામું: ૨૪, તુલસી બંગલોઝ, વંદેમતરમ રોડ, ગોતા, અમદાવાદ: ૩૮૨૪૮૧

મોબાઈલ: ૯૪૨૬૩૧૬૭૫૪

bksoneji@gmail.com



  Never miss a story from us, get weekly updates in your inbox.