શુ ગુજરાતી ભાષા મૃતપ્રાય થઈ જશે ?

આજ હમણાં જ એક ENGLISH સમાચાર પત્ર ની હેડલાઇન્સ એ વિચારતો કરી મુક્યો !
"LANGUAGES ARE DYING"

આપણી ગુજરાતી ભાષા પણ ખુબજ ખરાબ  અને  બીમાર અવસ્થામાં આવી ચૂકી છે !  અને જો આપણે જાગૃત નહી થઈએ તો થોડા વર્ષોમાં  તે પણ મૃત અવસ્થામાં આવી જશે !
આપણા ઘરમાં આજથી 50 વર્ષ પહેલાં ઘરનાં દરેક સભ્યોને  ગુજરાતી  લખતા વાંચતા આવડતું.  આજે આપણા ધરમાં કેટલા જણ ગુજરાતી લખતા વાંચતા જાણે છે ?
આપણા નાના બાળકો અંગ્રેજી સડસડાટ બોલતા હોય ત્યારે આપણને ગર્વ થાય છે. પણ તેઓ   ગુજરાતી નથી જાણતા તેનો જરાપણ અફસોસ આપણને નથી થતો  !
થોડા વર્ષોમાં દરેક પ્રાંતિય ભાષા , પોતાના પ્રાંત પૂરતી જ મર્યાદિત રહી જશે . પ્રાંતની બહાર રહેતા પ્રાંતના લોકો પણ પર પ્રાંતિય જેવા બની જશે !!
આ અખબારના હિસાબે છેલ્લા 50 વર્ષોમાં 220 પ્રાંતિય નષ્ટ થઈ ગઈ છે !
આ ખુબજ  ભયાનક   અને  વિચારવા લાયક સ્થિતિ છે !!


  Never miss a story from us, get weekly updates in your inbox.