લાગણીનો દુકાળ

સુખ નો પણ એક ભાર હોય છે, દુઃખ પણ ક્યારેક એક આધાર હોય છે,

લીલીછમ લાગણીઓ માત્ર પલવાર હોય છે, બાકી તો એનો દુકાળ હોય છે,

કડકતી વીજળી નો ઉજાસ ક્ષણવાર જ હોય છે,અંધારી રાત માં એક એનો જ આધાર હોય છે,

સંબંધ માં શબ્દો પર જ મદાર હોય છે... પણ ખામોશી ને પણ કાતિલ એક ધાર હોય છે,

મન માં ભટકતા અનેક વિચાર હોય છે, ક્યારેક ભટકી જવામાં જ ગુનો બેસુમાર હોય છે.....

તબીબો આમ તો ઘણાં બીમાર હોય છે, દિલ જીતનાર ના હાથ માં ક્યાં તલવાર હોય છે ??

ગગન નો વરસાદ ક્યારેક ધીમો ક્યાંરેક ફાસ હોય છે પણ અશ્રુ ના શ્રાવણ-ભાદરવા તો બારેમાસ હોય છે,

નાની મોટી અથડામણ ભલે રોજ થતી હોય... પણ વિચારો ના ટકરાવ ખૂબ જ ગમખ્વાર હોય છે .....

-- પારૂલ ઠક્ક

  Never miss a story from us, get weekly updates in your inbox.