નેહા શાહ નાં સાહિત્ય પ્રત્યેના વિચારો

પ્રશ્નઃ આપનો પ્રથમ પરિચય, અભ્યાસ અને હાલ આપ વ્યવસાયિક ધોરણે શું કરો છો ?

- નેહા જિનેશ શાહ.૧૯૯૪ કૉમર્સ શાખામાં ગ્રેડેજ્યુએશન કર્યું છે. ૨૦૧૫માં મુંબઈ સ્થિત હરકિસનમેહતા ફાઉન્ડેશનમાં ડિપ્લોમા કોર્સમાં દ્વિતીય સ્થાન ગ્રહણ કર્યું છે.કવર સ્ટોરી તથા ઇન્ટરવ્યૂ લઇને પર્સનલ કોફી બુક બનાવાનું કામ કરું છું.ઈમેજ પબ્લિકેશન સાથે આમ ઘણા પ્રોજેક્ટ કર્યા છે.લેખિની
તથા અમારા સમાજના મેગેઝીન માં લઘુકથા અને સર્જનહાર જેવા નામાંકિત સામાયિકમાં મારા દર મહિને લેખ આવે છે.ઓનલાઇન સ્ટોરીમિરર માં અવારનવાર વાર્તા પબ્લિશ થાય છે.

પ્રશ્ન - શોખ એટલે તમારે મન શું ?

મનગમતી પ્રવૃત્તિ જેને કરવામાં ખુશી તો મળે જ પણ ઘણીવાર ખુબ થાકીને કે હારીને પણ કરવાથી દુઃખ ભુલાવી દે તેને શોખ માનું છું.ચિત્રકલા સંગીત કે લેખન જેવા શોખમાં કલાકાર પોતાની વેદના, દુઃખ કે ખુશી તેમાં નાખીને પોતાનું મન હળવું કરી શકે છે.

પ્રશ્નઃ આપ કયા નામે લખવું પસંદ કરો છો? કોઈ ઉપનામ ખરું?

- મારુ કોઈ ઉપનામ નથી.નેહા શાહ નામથી જ મારી કૃતિ પ્રગટ થઇ છે.

પ્રશ્નઃ લેખનકળામાં આપને સૌપ્રથમ ક્યારે પ્રેરણા થઈ? / એવી કઈ ઘટના બની કે આપ લખવા પ્રેરાયા ?

બાળપણથી જ વાંચનનો શોખ હતો,પણ લેખન માટે ક્યારેય વિચાર્યું નહોતું.૨૦૧૪માં અચાનક હરકિસન મેહતા ફોઉન્ડેશનના ડિપ્લોમા કોર્સની જાહેરખબર વાંચીને આ શોખને આગળ વધારવાનો વિચાર કર્યો. ત્યાંજ લખવાની શરૂઆત કરી. તે જ વખતે ચિત્રલેખામાં કચ્છશક્તિની નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો અને મારા નિબંધને આશ્વાસન ઇનામ મળ્યું. આ નાનકડા બનાવથી મને ખબર પડી કે હું વાંચન સાથે લેખન પણ કરી શકું છુ અને આમ મને મારા છુપાયેલી કળાની જાણ થઇ.

પ્રશ્નઃ આપના પ્રકાશિત સાહિત્ય વિશે જણાવો.
કલંજાયી પ્રકાશનમાં તાજેતરમાં જ ‘આ છે જિંદગી તથા સ્ત્રીઆર્થ -૩ માં પણ મારી લઘુવાર્તા સ્થાન પામી છે મારી લાઈફનો ટર્નિંગ પોઇન્ટ જે કચ્છ શક્તિમાં વિજેતા લેખનો સમાવેશ થયો છે. સ્ટોરીમિરર માં પ્રકાશિત ગદ્યમાં ચાર વાર વિજેયતા બનવાનો લ્હાવો પણ મને મળ્યો છે.

પ્રશ્નઃ આગામી કોઈ ઇચ્છીત સાહિત્ય સાહસ ખરું ?
તાજેતરમાં મુંબઈ સ્થિત એંડામોલ શાઇન ઇન્ડિયા કંપની સાથે ગુજરાતી ફિલ્મના સ્ક્રીનપ્લે રાઇટર તરીકે કામ કરવાની શરૂઆત કરી છે. ગુજરાતી નાટક અને ફિલ્મના કથાવસ્તુ લખવાનું આગામી કાર્ય કરવાનું વિચાર્યું છે.

પ્રશ્નઃ આપ કોઈ સાહિત્યિક સંકુલ / ગૃપ્સ સાથે જોડાયેલાં છો ખરાં ? કઈ રીતે એની સાથે પ્રવૃત્ત છો જણાવશો.

હાલમાં કોઈ ગ્રુપ સાથે કાર્યશીલ નથી.

પ્રશ્નઃ પ્રવર્તમાન સાહિત્ય વિશે આપનો શું અભિપ્રાય છે? / ઓનલાઈન પ્રકાશિત થતું સાહિત્ય અને કાગળમાં છપાતાં સાહિત્ય વચ્ચે આપ શું ફરક કરો છો? આપને કયું વધારે ગમે છે?
વર્તમાન સાહિત્ય હવે કાગળથી ઓનલાઇન તરફ વળ્યું છે.જેમ જેમ ટેકનોલોજી તેનો પગદંડો જમાવે તેમ આપણે પણ તેની સાથે તાલમેલ બેસાડવો જ પડશે. વળી એક લાઈબ્રેરી જેટલું સાહિત્ય એક નાનકડા મોબાઈલમાં આવી જાય તેને લઈને આપણે દુનિયામાં કોઈ પણ ખૂણે માણી શકાય તો તેના થી રૂડું બીજું શું હોય? પરંતુ જેઓ ટેકનોલોજી સાથે તાલમેલ ન મેળવી શકે તેમના માટે આપણું કાગળ સાહિત્ય પણ પોતીકું જ છે.

પ્રશ્નઃ વાચક વર્ગ સાથે આપ શું સંવાદ કરવા ઇચ્છશો ?

વાચકોને સારું સાહિત્ય વાંચવા સાથે સારા વિવેચક પણ બનવું જોઇએ.હંમેશા સારા સાહિત્યની કદર સાથે શું સારું ન લાગ્યું તે પણ લેખક સુધી પહોચાડવું જોઇએ.

પ્રશ્નઃ કોઈ એક પ્રેરણાત્મક રચના કે વાક્ય કે સંદેશ
“ બોલતા પેહલા સો વાર વિચારી લેવું, શબ્દો હંમેશા માફ થાય છે ભુલાતા નથી.”
મારો સંપર્ક
૩૦૨, સંઘવી વિલા
એસ. વી. રોડ
અંધેરી ( પશ્ચિમ)
મુંબઈ-૪૦૦૦૫૮
મોબાઈલ- ૯૮૨૧૮૫૦૯૨૯

  Never miss a story from us, get weekly updates in your inbox.