શીતલ અભય દેસાઇ નાં સાહિત્ય પ્રત્યેના વિચારો



પ્રશ્નઃ આપનો પ્રથમ પરિચય, અભ્યાસ અને હાલ આપ વ્યવસાયિક ધોરણે શું કરો છો ?

નામ: શીતલ અભય દેસાઇ 

અભ્યાસ: એમ.ફિલ. ડિપ્લોમા ઇન ઇંગ્લિશ લેન્ગ્વેજ ટીચિંગ, ડિપ્લોમા ઇન વેલ્યુ એજ્યુકેશન 

વ્યવસાય: એક્સ લેક્ચરર, ફ્રીલાંસ ટ્રાન્સલેટર, સર્ટીફાઇડ યોગ ટ્રેનર. 

પ્રશ્નઃ શોખ એટલે તમારે મન શું ?

એવી ગમતી પ્રવૃતિ જેના પૂરો કરવા માટે કોઈ મર્યાદા નથી નડતી. 

પ્રશ્નઃ આપ કયા નામે લખવું પસંદ કરો છો? કોઈ ઉપનામ ખરું? 

શીતલ દેસાઇ. કોઈ ઉપનામ નથી 

પ્રશ્નઃ લેખનકળામાં આપને સૌપ્રથમ ક્યારે પ્રેરણા થઈ? / એવી કઈ ઘટના બની કે આપ લખવા પ્રેરાયા ?

શાળાકીય દિવસો માં જ વક્તૃવ સ્પર્ધા માટે સ્ક્રીપ્ટ તૈયાર કરતાં કરતાં છૂટક-મુટક નિબંધ કે ક્યાંક કવિતા લખાતા ગયાં.જન્મભૂમિ પ્રવાસી પબ્લિકેશન નાં પુસ્તકો મિત્ર માટે મંગાવવાનાં હતા. તે માટે લખેલ પત્ર ની સાથે મારો લખેલ નિબંધ પણ મોકલી આપ્યો. અને તે રવિવાર ની મધુવન પૂર્તિ માં પ્રસિદ્ધ પણ થયો! ત્યારે લાગ્યું કે કઈક ‘ઠીક’ કહેવાય એવું લખી શુકુ છું. ત્યાર બાદ સંદેશ ની નારી પૂર્તિ માં તથા ‘વિચાર વલોણું’ જેવા મેગેઝીન માં મારા વાર્તા અને લેખ પ્રસિદ્ધ થયા.  

પ્રશ્નઃ આપના પ્રકાશિત સાહિત્ય વિશે જણાવો.

-‘વિચાર-વલોણું’ ‘વિ-વિદ્યાનગર’, ‘ભૂમિપુત્ર’ જેવા સામયિક માં વાર્તા, કવિતા, અનુવાદ તથા રિવ્યુ પ્રસિદ્ધ થયેલ છે. 

-સાહિત્ય અકેડેમી નાં પુસ્તક માં વાર્તા તથા લેખ નો અંગ્રેજી અનુવાદ 

-રીડગુજરાતી.કોમ, પ્રતિલિપિ અને સ્ટોરીમિરર.કોમ પર  

-યોગ વિષેના ત્રણ પુસ્તકો નો ગુજરાતી માં થી અંગ્રેજી અનુવાદ (રશ્મિ આર્ટ,વડોદરા)

-શ્રી માતાજી નાં પુસ્તક નો ગુજરાતી અનુવાદ(અરવિંદ આશ્રમ,વડોદરા) 

-હિન્દી નવલકથા નો અંગ્રેજી અનુવાદ (પેંગવિન પબ્લીશર)

પ્રશ્નઃ આગામી કોઈ ઇચ્છીત સાહિત્ય સાહસ ખરું ?

લઘુ કથા સંગ્રહ નું 

પ્રશ્નઃ આપ કોઈ સાહિત્યિક સંકુલ / ગૃપ્સ સાથે જોડાયેલાં છો ખરાં ? કઈ રીતે એની સાથે પ્રવૃત્ત છો જણાવશો.

------

પ્રશ્નઃ પ્રવર્તમાન સાહિત્ય વિશે આપનો શું અભિપ્રાય છે? / ઓનલાઈન પ્રકાશિત થતું સાહિત્ય અને કાગળમાં છપાતાં સાહિત્ય વચ્ચે આપ શું ફરક કરો છો? આપને કયું વધારે ગમે છે?

તે વર્તમાન જીવન નાં પ્રશ્નો અંગે વધારે છણાવટ કરે છે. ઓનલાઈન અને પ્રિન્ટ બંને ને પોતા ની ખૂબી અને ખામી છે.. ક્યારેક ઓનલાઈન સાહિત્ય માં ગુણવત્તા ન પણ જળવાય તેમ બને. જો કે તે વધારે વિશાળ વાંચક વર્ગ સુધી પહોંચી શકે છે. 

લેખક તરીકે ઓનલાઈન પ્રકાર વધુ ગમે, કારણ કૃતિ ને સરળતા થી અને ઝડપ થી સુપ્રત કરી શકાય છે. વાંચક તરીકે હીંચકે બેઠાં હાથ માં શાંતિ થી પુસ્તક લઈને વાંચવું વધુ ગમે. 


પ્રશ્નઃ વાચક વર્ગ સાથે આપ શું સંવાદ કરવા ઇચ્છશો ?

વાચકો નો ફિડબેક. કૃતિ વિષે તેમનાં મંતવ્ય અને ત્રુટિ જાણવું ચોક્કસ ગમે. 

પ્રશ્નઃ કોઈ એક પ્રેરણાત્મક રચના કે વાક્ય કે સંદેશ લખી આપશો.

‘તમારો એક સકારાત્મક વિચાર બ્રહ્માણ્ડ માં રહેલ સઘળા શુભ વિચાર ને પોતાની તરફ ખેંચે છે.’ 

પ્રશ્નઃ આપની વિગત જણાવવા વિનંતી. આપનું નામ સરનામું મોબાઈલ નંબર કોઈ પુસ્તક પ્રકાશિત થયા હોય તો તે વિષે અને સાહિત્ય માટે કોઈ કાર્ય કરી રહ્યા હોય તો તે વિષે જાણકારી આપશો. 

શીતલ દેસાઇ-અવાશીઆ ૫૨, શ્રીજી દર્શન બંગલોઝ, સન ફાર્મા રોડ, વડોદરા.  

Mo) 70 43 94 10 37 

વિવિધ બોર્ડ તથા ધોરણ નાં શૈક્ષણિક સામગ્રી નેડિજિટલ રૂપ માં તૈયાર કરવી અને અનુવાદ કરવો. (content development and translation by (text, PPT, audio-visual) 

  Never miss a story from us, get weekly updates in your inbox.