લેખિકા બિનલ પટેલ સાથે એક મુલાકાત


આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા શ્રી બીનલ પટેલ સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 


1. આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

  • બિનલ પટેલ,    
  • વતન: અમદાવાદ
  • રહેઠાણ:- વાસણાઅમદાવાદ.


2. આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

  • શાળાનું નામ:- શેઠ સી.એન વિદ્યાવિહાર( આંબાવાડીઅમદાવાદ.)
  • અભ્યાસ      :- B .COM , MBA (IN FINANCIAL SERVICES ), 
  • LLB (LAST SEMESTER ) ગુજરાતયુનિવર્સિટીના હસ્તક મેળવેલ ડિગ્રી.
  • વ્યવસાય :-   જોબ( કંપનીમાં પ્રોજેક્ટ કોઓર્ડીનેટર)


3. આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

  • સાહિત્ય સાથેના જોડાણની વાત કરું તો શરૂઆતથી જ મને ગુજરાતી ભાષામાતૃભાષા પ્રત્તયે માન- સમ્માન અને એક અલગ જ વળગણ હતું. સી.એન વિદ્યાવિહાર શાળામાં અભ્યાસ દરમિયાન ગુજરાતી સબ્જેક્ટમાં આવતી દરેક કવિતાવાર્તાનવલિકા સાથે કવિ-લેખકોનો પરિચય મને ફરીને-ફરી વાગોળવો ખૂબ ગમતો પરંતુ ત્યારે સાહિત્યનું હું સર્જન પણ કરી શકું છું એવી વિચારશક્તિ ન હતી. સમય જતા કેરીઅરમાં આગળ વધતી ગઈ છતાં મેં ગુજરાતી ભાષાનું વાંચન અને જ્ઞાન લેવાનું ચાલુ રાખ્યું અંતે એ સમય આવ્યો અને મારા વિચારોને નવો વેગ મળ્યોમારા શબ્દોને વાચા ફૂટીકાગળ-કલમ સાથેનું વળગણ થયુંએકાંતના સમયમાં મેં મારા વિચારોને કાગળ-કલમ સાથે સાંકળવાનું શરુ કર્યું અને પછી તો પૂછવું જ શું! મને દુનિયાની જાણે બધી જ ખુશી મળી ગઈ હોય એવી અનુભૂતિ થવા લાગી હું મારી કલમને વધારે ઘસવા લાગી અને મારા વાચકોએ મને વધારે ઊંડાણમાં લખવા માટે પ્રેરી. આ જ મારા સાહિત્યના સફરની શરૂઆત. સાહિત્ય લખવાની પ્રેરણા મને ગુજરાતી કવિઓ-લેખકોના પુસ્તકો વાંચીને મળી. મને અર્વાચીન યુગના કવિઓની કવિતાઓમાં ખોવાઈ જવું ખૂબ ગમે. કવિશ્રી દલપતરામદયારામનરસિંહ મહેતા અને ઘણા બધા. એકાંતમાં શબ્દોને વાગોળીને અંતરમન ખૂબ વ્યાકુળ થયું ત્યારે કાગળ-કલમના સહારે મેં શબ્દોને નવો માર્ગ આપ્યો અને એક અલગ જ આનંદની અનુભૂતિ થઇ. સર્જનકારના મતે એની દરેક નવી કૃતિનું સર્જન એટલે એક નવા બાળકના જન્મ જેવી ખુશી.


4. સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

  • સાહિત્યમાં શરૂઆતમાં શબ્દોની માયાજાળમાં ખૂબ ફસાઈઓનલાઇન શબ્દસમૂહ ડાઉનલોડ કરીને વધારે શબ્દોના અર્થ સમજવાના પ્રયત્ન કર્યા પછી ધીમે ધીમે શબ્દો સાથે લગાવ થવા લાગ્યા. ક્યારેક કવિતાગઝલ લખતા શબ્દો સાથે પ્રાસ ના બેસે ત્યારે મન ખૂબ વ્યાકુળ થઇ જાયજ્યાં સુધી આંતરમનને ગમે એવી રચનાનું સર્જન ના થાય ત્યાં સુધી મન ક્યાંય બીજે લાગે નહિ. એટલે આમ કહેવાય તો એવી કોઈ ખાસ તકલીફ નથી પડી કારણ કે તકલીફ ત્યારે પડે જયારે એ વિષયમાં રુચિ ના હોય અને ગુજરાતી સાહિત્ય એ તો મારા રગ-રંગમાં વ્યાપ્યો છે એટલે તકલીફ પડે તો પણ આનંદ આપે. ખૂબ દિલથી હું ખુશી અનુભવું છું.


5. આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

  • મારુ સાહિત્ય મારા વિચારોઅનુભવોનિરીક્ષણવાંચન અને મારા શબ્દોના તરંગો સાથે સંકળાયેલું છું.મારા શબ્દોમાંમારી દરેક રચનામાં હું  જીવંત છું.



6. આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

  • જી જરૂરથી. ડિજિટલ માધ્યમ દ્વારા દુનિયા આજે ખૂબ નાની લાગે છે. સાહિત્યને વધારે વેગ મળે એ મતે ડિજિટલ માધ્યમનો યોગ્ય ઉપયોગ કરી શકાય એ વાતમાં કોઈ શાંકને સ્થાન નથી. નવા સાહિત્યકાર માટે વાચકોના મન સુધી પહોંચવાનો આ ખૂબ સરળ માર્ગ ગણી શકાય પરંતુ એનો સીધા માર્ગે ઉપયોગ કરવો રહ્યો.


7. આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

  • મારી રચનાઓની પ્રથમ શરૂઆત એક લેખ દ્વારા થઇ એ પછી સુવિચારો૬ કાવ્યસંગ્રહો સાથે પ્રેમની ગઝલ ગાથાલઘુકથાઓ૩ નવલકથા એમાં એક નવલકથામાં હજી હું કાર્યરત છું. સાહિત્યની દરેક શ્રેણીમાં મારા શબ્દોની છડી અજમાવી જોઈ છે અને વાચકોએ ખૂબ સારો પ્રતિભાવ આપીને મને વધાવી છે.


8. આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

  • નવલકથા:- શમણું એક સોનેરી સાંજનું
  • રંગીન દુનિયાનું મેઘધનુષ
  • પ્રેમાલાપ
  • લઘુકથા:-    સંતોષ
  • મારુ અસ્તિત્વ
  • સમજણની સેજમાં સમાણી જિંદગી
  • યાદ એક મીઠું સંભારણું
  • પંખી પોઢ્યું પ્રેમમાં ઇત્યાદિ.....
  • પ્રેરણાત્મક કથા:- પંથકની પાંખે
  • કાવ્યસંગ્રહો:- કવિની કલ્પના-૧ to  
  • અને બીજા અનેક નાના-મોટા લેખ સાથે એક રાજકારણ પર લેખ પ્રકશિત થયો છે જે 'હિન્દૂ પોસ્ટવેબસાઈટમાં જોવા મળશે.
  • મારી પ્રથમ રચના એટલે: 'એક અનુભવ મારો પોતાનો'
  •  માતૃભારતી દ્વારા પ્રથમ રચના પ્રકાશિત થઇ જેનું સર્જન એ મારો ખુદનો અનુભવ જેને મેં આર્ટિકલ સ્વરૂપે રજૂ કર્યો.


9.  સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મલય છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

  • સાહિત્ય પુરસ્કાર મારા માટે ખૂબ મહત્વની અને આનંદની વાત ગણી શકાય.
  • National Story Writing Competition : “Startup Success Stories” – June 2018 માતૃભારતી દ્વારા પ્રકાશિત થયેલ આ હરીફાઈમાં પ્રથમ વિજેતા તરીકે ગુજરાતી ભાષામાં મારી સબમિટ કરેલ સ્ટોરીને સ્થાન મળ્યું જેનું નામ હતું :- 'સ્પેસએક્સની ઉડાન


10. નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?

  • નવોદિત લેખકો માટે સંદેશ નહિ પરંતુ ખુબ આદર પૂર્વક આવકાર આપીશ. સાહિત્યની દુનિયા ખૂબ રોમાંચિત અને કુદરત સાથેના સાનિધ્યમાં અંતરમન સાથે મેળાપ કરવાની છે એટલે આ દુનિયામાં શબ્દો સાથે લાગણીઓનું રસપાન કરોનવા સાહિત્યનું સર્જન કરોગુજરાતી સાહિત્યને એક નવી જ ઊંચાઈ સર કરવામાં પોતાનો મહત્વનો ફાળો આપો અને આપણા કવિ-લેખકોના વારસાને વધારે પ્રસિદ્ધિ મળે એવા કાર્ય આપણે બધા સાથે મળીને કરીએ એ જ મારી નવોદિત લેખકોને સંદેશ સ્વરૂપે.

11. સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

  • મારો અનુભવ સ્ટોરી મિરર સાથે ખૂબ સારો રહ્યો છે વધારે માં કહું તો ગુજરાતી સાહિત્યને આગળ વધારવા લેખકો જેટલો પ્રયાસ કરે છે એટલો જ પ્રયાસ આપ સહુએ પણ કર્યો છે. લેખકોને અનેક રીતે નવું જ્ઞાનપ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પડ્યું છે સાથે અનેક પ્રકારની સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ સાથે લેખકો અને વાચકો બંને માટે સ્ટોરી મિરર એ ખૂબ મહત્વનો ભાગ છે અને આગળ પણ આપનો સાથ અતૂટ રહશે અને ગુજરાતી સાહિત્યને આપણે મોખરેનું સ્થાન અપાવીશું.


12. સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

  • ખૂબ આભારી છું સ્ટોરી મિરરની અને એમની આખી ટીમની જે ખૂબ સારું કાર્ય હાથ ધરી રહ્યા છે સાથે ગુજરાતી ભાષાને આગળ ધપાવવા ખૂબ સારો પ્રયત્ન ગણી શકાય.


તો મિત્રો આ હતી એક મુલાકાત શ્રી બીનલ પટેલ સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.

  Never miss a story from us, get weekly updates in your inbox.