લેખિકા ભવના ભટ્ટ સાથે એક મુલાકાત

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા શ્રી ભાવના ભટ્ટ. સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 


આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

ભાવનાબેન રાજેન્દ્રકુમાર ભટ્ટ

ઉપનામ :- "ભાવુ"

સંપર્ક સરનામું :- સી/૮ મંગલમ સોસાયટી

           મંગલેશ્વર મહાદેવની સામે

           ઘોડાસર અમદાવાદ -૩૮૦૦૫૦

           મો.નંબર ૭૬૯૮૦૧૭૯૪૯

વતન :- ગામડી ગામ (આણંદ )


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

ધોરણ ૧૦ સુધી કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે.. ત્યારબાદ ધોરણ ૧૨ આણંદ આર્ટસ કોલેજમાં અભ્યાસ કર્યો છે.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

મને નાનપણથી જ વાંચવાનો અને લખવાનો શોખ હતો. મારી કવિતા અને વાર્તા ચાંદની સામયિકમાં પ્રકાશિત થઈ હતી ! મારા લગ્ન બાદ મે લખવાનો શોખ છોડી દીધો હતો. મારી પુત્રવધુ એ ૩૦ વર્ષ પછી મારા આ શોખને ફરી જાગ્રત કર્યો. અને આજે હું ફરીથી લખી રહી છું.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

આજના સોશિયલ મીડિયાના જમાનામાં મોબાઈલ પણ એક સાહિત્ય પ્રચાર પ્રસારનું માધ્યમ બન્યું છે ત્યારે. મોબાઈલ દ્વારા ટાઈપીંગ જરાક મુશ્કેલી અનુભવું છું.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

સાહિત્યનો વિસ્તાર ચોક્કસથી વધ્યો છે, પણ ક્યાંક કોઈની રચનામાંથી કે કોઈ જૂની રચનાઓમાંથી કોપી કરવાનું વલણ પણ વધ્યું હોય એવું લાગે છે.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

જી બિલકુલ, આજે સોશિયલ મિડિયાના માધ્યમથી ઝડપથી પ્રખ્યાત બની શકાય છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મારી પુસ્તક અજબ ગજબ સંગ્રહ પ્રકાશિત થયું છે . મારી કવિતા અને વાર્તા ચાંદની સામયિકમાં પ્રકાશિત થઈ હતી !!

      જેમાં કવિતા ટુંકી વાર્તા અને લેખ નો સમાવેશ કરવામાંઆવ્યો છે.


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

પ્રથમ રચના ફરી લખવાનું શરૂ કર્યા બાદ ‘શોધું છું’ હતી જે દિવ્ય ભાસ્કર માં પ્રકાશિત થઈ હતી


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મલય છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

સ્પોટલાઈટ સુપરસ્ટારનો પુરસ્કાર મળેલ છે. અને અમદાવાદ વુમન ક્લબ તરફથી સન્માન તથા સઠોદરા નાગર સમાજ દ્વારા પણ પુરસ્કાર મળેલ છે.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?

પોતાનો આત્મ વિશ્વાસ મજબૂત રાખી શોખ પૂરો કરવા માટે લખોસફળતા પામવા માટે નહિ.. સફળતા આપોઆપ સમય આવે મળી જશે સારું લખતા રેહસો તો..


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

બહુ જ સુંદર અને અહીં વચકો પણ વધુ માત્રા માં મળે છે તથા અમુક સારા લેખકોની રચનાઓ પણ વાંચવા –માણવા મળે છે.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

અમારા જેવા ઘરેથી લખવા વાળા માટે આશી્વાદરૂપ છે આ એપ..તેના માટે આપનો દિલ થી આભાર માનું છુ.


તો મિત્રો આ હતી એક મુલાકાત શ્રી ભાવના ભટ્ટ  સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.

  Never miss a story from us, get weekly updates in your inbox.