નટવર ટાંક નાં સાહિત્ય પ્રત્યેના વિચારો


 



પ્રશ્નઃ આપનો પ્રથમ પરિચય, અભ્યાસ અને હાલ આપ વ્યવસાયિક ધોરણે શું કરો છો ?

 નામ- નટવર ટાંક અભ્યાસ- બી કોમ એલ એલ બી અત્યારે જૂનાગઢ મૂકામે ભારતિય જીવન વીમા નિગમમાં ક્લાસ ૧  અધિકારી તરીકે ફરજ બજાવું છું.

 પ્રશ્નઃ શોખ એટલે તમારે મન શું ? 

શોખ એટલે જે કાર્ય કરવાથી માણસને નિજાનંદ મળે.એમાં તે વધુને વધુ આગળ ધપવાનો પ્રયાસ કરે.ક્યારેય થાક ન અનુભવતા , તાજગી અને નામ તેમજ પ્રતિષ્ઠા મેળવે તેને હું શોખ  માનું છું

 પ્રશ્નઃ આપ કયા નામે લખવું પસંદ કરો છો? કોઈ ઉપનામ ખરું?

 હું નટવર ટાંક નામે જ લખવાનું પસંદ કરું છું. ના,કોઈ ઉપનામ હાલ તો નથી. 


પ્રશ્નઃ લેખનકળામાં આપને સૌપ્રથમ ક્યારે પ્રેરણા થઈ? / એવી કઈ ઘટના બની કે આપ લખવા પ્રેરાયા ?

 હું જયારે ધોરણ ૮ માં હતો ત્યારે મારા એક પિત્રાઈ કોલેજમાં ભણતાં.તેઓનો વાર્ષિક કોલેજ અંક હું વાંચતો, મને એમાની કવિતા અને વાર્તા વાંચીને મને થયું કે આવું તો હું પણ લખી શકું .મેં તરત જ કાવ્ય લખવાનું ચાલુ કર્યું.ત્યારથી આ જ સુધી  સમયાનુકૂળતાએ લખાતું રહ્યું છે. 

પ્રશ્નઃ આપના પ્રકાશિત સાહિત્ય વિશે જણાવો. 

મારી લઘુક્થાઓ ચાંદની, કુમાર,સ્ત્રી,ક્ળશ(દિવ્ય ભાસ્કર), તમન્ના તેમજ આકાશવાણી રાજકોટ પર પ્રગટ અને પ્રસારીત થઈ ચુકી છે. મારી ટૂંકી વાર્તાઓ શબ્દસૃષ્ટિમાં પ્રગટ થઈ છે.લઘુકથાની ઘણી સ્પર્ધાઓમાં પ્રથમ,દ્વિતિય અને તૃતિય ઈનામ મળી ચુક્યા છે.એક ટૂંકીવાર્તા સ્પર્ધામાં પણ તૃતિય ઈનામ મળેલ છે.આ ઉપરાંત મારી કવિતાઓ,લઘુક્થાઓ અને વાર્તાઓ અવારનવાર નામી અનામી સામયિકોમાં પ્રગટ થતી રહી છે. પ્રશ્નઃ આગામી કોઈ ઇચ્છીત સાહિત્ય સાહસ ખરું ? ટૂંક સમયમાં એક લઘુક્થા સંગ્રહ પ્રગટ થવાનો છે.આ સિવાય તો અનુકૂળ સમયના અભાવે કોઈ સાહસ નથી પણ નિવૃતિ પછી જો સમય અને સંજોગોનો સાથ હશે તો નવલિકા સંગ્રહો અને એકાદ નવલક્થા લખવાનો મનસૂબો  છે. 

પ્રશ્નઃ આપ કોઈ સાહિત્યિક સંકુલ / ગૃપ્સ સાથે જોડાયેલાં છો ખરાં ? કઈ રીતે એની સાથે પ્રવૃત્ત છો જણાવશો. 

જૂનાગઢ મુકામે ચાલતી મિલન સાહિત્યિક સંસ્થા સાથે જોડાયેલ છું જેમાં સર્જકો માસાંતે એક વાર મળે છે. બાકી વોટસએપ પર ચાલતા વાર્તા અને કવિતા-ગઝલના ઘણા ગ્રુપ સાથે જોડાયેલ છું પ્રશ્નઃ પ્રવર્તમાન સાહિત્ય વિશે આપનો શું અભિપ્રાય છે? / ઓનલાઈન પ્રકાશિત થતું સાહિત્ય અને કાગળમાં છપાતાં સાહિત્ય વચ્ચે આપ શું ફરક કરો છો? આપને કયું વધારે ગમે છે? સાહિત્ય હમેંશા સમય સાથે તાલ મેળવતું આવ્યું છે.આજે જે સાહિત્ય સર્જાય છે તે આજના સમય પ્રમાણે જે બને છે તેની સાથે સંબંધ ધરાવે છે.તે જરુરી પણ છે.કાગળ પર છપાતું સાહિત્ય ગુણવત્તાની દ્ર્ષ્ટિએ ઉત્તમ છે કારણ કે તે સંપાદિત છે અને પુસ્તકાકારે હોવાથી ટકી રહેનારું બની રહે છે. જ્યારે ઓન લાઈન પ્રગટ થતાં સાહિત્યની સમય મર્યાદા મારા મતે ઓછી છે કારણ કે ગમે તે અને ગમે તેવું સાહિત્ય તે પોતે જ મુકે શકે છે.જેનું કોઈ મુલ્ય જ હોતું નથી. જો કે આજ કાલ સારા સર્જકો અને સારું સાહિત્ય પણ ઓન લાઈન આવી રહ્યું છે.છતાંય છપાતા સાહિત્યનું એક અલગ જ મહત્વ છે

 પ્રશ્નઃ વાચક વર્ગ સાથે આપ શું સંવાદ કરવા ઇચ્છશો ? 

મારી સર્જેલી કોઈ પણ  કૃતિ વાંચકના મન,મગજ કે વાતચીત દરમ્યાન જો ફરીથી  યાદ કરવામાં આવે તો તેને મારી સફળતાં સમજીશ. પ્રશ્નઃ કોઈ એક પ્રેરણાત્મક રચના કે વાક્ય કે સંદેશ લખી આપશો. આપણે કદી આપણું સારાપણું છોડવું નહીં. 

પ્રશ્નઃ આપની વિગત જણાવવા વિનંતી. આપનું નામ સરનામું મોબાઈલ કોઈ પુસ્તક પ્રકાશિત થયા હોય તો તે વિષે અને સાહિત્ય માટે કોઈ કાર્ય કરી રહ્યા હોય તો તે વિષે જાણકારી આપશો                       

નામ- નટવર ટાંક સરનામું- ૮૪/ બી, પ્રમુખ નગર , દિપાંજલી સોસાયટી મેઇન રોડ, ટીંબાવાડી,જૂનાગઢ પિન કોડ-૩૬૨૦૧૫.મોબાઇલ નં.૯૬૬૨૪ ૨૮૧૬૦.                     

 અમારા શ્હેર જૂનાગઢમાં કોઈ ગદ્ય સર્જકોનું ગ્રુપ નથી.જેની આજકાલ ખાસ જરુર છે.તેવું એક સંસ્થા સ્થાપવાની ભવિષ્યમાં ઇચ્છા ધરાવું છું.

  Never miss a story from us, get weekly updates in your inbox.