હીરલ હેમાંગ ઠકરાર નાં સાહિત્ય પ્રત્યેનાં વિચારો

1)  આપનો પ્રથમ પરિચય, અભ્યાસ અને હાલ આપ વ્યવસાયિક ધોરણે શું કરો છો?


A. હું હીરલ હેમાંગ ઠકરાર ગૃહિણી છું, સેલવાસ રહું છું, મારું ભણતર B.sc.homescience પોરબંદરની ગોઢાણીયા કોલેજમાંથી 2003 માં પુર્ણ કર્યુ.


2) શોખ એટલે તમારે મન શું?


A. શોખ એટલે એ મનગમતી પ્રવૃત્તિ કે તમે એમાં સતત ઓતપ્રોત રહો છતાં કદી થાક ના વર્તાય.


3) આપ ક્યા નામે લખવું પસંદ કરો છો? કોઈ ઉપનામ ખરું?


A.  હું માનું છું કે જો કોઈ પરિણીત સ્ત્રી સફળતા મેળવી શકે તો એમાં સૌથી મહત્ત્વનો ફાળો એના જીવનસાથીનો હોય છે.  એટલે જ હું મારા નામ સાથે મારા જીવનસાથીનું નામ લખવાનો આગ્રહ રાખું.... ગદ્ય રચનાઓ, લેખો (આર્ટિકલ) હું હીરલ હેમાંગ ઠકરાર નામ સાથે જ લખું છું... 

હીરલ+હેમાંગ ના સંગમ થકી એક ઉપનામ પસંદ કર્યું છે "રંગ".  મારી કાવ્ય રચનાઓ સાથે હું "રંગ" ઉપનામ લખવાનું પસંદ કરું છું.


4) લેખનકળામાં આપને સૌ પ્રથમ ક્યારે પ્રેરણા થઈ? એવી કોઈ ઘટના બની કે આપ લખવા પ્રેરાયા?


A. સાહિત્ય જગતનો કોઈ વારસો મને મળેલો નથી. મનને પ્રવૃત્તિમય રાખવા ક્યારેક ટચુકડીવાર્તાઓ લખતી. હું જેમને ગુરુદીદી કહું છું એવા નીતાબેન કોટેચાએ મારી લખેલી ટચુકડીવાર્તા વાંચી અને મારો સંપર્ક કર્યો, મને વધુ ને વધુ લખવા પ્રોત્સાહન પુરું પાડ્યું. આજે આ વાતને દોઢ વર્ષ થયું, હવે તો હું સતત નવી રચનાઓ કરવામાં ઓતપ્રોત રહું છું.


5) આપના પ્રકાશિત સાહિત્ય વિશે જણાવો.


A.  ઇલેકટ્રોનિક મિડીયાની વાત કરું તો 

*વેબ પોર્ટલ સ્ટોરીમીરર અને પ્રતિલિપિ પર મારી ગદ્ય અને પદ્ય રચનાઓ પ્રકાશિત થઈ છે.

*ફેસબુક પેઈજ ટચુકડીવાર્તાઓ પર મારી ટુંકી વાર્તાઓ પ્રકાશિત થઈ છે.


હવે પેપરમિડીયાની વાત કરું તો

*મુંબઈથી પ્રકાશિત થતાં મેગેઝીન સર્જનહાર પર દર મહીને મારો લેખ(આર્ટિકલ) પ્રકાશિત થાય છે.


*સુરેન્દ્રનગરથી પ્રકાશિત થતાં દૈનિક અખબાર વતનની વાતના સાહિત્ય વિભાગ કલમનો પમરાટ માં મારી લખેલી લઘુકથાઓ પ્રકાશિત થઈ છે. 


*સુરતથી પ્રકાશિત થતાં પદ્ય મેગેઝીન પર મારી કાવ્ય રચનાઓ પ્રકાશિત થઈ છે.


6) આગામી કોઈ ઈચ્છીત સાહિત્ય સાહસ ખરું?


A. મારા ગુરુદીદી વારંવાર કહે છે હીરલ તમે જે ટચુકડીવાર્તાઓ અને ટુંકી કવિતાઓ લખો છો એમાં તમારો મહાવરો સારો છે, થોડાં મા ઘણું બધું કહી દો છો... હવે આ રચનાઓનું પુસ્તક પ્રકાશિત કરો. મારા ગુરુદીદી ને મારા પર ખૂબ વિશ્વાસ છે તો ભવિષ્યમાં આવું એક પુસ્તક પ્રકાશિત કરવું એવું ધ્યેય છે હાલ માં.


7) આપ કોઈ સાહિત્ય સંકુલ / ગ્રુપ સાથે જોડાયેલાં છો ખરાં? કઈ રીતે એની સાથે પ્રવૃત છો. જણાવશો.


A.  ના, બસ સોશિયલ મિડીયા થકી અમુક લોકો સાથે જોડાયેલી છું, બીજું કાંઈ ખાસ નહીં. 


8) પ્રવર્તમાન સાહિત્ય વિશે આપનો શું અભિપ્રાય છે? ઓનલાઇન પ્રકાશિત થતું સાહિત્ય અને કાગળમાં છપાતાં સાહિત્ય વચ્ચે આપ શું ફરક કરો છો? આપને ક્યું વધારે ગમે છે?


A.  હું ગુજરાતી છું ને મને મારી માતૃભાષા વહાલી છે, હું બંને પ્રકારનું સાહિત્ય પ્રેમપૂર્વક વાંચું છું.


9) વાચક વર્ગ સાથે આપ શું સંવાદ કરવાં ઈચ્છો છો?


A. સારો વાચક સારો વિવેચક હોય શકે છે.  હું દરેક વાચકને એટલું કહીશ કે એમનો અમુલ્ય અભિપ્રાય એમનાં પ્રિય લેખકો સુધી પહોંચાડો.


10) કોઈ પ્રેરણાત્મક રચના કે વાક્ય કે સંદેશ લખી આપશો.


A. જ્યારે પણ અંતઃસ્ફુરણાં થાય ત્યારે એ શબ્દોને કાગળનાં કોઈ એક પાના પર લખી રાખશો, ભવિષ્યમાં એમાંથી ઉતમોતમ રચના રચાય શકે છે. 


11) આપની વિગત જણાવવા વિનંતી, નામ સરનામું મોબાઈલ નંબર કોઈ પુસ્તક પ્રકાશિત થયાં હોય તો તે વિષે અને સાહિત્ય માટે કોઈ કાર્ય કરી રહ્યાં હોય તો તે વિષે જાણકારી આપશો. 


A. હીરલ હેમાંગ ઠકરાર 

     સેલવાસ - સંઘપ્રદેશ દાદરા નગરહવેલી. 

      

  hiralthakrar83@gmail.com


પુસ્તક પ્રકાશિત નથી. સાહિત્ય ક્ષેત્રે કોઈ ખાસ કાર્ય નહીં. બસ ખુદને લખવાં વાંચવા માં  વ્યસ્ત રાખું છું...


હીરલ હેમાંગ ઠકરાર.

  Never miss a story from us, get weekly updates in your inbox.