હાર્દિક કનેરિયા નાં સાહિત્ય પ્રત્યેનાં વિચારો



પ્રશ્નઃઆપનોપ્રથમપરિચય, અભ્યાસઅનેહાલઆપવ્યવસાયિકધોરણેશુંકરોછો ?

જવાબ : મારું નામ હાર્દિક કનેરિયા છે, હું એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદમાંથી મિકેનીકલ એન્જિનિયરિંગ (૨૦૦૫-૨૦૦૯) ભણ્યો છું. હાલ હું ખેતી અને ખેતીની જમીનોની લે-વેચના વ્યવસાયમાં જોડાયેલો છું. 

પ્રશ્નઃશોખએટલેતમારેમનશું ?

જવાબ : આમ તો કોઈ પણ શબ્દની કોઈ ચોક્કસ વ્યાખ્યા હોઈ જ ન શકે, છતાં જે કરવાથી માણસને આનંદ આવતો હોય તે તમામ વસ્તુને શોખની કેટેગરીમાં મૂકી શકાય. ફરવું, ખાવું, ઊંઘવું, રમવું, વાંચવું, ટીવી-મૂવી જોવું, સંગીત સાંભળવું વગેરે તમામ વસ્તુઓમાં માણસને આનંદ મળતો હોય છે. વળી તે, માણસને તેના સામાન્ય જીવનમાં બ્રેક આપે છે, માટે લોકો તેને શોખ ગણાવતા હોય છે. 

પ્રશ્નઃઆપકયાનામેલખવુંપસંદકરોછો? કોઈઉપનામખરું? 

જવાબ : મારું કોઈ ઉપનામ નથી. હું હાર્દિક કનેરિયાના નામે લખું છું અને તે જ નામે લખવાનું પસંદ કરું છું.

પ્રશ્નઃલેખનકળામાંઆપનેસૌપ્રથમક્યારેપ્રેરણાથઈ? / એવીકઈઘટનાબનીકેઆપલખવાપ્રેરાયા ?

જવાબ : માનનીય નરેન્દ્ર મોદી સાહેબે નોટબાંધી કરી પછી જમીન લે-વેચના કામમાં જબરદસ્ત મંદી આવી હતી. તે દરમિયાન મારી પાસે સમયની છત ઊભી થઈ હતી. હું યુવાન છું અને યુવાન માણસ આખો દિવસ નવરો બેસી રહે તો તેના મનમાં હતાશા ઊભી થાય. આથી, મને મળતા ફ્રિ સમયનો સદુપયોગ કરવા મેં લખવાનું શરુ કર્યું હતું. 

પ્રશ્નઃઆપનાપ્રકાશિતસાહિત્યવિશેજણાવો.

જવાબ : અત્યાર સુધીમાં અમોલ પ્રકાશન દ્વારા મારા ચાર પુસ્તકો પ્રકાશિત થઇ ચૂક્યા છે, જેમાં બે ટૂંકી વાર્તા સંગ્રહો, એક નવલકથા અને એક બાળઉછેર પરનું પુસ્તક છે. “માનવતાનું મેઘધનુષ” અને “તિમિરાન્ત”માં ૨૯ અને ૩૩ વાર્તાઓ પ્રકાશિત થઈ છે, કારસો એ ૧૫૦ પેજની થ્રિલર નવલકથા છે અને “Shift Delete” એ શિક્ષકો તથા માતા-પિતાને બાળઉછેરની અદ્ભુત ચાવીઓ આપતું ગુજરાતી પુસ્તક છે.

પ્રશ્નઃઆગામીકોઈઇચ્છીતસાહિત્યસાહસખરું ?

જવાબ : મેં “The story of Doctor Doolittle” પુસ્તકનો ગુજરાતી ભાવાનુવાદ કર્યો છે જે ટૂંક સમયમાં અમોલ પ્રકાશન દ્વારા પ્રકાશિત થશે. એ સિવાય મેં એક મર્ડર મિસ્ટ્રી, નામે : મર્ડરર’સ મર્ડર લખી છે જે પણ બે-ત્રણ મહિનામાં અમોલ પ્રકાશન દ્વારા પ્રકાશિત થશે.

પ્રશ્નઃઆપકોઈસાહિત્યિકસંકુલ / ગૃપ્સસાથેજોડાયેલાંછોખરાં ?કઈરીતેએનીસાથેપ્રવૃત્તછોજણાવશો.

જવાબ : હું કોઈ સાહિત્યસંકુલ કે ગ્રુપ સાથે જોડાયેલો નથી, પણ સંદેશ સમાચારની બુધવારની પૂર્તિ (અર્ધસાપ્તાહિક)માં મારી કોલમ ચાલે છે. “રિફ્લેક્શન” નામની એ કોલમમાં મારી નવી વાર્તાઓ પ્રકાશિત થયા કરે છે.

પ્રશ્નઃપ્રવર્તમાનસાહિત્યવિશેઆપનોશુંઅભિપ્રાયછે? / ઓનલાઈનપ્રકાશિતથતુંસાહિત્યઅનેકાગળમાંછપાતાંસાહિત્યવચ્ચેઆપશુંફરકકરોછો? આપનેકયુંવધારેગમેછે?

જવાબ : મને પેપરબેક પુસ્તકો વાંચવા જ ગમે છે. હા, ઓનલાઈન પ્રકાશિત થતું સાહિત્ય કે વિવિધ એપ પર મૂકવામાં આવતા સાહિત્યને વાંચવાની ટેવ કેળવવી જોઈએ, પણ મને તે વાંચવાનો કંટાળો જ આવે છે.

પ્રશ્નઃવાચકવર્ગસાથેઆપશુંસંવાદકરવાઇચ્છશો ?

જવાબ : હું વાચક વર્ગને એટલું જ કહેવા માગીશ કે તેઓ કોઈ પણ પુસ્તક વાંચે તો તેનો સચોટ (સારો કે ખરાબ) રિવ્યુ લખી સોશિયલ મીડિયા પર મૂકે. જેથી તે રચના વિશે લોકોને ચોક્કસ ખબર પડી શકે.


પ્રશ્નઃકોઈએકપ્રેરણાત્મકરચનાકેવાક્યકેસંદેશલખીઆપશો.

જવાબ : કોઈને પ્રેરણા આપી શકું એટલો હું મોટો નથી થયો. આમેય, બીજાઓએ આપેલી વસ્તુ બહુ લાંબો સમય સુધી ટકતી નથી. હું એવું માનું છું કે માણસે જાત પાસેથી જ પ્રેરણા અને હુંફ લેતા શીખવું જોઈએ. 


પ્રશ્નઃઆપની વિગત જણાવવા વિનંતી. આપનું નામ સરનામું મોબાઈલ નંબર કોઈ પુસ્તક પ્રકાશિત થયા હોય તો તે વિષે અને સાહિત્ય માટે કોઈ કાર્ય કરી રહ્યા હોય તો તે વિષે જાણકારી આપશો.

જવાબ : નામ : હાર્દિક કનેરિયા

સરનામું  : ૧૭, અર્પણ બંગ્લોઝ, શુકન બંગ્લોઝની બાજુમાં, નિકોલ-નરોડા રોડ, નવા નરોડા, અમદાવાદ – ૩૮૨૩૪૬

મોબાઈલ નંબર : ૯૭૧૨૭૧૭૬૨૭ (સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૭ સિવાય ફોન કરવો નહીં.)

પ્રકાશિત થયેલા પુસ્તકો : ઊપર જવાબ આપી દીધો છે.

સાહિત્ય માટે કાર્ય : મારી પાસે ૨૦૦ જેટલા પુસ્તકો હતા એટલે મને લાગ્યું કે આ પુસ્તકો લોકોને વાંચવા મળે તો કેવું સારું ! આથી, હું મારી ઓફિસ પરથી એક લાયબ્રેરી ચલાવું છું, જેમાં દર રવિવારે સાંજે ૫:૩૦ થી ૭ દરમિયાન કોઈ પણ વ્યક્તિને તે પુસ્તક વાંચવા જોઈએ તો એમ જ, એક મહિનામાં પાછુ આપવાની શરતે આપું છું. બાદમાં, મારા મિત્રોને આ વિષે જાણ થતા તેઓએ પણ મને પુસ્તકો આપ્યા. હાલમાં S. P. Kaneriya લાયબ્રેરીના પુસ્તકોની સંખ્યા સાડા ત્રણસો જેટલી થઈ ગઈ છે.  લાયબ્રેરી જે જગ્યાએ ચાલે છે તે સ્થળનું સરનામું : ૪ નંબર, બીજો માળ, સત્યમ પ્લાઝા, ડાયનેસ્ટી રેસ્ટોરાંની સામે, નિકોલ ડી-માર્ટ પાસે, અમદાવાદ – ૩૮૨૩૫૦ (સમય : દર રવિવારે સાંજે ૫:૩૦ થી ૭) 

  Never miss a story from us, get weekly updates in your inbox.