Home
Quotes New

Audio

Forum

Read

Contest


Write

Write blog

Log In
CATEGORIES
શું આવું કરવાનું?
 6 February 2019  
Art

ગઇકાલે અમે એક નાની ઉડુપી માં નાસ્તો કરવા ગયા હતા. જગ્યા નાની પણ ભોજન ખુબજ સ્વાદિષ્ટ અને થોડી કોલાહલ વાળી. અમે બેઠાં અને થોડી વાર પછી એક મધ્યમ વર્ગીય પરિવાર બાજુના ટેબલ પર આવીને બેઠો.પાંત્રીસ ની આજુ બાજુ નો પતિ, એનાથી નાની પત્ની અને ચાર પાંચ  વર્ષ નો પુત્ર. કદાચ, રવિવાર ની એક સાંજ સાથે મળીને માણવા આવ્યા હશે. બેઠી દડીની પત્ની એ નવી સ્ટાઇલ નો પણ અણઘડ  ફીટીંગ વાળો ડ્રેસ પહેર્યો હતો. હોઠની બહાર નીકળી આવેલી લિપસ્ટિક કપડાં સાથે મેચિંગ નહોતી. પતિ નો પહેરવેશ પણ કંઈ એવો જ હતો.પાતળું અને મોઢા પર કરેલાં મેશના ટપકાં વાળું  બાળક ચંચળ હતું. બેઠા કે બાળકે ટેબલ પરની એક એક વસ્તુ હાથમાં લેવા માંડી. સોલ્ટ પેપર કંટેઇનર ને હાથમાં છાંટી જોયા,મેનુકાર્ડ ને ઉથલાવી જોયું...એક બાળસહજ કૂતુહલ અને કદી કદી જ મળતું હોટલનું જમવાનું ભાળી એ જરા વધારે ચંચળ થઈ ગયું. અમારા સૌના આશ્ચર્ય વચ્ચે મા એ સટાક સટાક બે તમાચા મેંશવાળા ગાલ પર મારી દીધા. પિતાએ પણ મા નો પક્ષ લઇ એની  ભાષા માં ખીજાઇ લીધું. અમે હતભ્રમ થઇ બાળક સામે જોતા રહી ગયા અને બાળક સાવ બિચારું બની અમારી સામે. માતાપિતા ને તો જાણે કંઈ બન્યું જ નથી એમ ઓર્ડર આપવામાં મશગૂલ થઈ ગયા. બાળક ની આંખમાં લટકી રહેલા બે અશ્રુ બિંદુ એ મારા ભોજનનો સ્વાદ હરી લીધો. આ કયા પ્રકારનું માતૃત્વ?માના વ્યાસ

સવારની ચા
 22 December 2018  
Art

મારા આખા દિવસ દરમિયાન મારે માટે સવારની પહેલી ચા નું ખાસ મહત્વ છે. જ્યારે ઘરનાં બીજા સદસ્ય હજી મીઠી નિંદ્રા માણતા હોય ત્યારે તમે તમારી મનગમતી એક પ્યાલી ચા ની મઝા માણી શકો.કારણકે પછી તમારે પરિવાર ની પસંદગી પ્રમાણે ચા બનાવવી પડે છે. સવારમાં પોણા છ વાગે જ્યાં હજી પ્હો ફાટવાને વાર હોય ત્યાં ચા ગેસ પર મુકાય જાય. ઉકળતા પાણીમાં ચા ની ભુકી સાથે આદુ, લીલી ચા ની પત્તી અને મસાલો નાંખતા જ સરસ સોડમ આવવા માંડે.સાવ મોળી અને ઓછું દૂધ નાંખી ઊભરો આવતા સુધીમાં દિવસ દરમિયાન કરવાના કાર્યો નું લીસ્ટ મનમાં રચાઇ જાય.પરોઢના શીતળ હવામાં તાજગી ભરી ચા ની ચુસ્કી લેતાં એક નવા દિવસ ની સુંદર શરુઆત માટે ઇશ્વરનો આભાર માનવાનું મન થાય. સૌની પસંદગી ને પ્રાધાન્ય આપવામાં આપણી અંગત ખુશી ને જીવંત રાખવા એક કપ સવારની ચા પુરતી છે. 

"કર્મ"

હાલતો ચાલતો છું કોઈ પુણ્ય પ્રતાપે આજે,કયારે પથારીમાં ફેરવાઈ જઈશ, કોને ખબરકોઈ પાપ  પ્રતાપે,  કાલે !!"આવતીકાલ" :     હરસુખ રાયવડેરા.જીવનમાં કશું નક્કી નથી હોતું.  આવતીકાલે શુ થવાનું છે આપણને ખબર છે ?...... ના.સવારના વહેલાં ઉઠવાનો એલાર્મ મૂકીએ છીએ , પણ ઉઠી શકીશું કે નહીં, ખબર છે ?...... ના.આજે હરતા ફરતાં છીએ ,  કાલે બીમાર થઈને પથારીમાં લેટી જશું ત્યારે ?હરતા ફરતા છીએ ત્યાં સુધીમાં જો કોઈ એવું કામ કરીએ કે આપણને આનંદ થાય, સંતોષ થાય  બાકી તો પાપ કર્મો કર્યા હશે તો  બીમાર થવાનું જ છે, પથારીમાં લેટવાનું જ છે !! જોસારા કર્મો કર્યા હશે તો ભોગવવું નહિ પડે. હસતા રમતા રવાના થઈ જશું ! અને કોઈ એવી બીમારી નહીં આવે કે આપણને કે આપણા સ્વજનોને પરેશાની થાય.પાપ કર્મ એટલે એક એવું કર્મ કે આપણું મન આપણો આત્મા એ કર્મ કરતા આપણને રોકે.કે કર્મ કર્યા બાદ આપણને ડંખે. હવે તો યુગ પ્રમાણે કર્મોના મુલ્યાંકનો માં પણ બદલાતા જાય છે !! બાકી તો," મંદિરમાં જવાથી કોઇને પુણ્ય નથી મળતું  અને મયખાનાંમાં જવાથી કોઈ પાપ નથી થતું "

કવિતા એટલે શું ?

કવિતા એટલે શું ?માણસ જયારે પ્રવર્તમાન સંજોગો અથવા સ્થિતવાતાવરણથી અકળાઈ જાય અને આ લાગણી શબ્દો રૂપ બનીને બહાર નિકળે એને કહેવાય કવિતા. એમાં જો કલ્પના અને બીજા કાલ્પનિક પ્રસંગો જો ઉમેરાઈ જાય તો તે બને વાર્તા !કવિતા એટલે એક વિરોધ , એક પ્રકોપ !કવિતા એટલે એક દર્દ, એક આંસુ કે જે આંખો થી નહીં પણ લખાયેલા અથવા બોલાયેલા શબ્દો દ્વારા બહાર આવે છે !દરેક માણસના હૃદયમાં એક જ્વાળામુખી સમાયેલો છે. કોઈ કોઈ હૃદયનો આ જ્વાળામુખી ફાટીને કવિતા યા બીજા કોઈ રૂપે કયારેક બહાર નીકળે છે- આક્રોશ રૂપે , પ્રકોપ રૂપે અથવા તોડ ફોડ રૂપે !!  કવિતા એક અહિંસાત્મક છતાં અસરકારક સાધન છે વિરોધ,દર્દ પ્રગટ કરવાનું !!

નેહા શાહ નાં સાહિત્ય પ્રત્યેના વિચારો
 16 September 2018  
Art

પ્રશ્નઃ આપનો પ્રથમ પરિચય, અભ્યાસ અને હાલ આપ વ્યવસાયિક ધોરણે શું કરો છો ?- નેહા જિનેશ શાહ.૧૯૯૪ કૉમર્સ શાખામાં ગ્રેડેજ્યુએશન કર્યું છે. ૨૦૧૫માં મુંબઈ સ્થિત હરકિસનમેહતા ફાઉન્ડેશનમાં ડિપ્લોમા કોર્સમાં દ્વિતીય સ્થાન ગ્રહણ કર્યું છે.કવર સ્ટોરી તથા ઇન્ટરવ્યૂ લઇને પર્સનલ કોફી બુક બનાવાનું કામ કરું છું.ઈમેજ પબ્લિકેશન સાથે આમ ઘણા પ્રોજેક્ટ કર્યા છે.લેખિનીતથા અમારા સમાજના મેગેઝીન માં લઘુકથા અને સર્જનહાર જેવા નામાંકિત સામાયિકમાં મારા દર મહિને લેખ આવે છે.ઓનલાઇન સ્ટોરીમિરર માં અવારનવાર વાર્તા પબ્લિશ થાય છે.પ્રશ્ન - શોખ એટલે તમારે મન શું ?મનગમતી પ્રવૃત્તિ જેને કરવામાં ખુશી તો મળે જ પણ ઘણીવાર ખુબ થાકીને કે હારીને પણ કરવાથી દુઃખ ભુલાવી દે તેને શોખ માનું છું.ચિત્રકલા સંગીત કે લેખન જેવા શોખમાં કલાકાર પોતાની વેદના, દુઃખ કે ખુશી તેમાં નાખીને પોતાનું મન હળવું કરી શકે છે.પ્રશ્નઃ આપ કયા નામે લખવું પસંદ કરો છો? કોઈ ઉપનામ ખરું?- મારુ કોઈ ઉપનામ નથી.નેહા શાહ નામથી જ મારી કૃતિ પ્રગટ થઇ છે.પ્રશ્નઃ લેખનકળામાં આપને સૌપ્રથમ ક્યારે પ્રેરણા થઈ? / એવી કઈ ઘટના બની કે આપ લખવા પ્રેરાયા ?બાળપણથી જ વાંચનનો શોખ હતો,પણ લેખન માટે ક્યારેય વિચાર્યું નહોતું.૨૦૧૪માં અચાનક હરકિસન મેહતા ફોઉન્ડેશનના ડિપ્લોમા કોર્સની જાહેરખબર વાંચીને આ શોખને આગળ વધારવાનો વિચાર કર્યો. ત્યાંજ લખવાની શરૂઆત કરી. તે જ વખતે ચિત્રલેખામાં કચ્છશક્તિની નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો અને મારા નિબંધને આશ્વાસન ઇનામ મળ્યું. આ નાનકડા બનાવથી મને ખબર પડી કે હું વાંચન સાથે લેખન પણ કરી શકું છુ અને આમ મને મારા છુપાયેલી કળાની જાણ થઇ.પ્રશ્નઃ આપના પ્રકાશિત સાહિત્ય વિશે જણાવો.કલંજાયી પ્રકાશનમાં તાજેતરમાં જ ‘આ છે જિંદગી તથા સ્ત્રીઆર્થ -૩ માં પણ મારી લઘુવાર્તા સ્થાન પામી છે મારી લાઈફનો ટર્નિંગ પોઇન્ટ જે કચ્છ શક્તિમાં વિજેતા લેખનો સમાવેશ થયો છે. સ્ટોરીમિરર માં પ્રકાશિત ગદ્યમાં ચાર વાર વિજેયતા બનવાનો લ્હાવો પણ મને મળ્યો છે.પ્રશ્નઃ આગામી કોઈ ઇચ્છીત સાહિત્ય સાહસ ખરું ?તાજેતરમાં મુંબઈ સ્થિત એંડામોલ શાઇન ઇન્ડિયા કંપની સાથે ગુજરાતી ફિલ્મના સ્ક્રીનપ્લે રાઇટર તરીકે કામ કરવાની શરૂઆત કરી છે. ગુજરાતી નાટક અને ફિલ્મના કથાવસ્તુ લખવાનું આગામી કાર્ય કરવાનું વિચાર્યું છે.પ્રશ્નઃ આપ કોઈ સાહિત્યિક સંકુલ / ગૃપ્સ સાથે જોડાયેલાં છો ખરાં ? કઈ રીતે એની સાથે પ્રવૃત્ત છો જણાવશો.હાલમાં કોઈ ગ્રુપ સાથે કાર્યશીલ નથી.પ્રશ્નઃ પ્રવર્તમાન સાહિત્ય વિશે આપનો શું અભિપ્રાય છે? / ઓનલાઈન પ્રકાશિત થતું સાહિત્ય અને કાગળમાં છપાતાં સાહિત્ય વચ્ચે આપ શું ફરક કરો છો? આપને કયું વધારે ગમે છે?વર્તમાન સાહિત્ય હવે કાગળથી ઓનલાઇન તરફ વળ્યું છે.જેમ જેમ ટેકનોલોજી તેનો પગદંડો જમાવે તેમ આપણે પણ તેની સાથે તાલમેલ બેસાડવો જ પડશે. વળી એક લાઈબ્રેરી જેટલું સાહિત્ય એક નાનકડા મોબાઈલમાં આવી જાય તેને લઈને આપણે દુનિયામાં કોઈ પણ ખૂણે માણી શકાય તો તેના થી રૂડું બીજું શું હોય? પરંતુ જેઓ ટેકનોલોજી સાથે તાલમેલ ન મેળવી શકે તેમના માટે આપણું કાગળ સાહિત્ય પણ પોતીકું જ છે.પ્રશ્નઃ વાચક વર્ગ સાથે આપ શું સંવાદ કરવા ઇચ્છશો ?વાચકોને સારું સાહિત્ય વાંચવા સાથે સારા વિવેચક પણ બનવું જોઇએ.હંમેશા સારા સાહિત્યની કદર સાથે શું સારું ન લાગ્યું તે પણ લેખક સુધી પહોચાડવું જોઇએ.પ્રશ્નઃ કોઈ એક પ્રેરણાત્મક રચના કે વાક્ય કે સંદેશ“ બોલતા પેહલા સો વાર વિચારી લેવું, શબ્દો હંમેશા માફ થાય છે ભુલાતા નથી.”મારો સંપર્ક૩૦૨, સંઘવી વિલાએસ. વી. રોડઅંધેરી ( પશ્ચિમ)મુંબઈ-૪૦૦૦૫૮મોબાઈલ- ૯૮૨૧૮૫૦૯૨૯

મળવા જેવા માણસ- (શ્રી વિશ્વદીપ બારડ)- પી કે દાવડા
 16 September 2018  
Art

મળવાજેવા માણસ- (શ્રી વિશ્વદીપ બારડ)- પી કેદાવડાજુલાઇ 13, 2015 વિશ્વદીપભાઈનો જન્મ ૧૯૪૬ માં ભાવનગરમાં થયો હતો. ચાર ભાઈ બહેનોમાંથી એ સૌથી નાના હતા. એમના પિતા વિશ્વદીપભાઈનો જન્મ ૧૯૪૬ માં ભાવનગરમાં થયો હતો. ચાર ભાઈ બહેનોમાંથી એ સૌથી નાના હતા. એમના પિતા શ્રી શ્રી ભગવાનભાઈએ માત્ર પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના નાના મોટા કામ કરતા હતા. માતા મણીબેન શિક્ષણથી વંચિત હતા. મધ્યમવર્ગી કુટુંબમાં રહીને વિશ્વદીપભાઈએ કરકસરનો પાઠ નાનપણમાં જ શીખી લીધેલો.વિશ્વદીપભાઈનું પ્રાથમિક શાળાનું શિક્ષણ ભાવનગરની શામળદાસ સ્કૂલમાં થયેલું. ગાંધીજી પણ આ જ શાળામાં ભણેલા. આજે ૬૫ વર્ષો બાદ પણ એ શાળામાં ગવાતી પ્રાર્થના “અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા” એમની પ્રિય છે. ત્યારબાદ એમણે ભાવનગરની  આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી, ૧૯૬૫ માં S.S.C. ની પરીક્ષા પાસ કરી. પ્રાથમિક શાળાના અભ્યાસ દરમ્યાન, ગામમાં યોજાતા કથા-કિર્તનમાં હાજરી આપી, એમણે રામાયણ અને મહાભારતની કથાઓ સાંભળેલી. હાઈસ્કૂલ કોર્ટની નજીક હોવાથી ક્યારેક ક્યારેક કોર્ટમાં ક્રીમીનલ કેસની સુનાવણી સાંભળવા જતા.S.S.C. ની પરીક્ષા પાસ કરી, ભાવનગરની  શામળદાસ કોલેજમાં આર્ટસ વિભાગમાં એડમીશન લઈ એક વર્ષ પૂરૂં કર્યું. ૧૯૬૬ માં સૌરાષ્ટ્ર યુનીવર્સીટીની સ્થાપના થઈ, અને એમની કોલેજ સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં આવી, પણ એમને તો ગુજરાત યુનીવર્સીટીમાં જ ભણવું હતું એટલે એ ભાવનગરથી અમદાવાદ એમના બહેનને ઘરે આવી ગયા, અને અમદાવાદની એસ.વી. કોલેજમાં દાખલ થયા. અહીંથી તેમણે ૧૯૭૦ માં ગુજરાતી અને ઈતિહાસના વિષયો સાથે B.A. ની ડીગ્રી મેળવી. કોલેજના આ વર્ષો દરમ્યાન એમણે સવારના ૭ થી ૧૦ વાગ્યા સુધી કોલેજમાં અભ્યાસ અને ૧૧ થી રાત્રે ૮ વાગ્યા સુધી સોના-ચાંદીની દુકાનમાં એકાઉન્ટીંગનું કામ કર્યું, જેથી કોલેજના ખર્ચને પહોંચી વળાય. વિશ્વદીપભાઈને શાળાના સમયથી જ કવિતા પ્રત્યે લગાવ હતો પણ એમણે કવિતાઓ લખવાની શરૂઆત કોલેજના અભ્યાસ દરમ્યાન કરી. ૧૯૬૭ માં એમણે પહેલી કવિતા “અદયભીંત” અને બીજી કવિતા “કોઈબિચારી”. લખી. કોઈબિચારી કવિતા “સ્ત્રી” સામયિકમાં છપાઈ. કોલેજની કાવ્ય સ્પર્ધામાં “ કહેશો નહી”-“હસતો રહ્યો”  કવિતા પ્રથમ સ્થાને આવી. એમની કેટલીક કવિતાઓ કોલેજના બુલેટીન બોર્ડ પર પણ મૂકાઈ.૧૯૭૦ માં ગ્રેજ્યુએટ થયા બાદ એમને ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટીમાં નોકરી મળી. ૧૯૭૨ માં એમના રેખાબહેન સાથે લગ્ન થયા. રેખાબહેને પણ સાયકોલોજી વિષય સાથે B.A. સુધીનો અભ્યાસ કર્યો છે. ૧૯૭૩ માં દંપતિએ પુત્રી દિપ્તીને જન્મ આપ્યો. રેખાબહેનના ભાઈયો અમેરિકામાં સ્થાયી થયા હતા. ૧૯૭૫ માં રેખાબહેનના ભાઈની સ્પોન્સરશીપથી વિશ્વદીપભાઈ એમની પુત્રી અને પત્ની સાથે કાયમી વસવાટ માટે અમેરિકા આવ્યા. શરૂઆતમાં એમણે Chicago માં વસવાટ કર્યો. અહીં ૧૯૭૭ માં એમના પુત્ર આશિષ નો જન્મ થયો. Chicago ની સખત ઠંડી અને હીમવર્ષા સહન ન થતાં, ૧૯૭૯ માં એમણે ટેક્ષાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં સ્થળાંતર કર્યું. એમના અમેરિકાના વસવાટ માટે વિશ્વદીપભાઈ કહે છે, “મારા માટે ભારત એટલે જન્મભુમી અને અમેરિકા એટલે કર્મભુમી..એક દેવકીમૈયા અને બીજા યશોદા મૈયા..યશોદામૈયાએ પણ ઘણું ઘણું આપ્યુ છે. મારી કાર્યશિલતાની કદર થઈ છે. બેંકની જોબ દરમ્યાન જ્યારે મને..એમપ્લોઈ ઓફ ધ મન્થ (Employee Of The Month)ના બિરુદ  સાથે સન્માન થયું અને બેંકનાં મેગેઝીનમાં મારો પરિચય સાથે ફોટો પબ્લીશ થયો એ બતાવે છે કે અમેરિકા જેવા દેશમાં તમારા કામની કદર થાય છે. અહીં જ મને ૧૯૮૧માં હ્યુસ્ટન ઈન્ડિપેન્ડ્ન્ટ સ્કુલ ડિસ્ટ્રીકમાં પ્રોક્યુરમેન્ટ ઓફિસર (ખરીદી ઓફીસર) તરીકે જોબ મળી, મારી પત્નિ પણ સ્કુલ ડીસ્ટ્રીકમાં એકાઉન્ટીગમાં જોબ કરતાં હતાં. અહીં જ દીકરી કમ્પુટર એન્જિનર થયાં બાદ એમ.બી.એ. સાથે ટેક્ષાસ ઈન્સ્ટ્રુમેન્ટમાં એન્જિનયર તરિકે જોડાઈ.અને દિકરાએ મેડિકલફિલ્ડમાં આગળ વધી એમ.ડી કરી પિડિયાટ્રીક ગેસ્ટ્રોએન્ટોલોજીસ્ટમાં સ્પેસ્યાલીસ્ટ થયો.  માત્ર એટલું જ નહિં, ૨૦૦૯માં ‘ઈન્ટરનેશન વુમન ફૉરમ’ સંસ્થા જેમાં હિલરી ક્લિન્ટન, માર્ગારેટ થેચર જેવી, વિશ્વની ટૉપ ૨૦ મહિલાનો સમાવેશ થાય છે, તેમાં મારી દીકરી દિપ્તિની પસંદગી થવાથી  એ પ્રસંગ  મારા અને  મારી પત્ની, સમગ્ર ગુજરાત માટે અતિ-આનંદ અને ગૌરવની વાત હતી.”અમેરિકામાં ઠરીઠામ થયા પછી એમનું મન પાછું સાહિત્યપ્રવૃતિ પાછળ દોડ્યું. હ્યુસ્ટનમાં એના માટે યોગ્ય વાતાવરણ પણ હતું. હ્યુસ્ટનમાં અનેક સાહિત્યપ્રેમીઓ સાહિત્ય સરિતા નામે મંડળ ચલાવે છે, અહીંની સભાઓમાં વિશ્વદીપભાઈને પોતાની રચનાઓ રજૂ કરવાનો મોકો મળ્યો. ૨૦૦૨ માં “કાવ્ય સુંદરીની સાથે સાથે” નામના પુસ્તકનું શ્રી આદિલ મન્સૂરીના હાથે વિમોચન થયું. ત્યારે એમણે કહેલું, “આવતી કાલે આ નાનકડી કલમ એક વૃક્ષ બનશે”, આમ કલમ શબ્દના બેવડા અર્થમાં એમણે ભવિષ્ય ભાખી લીધું. લગભગ આ સમયમાં જ ગુજરાતી બ્લોગ્સ લોકપ્રિય થવા લાગ્યા. બ્લોગ્સમાં એમના કાવ્યો, નિબંધો અને વાર્તાઓ મૂકાવા લાગી. પ્રો. સુમન  અજમેરી, શ્રી રાધેશ્યામ શર્મા, શ્રી ધીરૂભાઈ પરીખ જેવા જાણીતા સાહિત્યકારોના માર્ગદર્શન હેઠળ એમનું સર્જન અવિરત ચાલુ રહ્યું. એમની ઘણી લઘુ કથાઓ “કુમાર” માસિકમાં પણ પ્રસિધ્ધ થઈ. એમના સર્જનોના રસાસ્વાદ પણ થયા. (રેડિયો સ્ટેશનમાં કાર્યક્રમની રજૂઆત)એમના સર્જનનો આનંદ મેળવવા તમારે એમની રચનાઓ વાંચવી જોઈએ, છતાં આ લેખની મર્યાદામાં રહી, એમની થોડી કાવ્ય પંક્તિઓ અહીં રજૂ કરૂં છું.માર્ગમાં અમથા મળેલા ગમ હજુંએ યાદ છે,ખાલી મળેલા સ્મિત મહીંના ભાર પર હસતો  રહ્યો..બીજા એક કાવ્યમાં તેઓ કહે છે,ક્યાં  હતું    મારું અહીં    કોઈ    ઠેકાણું આ  શહેરમાં?ઝાંઝવાના   ઝળ  મને   કેમ અહીં શોધવા  નીકળ્યાં ?એમના સર્જનો માટે તમે એમના બ્લોગ્સhttps://vishwadeep.wordpress.com/malibarad@yahoo.comTop of FormTop of Form

સ્વપ્નાનો ચમ્ત્કાર
 22 August 2018  
Art

કોઇ એક માણસ એક ગામથી બીજા ગામ જવા નિકળ્યો હતો. તેને ખુબ જ ભુખ લાગી હતી, તેથી તે આમતેમ ભોજનની તલાશ કરતા-કરતા તે એક ઘનઘોર જંગલમાં જઇ પહોચ્યો.જંગલમાં ખુબ મોટા-મોટા વૃક્ષો છે. તે જંગલની સુંદરતા જોઇ જ રહ્યો. અને મનોમન બબડવા લાગ્યો.શુ સુંદર મોટા મોટા વૃક્ષો છે. ઝાડ પર પેલા વાંદરા કેવા રમી રહ્યા છે. અરે! પેલી ખીસકોલી પણ કેવી એકબીજાને પકડીને ભાગે છે. જાણે કે પકડદાવ રમતી હોય તેમ લાગે છે. મને પણ અહિયા જ ઘર બનાવી રહેવાનુ મન થાય છે.આવ સાંભળતા જ એક વાંદરાભાઇને વાચા આવી. અને તેને માણસને કહેવા લાગ્યો:" ના ભાઇ ના,  તુ અહિયા ઘર બનાવવાનો વિચાર ન કરીશ. તમારી જાતિ જ્યા વશે છે. ત્યા વૃક્ષો રેહતા નથી અને જ્યા વૃક્ષો નથી, ત્યા પંશુ- પંખી નથી રહેતા.  “એટલે કે વૃક્ષો નથી તો કશુ જ નથી “  ' તે તમે પણ સારી રીતે જાણો છો. ભગવાને તમને આ જગતમાં વિશેષ બુદ્ધિ આપી છે. છતા તમે વૃક્ષોને ઉછેરવાનુ તો દુર પરંતુ તમે તો વૃક્ષોને કાપે જ પાર રાખો છો' .માણસ આ બધુ સાંભળી સ્તબ્ધ થય ગયો. એ કઇ બોલે તે પહેલા જંગલના બધા પ્રાણીઓ આવી પહોચ્યા અને માણસને ચોતરફથી ઘેરી વળ્યા.સૌપ્રથમ પોપટભાઇ બોલ્યા : “ કેવો સુંદર માણસ છે. અને કેવુ મીંઠુ- મીંઠુ બોલે છે" . આમ કહી, તેને જંગલના રાજા સિંહને આ માણસને પાંજરામાં પુરવા સલાહ આપી.....માણસ બિચારો બધા પ્રાણીઓને બોલતા જોઇ ગભરાઇ ગયો. તે માણસના કર્મોના કારણે આજે ચોક્કસ પ્રાણીઓના હાથે  મરશે . એવુ  મનોમન વિચારવા લાગ્યો.માણસ બોલ્યો :-"  ન મહારાજા ના આ પોપટને અમે અને અમારા જેવા બીજા માણસો સારા પીંજરામાં રાખીયે છીએ. પ્રેમથી સારુ- સારુ ખાવાનું  આપીએ છીએ. તો પણ આજે આ પોપટ અમારા વિશે ખોટુ બોલે છે."સિંહ બોલ્યો:- " ખોટુ,  ખોટુ તો તમે અમારુ ઇચ્છો છો. શુ તમને પીંજરામાં બંધ કરી સારુ-સારુ ખાવાનુ આપીશુ, તો તમને ગમશે.? "માણસ બોલ્યો :- " ન મહરાજ એમ કેમ ચાલે, મારો તો પરીવાર છે. મા- બાપ, પત્નિ અને મારા પુત્રો પણ છે. અને બીજા પણ......"સિંહ બોલ્યો:- ( ગુસ્સે થય ને મોટેથી ગર્જના કરી ) ' ચુપ મુર્ખ માણસ, એટલે કે તમારો પરીવાર છે. તો અમે બધા શું પરીવાર વગરના છીએ ?  શુ અમારા મા- બાપ, પત્નિ અને અમારા પુત્રો નથી? ફરક માત્ર એટલો છે કે અમે બોલી નથી  શકતા . એટલે તમારે શું  પંશુ-પંખીઓ પર જુલમ કરતા જ રહેવાનુ? ભગવાને તમને વિશેષ બુદ્ધિ આપી છે.છતા તમે તેણો ખોટો ઉપયોગ કરો છો.અને અમે જંગલી પ્રાણીઓ હોવા છતા જે જંગલમાં રહિએ છીએ તેની રક્ષા કરીએ છીએ' .ત્યાજ વચ્ચે વાંદરાભાઈ બોલ્યા:- મહારાજ આ માણસો ને ગમે તેટલુ ભાષણ આપશો તોપણ એવા ને એવા જ રહેવાના તેથી હુ તમને કહુ છુ,  કે મને આ માણસને સજા આપવાની અણુમતી આપો.સિંહ:- ' ભલે તુ આ માણસને સજા આપ, ' પછી વાંદરાભાઇ એક જાડો વેલો લાવી માણસના ગળામાં બાંધી અને સોટી ફટકારીને ગુલાટ ખાવા કહ્યું.માણસ :-  ' મને ગુલાટ મારતા નથી આવડતુ. 'વાંદરો કહે:'તો અમને પણ ક્યા આવડતુ હોય છે. એ તમે જ અમને મારી- મારીને શીખવો છોને ...'તમે એક કહેવત સાંભળી નથી કે ‘ સોટી વાગે ચમ-ચમ ને વિદ્યા આવે ઘમ-ઘમ ‘ સોટી વાગે તો ભલભલુ આવડી જાય આમ કહેતા વાંદરાએ  એક સોટી મારીને માણસ ગુલાટ મારતો થઇ ગયો.વાંદરો:- જૂઓ આવડી ગયુને આમ વાંદરાભાઈ એક પછી એક સોટી મારતા ગયા. અને બધા પ્રાણીઓ ગુલાટ ગણતા ગયા.  એક, બે, ત્રણ.................'માણસ:-' બસ વાંદરાભાઇ મને ચક્કર આવે છે.અને ગળામા પણ દોરી ખુપે છે. હુ મરીશ જઇશ. 'વાંદરો:-'  હવે ખબર પડી કે કોઇ ના ગળામાં દોરી બાંધીએ તો અને ગુલાટ ખવડાવીએ તો કેવી વેદના થાય છે.' 'માણસ:- ' મને માફ કરો, મારી જાતી ના કારણે  મને સજા શા માટે આપો છો? 'સિંહ:- કોઇ ના ઉપર જુલમ થતો હોય, અને આપણે મનોરંજન માણીને ખુશ થઇ તાલીઓ પાડીએ, એ પણ જુલમ કર્યા બરાબર છે. સમજ્યો પાપી માણસ ‘ત્યારબાદ વાઘ આવી ને બોલ્યો:" મહરાજ  આવા માણસો તો આપણને  ચાબુક મારી-મારી સરકસમાં ખેલ કરાવે છે. તેથી આ માણસને હુ પણ એવી જ રીતે મારીશ." . અંને આ સાથે બધા પ્રાણીઓ બોલી ઉઠ્યા, હા હા મહરાજ અમે પણ એમ જ કરીશુ,બધા પ્રાણીઓ ભેગા થઇને માણસને મારવા લાગ્યા.માણસ તો ઓ માડી રે! ...ઓ..બા..પા..રે...! કોઇ મને બચાવો એવી બુમો પાડતો રહિયો, માણસને હવે અહેસાસ થવા લાગ્યો. કે પોતાના પેટ કે મનોરંજનની ખુશી માટે કોઇની જિંદગીથી ખેલવુ ન જોઇએ, પણ હવે શુ ?  બધા પ્રાણીઓ મારતા રહ્યા, અને માણસ બુમો પાડતો રહ્યો, ને તે મુર્છિત થઇ જમીન પર ઢળી પડ્યો.જેવો પડ્યો તેવો ધડામ કરતો અવાજ થયો, અને તે પડયો-પડ્યો જોવા લાગ્યો, તેને જોયુ કે તે પોતે પલંગ ઉપરથી નીચે પડયો છે." અરે! આ તો સ્વપ્નુ હતુ. હાશ..હુ બચી ગયો.." તેના આખા શરીર ઉપર પરસેવો થઇ ગયો હતો. ત્યારબાદ તે માણસે સંકલ્પ લીધો કે આજ પછી હુ કોઇ પંશુ-પંખીઓને કષ્ટ નહિ આપુ.આમ કહિ તેને ઘરના પક્ષીઓને પીંજરામાંથી મુક્ત કર્યા, ત્યારબાદ પોતાના ઘરની આસપાસ કેટલાક વુક્ષો વાવ્યા , અને મિત્રો ને પણ વુક્ષો રોપવા માટે પ્રેરણા આપી.કેટલાક દિવસો બાદ  શેરીમાં એક મંદારી આવ્યો . આ જોઇ તે માણસને સ્વપ્નુ યાદ આવ્યું . તેને તરત ફોન કરી પોલીસને બોલાવે છે, અને મંદારીને જેલમાં પુરાવે છે અને તમામ જીવ દયા ઉછેર કેન્દ્ર્માં મુક્ત કરાવે છે.હવે તે માણસના ચેહરા ઊપર ગજબની રોનક દેખાતી હતી. તેને ખરેખર એમ લાગ્યુ કે , કોઇને ગુલામ કરવા કરતા.કોઇને આઝાદ કરાવવામાં જે ખુશી મળે છે. એ બીજા કોઇ કાર્યમાં નથી મળતી.“ તો આવો તમે રાહ કોની જુઓ છો? , તમે પણ મારા સ્વપ્નાના ચમત્કારમાં ભાગીદાર થાવ, અને મારી સાથે બોલો:“” અમે આઝાદ રહીશુ અને બીજાને પણ આઝાદ કરાવીશુ ..“’

આઝાદી
 15 August 2018  
Art

હજીતો ગઈકાલ રાતની જ વાત છે ૧૪ ઓગસ્ટ, ઘણા સમય પછી હું ખુશ હતો, ના.... ના..... આઝાદીનો દિવસ હતો એટલે નહી પણ રજા મળવાની હતી ને એટલે, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનાર મ્હારા જેવા ઘણા લોકો પણ મ્હારા જેવી જ અનુભૂતિ કરતા હશે અને કદાચ વિચારતા પણ હશે કે દર મહીને એક આઝાદી દિવસ આવો જોઈએ. મસ્ત પથારી એ.સી. ની ઠંડી હવા અને કાનમાં ભૂંગળા ભરવી મોબાઈલનાં નાનકડા પડદા ઊપર મુવી જોવાની પૂરી તૈયારી થઇ ગઈ હતી, કારણ કાલે રજા હોવાના ઉમળકામાં જે રોજ જલ્દી આવી જતી હતી એ આજે આવવાની તો હતી જ નહી મોડી રાત સુધી ........... “ઊંઘ”.હજી તો મુવીના નંબરીયા પડ્યા અને બાજુમાં કમ્પુટરમાં સાહિત્યિક કામ કરી રહેલા મારા પપ્પા મારી સામે જોઈ ને કઇક બોલ્યા પણ કાનમાં લાગેલા ભૂંગળાએ એમનો અવાજ મ્હારા સુધી પહોચવા ના દીધો,મુવી તો થોડી વાર પછી પણ જોવાશે એવું વિચારી પપ્પાની વાત સંભાળવા મેં કાન પરના ભૂંગળાને સરકાવી વાત શરુ કરી “શું કહ્યું પપ્પા” પપ્પા એ હસતાં હસતાં કહ્યું “આઝાદી મ્હારા કરતા માત્ર એક જ વર્ષ મોટી , હું ૧૯૪૮ માં અને એ ૧૯૪૭” હું જરાક હસી પડ્યો પપ્પાની વાત સાંભળીને, મ્હારો અને મ્હારા પપ્પા વચ્ચેનો સબંધ એક મિત્ર જેવો, હું એમને મ્હારા મનની બધી જ વાતો અચૂક કહું અને એ મને એક સાચા મિત્ર તરીકે સલાહ પણ આપે અને હું એને અનુસરું પણ ખરો, હા ઘણી વખત ખુબ લાંબી ચર્ચા પણ થઇ જાય કોક વાર શાંત ચર્ચા તો વળી કોક વાર ઉગ્ર ચર્ચા.મને હસતો જોઈ પપ્પા એ પૂછ્યું “કેમ હસે છે ? આઝાદી કરતા હું નાનો છું એટલે ?” મેં કહ્યું “નાં નાં પપ્પા મને તો ખબર જ નથી આઝાદી એટલે શું ,ખાલી ચોપડીઓના મોટા મોટા લખાણોમાં જોઈ છે પણ વાસ્તવમાં ક્યારે પણ જોઈ કે અનુભવી નથી.” “અચ્છા તો મને એમ કહીશ કે કાલની રજા કયા પર્વ નીમીત્તેની છે” મને જરાક દેશભક્તિની સમજણ આપવાના મુડ માં હોય એવી રીતે બોલ્યા “જો પપ્પા હું કોઈ દેશ ભક્તિ વાળો માણસ છું નહી ખોટા ખોટા એક દિવસ માટે મ્હારો દેશ......,જયહિન્દ....આવા બધા ખોટા દેખાવો કરવામાં હું તો જરાય માનતો નથી અને વાત રહી રજા ની તો ઓફીસ વાળા આઝાદી દિવસ નાં નામની રજા આપે છે તો આપણે લઇ લઇએ છે....બાકી મને કોઈ આવા કામમાં રસ નથી” “તું બોલે છે આવું” નવાઈ ભરેલી નજરે બોલ્યા “યાદ છે તને જયારે સ્કુલમાં હતો ત્યારે તો સવારમાં વહેલો ઉઠીને ધ્વજવંદન કરવા જતો અને યાદ છે તું જયારે માત્ર ૩ વર્ષનો હતો ત્યારે વેશભૂષામાં નેતા બન્યો હતો,બસ હમણાં થોડાક વર્ષોમાં જ તું બદલવા લાગ્યો છે” “બાળક હતો પપ્પા ત્યારે, આ દુનિયાદારીને આ દેશને સમજી નહતો શકતો,જે લોકો કહે બસ એ જ સંભાળતો અને એ સઘળું સાચું જ છે એવું માંની લેતો હતો, પણ સમય પ્રમાણે દરેક વ્યક્તિમાં સાચી સમજણ આપોઆપ આવી જાય છે પછી તે સાચું શું અને ખોટું શું એનો ફરક સમજી શકતો હોય છે” ચર્ચાનું સ્વરૂપ ગંભીર બનાવતા મેં કહ્યું “સારું પપ્પા હું આદર કરું છું આપણા દેશનો પણ મને માત્ર તમે એક વાત સમજાવો આઝાદી એટલે શું ?” “આજથી ૭૨ વર્ષ પહેલા આપણો દેશ આ દિવસે અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો હતો” “એકદમ સાચી વાત પપ્પા” મેં પપ્પાની વાતને અધવચ્ચે અટકાવી “આપણે આ દિવસે આજથી ૭૨ વર્ષ પહેલા માત્ર અંગ્રેજોની ગુલામી માંથી જ આઝાદ થયા હતા,બાકી હજી પણ આપણે ગુલામ જ છે ભ્રષ્ટાચાર,કૌભાંડો,લુંટ,કોમી રમખાણો,આતંકવાદ જેવી માનસિકતામાં માનતા લોકોના અને આજ કાલ તો નવું આવ્યું છે ‘સાહેબની’ ક્રાંતિ પછી “સાઈબર ક્રાઈમ”,“જો ત્હારે જે બોલવું હોય એ બોલ પણ ‘સાહેબ’ વિષે એક પણ ખોટું વાક્ય મ્હારી સામે નાં બોલીશ” ‘સાહેબનાં’ ઉપાસક ઉગ્ર અવાજમાં બોલ્યા “અરે પપ્પા હું ‘સાહેબનો’ વિરોધી નથી હું તો બસ આ દેશની જે કટાઈ ગયેલી કડીઓ છે ને જે સરકારની મદદને ગરીબો સુધી કે જનતા સુધી પહોચવા નથી દેતી એનો વિરોધી છું,આખી દુનિયાને બતાવવા માત્ર એક દિવસ માટે ટીવી ઉપર જય હિન્દ, જય ભારત, શહીદો અમર રહો ,અને બીજા અનેક જાત નાં પ્રવચનો આપશે અને પછી બીજા દિવસ થી હું કોણ ને દેશ કોણ બસ પોત પોતા નાં કામ માં લાગી જશે, પપ્પા ગાલ પર તિરંગો દોરી ને દેશ ભક્તિના એક બે ગીતો ગાવાથી દેશ ભક્તિ સાબિત કરવાનો આ રસ્તો બહુ સહેલો છે,આપણે માત્ર અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયા છે પણ આ બધી ગુલામી માંથી આઝાદ થવું હશે ને તો એમાં માત્ર જવાનો કઈ નહી કરી શકે કારણ કે એ દેશ બહાર નાં દુશ્મનો સામે લઢે છે પણ દેશની અંદર રહેલા દુશ્મનો નો સામનો કરવો હશે અને એની ગુલામી માંથી જો મુક્ત થવું હશે ને તો એતો આપણે બધા એ જ ભેગાં થઇ ને કરવું પડશે એના વગર તો આપણો દેશ ક્યારે પણ આઝાદ નહી થાય” બે મિનીટ નીરવ શાંતી રહી મને લાગ્યું કે મ્હારે આટલું બધું નહોતું બોલવું જોઈતું,મ્હારી સામે જોઈ હળવા સ્મિત સાથે પાપા બોલ્યા “વાત સાચી છે,જ્યાં સુધી લોકો નહી સમજે ત્યાં સુધી દેશ આઝાદ નહી જ થઇ શકે ,પણ હાલમાં જ જોયું આપણે રસ્તાઓ અને દબાણનાં કામમાં આપણા શહેરની પોલીસને લોકોનો જે સહકાર મળ્યો છે અને એને કારણે જે ટ્રાફિકનીસમસ્યામાં જે મોટા ફેરફારો જોવા મળ્યા છે એ નજર અંદાજ નાં જ કરી શકાય” “બહુ સાચી વાત સાચે ખુબજ આનંદ થયો કે આપણા લોકોનો સખત સહકાર મળ્યો,મને જરાક વહેલી સમજણ પડી ગઈ સાચા ખોટાની અને આપણા લોકો ને હવે પડે છે ધીમે ધીમે પણ જરૂર આપણે આઝાદ થઈશું ક્યારે એ કહેવું અઘરું છે પણ લોકો આવો જ સહકાર આપશે તો બહુ જલ્દી આઝાદ થઈશું” “સારું ચલ હવે સુઈ જા કાલે સવારે સોસાયટીમાં ધ્વજવંદન માટે જવાનું છે” બન્નેના મોઢાં પર એક સરખું આનંદિત સ્મિત છવાઈ ગયું.- માનાર્થ રક્ષિત દવે- ૧૫-૦૮-૨૦૧૮

નેહા રાવલ નાં સાહિત્ય પ્રત્યેનાં વિચારો
 2 August 2018  
Art

પ્રશ્નઃ આપનો પ્રથમ પરિચય, અભ્યાસ અને હાલ આપ વ્યવસાયિક ધોરણે શું કરો છો ?નેહા રાવલ, જન્મ, અભ્યાસ અને લગ્ન – બધી જ મહત્વની ઘટનાઓ સુરતમાં. વાંચનનો શોખ ગળથૂથી માં થી જ મળ્યો.અભ્યાસ: -   B.Sc. with food science and nutrition, S.N.D.T University. 1998.- Post graduate diploma in creative writing, Veer Narmad South Gujarat                      University, surat.2017પ્રશ્નઃ શોખ એટલે તમારે મન શું ?શોખ એટલે તમારી જાત સાથે જે પ્રવૃત્તિ તમને આનંદમાં રાખે એ. એ દિશામાં કેટલો પણ સમય આપવાનો થાક ન લાગે અને કશુક સભર થયાનો સંતોષ થાય એ શોખ.પ્રશ્નઃ આપ કયા નામે લખવું પસંદ કરો છો? કોઈ ઉપનામ ખરું?મારા પોતાના જ નામે. હજુ સુધી ઉપનામની જરૂર નથી પડી.પ્રશ્નઃ લેખનકળામાં આપને સૌપ્રથમ ક્યારે પ્રેરણા થઈ? / એવી કઈ ઘટના બની કે આપ લખવા પ્રેરાયા ?કોઈક એવી ઘટના જે સમાજના લોકોને અસર કરે..પોઝીટીવ કે નેગેટીવ...એ વિષે લખવાની ઈચ્છા થાય અથવા કોઈ એવી ઘટના જે સંવેદનાના સુક્ષ્મ સ્તરે અલગ રીતે અનુભવાય. ત્યારે લખવાની ઈચ્છા થાય. હા, સમાજના સ્થાપિત નિયમો વિષે બળવો કરવા પણ લખવાનું ખુબ ગમે. એ સાથેજ ક્યારેક એવા પોતીકા અનુભવો મળે, જે જાતને ઝંઝોડી નાખે, ત્યારે લખવું આવશ્યક બની જાય. એમાં હળવા અનુભવો પણ આવી શકે જેમકે ઘરમાં અચાનક ફૂટી નીકળેલી કીડીઓ ની હારમાળા.પ્રશ્નઃ આપના પ્રકાશિત સાહિત્ય વિશે જણાવો.જણાવવા જેટલું ખાસ કશું પ્રકાશિત નથી.ફક્ત થોડી ટૂંકી વાર્તાઓ મમતામાં અને થોડા વેબપોર્ટલ – માતૃભારતી, પ્રતીલીપી અને સ્ટોરી મિરર પર.પ્રશ્નઃ આગામી કોઈ ઇચ્છીત સાહિત્ય સાહસ ખરું ?હા, એવી નવલકથા લખવી છે જે લોકોને રસપ્રદ ફિલ્મ તરીકે જોવી ગમે.પ્રશ્નઃ આપ કોઈ સાહિત્યિક સંકુલ / ગૃપ્સ સાથે જોડાયેલાં છો ખરાં ? કઈ રીતે એની સાથે પ્રવૃત્ત છો જણાવશો.ફેસબુક પર એક ગ્રુપ છે, વાર્તા રે વાર્તા નામનું. હું એમાં કાર્યરત છું. આ ગ્રુપના સુત્રધાર રાજુ પટેલ, જેઓ વાર્તા ના અભ્યાસુ અને ફિલ્મી પત્રકારત્વ અને ટેલીવિઝન લેખન ના અનુભવી છે તેઓ દર મહીને બેઠક યોજે છે. હાલ આ પ્રવૃત્તિમાં અમદાવાદના અને એની આસપાસના સભ્યો વધુ સક્રિય હોવાથી અમદાવાદમાં બેઠકો યોજાય છે. એ બેઠકમાં વાર્તા વિષે ચર્ચા થાય છે અને ત્યાર બાદ ફેસબુક પર હોમવર્ક મુકવામાં આવે છે, જે સભ્યો એ નિયત સમય મર્યાદામાં લખીને સુત્રધારને મોકલવાનું હોય છે. એ લેખન કાર્ય લખનારનું નામ ગોપિત રાખી ગ્રુપમાં પોસ્ટ થાય છે અને એના પર ગ્રુપના સભ્યો કોમેન્ટ ધ્વારા ચર્ચા અને ટીપ્પણીઓ કરે છે. આરીતે દરેકનું લેખન કાર્ય સભ્યો વાંચે અને સારાહે, વખોડે કે સલાહ સુચન આપે. એ લેખન બાદ આગામી બેઠકમાં કયા મુદાઓ વિષે ચર્ચા કરવી જરૂરી છે એ નક્કી કરી બેઠક યોજવામાં આવે. હું નિયમિત રીતે દર મહીને અપાતા અ હોમવર્ક કરતી રહી છું, જેનાથી મને મારી વાર્તાઓ વિષે અભિપ્રાય મળ્યા છે અને કોઈ ક્ષતિઓ હોય તો ગ્રુપના સભ્યોના સૂચનથી એ સુધારી શકી છું. આ ગ્રુપના હોમવર્ક માં લખાયેલી મારી વાર્તાઓ મમતામાં પ્રકાશિત થઇ છે અને કોઈ એક સ્પર્ધામાં નોંધપાત્ર કૃતિ માં પણ સ્થાન મેળવ્યું છે.પ્રશ્નઃ પ્રવર્તમાન સાહિત્ય વિશે આપનો શું અભિપ્રાય છે? / ઓનલાઈન પ્રકાશિત થતું સાહિત્ય અને કાગળમાં છપાતાં સાહિત્ય વચ્ચે આપ શું ફરક કરો છો? આપને કયું વધારે ગમે છે?સાહિત્ય! અત્યારે બહુધા લોકો સાહિત્યથી વિમુખ છે. એનું કારણ વચગાળાના સાહિત્યકારોએ સાહિત્યની જે ઘોર ખોદી છે એ છે. એ મહાન સાહિત્યકારોએ સાહિત્યના નામે એવું લખાણ આપ્યું છે કે  સામાન્ય જનતા માટે સાહિત્ય એટલે ‘ન સમજાય એવું’ – એ પરિભાષા બની ગઈ છે. જે સમજાય જ નહિ એમાં રસ કઈ રીતે પડે? એ સાથે જે વાર્તા સ્પર્ધાઓ યોજાય છે એમાં ક્યા તો ખુબ ઘટનાપ્રધાન કે પછી કે પછી તદ્દન લાગણીઓમાં પલળેલી વાર્તાઓને જ પ્રાધાન્ય મળે છે. અથવાતો એટલી સંકુલ વાર્તા હોય કે સરેરાશ વાચક સમજી ન શકે. કોઈ નવતર પ્રયોગ કે નવી કલ્પનાઓને આવકારતું દેખાતું નથી. સાહિત્યમાં સરળતા ને અવગણવા માં આવે છે. અને કદાચ એટલેજ લોકો સાહિત્યથી દુર થઇ રહ્યા છે.ઓનલાઈન જે પ્રકાશિત થાય છે, એમાંથી મેં જેટલું પણ વાંચ્યું છે એમાં સાહિત્ય નથી દેખાતું. જો કે આજકાલ છાપાઓ અને સામાન્ય સામયિકોમાં પણ જે વાર્તાઓ આવે છે એ તદ્દન હલકી કક્ષાની હોય છે. હા, ક્યારેક સો માં એક સારી હોય છે. સાહિત્યલક્ષી  સામયિકોમાં વાર્તાઓ સારી હોય છે. હું ટૂંકી વાર્તા લખું છું એટલે જાણ્યે અજાણ્યે એ વિષે જ વધુ નોંધ થાય છે. હા, નવલકથાઓ વિષે એટલું કહીશ, એમાં ભાષા, પરિવેશ અને પાત્રોએ સમય સાથે ખુબ ગતિ કરી છે, જે ટૂંકી વાર્તામાં ઓછું દેખાય છે.પ્રશ્નઃ વાચક વર્ગ સાથે આપ શું સંવાદ કરવા ઇચ્છશો ?વાંચો. સારું વાંચો. અને એટલું સારું વાંચો કે ખોટી રીતે અપાતા ઇનામોનો વિરોધ કરી શકો. ન સમજાતું લખાણ સાહિત્યના નામે ચઢી બેસે એનો વિરોધ કરી શકો. લેખકોને પ્રતિક્રિયા આપો, જેથી એમના લખાણ ની ક્યાં કેટલી અસર પહોંચે છે એ વિષે સભાના થાય. નબળું લખતા લેખકોને સોઈ ઝાટકીને કહો કે આ નબળું છે. પણ એ માટે નબળા- સબળાનો ભેદ સમજવા વાંચન વિસ્તારો.પ્રશ્નઃ કોઈ એક પ્રેરણાત્મક રચના કે વાક્ય કે સંદેશ લખી આપશો.Hard work wins, if talent does not work hard.પ્રશ્નઃ આપની વિગત જણાવવા વિનંતી. આપનું નામ સરનામું મોબાઈલ નંબર કોઈ પુસ્તક પ્રકાશિત થયા હોય તો તે વિષે અને સાહિત્ય માટે કોઈ કાર્ય કરી રહ્યા હોય તો તે વિષે જાણકારી આપશો.નેહા રાવલ.૧૬૬, દિવાળીબાગ સોસાયટી, ગેટ -૩,smc કોમ્યુનીટી હોલ ની સામે, ઋષભ ટાવર પાસે,રાંદેર રોડ,સુરત ૩૯૫૦૦૯.હાલમાં હું એક બંગાળી નવલકથા નો ગુજરાતી અનુવાદ કરી રહી છું.

શ્રીમતી માના વ્યાસ નાં સાહિત્ય પ્રત્યેના વિચારો
 30 July 2018  
Art

1)નામ-શ્રીમતી માના વ્યાસઅભ્યાસ-M.sc.વ્યવસાય-હાલમાં ગૃહીણીરહેઠાણ-વિલે પાર્લે (પ)મુંબઈ2) શોખ એટલે મનગમતી પ્રવૃત્તિ શીખવી, કરવી .વાંચવું, લેખન ,ગાવું અને યોગ મનગમતી પ્રવૃત્તિઓ.3)માના વ્યાસ. હજી સુધી ઉપનામ શોધ્યું નથી.4)હજી સુધી કંઇ છપાવ્યું નથી5)સગપણ પછી ફિયાન્સ ને ખુબ પત્રો લખતી જે એ અંગ્રેજી માધ્યમ ભણેલા હોઇ બરાબર સમજી શકતો નહીં. પરંતુ સરસ તારીખ વાર ફાઇલ કરી રાખ્યા હતા. લગ્ન પછી ઘણી વાર ફાઇલ ખોલીને મને વાંચીને સમજાવવા કહેતો.ત્યારે જે પ્રશંસા મળી એ જ વધુ લખવાની પ્રેરણા બની.6)મુંબઈ સમાચાર માં સ્પર્ધક શી કૃતિ માં વાર્તા છપાઇ છે. 17-7-18.આનંદોત્સવ સંસ્થા જે યશવંતભાઇ ત્રિવેદી ચલાવે છે એ પુસ્તકોમાં કવિતા તથા લેખ છપાયા છે.7)કવિતા સંગ્રહ અને લઘુકથા ની ઇચ્છા છે.8)હાલમાં story mirror સિવાય કોઈ નહીં.9)સાહિત્ય એ સાહિત્ય જ રહેશે. પછી ઓનલાઇન હોય કે પ્રકાશિત.સુજાણ વાચક પોતાના રસ નું ક્યાં ય થી પણ શોધી ને વાંચશે જ.10)વાચક વર્ગ ને વાસ્તવિકતા સાથે કલ્પના ના રંગો થી સજાવેલ વાર્તાઓ અને અર્થ અને ઉર્મિ સભર કવિતા ઓ પીરસવાનું ગમશે.11)ગુજરાતી આપણી માતૃભાષા છે. મા ની વાતો સહજ રીતે જ સમજી શકશો.એ ની એક પોતાની ઓળખ છે.ઓળખાણ કરશો તો માણી શકશો.12) Mana vyas.B-401"krishnaraj"bldSt.xavire school rd Vile parle westMumbai 400056Mob-9820107622

હાર્દિક કનેરિયા નાં સાહિત્ય પ્રત્યેનાં વિચારો
 29 July 2018  
Art

પ્રશ્નઃઆપનોપ્રથમપરિચય, અભ્યાસઅનેહાલઆપવ્યવસાયિકધોરણેશુંકરોછો ?જવાબ : મારું નામ હાર્દિક કનેરિયા છે, હું એલ. ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદમાંથી મિકેનીકલ એન્જિનિયરિંગ (૨૦૦૫-૨૦૦૯) ભણ્યો છું. હાલ હું ખેતી અને ખેતીની જમીનોની લે-વેચના વ્યવસાયમાં જોડાયેલો છું.પ્રશ્નઃશોખએટલેતમારેમનશું ?જવાબ : આમ તો કોઈ પણ શબ્દની કોઈ ચોક્કસ વ્યાખ્યા હોઈ જ ન શકે, છતાં જે કરવાથી માણસને આનંદ આવતો હોય તે તમામ વસ્તુને શોખની કેટેગરીમાં મૂકી શકાય. ફરવું, ખાવું, ઊંઘવું, રમવું, વાંચવું, ટીવી-મૂવી જોવું, સંગીત સાંભળવું વગેરે તમામ વસ્તુઓમાં માણસને આનંદ મળતો હોય છે. વળી તે, માણસને તેના સામાન્ય જીવનમાં બ્રેક આપે છે, માટે લોકો તેને શોખ ગણાવતા હોય છે. પ્રશ્નઃઆપકયાનામેલખવુંપસંદકરોછો? કોઈઉપનામખરું? જવાબ : મારું કોઈ ઉપનામ નથી. હું હાર્દિક કનેરિયાના નામે લખું છું અને તે જ નામે લખવાનું પસંદ કરું છું.પ્રશ્નઃલેખનકળામાંઆપનેસૌપ્રથમક્યારેપ્રેરણાથઈ? / એવીકઈઘટનાબનીકેઆપલખવાપ્રેરાયા ?જવાબ : માનનીય નરેન્દ્ર મોદી સાહેબે નોટબાંધી કરી પછી જમીન લે-વેચના કામમાં જબરદસ્ત મંદી આવી હતી. તે દરમિયાન મારી પાસે સમયની છત ઊભી થઈ હતી. હું યુવાન છું અને યુવાન માણસ આખો દિવસ નવરો બેસી રહે તો તેના મનમાં હતાશા ઊભી થાય. આથી, મને મળતા ફ્રિ સમયનો સદુપયોગ કરવા મેં લખવાનું શરુ કર્યું હતું. પ્રશ્નઃઆપનાપ્રકાશિતસાહિત્યવિશેજણાવો.જવાબ : અત્યાર સુધીમાં અમોલ પ્રકાશન દ્વારા મારા ચાર પુસ્તકો પ્રકાશિત થઇ ચૂક્યા છે, જેમાં બે ટૂંકી વાર્તા સંગ્રહો, એક નવલકથા અને એક બાળઉછેર પરનું પુસ્તક છે. “માનવતાનું મેઘધનુષ” અને “તિમિરાન્ત”માં ૨૯ અને ૩૩ વાર્તાઓ પ્રકાશિત થઈ છે, કારસો એ ૧૫૦ પેજની થ્રિલર નવલકથા છે અને “Shift Delete” એ શિક્ષકો તથા માતા-પિતાને બાળઉછેરની અદ્ભુત ચાવીઓ આપતું ગુજરાતી પુસ્તક છે.પ્રશ્નઃઆગામીકોઈઇચ્છીતસાહિત્યસાહસખરું ?જવાબ : મેં “The story of Doctor Doolittle” પુસ્તકનો ગુજરાતી ભાવાનુવાદ કર્યો છે જે ટૂંક સમયમાં અમોલ પ્રકાશન દ્વારા પ્રકાશિત થશે. એ સિવાય મેં એક મર્ડર મિસ્ટ્રી, નામે : મર્ડરર’સ મર્ડર લખી છે જે પણ બે-ત્રણ મહિનામાં અમોલ પ્રકાશન દ્વારા પ્રકાશિત થશે.પ્રશ્નઃઆપકોઈસાહિત્યિકસંકુલ / ગૃપ્સસાથેજોડાયેલાંછોખરાં ?કઈરીતેએનીસાથેપ્રવૃત્તછોજણાવશો.જવાબ : હું કોઈ સાહિત્યસંકુલ કે ગ્રુપ સાથે જોડાયેલો નથી, પણ સંદેશ સમાચારની બુધવારની પૂર્તિ (અર્ધસાપ્તાહિક)માં મારી કોલમ ચાલે છે. “રિફ્લેક્શન” નામની એ કોલમમાં મારી નવી વાર્તાઓ પ્રકાશિત થયા કરે છે.પ્રશ્નઃપ્રવર્તમાનસાહિત્યવિશેઆપનોશુંઅભિપ્રાયછે? / ઓનલાઈનપ્રકાશિતથતુંસાહિત્યઅનેકાગળમાંછપાતાંસાહિત્યવચ્ચેઆપશુંફરકકરોછો? આપનેકયુંવધારેગમેછે?જવાબ : મને પેપરબેક પુસ્તકો વાંચવા જ ગમે છે. હા, ઓનલાઈન પ્રકાશિત થતું સાહિત્ય કે વિવિધ એપ પર મૂકવામાં આવતા સાહિત્યને વાંચવાની ટેવ કેળવવી જોઈએ, પણ મને તે વાંચવાનો કંટાળો જ આવે છે.પ્રશ્નઃવાચકવર્ગસાથેઆપશુંસંવાદકરવાઇચ્છશો ?જવાબ : હું વાચક વર્ગને એટલું જ કહેવા માગીશ કે તેઓ કોઈ પણ પુસ્તક વાંચે તો તેનો સચોટ (સારો કે ખરાબ) રિવ્યુ લખી સોશિયલ મીડિયા પર મૂકે. જેથી તે રચના વિશે લોકોને ચોક્કસ ખબર પડી શકે.પ્રશ્નઃકોઈએકપ્રેરણાત્મકરચનાકેવાક્યકેસંદેશલખીઆપશો.જવાબ : કોઈને પ્રેરણા આપી શકું એટલો હું મોટો નથી થયો. આમેય, બીજાઓએ આપેલી વસ્તુ બહુ લાંબો સમય સુધી ટકતી નથી. હું એવું માનું છું કે માણસે જાત પાસેથી જ પ્રેરણા અને હુંફ લેતા શીખવું જોઈએ. પ્રશ્નઃઆપની વિગત જણાવવા વિનંતી. આપનું નામ સરનામું મોબાઈલ નંબર કોઈ પુસ્તક પ્રકાશિત થયા હોય તો તે વિષે અને સાહિત્ય માટે કોઈ કાર્ય કરી રહ્યા હોય તો તે વિષે જાણકારી આપશો.જવાબ : નામ : હાર્દિક કનેરિયાસરનામું  : ૧૭, અર્પણ બંગ્લોઝ, શુકન બંગ્લોઝની બાજુમાં, નિકોલ-નરોડા રોડ, નવા નરોડા, અમદાવાદ – ૩૮૨૩૪૬મોબાઈલ નંબર : ૯૭૧૨૭૧૭૬૨૭ (સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૭ સિવાય ફોન કરવો નહીં.)પ્રકાશિત થયેલા પુસ્તકો : ઊપર જવાબ આપી દીધો છે.સાહિત્ય માટે કાર્ય : મારી પાસે ૨૦૦ જેટલા પુસ્તકો હતા એટલે મને લાગ્યું કે આ પુસ્તકો લોકોને વાંચવા મળે તો કેવું સારું ! આથી, હું મારી ઓફિસ પરથી એક લાયબ્રેરી ચલાવું છું, જેમાં દર રવિવારે સાંજે ૫:૩૦ થી ૭ દરમિયાન કોઈ પણ વ્યક્તિને તે પુસ્તક વાંચવા જોઈએ તો એમ જ, એક મહિનામાં પાછુ આપવાની શરતે આપું છું. બાદમાં, મારા મિત્રોને આ વિષે જાણ થતા તેઓએ પણ મને પુસ્તકો આપ્યા. હાલમાં S. P. Kaneriya લાયબ્રેરીના પુસ્તકોની સંખ્યા સાડા ત્રણસો જેટલી થઈ ગઈ છે.  લાયબ્રેરી જે જગ્યાએ ચાલે છે તે સ્થળનું સરનામું : ૪ નંબર, બીજો માળ, સત્યમ પ્લાઝા, ડાયનેસ્ટી રેસ્ટોરાંની સામે, નિકોલ ડી-માર્ટ પાસે, અમદાવાદ – ૩૮૨૩૫૦ (સમય : દર રવિવારે સાંજે ૫:૩૦ થી ૭)