એક મુલાકાત દર્શ ચૌધરી સાથે

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખક દર્શ ચૌધરી સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 


આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

ચૌધરી દર્શ એમ.

ગામ: ચોરીવાડ, તાલુકા: ઇડર જીલ્લો: સાબરકાંઠા


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

પ્રાથમિક શિક્ષણ હું ચોરીવાડની બુનિયાદી પ્રાથમિક શાળામાં ભણ્યો ત્યારબાદ ધોરણ અને એ માતુશ્રી જે.પી.એ.શાહ હાઈસ્કૂલ ચોરીવાડ અને ધોરણ થી ધોરણ 12 સાયન્સ ઇડર.માં આવેલી શ્રી કે.એમ.પટેલ હાઈસ્કૂમાં પૂ્ર્ણ કર્યું.

અત્યારે વડોદરામાં મોરારજી દેસાઈ નેચરોપેથી એન્ડ યોગિક ઈન્સ્ટિટ્યુટમાં બેચરલ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સનાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છું.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

મારી જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કદાચ એક આવિષ્કાર કહીએ તોય ચાલે.. મને લખવાની પ્રેરણા મારા અમદાવાદનાં મિત્ર એવા હિમાંશુ મેકવાન જોડેથી મળી.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

જી, એવી કોઈ મોટી મુશ્કેલીઓ પડી નથી.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

ભગવાને આ કળાને કદાચ ચુનંદા વ્યક્તિઓમાં જ મુકેલી હોય એવું મારા જીવનની આટલી સફળને હું માનું છું.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

હા ડિજિટલ અને સોશીયલ મીડીયા ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. હા, વચ્ચેનાં દાયકામાં ભુલાઈ ગયેલી કળાને આપણે પાછી લાવી શક્યા.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

સ્ટોરિમિરર પર 12 વાર્તા અને 11 કાવ્ય તથા ચોરીવાડ ગામ ઉપર "મારું સુંદર ચોરીવાડ" નામનું પુસ્તક.


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

મારી પ્રથમ રચના મારા ગામ ઉપર બનાવી હતી જેને મેં સૌપ્રથમ ફેસબુકનાં માધ્યમથી મેં લોકો સુધી પહોંચાડી અને ત્યારબાદ લોકોનો પ્રતિસાદ સારો મળતા લખવાનું શરૂ કર્યું.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

જી, હજી સાહિત્ય જગતમાં પાપા પગલી કરું છું, પુસ્કાર અને સન્માન ભવિષ્યની વાત છે.



નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?

નવોદિત લેખકો ને એટલું જ કહીશ કે લખતા રહો. લોકો સુધી પહોંચાડતા રહો..વટ્ટથી ગુજરાતી લખો.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરીમિરર પર લખવાનો અનુભવ ઘણો સારો રહ્યો છે.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરિમિરર એક એવું માધ્યમ કે સતત લખવા માટે પ્રોત્સાહિત કરતું રહે અને આગળ લાવવા પ્રયત્નશીલ રહે.



તો મિત્રો આ હતી એક મુલાકાત લેખક શ્રી દર્શ ચૌધરી સાથે  સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.


  Never miss a story from us, get weekly updates in your inbox.