એક મુલાકાત લેખિકા અને કવિયત્રી શ્રી ફાલ્ગુની પરીખ સાથે


આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના લેખિકા અને કવિયત્રી શ્રી ફાલ્ગુની પરીખ સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 


આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

ફાલ્ગુની પરીખ.(કોઈ ઉપનામ નથી)

ફાલ્ગુની પરીખ,

શીવમ નગર સોસાયટી,

વડિયા, રાજપીપળા.

જીલ્લો- નર્મદા

ગુજરાત.


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

પ્રાથમિક શિક્ષણ- અંકલેશ્વર પ્રા.કન્યાશાળા,

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ- એમ.ટી.એમ ગર્લ્સ હાઈસ્કૂલ- અંકલેશ્વર


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

શાળાના અભ્યાસ દરમ્યાન- કોમિકસચાંદામામાપંચતંત્રની વાર્તાઓ- વાંચતી.કોલેજમા આવ્યા બાદ શાયરીઓ અને ગઝલ સાથે સંબંધ બંધાયો ! ફેસબુક પર આગમન થયા બાદ સુજ્ઞ શ્રી.નીતા.કોટેચા જી સાથે મિત્રતા થઈ. મારી અભિવ્યક્તિ એમને પસંદ આવતી, એ મને પ્રોત્સાહન આપતા- તું ખુદ તારું સર્જન કર ! અને શરૂ થઈ મારી એક અદભુત સફર !


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

શરૂઆતમાં ખૂબ મુશ્કેલીઓ આવીમોબાઇલથી ટાઈપ કરવાનું ખૂબ મુશ્કેલ લાગતું હતું. રચનાઓને ઇમેઇલ દ્વારા કેવી રીતે મોકલવાની એની સમજ પણ નીતા કોટેચા એ આપી !


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજના સાહિત્યનું સ્વરૂપ ખરેખર બદલાઈ ગયું છે ! આજે અસંખ્ય મારા જેવા લેખિકાઓ- લેખકોની રચનાઓ આંગળીના સ્પર્શથી આપણે ખૂબ સરળતાથી વાંચી શકાય છે ! જે ગુજરાતી સાહિત્ય વેબસાઇટનો કારણે શક્ય બન્યું છે !


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

જી હા- ચોક્કસપણે એ નવો અવસર બન્યો છે !


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

વેદિકાગીફ્ટસ્પર્શપ્રેમ સૌરભશ્રધ્ધાસુમન મારી આ રચનાઓ મારા દિલની નજીક છે ! સમાજને કોઈક સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ! મારા પ્રયાસને વાચકમિત્રો એ બિરદાવ્યો છે,એ માટે હું- સ્ટોરી મિરર- મારા વાચકમિત્રોનો હ્રદયપૂર્વક આભાર માનું છું !

સ્યાહી.કોમ. પર મારી પ્રથમ ઈ- બુક "સંવેદના" ભાગ ૧-૨ રજૂઆત પામી.

સ્ટોરી મિરર- પર "શબ્દ" ઈ- બુક રજૂઆત પામી છે !


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

મારી પ્રથમ રચના- સૌરભ'- શૂન્યતાનું આકાશ પર રજૂઆત પામી હતી.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મલય છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

સાહિત્ય સન્માન અને પુરસ્કાર સાથે નાતો- હજુ શરૂઆતના તબક્કામાં છે. સર્જનહાર મેગેઝીન- ૧૧ વર્ષમાં ૧૩ એવોર્ડ પ્રાપ્ત કરનારના સન્માનીય લેખકોમાં મારા જેવી નવોદિત લેખિકા સ્થાન પામી છે એ મારા માટે ગર્વની વાત છે- આ માટે તંત્રી શ્રી.ભાવેશભાઇ.મીરાણીનો હું હ્રદયપૂર્વક આભાર માનું છું !

સ્ટોરી મિરર તરફથી ૨૦૧૭ માં મને 'ડિજીટલ સન્માન પત્રકઅને ૨૦૧૮ માં બેસ્ટ ૫૦ લેખકોમાં હું નોમિની બની એ માટેનું સન્માન પત્ર પ્રાપ્ત થયું છે ! આ માટે સ્ટોરીમિરર અને સમગ્ર ટીમનો - મારા વાચકમિત્રો નો હ્રદયપૂર્વક આભાર માનું છું !

થેંક્યું વેરી વેરી મચ !


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?

તમારી લેખિનીથી તમારી કલ્પનામાં રંગ ભરતા રહોઉડાન ભરો ! અડચણો આવે હિંમત ના હારો- દરેક ભૂલો આપણને કંઇક નવું શીખવે છે ! લખતા રહો !


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

મારો અનુભવ ખૂબ સુંદર રહ્યો છે! નવોદિત લેખિકા- લેખકો માટે એક ખૂબ સુંદર પ્લેટફોર્મ છે- તેમની સંવેદનાઓને લોકો સમક્ષ ફેલાવવામાં !


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

હા

દોસ્તો- સ્ટોરીમિરર આપણી લેખિનીના અસ્તિત્વનુ દર્પણ છેજેમાં આપણી કલ્પનાઓના પ્રતિબિંબ કાગળો પર કંડારાઇને સમગ્ર દુનિયામાં એની સૌરભ ફેલાવે છે ! ખૂબ સન્માનીય કાર્યનાપ્રણેતાતેઓ છે !

થેંક્યું વેરી વેરી મચ- "સ્ટોરીમિરર & સમગ્ર ટીમ & મારા પ્રિય વાચકમિત્રો ! આપ બધાનો ખૂબ ખૂબ આભાર


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખિકા અને કવિયત્રી શ્રી ફાલ્ગુની પરીખ સાથે  સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.

  Never miss a story from us, get weekly updates in your inbox.