એક મુલાકાત હરસુખ રાયવડેરા સાથે

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખક હરસુખ ઠાકોરદાસ રાયવડેરા સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 


આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

મારુ નામ : હરસુખ ઠાકોરદાસ રાયવડેરા

ઉપનામ : "હસુ"

વતન :  પોરબંદર (ગુજરાત)

રહેઠાણ : નાગપુર.(2014 થી)

જન્મસ્થાન : કોલકાતા.


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

પ્રાથમિક શિક્ષણ કોલકાતામાં  પ્રાથમિક તેમજ કોલેજ બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યો છે.



આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

પરિવારમાં વાંચનનો શોખ હોવાથી  નાનપણથી મને પણ  વાંચનનો શોખ  હતો. લખવાનો શોખ હોવા છતાં સ્કૂલની નોટબુક સુધી મર્યાદિત રહ્યો.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

પ્રભુ કૃપાથી સાહિત્ય સંબંધી કોઈ મુસીબતનોસામનો કર્યો નથી..


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજનું સાહિત્ય ટેકનિકલી ઘણુંજ સારું થયું છે. ગુજરાતી સિવાયની અન્ય ભાષામાં સાહિત્યનું ધોરણ વિકસ્યું છે. પણ ગુજરાતી ભાષામાં છેલ્લા કેટલાય વર્ષોથી અંતરરાષ્ટ્રીય કક્ષાના સાહિત્યકારો આવ્યા નથી. શાયદ એનું કારણગુજરાતી ભાષાનું વાંચન ઓછું થયું છે તે પણ હોઇ શકે !


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

ડીજીટલ અને સોશિઅલ મીડિયા આવી જવાથી દરેક સાહિત્ય પ્રવૃતિઓને વેગ મળ્યો છે. વિકાસ થયો છે. નવા સાહિત્યકારો માટે એક નવો રસ્તો ખુલ્યો છે. સાહિત્યનો ફલક વધ્યો-વિસ્તર્યો છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

અત્યાર સુધી મારી ૨૨કવિતાઓ  વાર્તા અને ૧૨ બ્લોગ (લેખ)  ૧૨ મુક્તકો પ્રગટ થયા છે.


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

સમયનો અભાવ અને લખાણ પ્રગટ ના થવાના ડરને હિસાબે લખેલી કવિતા સંગેહમાં સુરક્ષિત હતી !

ઓનલાઈન ચાલુ થાય બાદ આ ડર જતો રહ્યો ! અને મારા સંગ્રહમાંથી પહેલી કવિતા " હું દુઃખી છું" પહેલીવાર સ્ટોરીમિરરમાં ૨૦૧૮માં પ્રગટ થઈ. ત્યારબાદ અન્ય જગ્યાએ પણ બીજી કવિતાઓ પ્રગટ થઈ .


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

વાચકો મારી રચનાઓને વાંચે છે, લાઈક કરે છે, કોમેન્ટ કરે છે. તે જ મારા માટે મારું સન્માન અને પરીતોષિત છે.



નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

સ્ટોરીમિરર એનવોદિત લેખકો અને વાંચકો માટે આ એક બહુજ સારી છે. એનો પુરેપુરો લાભ લો. અને આપની કલામને મોકળું મેદાન આપો.



સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરીમિરર સાથેનો મારો નાતો હજી ચારેક મહિનાનો છે. તેમ છતાં અહીં મજા આવે છે. મારી કોઇપણ રચના અન્ય કોઈ સ્થાને મુકતા પહેલાં સ્ટોરીમિરર પર અગ્રતા આપુ છું.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરીમિરરએક અત્યંત સારું ઓનલાઈન પ્લેટફોર્મ. અહીં દરેક પ્રકારની સાહિત્ય પ્રવૃતિઓને દિશા આપવાનો પ્રયત્નથઈ રહ્યો છે. નવોદિત લેખકો અને વાંચકો માટે આ એક બહુજ સારી વેબસાઈટ છે.

  Never miss a story from us, get weekly updates in your inbox.