એક મુલાકાત જાણીતા લેખક અને વાર્તાકાર શ્રી પ્રફુલ્લ કાનાબાર સાથે.

આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત જાણીતાલેખક અને વાર્તાકાર શ્રી પ્રફુલ્લ કાનાબાર સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 


પરિચય : શ્રી પ્રફુલ્લ કાનાબાર છેલ્લાં 16 વર્ષથી લેખન ક્ષેત્રે કાર્યરત છે. અત્યાર સુધીમાં તેમની 150 નવલિકાઓ તથા સાત લઘુનવલ દેશ વિદેશના વિવિધ અખબાર તથા સામાયિકમાં પ્રકાશિત થઈ ચૂકેલ છે. અમદાવાદ આકાશવાણીમાં તેમની નવલિકાને અવાર નવાર સ્થાન મળે છે. ગુજરાત રાજ્યની વિવિધ મેગા વાર્તા સ્પર્ધામાં તેમની ત્રણ નવલિકા અનુક્રમે  કન્ફેશનપતિવ્રતા અને આક્રોશ ઇનામ વિજેતા ઘોષિત થઈ ચૂકેલ છે. તાજેતરમાં સ્ટોરીમીરર ની દિવાળી વાર્તાસ્પર્ધામાં તેમની વાર્તા " અજંપો" પણ ઇનામ વિજેતા ઘોષિત થયેલ છે. તેમના પ્રથમ પુસ્તક  "રમત આટા પાટા ની" ને આણંદના લય પ્રલય સંસ્થાને 2015ના શ્રેષ્ઠ વાર્તા સંગ્રહ તરીકે ઘોષિત કરેલ છે. ત્યારબાદ 2017માં તેમના બે પુસ્તકો "કહાની મેં ટ્વિસ્ટ" અને "મેઘધનુષનો આઠમો રંગ " પ્રકાશિત થયેલ છે. જૂના ફિલ્મી કલાકારો પર આધારિત સંદેશમાં દર શુક્રવારે પ્રકાશિત થતી તેમની કોલમ "મૂડ મૂડ કે દેખ" ખૂબ જ લોકપ્રિય છે.


આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

પ્રફુલ્લચંદ્ર વલ્લભદાસ કાનાબાર.  કોઈ ઉપનામ નથી.. પ્રફુલ્લ કાનાબારના નામે જ લખું છું. મૂળ વતન જામનગર. છેલ્લા 50 વર્ષથી અમદાવાદ માં જ વસવાટ છે.


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાંથી જ લીધું છે. શાળાનું નામ ગિરધરનગર શાહીબાગ માધ્યમિક શાળા .અમદાવાદ. કોલેજનું શિક્ષણ નવગુજરાત કોમર્સ કોલેજ ખાતેથી મેળવ્યું છે.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

સાહિત્ય સાથેનું જોડાણ અતિ વાંચનને કારણે જ થયું તેવું મારુ મંતવ્ય છે. પ્રેરણા પણ વધારે પડતાં વાંચનના ગાંડા શોખમાંથી જ મળી છે. નવમા ધોરણમાં હતો ત્યારે એક બાળનાટક ‘લખા કાકાને લોટરી લાગી’ લખ્યું હતું જે અમે મેઘાણીનગર ગવર્નમેન્ટ ઓફિસર્સ કોલોનીમાં રહેતા હતા ત્યારે ચોથા પાંચમામાં ભણતા ભૂલકાં ઓ એ ભજવ્યું હતું અને બાળકોને ઇનામ પણ મળ્યું હતું. ત્યારબાદ હું ભણવામાં અને નોકરી ની ઝંઝટમાં પડી ગયો પરિણામે લખવાનું આગળ ના થઇ શક્યું પણ વાંચવાનો શોખ ચાલુ જ રહ્યો હતો. લખવાની શરૂઆત 2002માં 43 વર્ષની ઉંમરે  થઈ..અઢળક વાંચન બાદ.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

મને તો એવી કોઈ ખાસ  મુશ્કેલી પડી નથી. સારાં લખાણની અથવા વાર્તાઓની દરેક સામાયિક અને અખબારને જરૂર હોય જ છે. સવાલ લેખકની ધીરજ અને પેશનનો જ હોય છે.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજનું સાહિત્ય મને તો વધારે વાસ્તવિક અને કન્વીનસિંગ લાગે છે.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

હા ડિજિટલ યુગનો ખુબ જ ફાયદો થયો છે. મારી સંદેશમાં દર શુક્રવારે ફિલ્મી કલાકારો પર આધારિત કોલમ મૂડ મૂડ કે દેખ" ચાલે છે. હું કલાકારોના ઇન્ટરવ્યૂ યુ ટ્યૂબ પર જોઈને જ લખું છું.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

આ સવાલનો જવાબ ઉપર પરિચયમાં સામેલ છે એટલે દોહરાવતો નથી.

આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

આ સવાલનો જવાબ ઉપર પરિચયમાં સામેલ છે એટલે દોહરાવતો નથી.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મલય છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

આ સવાલનો જવાબ ઉપર પરિચયમાં સામેલ છે એટલે દોહરાવતો નથી.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?

વોદિત લેખકોએ પુષ્કળ વાંચવાની ટેવ રાખવી જોઈએ. રી રાઇ ટીંગ પુષ્કળ કરવું જોઈએ. નિરીક્ષણ શક્તિ વિકસાવવી જોઈએ.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરીમિરરનો અનુભવ ઘણો સારો રહ્યો છે.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરીમિરરની ઉત્સાહી ટીમજોતાં  લાગે છે કે હજુ પણ તે વધારે વાંચકો સુધી પહોંચશે જ તેની મને ખાતરી છે.


તો મિત્રો આ હતી એક મુલાકાત જાણીતા  લેખક અને વાર્તાકાર શ્રી પ્રફુલ્લ કાનાબાર સાથે. સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.

  Never miss a story from us, get weekly updates in your inbox.