એક મુલાકાત નવોદિત લેખક શ્રી યોગેશ ચાંદેગરા સાથે :

આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખક શ્રી યોગેશ ચાંદેગરા સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

ચાંદેગરા યોગેશ ત્રિકમભાઈ.  

મને બધાં મારા ઉપનામથી ઓળખે છે " યુગ "

મારું વતન -  જુનાગઢ જિલ્લામાં આવેલ માળિયા તાલુકાનું નાનું એવું ગામ "પાણીધ્રા" હાલ હું કેશોદ વસવાટ કરું છું.


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

મેં જૂન ૨૦૧૮માં બીકોમ પૂરું કરેલ છે "NP આર્ટસ કોમર્સ કોલેજ - કેશોદ " સૌરાષ્ટ્ર યુનિવર્સિટી " 

હાલ હું ટેક્સ કન્સલ્ટિંગ &  એકાઉન્ટીગનું શીખી રહયો છું.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? હું ૧૦ ધોરણથી સાહિત્ય સાથે જોડાયેલો છું બાળપણથી જ પુસ્તકો જોડે લગાવ અને વાંચવાનો શોખ એટલે સ્કૂલમાં જ્યારે પણ રિશેષ પડતો એટલે હું લાયબ્રેરીમાં જ પોહચી જતો.

મને લખવાની પ્રેરણા - મને મારાં વાંચન પરથી જ મળેલી  કારણ કે સારા લેખક બનતાં પેહલાં સારું વાચક બનવું જરૂરી છે.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

મેં લખવાની જ્યારે શરૂવાત કરી ત્યારે હું હિન્દીમાં જ લખતો હતો અને ઘણી બધી મુશ્કેલીઓ આવી મારી સમક્ષ પણ મેં તેનો સામનો કર્યોવાંચકોના ટિપ્પણીઓ એ જ મને ગુજરાતી લેખન સુધી દોરી ગઇહા હજી પણ ભુલો થાય છે.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

હાલનું  સાહિત્ય એ લોકો માટે પણ હવે બોરિગ સાબિત થઇ રહ્યું છે કારણ કે લોકો વાંચનથી દુર જઈ રહ્યા છેમારુ તો મનાવું છે કે આજે ગુજરાતી સાહિત્ય ઘણું બધું મોટું છે અને આપણે આ યુગમાં જુના લેખકો અને કવિઓને વાંચવા જોઈએ. આપણે જેટલા જોડાઈને રહીશું એટલું જ આપણે માતુભાષની નજીક આવીશું.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

હા ! ચોક્કસ મારી શરૂવાત પણ ઓનલાઈન પેલટફોમથી થઈ છે અને તેનાંથી નાના લેખકો જે હજી શીખી રહ્યા છે તેના માટે સારો અવસર છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મારી પહેલી રચનાં હિન્દીમાં હતી "બદલા" ત્યારબાદ એક પ્રેમ કથા "એક અધૂરી કહાની " 

મેં નોવેલ લખવાનું શરૂ કર્યું ત્યારથી મારી લેખકની શરૂવાત થઈ અને મને એક નવા જ રાહ પર લઈ ગઈ.

"કોલજની છેલ્લી બેંચ" અને "ફોરમ પ્રેમની પ્રતીક્ષા " 


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

મારી પ્રથમ રચના - પ્રતિલિપિ પર પબ્લીશ થઈ.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

માંતૃભારતી તરફથી " બેસ્ટ શોર્ટ વાર્તા માટે એક સર્ટિફિકેટ મળેલું છેઅને એક લેખ માટે મને સન્માન પણ મળેલું છે.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

નવા લેખકો માટે એટલું જ કહીશ કે તમારું વાંચન જેટલું સારું હશે તો તમને તામારી સફળતાની ચાવી બની ને સાથે રહશે.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરુમીરર પણ મને બીજાં ઓનલાઈન પેલ્ટફોર્મ કરતાં સારો એવો અનુભવ થયો છે.. " આજ સુધી ઘણાં બધાં લોકો સાથે કામ કર્યું પણ સ્ટોરીમીરર પર એક અનોખી મજા આવી.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

ના ! કોઈ શબ્દો મારી પાસે.. બસ જે કરી રહ્યું છે તે બેસ્ટ છે.


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખક શ્રી યોગેશ ચાંદેગરા સાથેસાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.


  Never miss a story from us, get weekly updates in your inbox.