એક મુલકાત બહુ પ્રતિભાશાળી શ્રી પિન્કી શા સાથે :

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા શ્રી પીન્કી શાહ સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

પિન્કી મહેતા શાહ . * દીશા * નામથી લખું છું .અંદાજે 35 વરસથી લખું છું .લખવું ખૂબ ગમે છે અભિવ્યક્તિના આ માધ્યમથી હું મને લાગે છે પૂર્ણતા પામી છું .હું મુંબઈમાં જન્મી છું .રાજકોટમાં ઉછરી છું અને અમદાવાદમાં રહું છું .મારા વ્યક્તિત્વમાં મુંબઇ કાઠિયાવાડ અને ગુજરાતનું મિશ્રણ છે .. 


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

રાજકોટમાં કોટક કન્યા શાળામાં મારું schooling હતું .12th પછી  વીરબાઈ મહિલા કોલેજમાં મારું ગ્રેજ્યુએશન થયું . સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા સાથે મેM.A કરવાની શરૂઆત કરી . ભાષા પ્રત્યે પહેલેથી ખુબ લગાવ હતો હિન્દીમાં રત્ન સુધી પાસ કરેલ છે .ગુજરાતી માં કવિતા ,વાર્તા અને માહિતી લેખો હું 6ધોરણથી લખતી હતી .પણ એ સ્કૂલમાં મારી પ્રવૃત્તિને વેગ ના મળ્યો . ત્યારે એવું વાતાવરણ જ ના મળ્યું . શિસ્ત વચનની પરિક્ષામાં હાજર હોવા છતાંયે ગેરહાજર લખાયું .ખૂબ મહેનત કરેલી .ટોપ જવાની પૂરી શક્યતા હોવા છતાંયે આવું બન્યું બહુ મથી પણ સપોર્ટ ના મળ્યો. ત્યાર બાદ હું ફરી લાન્સ લખતી રહી. અખિલ ગુજરાત યુવા મહોત્સવમાં અભિનય અને સંગીતમાં પરિતોષ મેળવ્યા છે જ્યારે હું માત્ર 16વરસની હતી. મારી પોતાની લેખનમાં એક આગવી દુનિયા હતી. કોલેજમાં આવ્યા પછી હું આકાશ વાણીદૂરદર્શન અને સ્ટેજ પ્રોગ્રામ સાથે જોડાઈ.સ્ટેજ માટે નાટકો લખ્યાડોક્યુમેન્ટરી ફિલ્મો લખવીચર્ચા સંવાદો લખવા માહિતી લેખો લખવા,વાર્તાઓ લખવાગીત ગઝલ લખવા . 

ગુજરાતી સાહિત્યના અન્વયે કનૈયા લાલ મુનશી મારી નજરે મહા નિબંધ સ્પર્ધામાં પ્રથમ પરિતોષ મેળવેલ છે 

તોફાની તાંડવ તરફ થી બેસ્ટ ન્યૂ કમરનો અચિવમેન્ટ મળેલ છે 

2010મા વિમેન્સ પાવરની ટ્રોફી મળેલી છે રિલાયન્સ લાઈફ ઇન્સયુંરન્સ તરફથી ....


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? સાહિત્ય પરત્વે રસ રુચિ પહેલેથી જ હતા.જબરદસ્ત ઘેલું હતું વાચનનું. લાઇબ્રેરીમાં જતાંની સાથે જ નવા પુસ્તકોની અપડેટ જોવાની ટેવ હતી. મારા પપ્પાને પણ ખૂબ શોખ હતો. પૂરા પરિવારને વાચનની આદત હતી. લાઇબ્રેરીના 9 કાર્ડ હતા. એક કાર્ડ પર 2 બુક મળતી. ઘરે ન્યુઝ પેપર અને મેગેઝિન પુષ્કળ આવતા અમારા ઘરે પુસ્તકો અને મેગેઝીનોની ભરમાર રહેતી. માહોલ વચ્ચે રમવાની ઉંમરે હું લખવા લાગી. રોજનીશી લખવાની મારી આદત હતી. હિન્દી બુકના ગુજરાતીમાં તરજુમાં કરતી. મુશાયરા અને કવિ સંમેલનમાં નિયમિત જતી. પુસ્તક મેળા  હું રસથી જવા લાગી. નાની ઉંમરે લાગેલો અને બાદમાં કેળવેલો શોખ તેમાં સમર્પિત થતો ગયો .   

     

સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

વર્ષો સુધી લખતી રહી. આકાશવાણીમાં લેખનને અવકાશ હતો. અમદાવાદમાં આવ્યા પછી ક્યાંય પણ મળીએ તો ઓળખાણજરૂરી હતી ક્યાં મેગેઝિન કે પેપર સાથે સંકળાયેલા છો એ જ મહત્વનું હતું. જેથી મે માત્ર લખવાનું કામ કર્યું વર્ષો સુધી અંધકારમાં રહી. અહી વોટ્સએપમાને ફેસબુકમાં સંકળાયા પછી એક્સપોસર મળતું ગયું .લોકો વાંચતા થાય. સોશ્યલ મીડિયાનો આ ખૂબ મોટો  ફાયદો છે 



આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજની નવી પેઢી માં  સારી આવડત છે ખૂબ એલર્ટ છે ક્યાં ક્યારે શું લખવું એ સમજ છે એ લોકો બુદ્ધિશાળી છે નવતર પ્રયોગો કરતા રહે છે એ લોકો માટે ખાલી એક જ મેસેજ છે  હારના સ્વીકારો ....જીદ કરો અને મચી રહો .....સફળતા મેળવવી  અઘરું છે અશક્ય નથી.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

અફકૉર્સે. ખૂબ ભાગ ભજવે છે તમારામા મૌલિક્તા હશે અને તમે જો લોકોને તમારા હાર્દને સમજાવી શકશો તેમજ લખાણમાં નવા પ્રવાહને ઉમેરતા રહેશો તો ચોક્કસ તમારી આવડત અને તમારી ટેલેન્ટ લોકો સ્વીકારશે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

શબ્દ શણગાર પાંદડી -2માં મારી રચના પ્રકાશિત થઈ  છે 

*વતનની વાતમાં રચના પ્રકાશિત થઈ  છે 

તોફાની તાંડવમાં મારી રચના પ્રકાશિત થઈ છે 

‘સ્ત્રી શોર્ય ‘ મેગેઝિનમાં  મારી કોલમ વિમેન્સ પાવર પર શરું થઈ રહી છે

સંકલ્પ *મેગેઝિનમાં *સ્ત્રી ઓ મારી નજરે’ કોલમ અંતર્ગત હું વાચકો સાથે  ડાયરેક્ટસંપર્કમાં આવીશ 


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

આકાશવાણીથી શરૂઆત કરેલી 86થી ત્યાર બાદદૂર દર્શનસ્ટેજ અને વિવિધ ગ્રૂપ સાથે સંકળાયેલી રહી .


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

2010માં રિલાયન્સ લાઇફ  ઈન્સ્યુરન્સ તરફથી વિમેન્સ પાવરની ટ્રોફી મળેલ છે

‘તોફાની તાંડવ’તરફથી બેસ્ટ ન્યૂ કમરનો અચિવમેન્ટ એવોર્ડ મળેલ છે 

હમણાંજ સ્ટોરીમીરર તરફથી બેસ્ટ ઓથર ઓફ 2018માટે નોમીની થઈ હતી.

સ્ટોરી મીરરમાં જ્યુરિ મેમ્બર તરીકે નિયુક્ત કરેલ છે 


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

હિંમત ના હારો. ક્યારેક કોઈ મળી આવશે  જેઓ થકી આગળ આવી શકાશે. એક વાત યાદ રહે ખૂબ તપ્યા પછી જ સોનું બની શકાય છે .જેટલો વધારે સમય  લાગશે ,લખાણમાં એટલી પરિપક્વતા આવશે. લેખન કળાને સફળતા મળવામાં અને લોકભોગ્ય બનાવવામાં ઉતાવળ કરવા કરતાં યોગ્ય સમયની રાહ જોવી અને ત્યાં સુધી પોતાના લખાણને વધારે સભર બનાવવું જરૂરી છે    


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

હું સ્ટોરી મીરરના પ્રણેતા કૂંજલબેન છાયાના પરિચયમાં આવી. અને તેઓએ મને લખવાનું આમંત્રણ આપ્યું.

મારી જિંદગીની દિશા બદલાઈ ગઈ . મને લોકો સુધી પહોંચાડી સ્ટોરી મિરરે.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરીમિરર એક એવું પ્લેટફોર્મ કે જેને એક્સપોસર નથી મળ્યું એવા લેખકો અને કવિ ઓને મંચ પૂરું પાડે છે. મને મળેલી સફળતાનું શ્રેય હું સ્ટોરી મિરર ને આપુ છું.



પિન્કીબેન વિષે વિશેષમાં:  


અભિનયનો ખૂબ શોખ છે. ઇન્સ્ટન્ટ અભિનય, કરી શકું છું . ઘણીવાર ત્વરિત અભિનય કોઈ પાત્રની અવેજીમાં કરેલ છે 

મારા માટે રિહર્સલ કે સ્ક્રિપ્ટ જરૂરી નથી . હું સ્ટોરી ને અનુરૂપ મારૂ પાત્ર નિરૂપણ કરી લઉં છું. ડેરેકશન મને ખૂબ ગમે છે ડીરેકશનની ટીમમાં ઘણું કામ કરેલ છે. બોલિવૂડ સિને એસોસિએશનની મેમ્બર છું. આગામી દિવસોમાં હું અભિનય અને સંગીતના ફિલ્ડમાં ટીમ વર્ક સાથે આવી રહી છું.

એક દિલી તમન્ના - ફ્યુચરમાં અભિનયની એકેડમી સાથે સાંકળવાની ઈચ્છા છે  સાહિત્યના ક્ષેત્રમાં સાહિત્ય અકાદમીનો એવોર્ડ 

મારું સપનું છે.

હાલ  હું  “મી એન્ડ માય પાપા” પર એક પર એક autobiography  લખી રહી છું.


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખિકા શ્રી પીન્કી શાહ સાથે  સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.

  Never miss a story from us, get weekly updates in your inbox.