એક મુલાકાત નવોદિત લેખક કલ્પેશ વ્યાસ સાથે

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખક શ્રી કલ્પેશ વ્યાસ સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 


આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

મારું નામ કલ્પેશ મધુકાંત વ્યાસ છે . 

કાલ્પનિક આ મારું ઉપનામ છે. મારુ મુળ વતન - ગામ: બ્રહ્મપુરીતાલુકો: ઈડર સાબરકાંઠા જીલ્લોઉત્તર ગુજરાત. વર્ષોથી રહેઠાણ કાંદિવલીમુંબઈમાં છે.


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

મારું શિક્ષણ કાંદિવલીમાં જ થયું - પ્રાથમિક શિક્ષણ,શ્રી જમનાદાસ અડુકિયા સ્કુલ (ગુજરાતી માધ્યમ)માધ્યમિક શિક્ષણ એસ્પ્લેનેડ હાઈસ્કુલ (ગુજરાતી માધ્યમ) અને ત્યારબાદ બાલભારતી કોલેજ ઓફ કોમર્સથી B com સુધીનું ભણતર પુરુ કર્યુ


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

અગાઉ મને સાહિત્યમાં રસ ઓછો હતો. ૨૦૧૬થી સોશ્યલ મીડીયા પર જો બકા અને કવિના જોક્સ પર ટિપ્પણી કરતા કરતા લખાણ પ્રત્યે આદર થવા લાગ્યો અને પોતાની કવિતાઓ લખવા લાગ્યો. પછી વોટ્સએપ અને ફેસબુક પર લખાણ પોસ્ટ કરતો ગયો. અને સારો પ્રતિસાદ મળતો ગયો. લખાણ માટેની પ્રેરણા અને પ્રોત્સાહન મિત્રો અને સ્નેહીજનો પાસેથી મળતા ગયા અને હું લખાણ લખતો ગયો.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

શરુઆતમાં અંત્યાનુપ્રાસ માટે પર્યાયી શબ્દોસમાનાર્થી શબ્દો વગેરે ગોતવામાં તકલીફ થઈ, હજુ પણ થાય છે. પણ એ માટે સાર્થ જેડણી કોષનો એપ અને lexicon dictionary આ બે એપ્સનો ઉપયોગ કરીને લખતો ગયો.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજના સાહિત્યનું લખાણ ICT અથવા current affair સાથે જોડીને લખેલું હોય તો વધુ પસંદ કરવામાં આવે છે. અને હાપ્રેમને લગતા લખાણ તો ખરા જ. લાંબા લેખ કરતા ટુકું અને ટચ લેખ, કવિતાઓ અનેલ સુવિચાર વાંચકો  વધુ પસંદ કરે છે.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

ચોક્કસ ડીજીટલ મીડીયાસોશ્યલ મીડીયા અને સ્માર્ટ ડિવાઈસ સાહિત્યકારોને ટાઈપીગએડિટીંગ અને સજાવટ માટે તો ઉપિયોગી થાય જ છે સાથે સાથે લખાણને વાઈરલ કરીને પ્રસિદ્ધ કરવામાં સોશ્યલ મીડીયા પણ મહત્તવનો ભાગ ભજવે છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મારુ કોઈ પુસ્તક પ્રકાશિત થયું નથી. મારી વધુમાં વધુ રચનાઓ હું સ્ટોરીમિરરમાં સબમીટ કરું છું. મારી વધુ રચનાઓ ઉપમા અલંકાર વાળી હોય છે.


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

સ્ટોરીમીરર પર મારી પહેલી રચના ૨૦/૧૦/૨૦૧૮ના રોજ લાઈવ કરવામાં આવી. એ પહેલા વોટ્સ એપ અને ફેસબુક વિગેરે પર પોસ્ટ કરતો હતો અને હજુ પણ કરું છું


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

મે અમારા ગામ વિષે એક નીબંધ લખેલો એ માટે એક સન્માન મળ્યું હતું. લેખન માટે એ સિવાય મારી સફર હજી નવી છે.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

જો કે હું પોતે પણ નવોદિત લેખક જ છુંછતાએ એટલુ સજેશન આપવા ઇચ્છું છું કે લખાણ વાચકવર્ગની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને લખવુ. વિવાદાસ્પદ વિષયોથી દૂર રહેવુ સારુ .


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરીમિરર પર લખાણનો મારો અનુભવ સરસ રહ્યો. મે મોકલેલ બધી રચનાઓ સરસ કવર ઇમેજ સાથે પ્રકાશીત થઈ છે. એ માટે આભાર વ્યક્ત કરતા આનંદ થઈ રહ્યો છે.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરીમિરરના વ્યવસ્થાપકોસંપાદકોપ્રુફ રીડર્સ કવર ડીઝાઈન બનાવનાર ગ્રાફીક ડીઝાઈનર્સ અને સ્ટોરીમિરરની પુરી ટીમનો હું આભારી છું.

તો મિત્રો આ હતી એક મુલાકાત લેખક શ્રી કલ્પેશ વ્યાસ સાથે  સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.



  Never miss a story from us, get weekly updates in your inbox.