એક મુલકાત નવોદિત યુવાન કવિ શ્રી ધ્રુમિલ જાની સાથે :

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખક શ્રી ધ્રુમિલ જાની સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

ધ્રુમિલ યશવંતભાઇ જાની "વિરામ"

વતન:- સિધ્ધપુર

આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

પ્રાથમિક અભ્યાસની શરૂઆત સિધ્ધપુરમાં થઈ હતી એને તેનો મધ્ય ભાગ મહેસાણાની સાર્વજનિક પ્રાથમિક અને માધ્યમિક શાળા માં પુર્ણ કર્યો ત્યાર બાદ હવે સિધ્ધપુરમાં સૈફી જ્યુબીલી આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં B.com કરું છું


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? મારી પ્રથમ કવિતા લખવાની  શરૂઆત એક સ્વપ્ન દ્વારા થઈ હતી અને ત્યાર બાદ સાહિત્ય વર્તુળ સિધ્ધપુરમાં જોડાયો ત્યાં મને વધુ લખવાની પ્રેરણા મળી એ પછી હું શબ્દોની હરિફાઈ નામે વોટ્સઅપ ગ્રુપમાં જોડાયો ત્યાં મારી કલમ ધારદાર બની અને મારા લેખનને પ્રસિદ્ધિ તથા વેગ મળ્યો .


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

જી, એવી કોઈ ખસ મુશ્કેલીઓનો સામનો કરવો પાડ્યો નથી.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

સાહિત્ય એ ખુબ જરૂરી છે અને એને ધબકતું રાખવા આપણે મહેનત કરવી રહી


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

હા ચોક્કસ સોશિયલ મીડિયા ને કારણે કોઈ પણ સાહિત્યકાર પોતાની રચના ને ઝડપી અને સરળતાથી લોકો વચ્ચે પહોંચાડી શકે છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મારી રચનાઓ ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં હોય છે


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

મારી પ્રથમ રચના દિકરી પર હતી અને રજુઆત મેં સિધ્ધપુર ખાતે એક કવિ સંમેલનમાં કરી હતી


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

શબ્દો ની હરિફાઈ તથા સિધ્ધપુર ના સૌથી નાની વયના કવિ તરીકે સન્માન મળેલ છે

તથા  શબ્દોની હરિફાઈના પ્રથમ માસમાં 16 વખત વિજેતા થવા બદલ કવિરત્ન એવોર્ડમળેલ છે.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

હું પોતે પણ હજી એક નાવીદિત જ છું, તેમ્ છતાં નવોદિત કવિઓ માટે એટલું જ કહીશ કે લખવાનું હંમેશા ચાલુ જ રાખજો અને વધુ વાંચન કરવું જેથી શબ્દભંડોળમાં વધારો થાય છે

સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

મારો અનુભવ ખુબ જ સારો રહ્યો છે હુ મારી રચનાઓ વધુ વાંચકો સુધી પહોંચાડી શક્યો છું

સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

ખરેખર ખુબ જ સુંદર એપ છે અને લેખન માટે સૌથી શ્રેષ્ઠ એપ છે. વેબસાઈટ પણ ખુબ જ સુંદર છે.


તો મિત્રો આ હતી એક મુલાકાત નવોદિત લેખક શ્રી ધ્રુમિલ જાની સાથેસાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.

  Never miss a story from us, get weekly updates in your inbox.