એક મુલાકાત લેખક આનંદ ગજ્જર સાથે :

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખક આનંદ ગજ્જર સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 


આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

મારુ નામ : આનંદ ગજ્જર. 

વતન :  વઢવાણ (ગુજરાત)

સુરેન્દ્રનગર જિલ્લા


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

પ્રાથમિક શિક્ષણ વઢવાણની સંસ્કાર સ્કૂલમાં મેળવ્યું અને આગળ ઉચ્ચતર અભ્યાસ માટે અમદાવાદમાં આવેલી આઈ.ટી.આઈ કુબેરનગરમાં કેમિકલ ફિલ્ડમાં એડમિશન લીધું.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

૨૦૧૬ પ્રથમવાર લેખક અશ્વિન મજેઠીઆની બુક ‘ધક ધક ગર્લ’ વાંચી અને લખવાની પ્રેરણા મળી.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

પ્રથમ વખત પોતાની નાની એવી સ્ટોરી અજાણ્યો પ્રેમ લખી જેમાં શબ્દો જોડણીના કારણે નિષ્ફળત મળી છતાં પણ એમાં ફરીવાર પ્રયત્ન સાથે સુધારા કરીને એને સબમિટ કરી જેમાં સફળતા મળી. સમય જતા ધીરે ધીરે સાહિત્યમાં એક અલગ સ્થાન મેળવ્યું.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

મારા મતે આજનું સાહિત્યમાં ઘણા બધા સુધારા થયેલા છે. નવોદિત લેખકો લવસ્ટોરીસસ્પેન્સ સ્ટોરીમાં વધારે આગળ વધી રહ્યા છે અને વાચકો પણ આવી પ્રકારની રચનાઓનો આગ્રહ રાખે છે.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

ડીજીટલ અને સોશિઅલ મીડિયા આવી જવાથી દરેક સાહિત્ય પ્રવૃતિઓને વેગ મળ્યો છે. વિકાસ થયો છે. નવા સાહિત્યકારો માટે એક નવો રસ્તો ખુલ્યો છે. સાહિત્યનો ફલક વધ્યો-વિસ્તર્યો છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

પ્રથમ સ્ટોરી અજાણ્યો પ્રેમમાં વાંચકોના સારા રિવ્યુના કારણે લેખન પ્રત્યે રુચિ વધી અને એજ ક્ષણોસફર મારી જિંદગીનીફેબ્રુઆરી 2017માં લેટર ટુ યોર વેલેન્ટાઈન કોન્ટેસ્ટમાં વિજેતા બની ચુકેલી સ્ટોરી - તારા વગરનો અધુરો વેલેન્ટાઈન (ભાગ ૧-૨)તૃત્યા :- પાછલા જન્મનો બદલો (ભાગ - ૧ થી ૨૦)આત્મહત્યાવાંચકોના દિલમાં એક અલગ સ્થાન મેળવનાર સ્ટોરી - લાસ્ટ ચેટિંગલાસ્ટ ચેટિંગ - ૨ વગેરે સ્ટોરી દ્વારા અત્યાર સુધીની સફર.


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

પ્રથમ રચના અજાણ્યો પ્રેમ માતૃભારતી પ્લેટફોર્મ પર પ્રકાશિત કરી.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

ફેબ્રુઆરી 2017માં લેટર ટુ યોર વેલેન્ટાઇનમાં માતૃભારતી તરફથી મળેલ પ્રથમ પુરસ્કાર.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

નવોદિત લેખકોએ સાહિત્ય જગતમાં આગળ વધીને ભારતના વારસાને આગળ વધારવો જોઈએ.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

જી, ખુબ સરસ. આનંદ આવે છે.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરીમિરર નવોદિત લેખકો માટે સાહિત્યજગતમાં આગળ વધવા માટે મદદરૂપ તક છે.


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખક શ્રી આનંદ ગજ્જર સાથે  સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.


  Never miss a story from us, get weekly updates in your inbox.