એક મુલાકાત એન.આર.આઈ. લેખિકા શ્રી રેખા શુક્લ સાથે :

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા શ્રી રેખા શુક્લ સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

મારું પૂરું નામ રેખા મહેશકુમાર શુક્લ છે. 

ઉપનામ નથી ધરાવતી. ભારતીય નારી હોવાનો ગર્વ છે અને શિકાગો યુ.એસ.એ માં સ્થાયી થયાનો આનંદ છે.

વતનઃ નાગપૂર જન્મસ્થાન- સૌરાસ્ટ્ર મોસાળ ને સાસરું –

અમદાવાદમાં ભણતર પત્યું ના પત્યું ને લગ્નગ્રંથિથી જોડાયા.


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

અમદાવાદ ભણતર પતાવ્યું સેકન્ડરી ટીચર્સ ટ્રેઇનીંગ કોલેજમાંથી બી.એડ કર્યું

ગુજરાતી સાહિત્યની મૌલિકતા શૈલી ને રસિક વાર્તાઓ ને કવિતાઓમાં પહેલેથી ખૂબ મજા આવતી. હાઇસ્કૂલ પહેલા લખવાનું ચાલું થયું જ્યારે માધ્યમિક શાળામાં કવિ સંમેલન રચાયેલું. શ્રી. ઉમાશંકર જોષીભૂપતભાઈ વડોદરીયા, ને કાવ્યપાનના ગુંજનનો સંકલ્પ શું થયો લખવાનો મોકો મળ્યો.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

સાહિત્યનું જોડાણ- મમ્મી તરફથી વારસાગત મળેલું.   સ-રસ શિક્ષકના બહોળા જ્ઞાનનો લ્હાવો મળતો તેથી ગુજરાતીમાં ડીસ્ટીંશન આવતા. ૨૦૦૨ જૂનમાં હાર્ટએટેક આવ્યા પછી વચ્ચે વચ્ચે ચબરખિયોમાં લખેલું જોડતી ગઈ... ૨૦૦૩માં શ્રી. કિશોરભાઈ રાવળ (ગુજરાતના જાણીતા ચિત્રકાર શ્રી. રવિશંકર રાવળના ભત્રીજા) તરફથી ગુજરાતીમાં ટાઈપ કરી કેસૂડા. કોમ પર પ્રથમ રચના મૂકાઈ. ૨૦૦૪ માં "ગગને પૂનેમનો ચાંદ" કાવ્યસંગ્રહ પ્રકાશિત કર્યો.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

જ્યારે ફોન્ટ કઈ રીતેરસ્વઈ દિર્ધઈ કઈ રીતે રેગ્યુલર કી.પેડ પરથી ટાઈપ કરતા શીખી ગઈ ત્યારે થોડી મહેનત લાગી. પણ જેમ જેમ પ્રેક્ટિસ વધી તેમ તેમ આનંદ ને ઉત્સાહ વધતો ગયો. મન હોય તો માળવે જવાય સાબિતિ રૂપે બ્લોગ શરૂ કર્યો ગગને પૂનમનો ચાંદપણ બીજો મારો સોનાનો ઘડૂલો રે"... શબ્દોને પાલવડે સાજન બાંધુ કવિતામાં


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજના માઇક્રો યુગમાં ફેસબુક જેવા માધ્યમ દ્વારા નવા અછંદાસમાં લખનારાને પણ એક્સ્પોઝર્સ મળતો ગયો ને પ્રોત્સાહન વધતું ગયું.

આજના સાહિત્ય માટે વાસ્તવિકતામાં લખેલી શ્રેણી બધ્ધ વાર્તાઓને કવિતાઓ લાભ મળે છે. ભાષાને બિરદાવવામાં ઇન્ટરનેટ ને ફેસબૂક જેવા માધ્યમ ઉપલબ્ધ છે. ને તેના દ્વારા રોજી પણ કમાઈ શકે છે.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

બિલકુલ ડીજીટલ મિડિયા નવોદિતોને એક પ્લેટફોર્મ પૂરું પડે છે. નવા સાહિત્યકારો ને પણ કવિ સંબેલન ના અવસરોનો લાભ મળે છે. એવોર્ડ -ફૂલ-પ્રમાણપત્રો દ્વારા પ્રોત્સાહિત કરાય છે. ખૂબ આનંદની વાત છે.

આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

આમ ૨૦૧૧ માં અસ્તિત્વની પ્રતિતી નો પ્રારંભઃઃ "ગગને પૂનમનો ચાંદ"- કાલ્પનિક દુનિયામાંથી વાસ્તવિકતાની ધરતી પર રૂમઝૂમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે..... બ્લોગ બન્યા બે. અને પુસ્તક છપાયા ૪ ૨૦૦૪ માં " ગગને પૂનમ નો ચાંદ" પછી ૨૦૧૩ માં એક સાથે ત્રણ ઓનલાઇન " દિપમાલા" " ઝરૂખે" અને "સંગમસેતુ" આવ્યા. ગુગલપ્લ્સ પર- કેસુડા.કોમ પર-જન ફરિયાદ.કોમ પરગુજરાત દર્પણ પર રાષ્ટ્રદર્પણ પર- ઝાઝી.કોમ પર - સ્ટોરીમિરર પર- પ્રતિલીપી.કોમ પરને માતૄભૂમિ.કોમ પર પ્રકાશિત થતી રહી રચનાઓ.ફ્લોરીડા થી ડો.દિનેશભાઈ શાહે ખૂબ પ્રોત્સાહન આપી અમને બધાને ભેગા કરી કવિસંમેલન રચ્યું બે વાર જવાનો મોકો મળ્યો. 

ફ્લોરીડા યુનિવર્સિટી તરફથી ગુજરાતી કવિયત્રી તરીકે પુરસ્કાર મળ્યો સહર્ષ સ્વીકાર પણ કર્યો.  શ્રી. વિજયભાઈ શાહ- વિજયભાઇએ બધા એન આર આઇ કવિઓની રચના પ્રકાશનનું કામ બિરદાવ્યું ને અમને ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું. લાયકાત કરતા માગ્યા વગર પ્રભુએ ધણી ખુશી આપી. સહકાર મળ્યો સહિયારા સર્જનમાં લખવાનો મોકો મળતો રહે છે...નિવૄત્તિની મનગમતી પ્રવૄત્તિ..!! રચનાઓ સંવેદનશીલ ને ટૂંકી તેમજ ચોટદાર જો ગમે તો જરૂર વાંચશો. ક્યારેક આંખોના ખૂણા ભીના કરતી ભાવુક મારી રચનાઓ પણ ગમશે.


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

પ્રથમ રચના હિંદીમાં 'બિકતા હૈ જહાંઅને ગુજરાતીમાં કારણકે હું નારી છુંપ્રકાશિત થઈ છે.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

પુરસ્કાર - નિજાનંદ. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડાથી મઢેલું પ્રમાણપત્ર કવિ સંમેલનમાં મળ્યું


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

નવોદિત લેખકો ને એજ નમ્રવિનંતી કે લખતા રહીએ મળતા રહીએ વાંચતા રહીએ ને ખુશ રહીએ...સાહિત્યને બળ મળતું રહે..


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરી મિરર પર સરળતાથી લખાય છે કે જેનો મને મોકો મળ્યો તેનો ખૂબજ આનંદ છે. વાચકમિત્રો ને નમ્ર વિનંતી કે સ્ટોરીમિરર ઉપલબ્ધ છે તેનો લાભ લેતા રહો. લખતા રહો ને વાંચતા રહો... ભળતા રહો ને જીવતા રહો.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરીમિરરના દરેક સભ્યોની આભારી છું કેમ કે સ્ટોરીમિરરમાં રોજ નવી નવી મૌલિક રચનાઓ મૂકાતી રહે પ્રેરણા આપતી રહે છે માટે સ્ટોરીમિરર સાથે જોડાયેલાં રહો ને સાહિત્ય ને માણો.આપ સૌની આભારી.


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખિકા શ્રી રેખા શુક્લ સાથે  સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.

  Never miss a story from us, get weekly updates in your inbox.