એક મુલકાત લેખક શ્રી નિરંજન મહેતા સાથે :

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

નામ: નિરંજન મહેતા

જન્મ અમદાવાદ. વસવાટ મુંબઈ


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

શાળા શિક્ષણ SSC સુધી ગોકળીબાઈ પૂનમચંદ પિતાંબર હાઈસ્કુલવિલેપારલે

કોલેજ MCOM સિડનહામ કોલેજમુંબઈ


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

લખવાની શરૂઆત ૧૯૬૬માં એક વાર્તાસ્પર્ધામાં ભાગ લઈને થઇ. ત્યારબાદ થોડું સાહિત્ય રચાયું પણ સાંસારિક જવાબદારીઓ અને નોકરીને કારણે તે અટકી ગયું જે ૨૦૦૪મા ફરી શરૂ થયું. અને હવે તે નિયમિત છે.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

આમ તો ખાસ કોઈ મુશ્કેલી નથી થતી પણ કેટલીક રચનાઓનો સ્વીકાર ન થાય ત્યારે મન મનાવવું પડે કે હજી વધુ સારૂં રચવું જરૂરી છે.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજનું સાહિત્ય અગાઉના સાહિત્યની સરખામણીમાં છીછરૂં કહી શકાય કારણ લોકોને વાંચવાનો સમય ન હોવાથી ગંભીર સાહિત્ય નથી આવકારાતું અને મનોરંજક કે ગલગલિયા થાય એવા સાહિત્યને આવકારાય છે. તે ઉપરાંત ભણતરમાં અંગ્રેજી માધ્યમને અપનાવવાથી આપણી માતૃભાષા તરફ દુર્લક્ષ સેવાઈ રહ્યું છે. વળી અગાઉના સાહિત્યમાં વ્યાકરણ અને જોડણી પ્રત્યે સભાનતા હતી તે આજના લેખકોમાં નથી જોવા મળતી.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

ડીજીટલ અને સોશિયલ મીડિયાને કારણે જરૂર સારા લખાણોને સ્થાન મળતું થયું છે અને તેને કારણે સાહિત્યનો વ્યાપ પણ વધ્યો છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

છેલ્લા દસ વર્ષમાં મારી જુદી રચનાઓ જેવી કે લઘુકથાવાર્તાકવિતાનિબંધોકહેવતકથાઓનાટક વગેરે  'કુમાર', 'અભિયાન;, 'મુંબઈ સમાચાર', 'અહા! જિંદગી' 'મમતાજેવા  જુદા  જુદા સામયિકો અને 'જન્મભૂમિજેવા અખબારમાં પ્રકાશિત થયા છે. તે ઉપરાંત 'વેબગુર્જરી', 'બેઠક', 'સહિયારું સર્જન', 'સ્ટોરી મિરર', 'માતૃભારતી', 'ગુજરાતી પ્રતિલિપિ', 'ઈવિદ્યાલય'  જેવા જુદા જુદા બ્લોગ્ઝ પર પણ મારી રચનાઓ મુકાય છે. આજ સુધીમાં આ રચનાઓની સંખ્યા લગભગ ૩૦૦ જેટલી છે. મારો પહેલો વાર્તાસંગ્રહ 'ઓળખાણએપ્રિલ ૨૦૧૭મા અને બીજો વાર્તાસંગ્રહ 'સ્નેહ સંબંધડિસેમ્બર ૨૦૧૮મા પ્રકાશિત થયો છે.


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

પહેલી રચના 'સુધાસાપ્તાહિકમાં (જે હવે બંધ છે). તેમણે પ્રકાશન પહેલા યોજેલી વાર્તા સ્પર્ધામાં જે વાર્તા આપેલી તેને આશ્વાસન ઇનામ મળેલું અને તે ત્યાં પ્રકાશિત પણ થઇ હતી.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

એક નિબંધ સ્પર્ધામાં ૨૦૦૪મા બીજું ઇનામ પ્રાપ્ત થયું હતું. 'માતૃભારતીઅને 'બેઠકબ્લોગ્ઝની વાર્તા સ્પર્ધાઓમાં આશ્વાસન ઇનામ. જાન્યુઆરી ૨૦૧૯માં એક કાવ્ય સ્પર્ધામાં પ્રોત્સાહન ઇનામ. હજી સુધી સ્ટોરી મિરર તરફથી કોઈ પુરસ્કાર પ્રાપ્ત કરવાનો અવસર આવ્યો નથી.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

નવોદિત લેખકોને જણાવવાનું કે પ્રયત્ન કરતાં રહેવું. આપણે લખીએ તે બધું સ્વીકાર્ય ન હોય તો પણ નિરાશા ન અનુભવવી. કહેવત છે કે લખતાં લહિયો થાય. આ યાદ રાખશો તો સકારાત્મકતા બની રહેશે અને આગળ જતાં સુંદર રચનાઓ પણ રચાશે.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરી મિરર પર થોડીક રચનાઓ મૂકી છે જેને વાચકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરી મિરર જુદી જુદી ભાષાઓમાં સાહિત્યને સારૂં પ્રોત્સાહના આપે છે અને તેને કારણે આજે યુવા વર્ગ સાહિત્ય પ્રત્યે રૂચી ધરાવતો થયો છે તે આનંદની વાત છે.


તો મિત્રો આ હતી એક મુલાકાત નિરંજન મહેતા સાથે  સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.

  Never miss a story from us, get weekly updates in your inbox.