Home
Quotes New

Audio

Forum

Read

Contest


Write

Write blog

Log In
Your search for લેખિકા
લેખિકા અલ્પા વસાના સાહિત્ય માટેના વિચારો.
 neeta kotecha  
 21 July 2018  
Art

પ્રશ્નઃ આપનો પ્રથમ પરિચય, અભ્યાસ અને હાલ આપ વ્યવસાયિક ધોરણે શું કરો છો ?ઉત્તર : હું અલ્પા વસા. મુંબઈથી. B.A with psychology અભ્યાસ છે. હાલમાં હું સંસ્કૃત ભાષાની શિક્ષિકા છું. પ્રશ્નઃ શોખ એટલે તમારે મન શું ?ઉત્તર : જેના દ્વારા સહજતાથી નિજાનંદ પ્રાપ્ત થાય તે મારો શોખ. પ્રશ્નઃ આપ કયા નામે લખવું પસંદ કરો છો? કોઈ ઉપનામ ખરું?ઉત્તર : ઉપનામ તો ‘ કાવ્યાલ્પ ‘ છે, પણ હમેશાં ‘કાવ્યાલ્પ’ નામ વણીને જ રચના લખવી એવો કોઈ આગ્રહ નથી.  પ્રશ્નઃ લેખનકળામાં આપને સૌપ્રથમ ક્યારે પ્રેરણા થઈ? / એવી કઈ ઘટના બની કે આપ લખવા પ્રેરાયા ?ઉત્તર : સ્કુલમા ૫ મા, ૬ ઠ્ઠા ધોરણમાં જ નિબંધ લખતાં અને પછી વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા જ, શિક્ષકોની મળતી ખૂબ સરાહના એ જ લખવા પ્રેરિત કરી હતી.  પ્રશ્નઃ આપના પ્રકાશિત સાહિત્ય વિશે જણાવો.ઉત્તર : “ કાવ્યાલ્પ “ કવિતા અને અછાંદસનું પુસ્તક - ૨૦૧૪ મા.“ વાર્તાલ્પ” ૩૦ લઘુ વાર્તા આવરી લેતું પુસ્તક - ૨૦૧૭ મા. પ્રશ્નઃ આગામી કોઈ ઇચ્છીત સાહિત્ય સાહસ ખરું ?ઉત્તર : હવે “ ગઝલાલ્પ” ગઝલના પુસ્તકની ઈચ્છા છે.  પ્રશ્નઃ આપ કોઈ સાહિત્યિક સંકુલ / ગૃપ્સ સાથે જોડાયેલાં છો ખરાં ? કઈ રીતે એની સાથે પ્રવૃત્ત છો જણાવશો.ઉત્તર: મુંબઈનું સાહિત્ય સંકુલ ધબકાર, આનંદોત્સવ, લેખિની જેવા ગ્રુપ સાથે સંકળાયેલી છું. તથા w/up પર અનેક ગ્રુપ છે. તેમાં રોજ અચૂક કંઈક તો લખવાનું થાય છે જ.  પ્રશ્નઃ પ્રવર્તમાન સાહિત્ય વિશે આપનો શું અભિપ્રાય છે? / ઓનલાઈન પ્રકાશિત થતું સાહિત્ય અને કાગળમાં છપાતાં સાહિત્ય વચ્ચે આપ શું ફરક કરો છો? આપને કયું વધારે ગમે છે?ઉત્તર : અત્યારે સરળતાથી મોબાઈલ અને આઈ પેડ પર સાહિત્ય વંચાઈ જાય છે. પણ છતાં હાથમાં પુસ્તક પકડીને વાંચવાનું, તેની સ્યાહીની સુગંધ હજી ખૂબ આકર્ષે છે.  પ્રશ્નઃ વાચક વર્ગ સાથે આપ શું સંવાદ કરવા ઇચ્છશો ?ઉત્તર : લેખકો તો થાળી ભરીને સાહિત્ય રસ પીરસે છે. વાચકોએ તેમાંથી પોતાને પચે તેવું, રુચીકર ( પસંદગીના) સાહિત્યનું રોજ સેવન કરવું ઘટે. તો જ ગુજરાતી જીવિત રહેશે અને વધુ સમૃદ્ધ બનશે.  પ્રશ્નઃ કોઈ એક પ્રેરણાત્મક રચના કે વાક્ય કે સંદેશ લખી આપશો.ઉત્તર : સારું વાંચન એ મનનો, વિચારોનો શણગાર છે.  પ્રશ્નઃ આપની વિગત જણાવવા વિનંતી. આપનું નામ સરનામું મોબાઈલ નંબર કોઈ પુસ્તક પ્રકાશિત થયા હોય તો તે વિષે અને સાહિત્ય માટે કોઈ કાર્ય કરી રહ્યા હોય તો તે વિષે જાણકારી આપશો.નામ: અલ્પા વસાસરનામું: ૭૯/૮૧, એ. કે માર્ગ,               ૩/૧૩,નિર્મલ નિવાસ -૧              ગોવાલિયા ટેન્ક ,              મુંબઈ - ૪૦૦૦૩૬.ઈ મેલ : alpavvasa@gmail. comમોબાઈલ : ૯૮૧૯૦૧૯૦૫૧

દીકરી થી ...વહુ (વધુ ) સુધી. ..
 Solanki Sandhya  
 21 May 2019  

દુનિયાની સૌથી સુંદર ભેટ એટલે જીવનમાં દીકરીનું હોવું એવું આપણે સૌ કોઈ માનીએ છીએ બરાબર ને ...!દીકરી સાપનો ભારો અને બોજ એવી બધી માન્યતાઓ માંથી હવે આપણે ઘણાં અંશે બહાર આવી ગયાં છીએ ...એટલે જ દીકરીના જન્મને હવે પ્રસંગ બનાવતાં અને દીકરીને વરદાન સ્વરૂપે જોતા થયા છીએ ...એક દીકરી તેના પ્રેમ.,વાત્સલ્ય .,નખરા .,લાડકોડ અને કાલીઘેલી વાતોથી જાણે ઘરમાં જ સ્વર્ગ જેવું સૂકુંન આપતી હોય છે .નાનપણથી સૌની લાડકી બનીને આખા ઘરને ક્યારે પોતાના વ્હાલ અને પ્રેમમાં રંગી તરબોળ બનાવી દે છે ખયાલ જ નથી રહેતો ,ક્યારે તે વ્હાલી બની ઘર પોતાની મરજી મુજબ ચલાવવા લાગે છે. ..લોકો દીકરીની બધી જ ઈચ્છઓ અને સપનાઓ લાડકોડથી પુરા કરે છે કે પછી તો તારે પારકે ઘરે (સાસરે) જ જવું છે ને. ..!તો ઘણાં ઘરોમાં પહેલેથી જ જાણે કોઈના ઘર (સાસરે) જવા માટે જ જન્મ લીધો હોય એવી રીતે શું કરવું. ..? શું ના કરવું. .. કેવી રીતે વર્તવું ..ટ્રેનિંગ આપવામાં આવે છે. ..દીકરીને આપણે એની ભુલ હોય ત્યારે પ્રેમથી પાસે બેસાડીને સમજાવીએ છીએ ...અને સાથે થોડું વધુ વ્હાલ પણ કરીએ છીએ જેથી તેને સરળતાથી સમજાવી શકાય કે શીખવી શકાય ...ક્યારેક કોઈ મોટી ભૂલ કરી હોય તો પણ, થોડું નારાજ થઇ ,ગુસ્સો કરીને માની જતા હોઈએ છીએ ...આ થયો એક દીકરી સાથેનું આપણું સૌનું વર્તન ,વ્યવહાર અને વિચાર. ....હવે અમુક વાતો કદાચ કોઈને અણગમતી કે કડવી લાગશે ...કારણકે સત્ય આવું જ હોય ...આમ. તો કોઈ ઘરમાં દીકરાનો જન્મ થાય ત્યારથી ખુશી થી વહુ લાવવાની વાતો કરતાં આપણે ફરતાં હોય છીએ ., અને જયારે દીકરો પરણાવીને વહુ લાવો છો ત્યારે અચાનક કેમ અણગમતી થઇ જાય છે. ..ઘણી વખત મેં વાતોમાં સાંભળ્યું છે કે અમારે તો બસ, વહુ આવી જાય એટલે "દીકરો સોંપી દઈને આપણે છુટ્ટા ",.."આપણે ઘરની બધી જવાબદારી સોંપી હળવા બની જઇશુ "...અમુક સમય પછી એ જ લોકો ફરિયાદો કરતા હોય છે ...તે તો આમ નથી કરતી ...તેમ નથી કરતી ...એવીરીતે રસોઈ બનાવે છે ...પેલી રીતે સફાઈ રે છે ...મારી જેવું નથી કરતી. ..તમારે જો જવાબદારી સોંપવી હોય તો તેને થોડી સત્તા કે થોડી છૂટછાટ પણ આપવી જરૃરી છે ...દરેક ને થોડી મોકળાશ તો જોઈએ .કોઈ પણ રીત હોય ,કામ થઇ જવું જરૂરી હોય કે તમારી જીદ ? કામ કલાક વહેલું કે મોડું થઇ જવાથી કોઈ એવોર્ડ કે મહાસંકટ આવી નથી જવાના,તો શા માટે એટલું એ વિશે વિચારવું...?આમપણ સમય સાથે દરેકે બદલાવ લાવવો જ જોઈએ .હું એવું નથી કહેતી કે દરેક વખતે જૂની પેઢી કે સાસુઓ નો જ વાંક હોય કે વહુઓ બધી સારી જ હોય ...આ એક સામાન્ય વાત છે ...દરેક સાસુ પોતે પણ ક્યારેક એ ઘરની વહુ રહી ચુકી હોય છે ..તેમને પણ કદાચ જિંદગીમાં ઘણું સહન કર્યું હોય બની શકે ...પણ સારી વ્યક્તિ " એવું અમે પણ સહન કર્યું છે "...તો " તમે કેમ ના કરો" "તમારે તો આવું કાંઈ નથી ..?"...કહેવાને બદલે મેં જે સહન કર્યું છે આવું " હું મારી આગળની પેઢી (વહુ ) સાથે ક્યારેય નહીં થવાં દઉં કે ખુબ પ્રેમ થી સાચવીને સાંભળી લઈશ ..."આ સાથે જ ઘણી છોકરીઓ પણ વહુ બન્યા પછી સામાન્ય ફેરફારો જલ્દી થી લાવી શકતી નથી પણ , સમય જતા દરેકે સ્વીકાર તો કરવો જ રહ્યો ...દરેક દીકરી જો નવા ઘરને પોતાના લોકો સમજીને વ્યવહાર કરે તો ચોક્કસ દરેક કુટુંબ ને સુખી થતાં કોઈ અટકાવી શકતું નથી ..દરેક દીકરી એ ખોટી વાતો કે સલાહો થી દૂર રહીને પ્રેમ થી સૌને કદાચ જીતી શકે છે ...આ એક જ સંબંધ વર્ષોથી થોડો વધુ ચર્ચામાં અને હવે તો જોક્સ રૂપે પણ ફરતો થયો છે. જો આ સંબંધો વિશે આપણામાં રહેલી ગેરમાન્યતાઓ અને એકબીજાની ખોટી ચાડી ખાતા લોકો થી દૂર રહીને ચોક્કસ સુંદર અને મજબૂત બનાવી શકાય ...કોઈ પણ દીકરી જે ખુબ લાડકોડ અને વ્હાલથી ઉછરી હોય તે તેનાં ઘરમાં "રાજકુમારી" જેવું જીવન છોડીને કોઈ સુંદર પાત્ર ના સાથ ના સહારે નવાં ઘરને અપનાવવાં આવી હોય છે. ..એ કઈ ઘરમાં રાજ કરવાં કે માલિક બનવાં નથી આવતી ...કે કોઈ માતા થી તેનાં દીકરાને છીનવી લેવા કે અલગ કરવા નથી આવતી ...કારણકે તે પોતે "વ્હાલરૂપી રજવાડાં જેવું ઘર તો તમારા માટે છોડીને આવે છે. .."પોતાનાં માતાપિતા થી છૂટ્યા નું દુઃખ જાણતી હોવાથી એવી તકલીફ એ બીજાને ક્યારેય આપવાનું ન વિચારી શકે. ..એ તો માત્ર તમારાં પ્રેમ થી તમારા દિલોમાં રાજ કરવાના પ્રયત્ન કરતી હોય છે. ..દરેક સંબંધ પ્રેમ, વિશ્વાસ, ,હૂંફ અને થોડી સમજદારી થી મજબૂત રીતે બાંધી શકાય છે ..વાત થોડી અજીબ છે પણ વિચારશો તો સારી ...અને અપનાવવાની કોશિશ કરશો તો સરળ ચોક્કસ લાગશે ...વર્ષો સુધી રાહ જોયાં પછી આવનાર કે મળનાર સાથે થોડા પ્રેમથી...થોડી છૂટછાટ થી...થોડા ખુલ્લા મન થી શું સાથે ન રહી શકાય...?લેખિકા: સંધ્યા રતિલાલ સોલંકી ( " દિલ થી " )

"ઓનલાઇન જિંદગી "
 Solanki Sandhya  
 22 May 2019  

ચાલોઆજે સૌને ગમતી કંઈક વાત કરીએ ...જ્યાં હું અને તમે કલાકો વિતાવીએ છીએ ..."મળતું તો કશુ જ નથી ને ,ઘણું બધું ગુમાવી દઈએ છીએ ..."હા,  આપણને તો એનો અહેસાસ પણ નથી હોતો કે શું કરી રહ્યા છીએ ..?બસ, કરવામાં થોડી સરળતા અને મજા આવે એટલે કરીયે છીએ ...બહુ સરળતાથી ઓનલાઇન પોતાની એક કાલ્પનિક સુંદર અને બનાવટી ઓળખ બનાવી શકાય છે ...અને ઘણાં બનાવે છે એમાં કોઈ આશ્ચર્ય કે નવાઈની વાત નથી એ બધું આપણે જાણીએ જ છીએ ...પણ,જયારે આપણને કોઈ એવું મળે કે અનુભવ થાય ત્યારે ગમતું નથી ...ખુબ ગુસ્સો આવે છે ...અચાનક નફરત થઇ આવે છે ...અને સોશિયલ સાઈટને કોસવાની પણ મજા આવે છે ...નહિ. ..?આમ, તો સોશિયલ સાઈટ હવે સરળ માધ્યમ છે એવા લોકો માટે જેમને છોકરીઓ કે છોકરાઓ ને ફ્રેન્ડશીપ ...કે રિલેશનશીપ બનાવવી હોય ...નાનકડા હાય ...હેલો થી શરૂઆત થાય. ..થોડી વાતો થાય ...પછી ધીમે ધીમે થોડો વિશ્વાસ બંધાય ...પછી  ...તો નમ્બર અને ફોટા ની માંગણી થાય ...થોડી ખાતરી જેવું લાગે તો આપ લે થાય ..નહીં તો ટાટા બાય  ને ...કોઈ વધુ મુશ્કેલી જણાય તો કોઈ બ્લોક પણ થાય. ..હા ..હા. .હાઆઆ ...હસી લો તમે પણ ...વાત તદ્દન સાચી છે ..ને દરેક ને એનો અનુભવ પણ હશે ...નહીં હોય તો થઇ જશે ....ક્યારેક ઓનલાઇન જિંદગી કેટલી સરળ લાગે છે ...કોઈ ઝંઝટ નહીં ...વધુમાં તો કોઈ તમારી સાથે શુ કરી શકવાનાં...? બ્લોક કરવા સિવાય  ...તો પણ એટલું સરળ આપણે બની કે વિચારી શકતા નથી કારણકે આપણને ફરિયાદ કરવામાં જ મજા આવવા લાગી છે ...લાઈક કેમ ન કરી. .?કમેન્ટ કેમ ન કરી ...?બીજાને વધુ લાઈક કે કમેન્ટ કેમ કરી. .?મને પોસ્ટ માં ટેગ કેમ ન કર્યું. ..?મારો ફોટો કેમ અપલોડ કર્યો કે ના કર્યો ..?કેમ કંઈ રિએક્ટ ના કર્યું ...?ઓનલાઇન છે તો રિપ્લે કેમ ના આપ્યો. ..?રીપ્લાય નથી કરવો તો ટાઈપિંગ લખેલું કેમ આવે છે. ..?તમે ફોટો અપલોડ કેમ કરતા નથી. ?આવું તો ઘણું બધું હોય છે ...યાદ કરીએ તો દિવસ નીકળી જાશે ...કદાચ એટલે આટલા ઉદાહરણ પુરતા છે ...હવે મજા એ વાતની છે કે ,"ફરિયાદ પણ આપણે કરીએ છીએ ...અને એવું વર્તન પણ ક્યારેક આપણે જ કરતા હોય છીએ ...અને જાણી જોઈને અજાણ પણ બનતા હોઈએ છીએ ...કારણકે કે આપણે કોઈની રુબરુ નહીં પણ માત્ર ઓનલાઇન હોય છીએ. .."જ્યાં સુધી આપણને મજા આવતી હોય ત્યાં સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી હોતો ...પણ જયારે કોઈ ઈચ્છા મુજબ નું રીપ્લાય ન આપે ત્યારે બધાં અકડાઈ જાય છે ...અને અચાનક જ બધું જાણે વિખાઈ જાય છે ...અનફ્રૅન્ડ કરી શકાય છે ...અનફોલો કરી શકાય છે ...વધુ માં બ્લોક પણ કરી શકાય છે ...પણ, જે  "ઓનલાઇન જિંદગી "ની આદત પડતી ગઈ હોય છે ...એ કયાં ભૂલી શકાય છે ...?કલ્પનાઓ માં જ જીવવાની આદત પડતી જાય છે ...શરૂઆત માં તો બધું જ ખુબ સુંદર અને મોહક લાગે છે ...દરેક ચકાચક એપ્લિકેશન ની ચમકાવેલા ચહેરા સોહામણા લાગે છે. ..ઈમોજી જાણે બચપણ ના રમકડાં જેવા લાગે છે ...જેનાથી એકબીજા સાથે લાગણી અને ભાવ વ્યક્ત કરીએ છીએ ...અરે હવે તો ૪ થી ૫ દિવસની ચેટ માં તો લોકો કેટલીય અંગત વાતો સુધી પહોંચી જાય છે ...હવે પ્રેમ તો ચેટ બોક્સ ની વાતો ને લાઈક માં જ ક્યારે થાય છે ખબર નથી રહેતી ...બે -ચાર કોઈ ની વાતો સાંભળો ધ્યાન થી તો લોકો એને પસંદ અને પ્રેમ સમજવા લાગ્યા છે. ...શું એટલું જ સરળ બની ગયું છે. .?  "ઓનલાઇન પ્રેમ" દરેક પોતાને ગમતું રૂપ ..રંગ ..ઓઢીને મહોરું બનાવી પહેરી લે છે. ..હકીકત ને થોડો સમય છુપાવી પણ લે છે ...થોડું ઘણું એમાં જીવીને મજા પણ લઇ લે છે ...પણ,  ક્યાં સુધી ...?તમે મહોરું પહેરી ક્યાં સુધી જીવી શકસો ...?સતત ન હોય એવી દુનિયા બનાવીને જીવવાનો..થાક લાગવા માંડે છે ...ક્યારેક બધું જ બોજ લાગવા લાગે છે ...ને ખોટી લાગણીઓ દેખાડી ને કે મહેસુસ કરવાના નાટક પર પડદો ગિરાવવાની ઈચ્છા થઇ આવે છે. ..ત્યારે લાગે છે કે આ "ઓનલાઇન જિંદગી " એ મને જ સોના ના પિંજરે પુરી રાખ્યા છે ...માટે "સંધ્યા " ઓનલાઇન એક લિમિટ માં રહીને મજા મસ્તી કરો ...અને ઓફલાઈન સાચી જિંદગી જીવવાની"દિલ થી"કોશિશ કરો ...લેખિકા : સંધ્યા રતિલાલ સોલંકી ( "દિલ થી ")