Home
Quotes New

Audio

Forum

Read

Contest


Write

Write blog

Log In
Your search for ચર્ચા
ચર્ચાના ચગડોળે ચડીને ચક્કરભમ……
 Kunjal Chhaya  
 8 February 2018  

યુદ્ધનાપડઘમ ચોમેર વાગતા લાગે;ને ભયના ભણકારા ભાસે ત્યારે જાણે.ચર્ચાશૂરાઓનેવીરચક્ર શું કામે લાગે?ગજ ફુલે છાતી, જો કરી બતાવે આજે. - કુંજકલરવચર્ચા પ્રેમી ફેસબુક લાલાઓ અને વ્હોટસેપ લીલીઓને સમર્પિત ઉપરોક્ત પંક્તિઓ. ચર્ચામંત્રાણાંની તરફેણમાંસમયવેડફતી એક આખી પેઢી ઉછરી રહી છે આપણી સામે એવું નથી લાગતું? સવારે ઉઠીને છાપાં વાંચીએ કેસતત બ્રેકિંગ ન્યુઝથી ધમધમતા ટી.વી.માં નજર કરીએ તો બધેજ અરાજકતા અને અફરાતફરીનો માહોલમધ્યાહ્ને પહોંચ્યો છે એવું લાગે છે. એવામાં શું પાનનો ગલ્લો કે શું ફેસબુકની વોલ કે પછી વ્હોટસેપનાં ગૃપ.કોઈ નાનો સરખો વિચાર કોઈને ઝબૂક્યો નથી અને એને જગજાહેર કર્યો નથી.અભિપ્રાયો અને પ્રતિભાવો આપવાની હોડમાં ઘડિકવારમાં ચર્ચાઓનો સપાટાભેર પૂર ઉમટી પડે. ચર્ચાનાં રવાડેચડીએ એટલે પત્યું. એકાગ્રતા તો સાવ તાળું વાસીને ડાબલીમાં પૂરી દેવાઈ હોય એમ અદ્રશ્ય જ રહે છે.અને આત્મવિશ્વાસ પણ જાણે પારકી થાપણ હોય એમ બીજાનાં મંતવ્યોને આધારિત થઈ બેઠો હોય એવું લાગે.જેનીઅસર કદાચ આખો દિવસ રહે અને નીંદરમાં પણ એજ બધું ઘૂમરાયા કરે. જેને લીધે યોગ્ય દિશાએ કામ કરવાનીશક્તિ અને અભિગમ ખોરવા ય છે. એક જોક ફરે છે ને – “રેફ્રિઝરેટર હોય કે વ્હોટસેપ ખબર જ છે એમાં કંઈ નવુંનથી છતાંય જરાતરા વારે ખોલીને જોઈ લેવાનું મન થાય.” તો, આપણે ચર્ચા વિશે ચર્ચા કરીએ તો, આ ચર્ચા કરવામાંય ઘણીચર્ચાઓ છે. ચર્ચાનાં પણ અસંખ્ય મુદ્દાઓ છે. ચર્ચા કરવા બેસવા કંઈ કોઈ મોટી સ્નાતકની ઉપાધિ થોડી જોઈએ છે? એતોજરા કોઈ બાબત પર ઉપાધિ થાય એટલે ભરપેટ ચર્ચા કરી લેવાની. ઉકેલ મળે કે ન મળે પણ તમારા પેટમાં ફરફરતાં પંચાતિયા પતંગિયાંઓને તો રાહત મળે.ચર્ચા કરવામાં એક દુઃખ ચર્ચા ક્યારેય એકલપંથે નથી થતી. ચર્ચા કરવામાં જેમ કુંડાળું મોટું એમ એની વધારે લિજ્જત મળે.ચર્ચા કરવાનું સૌથી મોટું સુખ એક જ કે ચર્ચા કરવા માટે નિશ્ચિત વિષયની ક્યાં જરૂર પડે છે. નજીવી બાબત કે મુદ્દો લઈનેપણ મસમોટી ચર્ચાઓ કરી શકાય છે. બે જણાં કે જણી મળ્યાં કે મળી નથીને દુનિયાભરી ચર્ચાઓ કરવાનો અવકાશ આપનીસમક્ષ આળસ મરડીને સુષુપ્ત વિચારોને પ્રચંડ તાકાત સાથે પ્રોટિન, વિટામિન અને કાર્બોહાઈડ્રેડ પૌષ્ટિક ખોરાક ખાધેલ તંદુરતજીવની જેમ શક્તિશાળી જોમ મળવા લાગે છે. કોણ જાણે ક્યાંથી આટલી તાકાત ભેગી થઈ જતી હશે ચર્ચાઓ કરવા લોકોને એજ પી.એચ.ડી. કરવાના વિષય જેવું છે.ચર્ચા કરતી વખતે કોઈ તરફેણમાં મુદ્દો મૂકે તો કોઈ વિરોધ પ્રગટ કરે, આક્રોશ પણ ચર્ચાનાં ચક્રવાતમાં વેગથી ઉમટે. વળી, કોઈસહમતીનો સફેદ ઝંડો ફરકાવીને ચર્ચામાં ચકરડી મરડી રમે તો કોઈ લાલ કપડું બતાવીને ચર્ચાવીને વધુ ભડકાવે. ચાંપલુસીનોભરપૂર સ્કોપ અને અંદરખાને બધાં સાથે મળીને ઢોલકીઓ પણ વગાડી શકવાની મહામૂલી તક.સંબંધો માંડ સ્થપાયા હોય પડોસી સાથે અને કચરાપેટી અને એઠવાડ ક્યાં નાખવો એવી ચર્ચા થાય. ગઝલનાં ગૃપમાં જોક્સ ન મૂકો એવાવિષય પર ઘમાસાણ થાય. અને નવીસવી સગાઈ થયેલ યુગલ વચ્ચે તે પ્રોફાઈલ ફોટોમાં લાઈક કેમ ન કર્યું એવા મનામણાં રિસામણાં થાય.મને કોઈ ટેગ ન કરજો; મારી પોસ્ટ શેર કેમ ન કરી? એવી સાવ નજીવી કચકચ ઓનલાઈનની દુનિયામાં ક્ષણીક મોજની અવસ્થામાંયભંગ કરે. ભાઈઓનાં પાનનાં ગલ્લા કે બાઈક પરિષદ અને બહેનોનાં ઓટલા બેઠકોમાં એવી નીતનવીન ચર્ચાઓ થતી હોય કે થાય કેઆ ચર્ચાકારોને તો રાષ્ટ્રિય નહિ બલ્કે વૈશ્વિક સ્તરે મોકલીએ તો ખરેખએ ઉદ્ધાર થઈ જાય જીવનનો.ચર્ચાઓને અંતે સચોટ, સુખદ સરળ નિર્ણય ઉપજે તો એ સમય આપવો લેખે પણ લાગે. પણ નિવેડા વિનાનાં હવાતિયાં માર્યા કરવાઅને સતત મુદ્દાઓને ઉખેડ્યા કરીને મન, મગજ અને ‘મની’ વ્યર્થ કરવાનું કેટલી હદે યોગ્ય? સ્કુલ – કોલેજમાં વકૃત્વ કે ડિબેટમાંભાગ લીધો હોય કે સાંભળ્યું હોય તો યાદ કરો કે વિષયવસ્તુનાં સારાનરસાં પાસાંનું વિવરણ કરવાનુંઅને પોતાનો વિચાર કહી બેસી જવાનું હોય એ પણ સમય મર્યાદામાં જ. આ ગુણ વિદ્યાર્થી જીવનમાં એટલે કેળવવાનો હોય છે કે એનાંથીપોતાનાં વિચારો દુનિયા સમક્ષ રજુ કરવાનો મહાવરો થાય. પરંતુ સામાન્યત થાય એવું છે કે પ્રસંગો પાત મેળાવડો હોય કે જાહેર સોશિયલમિડિયા લોકો પોતાની બુદ્ધિમતાનું પ્રદર્શન કરવા પણ ચર્ચાનું હથિયાર હાથવગું રાખતા થઈ ગયા છે. અંતે, એ વ્યક્તિ પ્રત્યે અણગમો થતો જાય,સંબંધો વણસે પણ ખરાં. બીજું, ખરેખર સંવેદનશીલ બાબત હોય તોય કંટાળો આવે. વૈવિધ્યપૂર્ણ ચડસાચડસી સભર વિષય વધુ‘કોમ્પ્લેક્ષ’ બને અને નિજાનંદ કે મૈત્રીપૂર્ણ વાતાવરણ માણવાનો સમય વધુ ‘કોઝી’ બને. જેમને ખરેખર કઈંક કરી દેખાડવાનીધગશ છે એ ચર્ચામાં નથી પડતા અને જેવો ચર્ચા કરવાનું ટાળે છે એમને ચર્ચાવીરો એમનાં સંકુલમાંથી બહાર કરે છે, રદબાતલ કરીહંકારી કાઢે છે. અલબત્ત, એને ચર્ચાનાં ચક્રવૃહમાંથી કાઢી મૂકવો કે કેમ એવું નક્કી કરવા પણ કેટલીય ચર્ચાવિચારણાઓ થાય છે.અંતે, લેફ ગૃપ કે બ્લોક થવાનો કે કરવાનો વારો આવે. આડકતરી રીતે સંબંધોમાં કચવાટ થાય.તટસ્થ વલણ રાખીને મનને ચર્ચાઓને ટલ્લે ન ચડવા દે એવું કવચ દાનવીર કર્ણ પાસે પણ નહોતું કદાચ એવું હાલની પરિસ્થિતિઓનોતાગ જોઈને લાગે છે. ક્યારેક ચર્ચાનું પ્લેગ્રાઉન્ડ ઘેરાતું હોય ત્યારે ‘સીધી બાત, નો બકવાસ’નો ફંડા અપનાવી લેવો પડે અને માણખમાંથીજેમ સહેલાઈથી વાળ કાઢી લેવાય એમ જરાય કલ પડ્યા વિના અણગમતા ચર્ચાવૃંદોમાંથી બાકાત થતાં શીખી લેવું પડે છે.સંવાદ આડે જાય તો ચર્ચા વધે. ચર્ચા દલિલોને રવાડે ચડે. દલિલોથી મતભેદ જાગે. એથી આગળ વણસે તો મનભેદ લાગે.ચર્ચાને ચગડોળે ચડવુંજ શાને?દિલ્લગીઃચર્ચા કહે મારું કામ, સુખે નહિ ભજવા દઉં જય શ્રી રામ.કુંજલ પ્રદીપ છાયા ‘કુંજકલરવ’

મારો ફેવરીટ સમય – સુર્યાસ્ત
 Jalpa Makwana  
 13 March 2018  

આખા દિવસમાં જો મને કોઇ સમય ગમતો હોય, જ્યારે હું શાંતિનો અનુભવ કરું તો એ છે સુર્યાસ્તનો સમય. હા, એ સમય જ્યારે એક બાજુ દિવસનાં અંતની તૈયારી હોય છે ત્યારે બરાબર એ જ સમયે હું મારા ભગવાન સામે બેસીને આવનારા દિવસોની પ્રાર્થનાં કરતી હોવ છું.હજું થોડું અજવાળું હોય છે જ્યારે હું મારા પ્રાર્થના રૂમમાં જઇ મંદિર સામે બેસી, દિવાની જ્યોત જલાવી, આંખો બંધ કરીને હાથમાં માળા લઇ એના પારા ફેરવવાની શરૂઆત કરું છું. બાજુનાં બારણામાંથી ઠંડો આહલાદક પવન વાતો રહે છે જે મારા શરીરને સ્પર્શે છે, જ્યારે મારી બંધ આંખો પર એ પવન વાય છે એ અહેસાસ ખરેખર આખા દિવસનો થાક ઉતારતો હોય એવું લાગે છે. મનમાં ભગવાનની આસ્થા તથા ભવિષ્યની ચિંતા લઇ બેસતિ હું, ધીમે ધીમે આ ધીમા પવનની લહેરકીઓ સીધા મારા હ્દયમાં સોસરવી નીકળીને મને ઠારવાનો પ્રયાસ કરતી હોય એવું લાગે છે. મારી સામે બળતો દિવો એ જ મારામાં ફરીથી પ્રાણવાયુ પુરતો હોય એવું લાગે છે. એ દિવાની જ્યોત જે પવનમાં હિલોળા ખાવા છતાં ટકી રહે છે ખરેખર મને કાંઇક વિશ્વાસ અપાવતી હોય એવું લાગે છે. આવા વાતાવરણમાં દિવસનો થાક તો શું પણ મનથી મરેલાઓને પણ જીવાડી દે.  હું માળાનાં પારા તો ફેરવતી હોવ છું મનમાં ભગવાનનાં નામ લેવાતા હોય છે, પણ એવું તો ના કહી શકું કે હું એમા સતત લીન થઇ જાવ છું કારણ કે સાઇડમાં તો ભગવાન સાથે મારી વાતો થાતી હોય છે. મારી ફરીયાદો, પ્રાર્થનાંઓ તથા બીજા વીચારોની આપ-લે થાતી હોય છે. પણ એકદમ શાંત મગજે મારા ભગવાન સાથે ચર્ચા જ કરતી હોવ છું. આ સમય છે જ્યારે દિવસનો મારા મનનો થાક ઉતારવાનો હોય છે અને આવનારા દિવસની તૈયારી કરવાની હોય છે અને એટલા જ માટે હું અને મારા ભગવાન પ્લાનિંગ કરતાં હોઇએ છીએ કે હવે આગળ ઉપર કેમ ચાલશું. જેટલી મને ચિંતા હોય છે એટલી સામે એમને પણ તો ચિંતા હોઇ છે. પણ બેય સાથે ચાલશું કોર્ડીનેશનમાં તો કોઇ પણ મુશ્કેલીનો સામનો ચોક્કસ કાઢી લેશું. આફ્ટર ઓલ સર્વ શક્તિમાન દેવતા મારી સાથે હાજર છે. દુનિયાનાં સર્જક મારી સાથે છે. દુનિયાને ચલાવવા વાળા મારી સાથે છે. શક્તિ આપનારી મારી માતાજી પણ મારી સાથે જ છે ને. તો ચિંતા કરવાની શું જરૂર છે. બધું જ ઠિક થઇ જાશે. એક દિવસ બધું જ એના ઠેકાણે પડી જાશે. બસ મારે થોડી રાહ જોવાની છે જે હું કરી શકીશ. બસ આવા જ વિચારો કરતી જ્યાં સુધી મારા હાથ દુખવા નો લાગે ત્યાં સુધી માળા ફેરવતી હું થાકુ એટલે મારી આંખો ખોલું છું. અને દિવસ આથમી ગ્યો હોય છે. વાતાવરણ શાંત અને ઓલો ઠંડો ધીમો પવન હજી વાતો જ હોય છે. લગભગ રૂમમાં અંધારાને લીધે કાંઇ દેખાતું નથી હોતું પણ મંદિરમાં બળતો એ દિવો મારા ભગવાનનાં દર્શન કરાવે છે અને મને વિશ્વાસ અપાવે છે કે બધી બાજુ અંધારું ભલે રહ્યુ, ભલે બધા રસ્તાઓ બંધ રહ્યા પણ આ રસ્તો ખુલ્લો જ છે મારા ભગવાન મારી સાથે જ છે. 

તનથી સુંદર કે મનથી સુંદર
 Jigna Kanpuria  
 9 May 2018  
Art

     તનથી સુંદર કે મનથી સુંદર આનો જવાબ તો લગભગ બધાં જ જાણતા હશે. આમાં નવું શું છે? બધાં જ કહેશે મનથી સુંદર. હા! ખરેખર મનથી સુંદર જે વ્યક્તિ હોય છે તેનું તન આપોઆપ સુંદર થઈ જ જાય છે, એને તનની સુંદરતાની જરૂર નથી. કારણ એના ગુણો જ બીજાને પ્રભાવિત કરી દે છે. એનામાં રહેલા ગુણોના ભંડારથી કદાચિત એના તનની સુંદરતા તરફ લોકોનું ધ્યાન જ નથી જતું. જે વ્યક્તિ મનથી સુંદર હશે તે તનથી સુંદર આપોઆપ થઈ જ જશે.       સુંદરતાનો પાઠ તો વર્ષોથી વિચાર વિમર્શના કેન્દ્રમાં જ રહ્યો છે. સાહિત્યમાં તો ખાસ કરીને. પ્રકૃતિથી લઈને આપણી સોચ વિચાર વગેરે સુંદરતાની જ ખોજ છે પછી તે કવિ હોય કે દર્શક દરેક લોકો સુંદરતાની ચર્ચા તો કરવાના જ. એક કવિ પોતાના દિવ્યચક્ષુથી સુંદરતાનું વર્ણન કરવાના અને દર્શક પોતાના ચર્મચક્ષુથી. કવિને મન પોતાની કલ્પનાથી વિશેષ સુંદર બીજું કંઈ હોતું જ નથી જયારે દર્શક બાહ્ય સુંદરતાને જ મહત્ત્વ આપે છે પણ હકીકતમાં આપણું ચિત્ત કે મન જે સોચે છે એ જ આપણા વ્યવહારમાં ઉતરે છે. આપણે તનની સુંદરતાને બદલે મનની સુંદરતા જોઈને જ વ્યક્તિનું મૂલ્યાંકન કરવું જોઈએ.       બાહ્ય સુંદરતા તો આપણને કુદરતે આપી પણ આંતરિક સુંદરતા તો આપણે જાતે જ કેળવવી પડે છે. આના માટે આપણા વડીલોના સંસ્કાર અને આપણા શિક્ષકોનો મહત્ત્વનો ભાગ હોય છે. એનાથી જ આપણું વ્યક્તિત્વ ખીલે છે.       દોસ્તો, કહેવાનો તાત્પર્ય એ છે કે મનની સુંદરતા આપણા જ હાથમાં છે માટે દરેક વ્યક્તિએ એને વિકસાવવાનો પ્રયત્ન જરૂર કરવો જોઈએ.        આપણે ઘણીવાર પેપરમાં વાંચીએ છીએ કે ઊંચી, પાતળી, ગોરી અને સંસ્કારી છોકરી જોઈએ છે. કોઈ એમ બોલે છે કે થોડી ઓછી રૂપાળી હોય તો ચાલશે પણ અમારા ઘરમાં ભળી જાય એવી છોકરી જોઈએ.       કોઈને સ્ત્રીના ગુણ નથી જોવા બસ રૂપ જ જોવા છે. અરે! સ્ત્રીનાં શરીરની રચના બ્રહ્માએ બહું જ સુંદર કરી છે પણ ગુણ તો બધાંને અલગ અલગ આપ્યાં છે. કદાચિત કોઈ રૂપવાન સ્ત્રી ગુણવાન ન પણ હોય અને કોઈ ગુણવાન સ્ત્રીને રૂપ ન પણ હોય પણ અફસોસ બધાં પુરુષો રૂપ જોઈને જ આકર્ષાય છે. ત્યારે તેઓ ભૂલી જાય છે કે ગુણ હશે તો એનાં રૂપની સુવાસ આપોઆપ બધે જ પ્રસરી જશે. અહીંયા મને એક ઉદાહરણ યાદ આવે છે.       એક દિવસ રાજા વિક્રમાદિત્યએ કવિ શ્રી કાલિદાસને પૂછ્યું, “એ શું કરણ છે કે તમારું તન, મન અને બુદ્ધિ એકબીજાને અનુરૂપ નથી” ત્યારે જવાબમાં કાલિદાસે દરબારમાં સેવક પાસે બે ઘડા મંગાવ્યા. એક સોનાનો અને એક માટીનો. પછી મહારાજને પૂછ્યું “મહારાજ તમે કયાં ઘડામાંથી પાણી પીવાનું પસંદ કરશો?” ત્યારે મહારાજે કહ્યું, “આ કંઈ પૂછવાની વાત છે? આવી જેઠ મહિનાની ગરમીમાં કોઈપણ માનવી ઠંડક મેળવવા માટે માટીના ઘડામાંથી જ પાણી પીશે.” ત્યારે કાલિદાસે કહ્યું, “મહારાજ તમારા સવાલનો જવાબ તમે સ્વયં જ આપી દીધો.” એટલે દોસ્તો કહેવાનો તાત્પર્ય એ છે કે જેવી રીતે જલની શીતલતા પાત્રની સુંદરતા પર નિર્ભર નથી એવી જ રીતે મનની સુંદરતા અને તનની સુંદરતાની કોઈ જાતની સરખામણી જ નથી. વર્ષો પહેલાં સત્યમ્, શીવમ્ અને સુંદરમ્-માં રાજકપુર પણ એ જ કહેવા માંગતા હતા કે મનથી સુંદર વ્યક્તિ જેવું પવિત્ર બીજું કોઈ નથી. એ જ સત્ય છે, શીવ છે અને સુંદરમાં  સુંદર વ્યક્તિ છે.       માણસ જો મનથી સુંદર હશે તો મહાન બનતા કોઈ રોકી શકશે નહીં. એને સર્વત્ર સમ્માન જ પ્રાપ્ત થશે. રૂપનું શું કરવાનું જે ક્ષણિક છે. પણ મનની સુંદરતા તમારા પડછાયાની જેમ તમારી સાથે જ રહેશે. પડછાયો તો નાનો મોટો થાય પણ આ સુંદરતામાં ઉણપ ક્યારેય વર્તાશે નહીં. દિવસે ને દિવસે એનું તેજ બીજાને આંજી દેશે. ભલે તનની સુંદરતા થોડીક ક્ષણો બીજી વ્યક્તિને આકર્ષિત કરી દેશે પણ જે વ્યક્તિ મનથી સુંદર હશે તો એનું આકર્ષણ ક્યારેય ઓછું નહીં થાય કારણ એના વિચારો જ આકર્ષણનું કેન્દ્ર બની જશે.....જીજ્ઞા કપુરિયા ‘નિયતી’

ડૉ. બાલકૃષ્ણ સોનેજી “બે-ગમ” નાં સાહિત્ય પ્રત્યેના વિચારો
 neeta kotecha  
 29 July 2018  
Art

પ્રશ્નઃ આપનો પ્રથમ પરિચય, અભ્યાસ અને હાલ આપ વ્યવસાયિક ધોરણે શું કરો છો ?ઉત્તર:નામ: ડૉ. બાલકૃષ્ણ સોનેજીજ્ન્મ તારીખ: ૧૬/૦૩/૧૯૬૭વતન: અમદાવાદઅભ્યાસ: B.E., M.E., Ph.D. (IIT Bombay) in Civil Engineeringવ્યવસાય: આચાર્ય, આર.સી.ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ (ગુજરાત સરકાર)પ્રશ્નઃ શોખ એટલે તમારે મન શું ?ઉત્તર: એવી પ્રવૃત્તિ જે કરવાથી મનને આનંદની અનુભૂતિ થાયપ્રશ્નઃ આપ કયા નામે લખવું પસંદ કરો છો? કોઈ ઉપનામ ખરું?ઉત્તર: ઉપનામ “બે-ગમ” અર્થાત “પ્રસન્ન”પ્રશ્નઃ લેખનકળામાં આપને સૌપ્રથમ ક્યારે પ્રેરણા થઈ? / એવી કઈ ઘટના બની કે આપ લખવા પ્રેરાયા ?ઉત્તર: ઈશ્વરે ખૂબ જ સંવેદનશીલ હ્રદય આપ્યું છે. એટલે, કુદરતી રીતે જ લાગણીઓને શબ્દોમાં ઉતારવાની સૂઝ પણ મળી. ગુજરાતી ગઝલોમાં બરકત વિરાણી “બે-ફામ” ના પુસ્તકો ખૂબ જ વાંચ્યા અને એમાંથી ગઝલો લખવાની પ્રેરણા મળી. પ્રશ્નઃ આપના પ્રકાશિત સાહિત્ય વિશે જણાવો.ઉત્તર: પ્રકાશિત સાહિત્ય – ગઝલ૧) “તો ખરા...!” – ગઝલ વિશ્વ – અંક જૂલાઈ ૨૦૧૭૨) “પડકારવા દે” – શબ્દસર – અંક ડિસેમ્બર ૨૦૧૭૩) “જાગશે” – શબ્દસૃષ્ટી – અંક જૂન ૨૦૧૮૪) “ભાર ના રાખો” – શબ્દસર – અંક જૂન ૨૦૧૮૫) “કેમ છે?” – ધબક – અંક જૂન ૨૦૧૮૬) “કઠે છે” – તમન્ના – અંક જૂન ૨૦૧૮૭) “પછી” – જનકલ્યાણ – જૂલાઈ ૨૦૧૮પ્રશ્નઃ આગામી કોઈ ઇચ્છીત સાહિત્ય સાહસ ખરું ?ઉત્તર: સ્વરચિત ગઝલોનું પુસ્તક પ્રકાશિત કરવાની ઈચ્છા છે.પ્રશ્નઃ આપ કોઈ સાહિત્યિક સંકુલ / ગૃપ્સ સાથે જોડાયેલાં છો ખરાં ? કઈ રીતે એની સાથે પ્રવૃત્ત છો જણાવશો.ઉત્તર: નાપ્રશ્નઃ પ્રવર્તમાન સાહિત્ય વિશે આપનો શું અભિપ્રાય છે? / ઓનલાઈન પ્રકાશિત થતું સાહિત્ય અને કાગળમાં છપાતાં સાહિત્ય વચ્ચે આપ શું ફરક કરો છો? આપને કયું વધારે ગમે છે?ઉત્તર: પ્રવર્તમાન સમયમાં ઘણું સાહિત્ય લખાય છે. પરંતુ, તમામ સાહિત્યમાં ગુણવત્તા જોવા મળતી નથી. કાગળમાં છપાતું સાહિત્ય ઓનલાઈન છપાતાં સાહિત્ય કરતાં ઉચ્ચ દરજ્જાનું, છંદ-વ્યાકરણ, ભાષાશુધ્ધીની દ્રુષ્ટી ચડીયાતું હોય છે એમ મારું માનવું છે. મને કાગળમાં છપાતું સાહિત્ય વધારે ગમે છે.પ્રશ્નઃ વાચક વર્ગ સાથે આપ શું સંવાદ કરવા ઇચ્છશો ?ઉત્તર: વાચક વર્ગ મારા લેખન વિશે જે કાંઈ પૂછવા માંગે તે બાબત ચર્ચા થઈ શકે.પ્રશ્નઃ કોઈ એક પ્રેરણાત્મક રચના કે વાક્ય કે સંદેશ લખી આપશો.ઉત્તર: “ભલાઈ કર બીજું કંઈ નહીં કરે તો ચાલશે જગમાં.ખુદાથી ડર – બીજાથી નહીં ડરે તો ચાલશે જગમાં”પ્રશ્નઃ આપની વિગત જણાવવા વિનંતી. આપનું નામ સરનામું મોબાઈલ નંબર કોઈ પુસ્તક પ્રકાશિત થયા હોય તો તે વિષે અને સાહિત્ય માટે કોઈ કાર્ય કરી રહ્યા હોય તો તે વિષે જાણકારી આપશો.ઉત્તર: નામ: ડૉ. બાલકૃષ્ણ સોનેજી “બે-ગમ”સરનામું: ૨૪, તુલસી બંગલોઝ, વંદેમતરમ રોડ, ગોતા, અમદાવાદ: ૩૮૨૪૮૧મોબાઈલ: ૯૪૨૬૩૧૬૭૫૪bksoneji@gmail.com

નેહા રાવલ નાં સાહિત્ય પ્રત્યેનાં વિચારો
 neeta kotecha  
 2 August 2018  
Art

પ્રશ્નઃ આપનો પ્રથમ પરિચય, અભ્યાસ અને હાલ આપ વ્યવસાયિક ધોરણે શું કરો છો ?નેહા રાવલ, જન્મ, અભ્યાસ અને લગ્ન – બધી જ મહત્વની ઘટનાઓ સુરતમાં. વાંચનનો શોખ ગળથૂથી માં થી જ મળ્યો.અભ્યાસ: -   B.Sc. with food science and nutrition, S.N.D.T University. 1998.- Post graduate diploma in creative writing, Veer Narmad South Gujarat                      University, surat.2017પ્રશ્નઃ શોખ એટલે તમારે મન શું ?શોખ એટલે તમારી જાત સાથે જે પ્રવૃત્તિ તમને આનંદમાં રાખે એ. એ દિશામાં કેટલો પણ સમય આપવાનો થાક ન લાગે અને કશુક સભર થયાનો સંતોષ થાય એ શોખ.પ્રશ્નઃ આપ કયા નામે લખવું પસંદ કરો છો? કોઈ ઉપનામ ખરું?મારા પોતાના જ નામે. હજુ સુધી ઉપનામની જરૂર નથી પડી.પ્રશ્નઃ લેખનકળામાં આપને સૌપ્રથમ ક્યારે પ્રેરણા થઈ? / એવી કઈ ઘટના બની કે આપ લખવા પ્રેરાયા ?કોઈક એવી ઘટના જે સમાજના લોકોને અસર કરે..પોઝીટીવ કે નેગેટીવ...એ વિષે લખવાની ઈચ્છા થાય અથવા કોઈ એવી ઘટના જે સંવેદનાના સુક્ષ્મ સ્તરે અલગ રીતે અનુભવાય. ત્યારે લખવાની ઈચ્છા થાય. હા, સમાજના સ્થાપિત નિયમો વિષે બળવો કરવા પણ લખવાનું ખુબ ગમે. એ સાથેજ ક્યારેક એવા પોતીકા અનુભવો મળે, જે જાતને ઝંઝોડી નાખે, ત્યારે લખવું આવશ્યક બની જાય. એમાં હળવા અનુભવો પણ આવી શકે જેમકે ઘરમાં અચાનક ફૂટી નીકળેલી કીડીઓ ની હારમાળા.પ્રશ્નઃ આપના પ્રકાશિત સાહિત્ય વિશે જણાવો.જણાવવા જેટલું ખાસ કશું પ્રકાશિત નથી.ફક્ત થોડી ટૂંકી વાર્તાઓ મમતામાં અને થોડા વેબપોર્ટલ – માતૃભારતી, પ્રતીલીપી અને સ્ટોરી મિરર પર.પ્રશ્નઃ આગામી કોઈ ઇચ્છીત સાહિત્ય સાહસ ખરું ?હા, એવી નવલકથા લખવી છે જે લોકોને રસપ્રદ ફિલ્મ તરીકે જોવી ગમે.પ્રશ્નઃ આપ કોઈ સાહિત્યિક સંકુલ / ગૃપ્સ સાથે જોડાયેલાં છો ખરાં ? કઈ રીતે એની સાથે પ્રવૃત્ત છો જણાવશો.ફેસબુક પર એક ગ્રુપ છે, વાર્તા રે વાર્તા નામનું. હું એમાં કાર્યરત છું. આ ગ્રુપના સુત્રધાર રાજુ પટેલ, જેઓ વાર્તા ના અભ્યાસુ અને ફિલ્મી પત્રકારત્વ અને ટેલીવિઝન લેખન ના અનુભવી છે તેઓ દર મહીને બેઠક યોજે છે. હાલ આ પ્રવૃત્તિમાં અમદાવાદના અને એની આસપાસના સભ્યો વધુ સક્રિય હોવાથી અમદાવાદમાં બેઠકો યોજાય છે. એ બેઠકમાં વાર્તા વિષે ચર્ચા થાય છે અને ત્યાર બાદ ફેસબુક પર હોમવર્ક મુકવામાં આવે છે, જે સભ્યો એ નિયત સમય મર્યાદામાં લખીને સુત્રધારને મોકલવાનું હોય છે. એ લેખન કાર્ય લખનારનું નામ ગોપિત રાખી ગ્રુપમાં પોસ્ટ થાય છે અને એના પર ગ્રુપના સભ્યો કોમેન્ટ ધ્વારા ચર્ચા અને ટીપ્પણીઓ કરે છે. આરીતે દરેકનું લેખન કાર્ય સભ્યો વાંચે અને સારાહે, વખોડે કે સલાહ સુચન આપે. એ લેખન બાદ આગામી બેઠકમાં કયા મુદાઓ વિષે ચર્ચા કરવી જરૂરી છે એ નક્કી કરી બેઠક યોજવામાં આવે. હું નિયમિત રીતે દર મહીને અપાતા અ હોમવર્ક કરતી રહી છું, જેનાથી મને મારી વાર્તાઓ વિષે અભિપ્રાય મળ્યા છે અને કોઈ ક્ષતિઓ હોય તો ગ્રુપના સભ્યોના સૂચનથી એ સુધારી શકી છું. આ ગ્રુપના હોમવર્ક માં લખાયેલી મારી વાર્તાઓ મમતામાં પ્રકાશિત થઇ છે અને કોઈ એક સ્પર્ધામાં નોંધપાત્ર કૃતિ માં પણ સ્થાન મેળવ્યું છે.પ્રશ્નઃ પ્રવર્તમાન સાહિત્ય વિશે આપનો શું અભિપ્રાય છે? / ઓનલાઈન પ્રકાશિત થતું સાહિત્ય અને કાગળમાં છપાતાં સાહિત્ય વચ્ચે આપ શું ફરક કરો છો? આપને કયું વધારે ગમે છે?સાહિત્ય! અત્યારે બહુધા લોકો સાહિત્યથી વિમુખ છે. એનું કારણ વચગાળાના સાહિત્યકારોએ સાહિત્યની જે ઘોર ખોદી છે એ છે. એ મહાન સાહિત્યકારોએ સાહિત્યના નામે એવું લખાણ આપ્યું છે કે  સામાન્ય જનતા માટે સાહિત્ય એટલે ‘ન સમજાય એવું’ – એ પરિભાષા બની ગઈ છે. જે સમજાય જ નહિ એમાં રસ કઈ રીતે પડે? એ સાથે જે વાર્તા સ્પર્ધાઓ યોજાય છે એમાં ક્યા તો ખુબ ઘટનાપ્રધાન કે પછી કે પછી તદ્દન લાગણીઓમાં પલળેલી વાર્તાઓને જ પ્રાધાન્ય મળે છે. અથવાતો એટલી સંકુલ વાર્તા હોય કે સરેરાશ વાચક સમજી ન શકે. કોઈ નવતર પ્રયોગ કે નવી કલ્પનાઓને આવકારતું દેખાતું નથી. સાહિત્યમાં સરળતા ને અવગણવા માં આવે છે. અને કદાચ એટલેજ લોકો સાહિત્યથી દુર થઇ રહ્યા છે.ઓનલાઈન જે પ્રકાશિત થાય છે, એમાંથી મેં જેટલું પણ વાંચ્યું છે એમાં સાહિત્ય નથી દેખાતું. જો કે આજકાલ છાપાઓ અને સામાન્ય સામયિકોમાં પણ જે વાર્તાઓ આવે છે એ તદ્દન હલકી કક્ષાની હોય છે. હા, ક્યારેક સો માં એક સારી હોય છે. સાહિત્યલક્ષી  સામયિકોમાં વાર્તાઓ સારી હોય છે. હું ટૂંકી વાર્તા લખું છું એટલે જાણ્યે અજાણ્યે એ વિષે જ વધુ નોંધ થાય છે. હા, નવલકથાઓ વિષે એટલું કહીશ, એમાં ભાષા, પરિવેશ અને પાત્રોએ સમય સાથે ખુબ ગતિ કરી છે, જે ટૂંકી વાર્તામાં ઓછું દેખાય છે.પ્રશ્નઃ વાચક વર્ગ સાથે આપ શું સંવાદ કરવા ઇચ્છશો ?વાંચો. સારું વાંચો. અને એટલું સારું વાંચો કે ખોટી રીતે અપાતા ઇનામોનો વિરોધ કરી શકો. ન સમજાતું લખાણ સાહિત્યના નામે ચઢી બેસે એનો વિરોધ કરી શકો. લેખકોને પ્રતિક્રિયા આપો, જેથી એમના લખાણ ની ક્યાં કેટલી અસર પહોંચે છે એ વિષે સભાના થાય. નબળું લખતા લેખકોને સોઈ ઝાટકીને કહો કે આ નબળું છે. પણ એ માટે નબળા- સબળાનો ભેદ સમજવા વાંચન વિસ્તારો.પ્રશ્નઃ કોઈ એક પ્રેરણાત્મક રચના કે વાક્ય કે સંદેશ લખી આપશો.Hard work wins, if talent does not work hard.પ્રશ્નઃ આપની વિગત જણાવવા વિનંતી. આપનું નામ સરનામું મોબાઈલ નંબર કોઈ પુસ્તક પ્રકાશિત થયા હોય તો તે વિષે અને સાહિત્ય માટે કોઈ કાર્ય કરી રહ્યા હોય તો તે વિષે જાણકારી આપશો.નેહા રાવલ.૧૬૬, દિવાળીબાગ સોસાયટી, ગેટ -૩,smc કોમ્યુનીટી હોલ ની સામે, ઋષભ ટાવર પાસે,રાંદેર રોડ,સુરત ૩૯૫૦૦૯.હાલમાં હું એક બંગાળી નવલકથા નો ગુજરાતી અનુવાદ કરી રહી છું.

આઝાદી
 Manarth R Dave  
 15 August 2018  
Art

હજીતો ગઈકાલ રાતની જ વાત છે ૧૪ ઓગસ્ટ, ઘણા સમય પછી હું ખુશ હતો, ના.... ના..... આઝાદીનો દિવસ હતો એટલે નહી પણ રજા મળવાની હતી ને એટલે, પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરનાર મ્હારા જેવા ઘણા લોકો પણ મ્હારા જેવી જ અનુભૂતિ કરતા હશે અને કદાચ વિચારતા પણ હશે કે દર મહીને એક આઝાદી દિવસ આવો જોઈએ. મસ્ત પથારી એ.સી. ની ઠંડી હવા અને કાનમાં ભૂંગળા ભરવી મોબાઈલનાં નાનકડા પડદા ઊપર મુવી જોવાની પૂરી તૈયારી થઇ ગઈ હતી, કારણ કાલે રજા હોવાના ઉમળકામાં જે રોજ જલ્દી આવી જતી હતી એ આજે આવવાની તો હતી જ નહી મોડી રાત સુધી ........... “ઊંઘ”.હજી તો મુવીના નંબરીયા પડ્યા અને બાજુમાં કમ્પુટરમાં સાહિત્યિક કામ કરી રહેલા મારા પપ્પા મારી સામે જોઈ ને કઇક બોલ્યા પણ કાનમાં લાગેલા ભૂંગળાએ એમનો અવાજ મ્હારા સુધી પહોચવા ના દીધો,મુવી તો થોડી વાર પછી પણ જોવાશે એવું વિચારી પપ્પાની વાત સંભાળવા મેં કાન પરના ભૂંગળાને સરકાવી વાત શરુ કરી “શું કહ્યું પપ્પા” પપ્પા એ હસતાં હસતાં કહ્યું “આઝાદી મ્હારા કરતા માત્ર એક જ વર્ષ મોટી , હું ૧૯૪૮ માં અને એ ૧૯૪૭” હું જરાક હસી પડ્યો પપ્પાની વાત સાંભળીને, મ્હારો અને મ્હારા પપ્પા વચ્ચેનો સબંધ એક મિત્ર જેવો, હું એમને મ્હારા મનની બધી જ વાતો અચૂક કહું અને એ મને એક સાચા મિત્ર તરીકે સલાહ પણ આપે અને હું એને અનુસરું પણ ખરો, હા ઘણી વખત ખુબ લાંબી ચર્ચા પણ થઇ જાય કોક વાર શાંત ચર્ચા તો વળી કોક વાર ઉગ્ર ચર્ચા.મને હસતો જોઈ પપ્પા એ પૂછ્યું “કેમ હસે છે ? આઝાદી કરતા હું નાનો છું એટલે ?” મેં કહ્યું “નાં નાં પપ્પા મને તો ખબર જ નથી આઝાદી એટલે શું ,ખાલી ચોપડીઓના મોટા મોટા લખાણોમાં જોઈ છે પણ વાસ્તવમાં ક્યારે પણ જોઈ કે અનુભવી નથી.” “અચ્છા તો મને એમ કહીશ કે કાલની રજા કયા પર્વ નીમીત્તેની છે” મને જરાક દેશભક્તિની સમજણ આપવાના મુડ માં હોય એવી રીતે બોલ્યા “જો પપ્પા હું કોઈ દેશ ભક્તિ વાળો માણસ છું નહી ખોટા ખોટા એક દિવસ માટે મ્હારો દેશ......,જયહિન્દ....આવા બધા ખોટા દેખાવો કરવામાં હું તો જરાય માનતો નથી અને વાત રહી રજા ની તો ઓફીસ વાળા આઝાદી દિવસ નાં નામની રજા આપે છે તો આપણે લઇ લઇએ છે....બાકી મને કોઈ આવા કામમાં રસ નથી” “તું બોલે છે આવું” નવાઈ ભરેલી નજરે બોલ્યા “યાદ છે તને જયારે સ્કુલમાં હતો ત્યારે તો સવારમાં વહેલો ઉઠીને ધ્વજવંદન કરવા જતો અને યાદ છે તું જયારે માત્ર ૩ વર્ષનો હતો ત્યારે વેશભૂષામાં નેતા બન્યો હતો,બસ હમણાં થોડાક વર્ષોમાં જ તું બદલવા લાગ્યો છે” “બાળક હતો પપ્પા ત્યારે, આ દુનિયાદારીને આ દેશને સમજી નહતો શકતો,જે લોકો કહે બસ એ જ સંભાળતો અને એ સઘળું સાચું જ છે એવું માંની લેતો હતો, પણ સમય પ્રમાણે દરેક વ્યક્તિમાં સાચી સમજણ આપોઆપ આવી જાય છે પછી તે સાચું શું અને ખોટું શું એનો ફરક સમજી શકતો હોય છે” ચર્ચાનું સ્વરૂપ ગંભીર બનાવતા મેં કહ્યું “સારું પપ્પા હું આદર કરું છું આપણા દેશનો પણ મને માત્ર તમે એક વાત સમજાવો આઝાદી એટલે શું ?” “આજથી ૭૨ વર્ષ પહેલા આપણો દેશ આ દિવસે અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયો હતો” “એકદમ સાચી વાત પપ્પા” મેં પપ્પાની વાતને અધવચ્ચે અટકાવી “આપણે આ દિવસે આજથી ૭૨ વર્ષ પહેલા માત્ર અંગ્રેજોની ગુલામી માંથી જ આઝાદ થયા હતા,બાકી હજી પણ આપણે ગુલામ જ છે ભ્રષ્ટાચાર,કૌભાંડો,લુંટ,કોમી રમખાણો,આતંકવાદ જેવી માનસિકતામાં માનતા લોકોના અને આજ કાલ તો નવું આવ્યું છે ‘સાહેબની’ ક્રાંતિ પછી “સાઈબર ક્રાઈમ”,“જો ત્હારે જે બોલવું હોય એ બોલ પણ ‘સાહેબ’ વિષે એક પણ ખોટું વાક્ય મ્હારી સામે નાં બોલીશ” ‘સાહેબનાં’ ઉપાસક ઉગ્ર અવાજમાં બોલ્યા “અરે પપ્પા હું ‘સાહેબનો’ વિરોધી નથી હું તો બસ આ દેશની જે કટાઈ ગયેલી કડીઓ છે ને જે સરકારની મદદને ગરીબો સુધી કે જનતા સુધી પહોચવા નથી દેતી એનો વિરોધી છું,આખી દુનિયાને બતાવવા માત્ર એક દિવસ માટે ટીવી ઉપર જય હિન્દ, જય ભારત, શહીદો અમર રહો ,અને બીજા અનેક જાત નાં પ્રવચનો આપશે અને પછી બીજા દિવસ થી હું કોણ ને દેશ કોણ બસ પોત પોતા નાં કામ માં લાગી જશે, પપ્પા ગાલ પર તિરંગો દોરી ને દેશ ભક્તિના એક બે ગીતો ગાવાથી દેશ ભક્તિ સાબિત કરવાનો આ રસ્તો બહુ સહેલો છે,આપણે માત્ર અંગ્રેજોની ગુલામી માંથી આઝાદ થયા છે પણ આ બધી ગુલામી માંથી આઝાદ થવું હશે ને તો એમાં માત્ર જવાનો કઈ નહી કરી શકે કારણ કે એ દેશ બહાર નાં દુશ્મનો સામે લઢે છે પણ દેશની અંદર રહેલા દુશ્મનો નો સામનો કરવો હશે અને એની ગુલામી માંથી જો મુક્ત થવું હશે ને તો એતો આપણે બધા એ જ ભેગાં થઇ ને કરવું પડશે એના વગર તો આપણો દેશ ક્યારે પણ આઝાદ નહી થાય” બે મિનીટ નીરવ શાંતી રહી મને લાગ્યું કે મ્હારે આટલું બધું નહોતું બોલવું જોઈતું,મ્હારી સામે જોઈ હળવા સ્મિત સાથે પાપા બોલ્યા “વાત સાચી છે,જ્યાં સુધી લોકો નહી સમજે ત્યાં સુધી દેશ આઝાદ નહી જ થઇ શકે ,પણ હાલમાં જ જોયું આપણે રસ્તાઓ અને દબાણનાં કામમાં આપણા શહેરની પોલીસને લોકોનો જે સહકાર મળ્યો છે અને એને કારણે જે ટ્રાફિકનીસમસ્યામાં જે મોટા ફેરફારો જોવા મળ્યા છે એ નજર અંદાજ નાં જ કરી શકાય” “બહુ સાચી વાત સાચે ખુબજ આનંદ થયો કે આપણા લોકોનો સખત સહકાર મળ્યો,મને જરાક વહેલી સમજણ પડી ગઈ સાચા ખોટાની અને આપણા લોકો ને હવે પડે છે ધીમે ધીમે પણ જરૂર આપણે આઝાદ થઈશું ક્યારે એ કહેવું અઘરું છે પણ લોકો આવો જ સહકાર આપશે તો બહુ જલ્દી આઝાદ થઈશું” “સારું ચલ હવે સુઈ જા કાલે સવારે સોસાયટીમાં ધ્વજવંદન માટે જવાનું છે” બન્નેના મોઢાં પર એક સરખું આનંદિત સ્મિત છવાઈ ગયું.- માનાર્થ રક્ષિત દવે- ૧૫-૦૮-૨૦૧૮

દીકરી થી ...વહુ (વધુ ) સુધી. ..
 Solanki Sandhya  
 21 May 2019  

દુનિયાની સૌથી સુંદર ભેટ એટલે જીવનમાં દીકરીનું હોવું એવું આપણે સૌ કોઈ માનીએ છીએ બરાબર ને ...!દીકરી સાપનો ભારો અને બોજ એવી બધી માન્યતાઓ માંથી હવે આપણે ઘણાં અંશે બહાર આવી ગયાં છીએ ...એટલે જ દીકરીના જન્મને હવે પ્રસંગ બનાવતાં અને દીકરીને વરદાન સ્વરૂપે જોતા થયા છીએ ...એક દીકરી તેના પ્રેમ.,વાત્સલ્ય .,નખરા .,લાડકોડ અને કાલીઘેલી વાતોથી જાણે ઘરમાં જ સ્વર્ગ જેવું સૂકુંન આપતી હોય છે .નાનપણથી સૌની લાડકી બનીને આખા ઘરને ક્યારે પોતાના વ્હાલ અને પ્રેમમાં રંગી તરબોળ બનાવી દે છે ખયાલ જ નથી રહેતો ,ક્યારે તે વ્હાલી બની ઘર પોતાની મરજી મુજબ ચલાવવા લાગે છે. ..લોકો દીકરીની બધી જ ઈચ્છઓ અને સપનાઓ લાડકોડથી પુરા કરે છે કે પછી તો તારે પારકે ઘરે (સાસરે) જ જવું છે ને. ..!તો ઘણાં ઘરોમાં પહેલેથી જ જાણે કોઈના ઘર (સાસરે) જવા માટે જ જન્મ લીધો હોય એવી રીતે શું કરવું. ..? શું ના કરવું. .. કેવી રીતે વર્તવું ..ટ્રેનિંગ આપવામાં આવે છે. ..દીકરીને આપણે એની ભુલ હોય ત્યારે પ્રેમથી પાસે બેસાડીને સમજાવીએ છીએ ...અને સાથે થોડું વધુ વ્હાલ પણ કરીએ છીએ જેથી તેને સરળતાથી સમજાવી શકાય કે શીખવી શકાય ...ક્યારેક કોઈ મોટી ભૂલ કરી હોય તો પણ, થોડું નારાજ થઇ ,ગુસ્સો કરીને માની જતા હોઈએ છીએ ...આ થયો એક દીકરી સાથેનું આપણું સૌનું વર્તન ,વ્યવહાર અને વિચાર. ....હવે અમુક વાતો કદાચ કોઈને અણગમતી કે કડવી લાગશે ...કારણકે સત્ય આવું જ હોય ...આમ. તો કોઈ ઘરમાં દીકરાનો જન્મ થાય ત્યારથી ખુશી થી વહુ લાવવાની વાતો કરતાં આપણે ફરતાં હોય છીએ ., અને જયારે દીકરો પરણાવીને વહુ લાવો છો ત્યારે અચાનક કેમ અણગમતી થઇ જાય છે. ..ઘણી વખત મેં વાતોમાં સાંભળ્યું છે કે અમારે તો બસ, વહુ આવી જાય એટલે "દીકરો સોંપી દઈને આપણે છુટ્ટા ",.."આપણે ઘરની બધી જવાબદારી સોંપી હળવા બની જઇશુ "...અમુક સમય પછી એ જ લોકો ફરિયાદો કરતા હોય છે ...તે તો આમ નથી કરતી ...તેમ નથી કરતી ...એવીરીતે રસોઈ બનાવે છે ...પેલી રીતે સફાઈ રે છે ...મારી જેવું નથી કરતી. ..તમારે જો જવાબદારી સોંપવી હોય તો તેને થોડી સત્તા કે થોડી છૂટછાટ પણ આપવી જરૃરી છે ...દરેક ને થોડી મોકળાશ તો જોઈએ .કોઈ પણ રીત હોય ,કામ થઇ જવું જરૂરી હોય કે તમારી જીદ ? કામ કલાક વહેલું કે મોડું થઇ જવાથી કોઈ એવોર્ડ કે મહાસંકટ આવી નથી જવાના,તો શા માટે એટલું એ વિશે વિચારવું...?આમપણ સમય સાથે દરેકે બદલાવ લાવવો જ જોઈએ .હું એવું નથી કહેતી કે દરેક વખતે જૂની પેઢી કે સાસુઓ નો જ વાંક હોય કે વહુઓ બધી સારી જ હોય ...આ એક સામાન્ય વાત છે ...દરેક સાસુ પોતે પણ ક્યારેક એ ઘરની વહુ રહી ચુકી હોય છે ..તેમને પણ કદાચ જિંદગીમાં ઘણું સહન કર્યું હોય બની શકે ...પણ સારી વ્યક્તિ " એવું અમે પણ સહન કર્યું છે "...તો " તમે કેમ ના કરો" "તમારે તો આવું કાંઈ નથી ..?"...કહેવાને બદલે મેં જે સહન કર્યું છે આવું " હું મારી આગળની પેઢી (વહુ ) સાથે ક્યારેય નહીં થવાં દઉં કે ખુબ પ્રેમ થી સાચવીને સાંભળી લઈશ ..."આ સાથે જ ઘણી છોકરીઓ પણ વહુ બન્યા પછી સામાન્ય ફેરફારો જલ્દી થી લાવી શકતી નથી પણ , સમય જતા દરેકે સ્વીકાર તો કરવો જ રહ્યો ...દરેક દીકરી જો નવા ઘરને પોતાના લોકો સમજીને વ્યવહાર કરે તો ચોક્કસ દરેક કુટુંબ ને સુખી થતાં કોઈ અટકાવી શકતું નથી ..દરેક દીકરી એ ખોટી વાતો કે સલાહો થી દૂર રહીને પ્રેમ થી સૌને કદાચ જીતી શકે છે ...આ એક જ સંબંધ વર્ષોથી થોડો વધુ ચર્ચામાં અને હવે તો જોક્સ રૂપે પણ ફરતો થયો છે. જો આ સંબંધો વિશે આપણામાં રહેલી ગેરમાન્યતાઓ અને એકબીજાની ખોટી ચાડી ખાતા લોકો થી દૂર રહીને ચોક્કસ સુંદર અને મજબૂત બનાવી શકાય ...કોઈ પણ દીકરી જે ખુબ લાડકોડ અને વ્હાલથી ઉછરી હોય તે તેનાં ઘરમાં "રાજકુમારી" જેવું જીવન છોડીને કોઈ સુંદર પાત્ર ના સાથ ના સહારે નવાં ઘરને અપનાવવાં આવી હોય છે. ..એ કઈ ઘરમાં રાજ કરવાં કે માલિક બનવાં નથી આવતી ...કે કોઈ માતા થી તેનાં દીકરાને છીનવી લેવા કે અલગ કરવા નથી આવતી ...કારણકે તે પોતે "વ્હાલરૂપી રજવાડાં જેવું ઘર તો તમારા માટે છોડીને આવે છે. .."પોતાનાં માતાપિતા થી છૂટ્યા નું દુઃખ જાણતી હોવાથી એવી તકલીફ એ બીજાને ક્યારેય આપવાનું ન વિચારી શકે. ..એ તો માત્ર તમારાં પ્રેમ થી તમારા દિલોમાં રાજ કરવાના પ્રયત્ન કરતી હોય છે. ..દરેક સંબંધ પ્રેમ, વિશ્વાસ, ,હૂંફ અને થોડી સમજદારી થી મજબૂત રીતે બાંધી શકાય છે ..વાત થોડી અજીબ છે પણ વિચારશો તો સારી ...અને અપનાવવાની કોશિશ કરશો તો સરળ ચોક્કસ લાગશે ...વર્ષો સુધી રાહ જોયાં પછી આવનાર કે મળનાર સાથે થોડા પ્રેમથી...થોડી છૂટછાટ થી...થોડા ખુલ્લા મન થી શું સાથે ન રહી શકાય...?લેખિકા: સંધ્યા રતિલાલ સોલંકી ( " દિલ થી " )