બાળમાનસ

Dharmik Parmar 'Dharmad'

Dharmik Parmar 'Dharmad'

7 June 2018 · 1 min read

આવ મેહુલિયાં તને કોડાં દઉં...

             ખભા ઉપર તેડી લઉં.....

       આવ મેહુલિયાં તને કોડાં દઉં...


ઝરમર ઝરમર વરસી જા.

ધરતીને પાણી પાતો જા.

કદી'ય નારાજ થતો ના.

મારી સંગાથે ગીતડાં ગા.

          ગામની નદીઓ છલકાવી દઉં.....

       આવ મેહુલિયાં તને કોડાં દઉં...


ચારેકોર હરિયાળી થાય.

તારા બધે ગુણલાં ગવાય.

સૌનાં અંતરે ટાઢક જાય.

મારે ઉર આન્દ ન સમાય.

        છત્રી, રેઈન-કોટ મંગાવી લઉં.....

      આવ મેહુલિયાં તને કોડાં દઉં...




-ધાર્મિક પરમાર 'ધર્મદ'

  Never miss a story from us, get weekly updates in your inbox.