તમારા સ્માર્ટફોન નો કેમેરા પણ છે સ્માર્ટ..!
કેમેરા પાસે થી અઘરા દાખલા ગણવા,
કેમેરા થી જ ભાષાંતર/translation કરાવી લેવું,
મેઝરમેન્ટ લેવું,
ફોન સાથે છેડછાડ કરનાર નો ફોટો સેવ કરી લેવો,
QR કે Barcode સ્કેન કરી શકવું કે ડોક્યુમેન્ટ ને સ્કેન કરી ને એની ટેક્સ્ટ માં કન્વર્ટ કરવું,
જી હા આ બધું જ તમારા સ્માર્ટફોન નો કેમેરા કરી શકે છે.
ઘણી બધી એવી એપ્લીકેશન ઉપલબ્ધ છે જે કેમેરા ને પણ સ્માર્ટ બનાવી ને એની પાસે આવા બધા કામ લઇ શકે છે.
1) કેમેરા થી ભાષાંતર
google translate થી તો તમે વાકેફ જ હશો, જેમાં કોઈ પણ ભાષા ને કોઈ પણ ભાષા માં ટ્રાન્સલેટ કરી શકાય છે, જેમાં ગુજરાતી, હિન્દી, ઉર્દૂ, મરાઠી વગેરે જેવી પ્રાંતીય ભાષાઓ પણ ઉપલબ્ધ છે! કોઈ પણ ભાષા નો શબ્દ, વાક્ય કે ફકરો ટાઈપ કરો અને પછી જે ભાષા માં ભાષાંતર કરવું હોય તે સિલેક્ટ કરો એટલે ભાષાંતર હાજર. આ તો થયો google translate નો નોર્મલ ઉપયોગ, વાત છે કેમેરા ના ઉપયોગ ની. google translate માં ડાબી બાજુ નીચે કેમેરા નો સિમ્બોલ દેખાશે, જેને સિલેક્ટ કરતા જ કેમેરા ઓન થશે, હવે જે લખાણ નું ભાષાંતર કરવું હોય એની સામે રાખી ને ક્લીક કરશો એટલે ફોટો બની જશે, અને જે લખાણ નું ભાષાંતર કરવું હોય તેને, ફોટો પર સિલેક્ટ કરતાં જ તમારી જોઈતી ભાષા માં એનો અર્થ આવી જશે. આમ કેમેરા ની મદદ થી તમે ટાઈપ કર્યા વગર જ ભાષાંતર કરી શકશો. (google trasnlate મોટા ભાગ ના એન્ડ્રોઇડ મોબાઈલ માં હોય છે ન હોય તો એપ્પસ્ટોર પર થી ડાઉનલોડ કરી લેવું)
2) કેમેરો કરી આપે અઘરા દાખલા!
Photomath જેવી એપ તમારા કેમેરા થી કેલ્ક્યુલેટર જેવું કામ કરાવી આપશે, આ એપ ઓપન કરી ને કેમેરા સિલેક્ટ કરી ને એની સામે જે પણ ગણિત નો દાખલો મુકશો તેનો જોત જોતા માં જવાબ હાજર કરી આપશે. લોગેરિધમ, ગ્રાફ અને ત્રિકોણમિતિ જેવા દાખલા પણ ગણી આપશે, અને એ પણ એની રીત સાથે, અને એવું નહિ કે બુક માં રહેલા દાખલા જ, તમારા હાથ થી લખેલા દાખલાઓ નો પણ જવાબ હાજર કરી આપશે
3) Crookcatcher anti theft
તમારી ગેરહાજરી માં કોણે તમારા ફોન નો લોક ખોલવાનો પ્રયત્ન કર્યો એ જાણવું છે? આ એપ તમારી ગેરહાજરી માં તમારા ફોન ને કોઈ અનલોક કરવાનો પ્રયન્ત કરે તો સેલ્ફી કેમ થી તેનો ફોટો સેવ કરી લે છે, એટલું જ નહિ જો તમારો ફોન ચોરી થયો હોય અને ચોર જયારે અનલોક કરવા નો પ્રયત્ન કરે ત્યારે તેના ફોટો ની સાથે તમારા ફોન નો લોકેશન પણ તમને ઈમેલ કરી નાખે છે. આ એપ નો ઉપયોગ કરવા માટે તેને એપ્પસ્ટોર થી ડાઉનલોડ કરી ને અમુક પરમિશન આપવા ની રહે છે.
4) સ્કેનર તથા બારકોડ રીડર
Camscanner જેવી એપ તમારા કોઈ પણ ડોકયુમેન્ટ ને સ્કેન કરી આપે છે, તેમાં થી ટેક્સ્ટ કોપી કરી શકો છો, અથવા PDF ફાઈલ બનાવી શકો છો, સામાન્ય રીતે આપણે કોઈ ડોક્યુમેન્ટ સેન્ડ કરવા માટે તેનો સીધો જ કેમેરા માં થી ફોટો ક્લિક કરી શકીયે છે, પરંતુ આ એપ માં થી સ્કેન કરવા થી લખાણ સ્પષ્ટ રીતે સેવ થાય છે.
તદુપરાંત QR & Barcode Scanner જેવી એપ કોઈ પણ પ્રોડક્ટ નો QR કે બારકોડ વાંચી ને માહિતી હાજર કરી દે છે, તે ઉપરાંત Smart Measure એપ કેમેરા દ્વારા મેઝરમેન્ટ લઇ આપે છે, જેમ કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, અંતર વગેરે પણ તે એકદમ સચોટ નથી હોતું.