Image

[3:00 PM, 5/1/2018] +91 83204 18016: હમણાં બજાર ગઈ, ધણાં સમયથી એક અનુભવનું આલેખન કરવું હતું. તો આજે ખૂબ સુંદર રીતે રજૂ કરવાનો અવસર મળી ગયો.
એક પર એક ફ્રી, સ્કીમ, ગિફ્ટ અને ફ્રી ગિફ્ટ વાઉચર, મેગા ડિસ્કાઉન્ટ, બોનસ વગેરે જેવા શબ્દો સાંભળીને કોઈનાય મોઢામાં મધલાળ ટપકે એ રીતે આપ સૌ નિહાળતા જ હશો. જાહેરાતનો જાદુ. અને જો આવી અફલાતૂન એડ જોઈને જો આપણને એ ચીજોની ખરીદીમાં એડ થવાની ધરાર ઈચ્છા ન થાય તો જરૂર એક સંયમિત સંતગુણ હશે એ વ્યક્તિમાં.. હા, જરૂરત હોવી અને ખરીદી કરવી અને ઓફરનો લાભ લેવો એ અલગ વાત છે. અને લોભામણી લાલચમાં આવીને બિનજરૂરી ચીજોને માત્ર ક્ષણિક આવેગવશ ખરીદી ખડકલો કરવો એમાં અંબર-અવનિનો ભેદ છે.

મને એક સવાલ થાય છે? કારણ શિક્ષકનો આત્મા શિક્ષક-ધર્મ કાજે મૂંઝાય છે.

ધંધો, વેપાર છે સૌની રોજીરોટી. એટલે એ વાત નથી જરાય ખોટી. પણ પળમાં પિમ્પલ મટાડી ડિમ્પલની રીત અનોખી.
નાના મોટા નો ભેદ નથી. પણ બચપણથી આજ સુધી અહેસાસ અને અનુભવ જ એવાં થયા કે મોટાં માછલાં નાના માછલાંને ગળી જાય છે. આજે ઓનલાઈન શોપિંગ એક સુંદર સગવડ છે. ગ્રાહક અને માલિક માટે. સાથે સાથે ઘણાંયની રોજીરોટી પણ આ સુવિધાથી સચવાય છે. છતાંય ઓનલાઈન શોપિંગનાં કેટલાંક લાભાલાભ વિચારણીય જ છે.. કોઈને મારા વિચારો સાથે સંમત થવા આગ્રહ નથી જ પણ આપણે એક કદમ થોભી ચિંતન કરીએ તો ચાંદની રેલાવી આપણી ખુદની તો ખુશી બરકરાર રાખી શકાય.. કારણ (1)1999,1199,એવો અંક હોય વસ્તુની કિંમતનો. (2)ભાગ્યે જ કોઈ ગ્રાહક 1 રૂપિયો પરત માંગે. (3)કુરિયર મેનનાં પાર્સલબોક્ષ જોઈને ય ન મંગાય. (4)સવાલ એક રૂપિયાનો નથી. (5)પણ સવાલ એ છે કે આવી જ કિંમત કેમ? (6)એ એક રૂપિયાની કિંમતે જ મને પણ એક સુંદર મેસેજનાં વાંચનથી જ લેખન કરવાં પ્રેરિત કરી. કે તમે પણ કરોડપતિ બની શકો છો, જો તમારી પાસે 99,99,999( નવ્વાણુ લાખ, નવ્વાણુ હજાર, નવસો, નવ્વાણુ) રૂપિયા હોય તો. ત્યારે જ આ 99 કેમ? એ વિચાર આવ્યો? અને આ એક રૂપિયો જ ખાલી ક્યાં જાય છે? હવે મૂળ વાત આજની કે દૂધની થેલી અમૂલની 21 રૂપિયાની. એક રૂપિયો છુટો માંગે. આજે ન હતો. માટે મે ફરી કાલે આપવા કીધુ. લખી લો. પણ એમણે મને 9 રૂપિયા છુટા આપ્યા. પણ એકબીજા બેન આવ્યા. તેમણે કહ્યું મારો એક રૂપિયો જમાં છે ને. તો ઘડીભર વિચારીને દૂધ તો આપ્યું પણ મે અનુભવ્યું કે એક રૂપિયાની કિંમત કેટલી છે? હવે જ્યારે મોલ કે ઓનલાઈનની શોપિંગની વાત તો કરોડો પ્રોડ્ક્ટ્સ હોય અને દરેકની મોટાભાગની કિંમત 99 અંતિમ અંકવાળી જ હોય. તો  દા. ત. એક કરોડ આઈટમસ વેચાય તો એક કરોડ રૂપિયા ક્યાં જાય? અહીં તર્ક નથી કરવો પણ અર્ક શોધવો છે. પેટના મુકીને શેઠનાં કોણ અને કેમ પોષે? ઓફર આપીને.  આજે દરેક વેપારી જી. એસ. ટી., મંદી, અને નોટબંધીથી મૂંઝાય છે.  ત્યારે સૌનું હિત જળવાવુ જરૂરી છે.
ખાસ વાત દરેકની પોતાની દુકાન નથી હોતી, વળી દુકાનમાં ભાવતાલ કરાવનાર આપણે સૌ મોલમાં કંઈ ન કરી શકીએ. અને આ પણ એક કારણ મારી દ્રષ્ટિએ હોઈ શકે. ગરીબ ગરીબ જ થાય, મધ્યમ મુસીબતથી મૂંઝાય ને અમીરો અમીર જ થતાં જાય. ભલે અમીરોને એમની અમીરી મુબારક. કેમ કે મોટાં ને મોટી ને નાના ને નાની ચિંતા હોય છે. પણ વચલાંનું શું? ન હાથ ધરાય? ન સામાજીક બંધનોથી છૂટાય.  ને મોટી ને નાના ને નાની ચિંતા હોય છે. પણ વચલાંનું શું? ન હાથ ધરાય? ન સામાજીક બંધનોથી છૂટાય.
[3:02 PM, 5/1/2018] +91 83204 18016: સફળતા
સફળતાની પરિભાષા આજની તારીખે... 1.પાંચ આંકડાનો પગાર અને પાંચમાં પૂછાય.
2.મોટર,મોલ યા દુકાન, જમીન, જાગીર હો પોતાની.
3.શિક્ષણની પદવીથી લઈને પદ, પગાર, પ્રમોશન અને પારિતોષિક પણ સફળતાનો આધાર.
4. પરિવારમાં ભલે હો અમે બે અમારાં એક યા બે..
5.કમાણી હોય ભલે કોઈપણ નંબરની.
6 દંપતી હોવ તો સંતાનમાં બેટો હોય તો  ડોક્ટર, વકીલ, ઈજનેર, યા મોટો બિઝનેસમેન હોય અને બેટી હોય તો શિક્ષિત અને   દિક્ષિત.
7.બેટા-બેટી પરણીને બચરવાળ થઈ જાય તો  ગંગા સ્નાનની સફળતા..
આમ તો આ યાદી વ્યક્તિ દીઠ લંબાવી કે ટૂંકાવી શકાય.

પણ સફળતાની મારી સવારી.
1.મહેનતનાં મોતી સમાન રોટી, તન ઢંકાઈ રહે એવો સુઘડ પોશાક, પાંચ ફુટિયા આ કાયા પોષવા માટે ચાર કે બાર દિવાલનું સુંદર ખોખુ. જે કહેવાય અપનાં ઘર હરિદ્વાર. અને પરસેવાની કમાણીમાંથી નજીવી પર-સેવાનો આનંદ મળે એવી એક નંબરની આવક. જેથી આલેખાય કે અપનાં હાથ જગન્નાથ.
અંતમાં જમવા માટે ભૂખ અને ભોજન તથા સૂવા માટે ઊંઘ અને આસન(પથારી) હોય.
ખાસવાત:-ખુદને જ એકમાત્ર ખબર હોય સૌ સાથેનાં ખુદારામે કરેલાં વ્યવહારની એનો નિજાનંદ અને હૈયામાં હરિની હાજરી એ છે મારી સફળતાની પરિભાષા. અને એ જ આધારે બેટા-બેટીઓનાં માલિક છે પ્રભુ સાચાં અમે તો માધ્યમ માવતર નામે  માત્ર મુનીમ કાચાં.. એમની રિધ્ધી-સિધ્ધી એ નરસિંહની જેમ તારે હાથ. તું જ્યારે જેમ ચાહીશ ત્યારે વાગશે શરણાઈ, સૂર ને વાજાં.