Image
દુનિયાની સૌથી સુંદર ભેટ એટલે જીવનમાં દીકરીનું હોવું એવું આપણે સૌ કોઈ માનીએ છીએ બરાબર ને ...!
દીકરી સાપનો ભારો અને બોજ એવી બધી માન્યતાઓ માંથી હવે આપણે ઘણાં અંશે બહાર આવી ગયાં છીએ ...એટલે જ દીકરીના જન્મને હવે પ્રસંગ બનાવતાં અને દીકરીને વરદાન સ્વરૂપે જોતા થયા છીએ ...
એક દીકરી તેના પ્રેમ.,વાત્સલ્ય .,નખરા .,લાડકોડ અને કાલીઘેલી વાતોથી જાણે ઘરમાં જ સ્વર્ગ જેવું સૂકુંન આપતી હોય છે .નાનપણથી સૌની લાડકી બનીને આખા ઘરને ક્યારે પોતાના વ્હાલ અને પ્રેમમાં રંગી તરબોળ બનાવી દે છે ખયાલ જ નથી રહેતો ,ક્યારે તે વ્હાલી બની ઘર પોતાની મરજી મુજબ ચલાવવા લાગે છે. ..
લોકો દીકરીની બધી જ ઈચ્છઓ અને સપનાઓ લાડકોડથી પુરા કરે છે કે પછી તો તારે પારકે ઘરે (સાસરે) જ જવું છે ને. ..!
તો ઘણાં ઘરોમાં પહેલેથી જ જાણે કોઈના ઘર (સાસરે) જવા માટે જ જન્મ લીધો હોય એવી રીતે શું કરવું. ..? શું ના કરવું. .. કેવી રીતે વર્તવું ..ટ્રેનિંગ આપવામાં આવે છે. ..
દીકરીને આપણે એની ભુલ હોય ત્યારે પ્રેમથી પાસે બેસાડીને સમજાવીએ છીએ ...અને સાથે થોડું વધુ વ્હાલ પણ કરીએ છીએ જેથી તેને સરળતાથી સમજાવી શકાય કે શીખવી શકાય ...ક્યારેક કોઈ મોટી ભૂલ કરી હોય તો પણ, થોડું નારાજ થઇ ,ગુસ્સો કરીને માની જતા હોઈએ છીએ ...આ થયો એક દીકરી સાથેનું આપણું સૌનું વર્તન ,વ્યવહાર અને વિચાર. ....


હવે અમુક વાતો કદાચ કોઈને અણગમતી કે કડવી લાગશે ...કારણકે સત્ય આવું જ હોય ...આમ. તો કોઈ ઘરમાં દીકરાનો જન્મ થાય ત્યારથી ખુશી થી વહુ લાવવાની વાતો કરતાં આપણે ફરતાં હોય છીએ ., અને જયારે દીકરો પરણાવીને વહુ લાવો છો ત્યારે અચાનક કેમ અણગમતી થઇ જાય છે. ..
ઘણી વખત મેં વાતોમાં સાંભળ્યું છે કે અમારે તો બસ, વહુ આવી જાય એટલે "દીકરો સોંપી દઈને આપણે છુટ્ટા ",.."આપણે ઘરની બધી જવાબદારી સોંપી હળવા બની જઇશુ "...અમુક સમય પછી એ જ લોકો ફરિયાદો કરતા હોય છે ...તે તો આમ નથી કરતી ...તેમ નથી કરતી ...એવીરીતે રસોઈ બનાવે છે ...પેલી રીતે સફાઈ રે છે ...મારી જેવું નથી કરતી. ..તમારે જો જવાબદારી સોંપવી હોય તો તેને થોડી સત્તા કે થોડી છૂટછાટ પણ આપવી જરૃરી છે ...દરેક ને થોડી મોકળાશ તો જોઈએ .કોઈ પણ રીત હોય ,કામ થઇ જવું જરૂરી હોય કે તમારી જીદ ? કામ કલાક વહેલું કે મોડું થઇ જવાથી કોઈ એવોર્ડ કે મહાસંકટ આવી નથી જવાના,તો શા માટે એટલું એ વિશે વિચારવું...?
આમપણ સમય સાથે દરેકે બદલાવ લાવવો જ જોઈએ .હું એવું નથી કહેતી કે દરેક વખતે જૂની પેઢી કે સાસુઓ નો જ વાંક હોય કે વહુઓ બધી સારી જ હોય ...આ એક સામાન્ય વાત છે ...દરેક સાસુ પોતે પણ ક્યારેક એ ઘરની વહુ રહી ચુકી હોય છે ..તેમને પણ કદાચ જિંદગીમાં ઘણું સહન કર્યું હોય બની શકે ...પણ સારી વ્યક્તિ " એવું અમે પણ સહન કર્યું છે "...તો " તમે કેમ ના કરો" "તમારે તો આવું કાંઈ નથી ..?"...કહેવાને બદલે મેં જે સહન કર્યું છે આવું " હું મારી આગળની પેઢી (વહુ ) સાથે ક્યારેય નહીં થવાં દઉં કે ખુબ પ્રેમ થી સાચવીને સાંભળી લઈશ ..."
આ સાથે જ ઘણી છોકરીઓ પણ વહુ બન્યા પછી સામાન્ય ફેરફારો જલ્દી થી લાવી શકતી નથી પણ , સમય જતા દરેકે સ્વીકાર તો કરવો જ રહ્યો ...દરેક દીકરી જો નવા ઘરને પોતાના લોકો સમજીને વ્યવહાર કરે તો ચોક્કસ દરેક કુટુંબ ને સુખી થતાં કોઈ અટકાવી શકતું નથી ..દરેક દીકરી એ ખોટી વાતો કે સલાહો થી દૂર રહીને પ્રેમ થી સૌને કદાચ જીતી શકે છે ...
આ એક જ સંબંધ વર્ષોથી થોડો વધુ ચર્ચામાં અને હવે તો જોક્સ રૂપે પણ ફરતો થયો છે. જો આ સંબંધો વિશે આપણામાં રહેલી ગેરમાન્યતાઓ અને એકબીજાની ખોટી ચાડી ખાતા લોકો થી દૂર રહીને ચોક્કસ સુંદર અને મજબૂત બનાવી શકાય ...
કોઈ પણ દીકરી જે ખુબ લાડકોડ અને વ્હાલથી ઉછરી હોય તે તેનાં ઘરમાં "રાજકુમારી" જેવું જીવન છોડીને કોઈ સુંદર પાત્ર ના સાથ ના સહારે નવાં ઘરને અપનાવવાં આવી હોય છે. ..એ કઈ ઘરમાં રાજ કરવાં કે માલિક બનવાં નથી આવતી ...કે કોઈ માતા થી તેનાં દીકરાને છીનવી લેવા કે અલગ કરવા નથી આવતી ...કારણકે તે પોતે "વ્હાલરૂપી રજવાડાં જેવું ઘર તો તમારા માટે છોડીને આવે છે. .."
પોતાનાં માતાપિતા થી છૂટ્યા નું દુઃખ જાણતી હોવાથી એવી તકલીફ એ બીજાને ક્યારેય આપવાનું ન વિચારી શકે. ..એ તો માત્ર તમારાં પ્રેમ થી તમારા દિલોમાં રાજ કરવાના પ્રયત્ન કરતી હોય છે. ..
દરેક સંબંધ પ્રેમ, વિશ્વાસ, ,હૂંફ અને થોડી સમજદારી થી મજબૂત રીતે બાંધી શકાય છે ..વાત થોડી અજીબ છે પણ વિચારશો તો સારી ...અને અપનાવવાની કોશિશ કરશો તો સરળ ચોક્કસ લાગશે ...વર્ષો સુધી રાહ જોયાં પછી આવનાર કે મળનાર સાથે થોડા પ્રેમથી...થોડી છૂટછાટ થી...થોડા ખુલ્લા મન થી શું સાથે ન રહી શકાય...?
લેખિકા : સંધ્યા રતિલાલ સોલંકી ( " દિલ થી " )