Image

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત યુવા કવિ શ્રી અશ્વિન પાટણવાડિયા સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 


આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

મારું નામ અશ્વિનકુમાર કાંતિભાઈ પાટણવાડિયામાતાનું નામ વિદ્યાબેન અને મારું ઉપનામ સ્નેહછે

મારું વતન પ્રખ્યાત ભક્તકવિ દયારામનું ગામ એટલે કે ડભોઈઆ ડભોઇની પડોશમાં આવેલ મોટા હબીપુરા ગામ. એ મારું વતન. તેમજ હાલ હું મહાન આખ્યાનકાર પ્રેમાનંદનું વતન એટલે વડોદરા હું વડોદરામાં -b 130, અક્ષર વિન્ટેજ સો..તરસાલી..વડોદરામાં  રહું છું.


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

મારું પ્રાથમિક શિક્ષણ શરૂઆત દાહોદ જિલ્લાના શીંગવડ ગામની સરકારી શાળાથી થયેલ. તમને નવાઈ લાગશે કે વતનથી આટલા દૂર કેમ !   એનુ કારણ એ છે કે ત્યાં પિતાજીને હાઈસ્કૂલમાં નોકરી હોવાથી મારો સમ્પુર્ણ 1થી 7નું  પ્રાથમિક શિક્ષણ શીંગવડમાં મેળવ્યું ત્યાર બાદ ધોરણ -નો અભ્યાસ પિતાની સ્કૂલ જય યોગેશ્વર વિદ્યા મંદિર મંડેર ગામની સ્કૂલમાં કરેલ અને ત્યારબાદ ઢોરની અને 10 શીંગવડ ગામની જી.એલ.શેઠે. હાઈસ્કૂલમાં કર્યું. ધોરણ 10માં 75%  સાથે અને 12માં 79% ટકા સાથે પાસ કર્યું . અને સારા ટકાના કારણે P T C  કોલેજમાં એડમિશન પણ મળી ગયુ. આમ હું ટુંકા સમયમા જ 2005માં કોલેજ પૂર્ણ કરીને છોટા ઉદેપુર જિલ્લાની મોટીઝરી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયો. આ નોકરી દરમિયાન પણ મેં મારો અભ્યાસ ચાલું રાખ્યો. ગુજારાત યુનિવર્સિટીમાં B.A અને M.A .પાસ કર્યું .અને હાલ પોચંબા ગ્રુપ પ્રાથમિક શાળામાં ધોરણ થી 8માં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

મારો સાહિત્ય સાથેનું જોડાણ એ મારા વડીલો દ્વારા મળેલ વારસાગત દેણ છે. તેથી મેં ધોરણ- ભણતો ત્યારે જ હું  ગુજરાત સમાચાર વાંચતો. ખાસ કરીને સહિયર આવૃતિમા આવતી કવિતા અને ગઝલ વાંચતો. તેથી તેના નિયમિત વાંચનના કારણે પ્રથમ દેશભક્તિ કાવ્ય – ‘જનનીનું ધાવણ’ લખેલું. અને તે મારાં મિત્ર નિરંજનની મદદથી પૉસ્ટ કરેલ. તે કાવ્ય ગુજરાત સમાચારના સહિયર વિભાગ છપાયેલ. હું ખૂબ ખુશ થયેલો. મારા પિતાજી મારી પાસે આવ્યા અને કહે. બેટા તારી આ કાવ્ય ખૂબ સરસ છે. પરંતુ બેટા હમણા નહીં. પહેલા તારા અભ્યાસ પર ધ્યાન આપ. એકવાર તારા પગ ઊભો થા. સારી એવી નોકરી મેળવ પછી નીરાંતે લખજે. પછી હું પણ તને મદદ કરીશ. પપ્પાની વાત માનીને મેં અભ્યાસ પર ધ્યાન આપ્યુંને શિક્ષક તરીકેના  વ્યવસાય સાથે જોડાયો. મારી શાળામાં બાલસૃષ્ટિ અંક આવતો અને તેમા ખૂબ સારી વાર્તાઓ અને બાળ કાવ્ય આવતા. આ બાળકાવ્ય અંક વાંચતા વર્ષોથી એક ખૂણામાં દબાયેલો કવિરસ મારી નસે નસમાં દોડી ઉઠ્યો. ને બાળકાવ્ય અને બાળવાર્તાઓ લખવાની શરૂઆત કરી. ત્યાર બાદ મારી વાર્તાઓ અને કાવ્ય આ બાલસૃષ્ટિ અંકમાં પ્રકાશિત થતી ગઈને હું લખતો ગયો. ત્યારબાદ  વડોદરા જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન તરફથી જિલ્લા કક્ષાએ કાવ્ય સ્પર્ધામાં મેં ભાગ લીધો અને હું તેમાં મારી કવિતા દ્રિતીય  સ્થાને આવી. ડાયટના મેડમ. ડૉ. બેલાબેન શાહ તેઓએ સાહિત્યક્ષેત્રમાં મારી નોંધ લીધી.. અને મેડમ મને વંદનીય શ્રી રાઘવજી માધડ સાહેબના માર્ગદર્શન હેઠળની શીબીરમાં જવાનું કહ્યું. તે શીબીરમાં પ્રવેશ માટે મેં રાઘવજી સરને મેં ચાર જેવી વાર્તા મેઇલ કરી.. સાહેબશ્રી એ મારી વાર્તા વાંચી અને મને ઈડર મુકામે ત્રિ- દિવસીય શિબિરમાં જવાનું આમંત્રણ મળ્યું. સાહેબશ્રીના માર્ગદર્શન બાદ મારી વાર્તામાં વાર્તા તત્વ નીખરવા લાગ્યું.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

આર્થિક મુશ્કેલી અને યોગ્ય સ્ટેજ ન મળતા કેટલીક વાર હતાશ થવાતું હતું.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજનું સાહિત્ય એ ખૂબ જ ટૂંકા સાહિત્ય પ્રકાર તરફ જઇ રહ્યુ છું. કારણ આજના ફાસ્ટ યુગમાં સૌ પાસે સમયનો અભાવ છે 


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

હાહા એટલા માટે કે આજના નવીન સાહિત્યકારોને જે માહિતી જોઈતી હોય તે સરળતા મળતી થઈ અને પોતાની રચનાઓ ઝડપથી સોશિયલ મીડિયામાં પ્રકાશિત થતા. તે રચના પર બીજા સાહિત્યકારો ના અભિપ્રાય મળતા તેને માર્ગદર્શન અને પ્રોત્સાહન મળતું થયું. તે માટે ખાસ સ્ટોરી મિરરપ્રતિલિપિમાતૃભારતી ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉમદા સેવા પૂરી પાડી રહ્યા છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મારી લોકપ્રિય રચનાઓમાં

બાળવાર્તા - (1)સ્વપ્નાનો ચમત્કાર.(2)ચાંદો નથી પકડવો.(3) મેઘધનુષ (4) અભિમાની સસલો.

લઘુકથાઓ - (1) દમયંતિ (2)ડૉરબેલ (3) રજાનો સદઉપયોગ (4) અક્ષરમાળા

ટૂંકીવાર્તાઓ - (1) નકલમાં અકલ ના હોય. (2) ત્રિકોણીયો પ્રેમ (3) આજનો એકલવ્ય (4)     ઈજ્જત ના રખોપા (5) ભઠ્ઠી

કાવ્ય = (૧) કેવી મજા (2) મમ્મીનો કીકલો .(3) ડુંગરા (4) રંગબદલતી દુનીયા (5) જનનીનું ધાવણ (6) વતનમહીં (7) વૃક્ષ વેદના (8) કેમ આવું રે ? (9) ચાંદામામાના દેશમા (10) કલમ (11) પ્યારું લાગે છે વગેરે...


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

ખાસ કરીને સહિયર આવૃતિ મા આવતી કવિતા અને ગઝલ વાંચતો..તેથી તેના નિયમિત વાંચનના કારણે પ્રથમ દેશભક્તિ કાવ્ય - જનનીનું ધાવણ લખેલું ..અને તે મારાં મિત્ર નિરંજનની મદદથી પૉસ્ટ કરેલ..તે કાવ્ય ગુજરાત સમાચારના સહિયર વિભાગ છપાયેલ.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મલય છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

પ્રથમ 

(1) બાલસૃષ્ટિ તરફથી ચાર વાર પુરસ્કાર મળ્યા છે

(2) વડોદરા ડાયટ તરફથી કવિતા લેખનમાં દ્રિતીય નંબર આવતા પ્રમાણપત્ર અને પુરસ્કાર મળેલ છેં

(3) પ્રતિલિપિ દ્વારા મારી વાર્તા - આજનો એકલવ્ય વાર્તા દ્રિતીય નંબર આવતા પુરસ્કાર મળેલ છેં.

(4) સ્ટોરીમિરર દ્વારા મારી કવિતા -(1) જનનીનીનું ધાવણ (2)મમ્મીનો કીકલો અને વાર્તા

(5) માતૃભારતી દ્વારા હિન્દીમાં ગણેશજી કે પાંચ અનુરોધ વાર્તાને પુરસ્કાર મળેલ છે


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?

બસ એજ કે પ્રકૃતિના ખોળે મન મૂકીને ફરી લો. કુદરતની સુંદરતાને તમારા મન સુધી ઉતરવા દો તમારા જીવનની યાદગાર અનૂભવોને સતત એક ડાયરીમાં નોંધ કરતા રહો. અને નિયમિત તમારા મનગમતા લેખકો - કવિઓના  પુસ્તક વાંચતા રહો. અને હા,  થોડું લખો પણ વાચકોના મન સુધી સ્પર્શે તેવું લખો.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરીમિરરમાં મેં પહેલી રચના વાર્તા નકલમાં અકલ ના હોઈ મૂકેલીઅને ત્યાર બાદ જનનીનું ધાવણ જે વિજેતા રહેલ. મનેઆ સ્ટોરીમિરર તરફથી સારૂં એવું પ્રોત્સાહન મળતું રહ્યુ છેં. તેમજ સ્ટોરી મિરર પરિવારમાં નિર્ણાયક તરીકે સ્થાન મળેલ છેં. મને આટલું સન્માન આપવા બદલ હું સ્ટોરીમિરરનો ખૂબ ખૂબ આભાર માનું છું


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સૌપ્રથમ હું આ સ્ટોરી મિરર પરીવારનો આભારી છું કે મને આટલું સન્માન અને સ્ટેજ પૂરું પાડ્યું.

સ્ટોરીમિરર પરિવાર એ નવીન સાહિત્ય કારોમાટે પારસમણીનું કામ કરી કામ કરી રહ્યા છેં. સાહિત્યકારોને પ્રોત્સાહિત કરે છેં. સાથે સાથે મરજીવા જેવું કપરું કામ પણ કરી રહીં છેં. જેમ મહા મુસીબતે મરજીવા સાગરના ઊંડાણમાં જઈને મોતિ લાવે છેં તેમ આ સ્ટોરીમિરર પરિવાર પણ આજના લાખો સાહિત્યકારો વચ્ચે થી સારા સચોટ સાહિત્યકારો  શોધવાનું કામ કરે છેં.

ફરીથી હું સ્ટોરીમિરર પરિવાર અને વિષ્ણુદેસાઈસરનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું. કે મને ઇન્ટરવ્યૂ આપવામાં મારી પસંદગી કરી.


તો મિત્રો આ હતી એક મુલાકાત શ્રી અશ્વિન પાટણવાડિયા  સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.