Image

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા શ્રી સ્વાતી પાવાગઢી. સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 


આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

નામ: સ્વાતિ સી. પાવાગઢી (ઉપનામ: તાત્વિક) (વતન: રાજકોટ)


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

શિક્ષણની શરૂઆત (બાલમંદિર અને ધો.-૧ ઓમ વિધ્યાલય)

ત્યારબાદ રહેઠાણ વિસ્તાર બદલતા ( શ્રી સાંદિપની વિધ્યાલય )

૧૦ પછી ડિપ્લોમા કોલેજ: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અંતર્ગત સરકારી પોલિટેકનીક રાજકોટ માંથી ( સિવિલ ઈજનેરીનો અભ્યાસ કર્યો )

ત્યારબાદ સિવિલ ઇજનેરી ક્ષેત્રે જ  ડિગ્રી: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અંતર્ગત (વ્યવસાયિ વિધ્યા પ્રતિષ્ઠાન ઈજનેરી કોલેજ રાજકોટ) માંથી મેળવી


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

એતો પ્રાથમિકથી જ ગુજરાતી સાહિત્યના શબ્દો અને દરેક લેખકની લાગણીઓ એમના શબ્દોમાં જે લખેલ એ વાંચતી વખતે સારી રીતે સ્પર્શતી એ પછી કવિતા હોય નાટક હોય કે આત્મકથા દરેક માંથી કંઈક શીખવા મળતું. (પણ મારા જીવનની મેં સર્જેલી તો નહીં કહુંં કેમ કેરચનાનાંં દરેક શબ્દો આપો આપ મુખમાંથી નિકળતા હતા. ને એ અચાનક આ તમામ કળીઓનો સમન્વય જોઈ મને થયું કે આ તો કવિતાનું સર્જન થયું. ને ત્યારે હું ખૂબ ખુશ હતી. એ કવિતા હજુ સુધી મેં ક્યાંય પણ મુકી (Publish) કરી નથી.

ને એ મને યાદ છે. ત્યારે હુંં આશરે ૧૫-૧૬ વર્ષની હતી ને મને પ્રકૃતિ ગમે છે અને આ રચનાનું સ્રર્જન થયુંં ત્યારે હું રવેશમાં બેશેલી ને ધીમી-ધીમી હવા ફૂંકાતી હતી સાથે મન પણ આનંદિત હતું.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

એક તો અહીં આમ જોવા જઈએ તો પ્રકાશિત કરવા માટે તમારી આસપાસના વ્યક્તિઓને આ વિશેની જાણ હોય તો તમને મદદ કરી શકે. ને શાળામાં વધુ તો વિષયો પૂરા કરવાનો અને પરીક્ષાઓનો માહોલ રહેતો હોય છે. ને ઈતર પ્રવૃતિ હોય તો એમા આવો કોઈ વિષય નથી હોતો જેમાં સ્વરચિત રચનાઓ મૂકી શકાય.

એ પછી મને આ મોકો મળ્યો છેક સરકારી પોલિટેકનીક રાજકોટના રમત-ગમત  સપ્તાહ ૨૦૧૨ દરમિયાન જેમાં આવી પ્રવૃતિનું પણ પ્રદર્શન રખાયેલ.

ને પછી હું મારા ફેસબુક અકાઉન્ટ પર મુકતી હતી.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજનું સાહિત્ય ઘણું સારુંં છે. ઘણા લેખકો કોઈ અન્ય ભાષાનાં શબ્દો પણ આજે મુકે છે એમની રચનાઓમાં. પણ અત્યારની પેઢી ક્યાંક આપણું એ ગુજરાતી ભુલતી જણાય છે જે પહેલાનાં સાહિત્યમાં હતું તળપદી ભાષાને એ લહેકાનો આનંદ જ અનેરો છે. ને એ લખાણ પરથી પણ સ્રર્જક ગુજરાતનાં ક્યા વિસ્તારથી છે એ પણ અંદાજ રહેતો. અટલે આ દરેક ભાષા શબ્દોની અલગ મજા છે જેથી નવા-નવા શબ્દોની આપ-લે થાય છે.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

જી હા. બિલકુલ માટે જ તો અમે અમારી રચના ગમે ત્યારે અને ગમે ત્યાંથી સ્ટોરી મિરરમાં મૂકી (અપલોડ) કરી શકીએ છીએ. ફેસબુકવોટસઅપમાં શેર કરે શકીએ છીએ અને અન્ય ઘણી સાઈટો તો ખરી જ. પણ આજકાલ કોઇ જો અયોગ્ય નેટવોર્ક પર રચના મુકાય હોય તો તમારી રચના પર કોઇ અન્ય એના નામે થી ફરતી કરે છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મારી રચનાઓમાં આમ જોવા જઈએ તો પ્રેમ અને પ્રકૃતિપર વધુ લખી છે અને સામાજિક રીતે હાલની કોઈ વ્યથા પર પણ જેમાં "નારી". "ચાલ રાષ્ટ્ર્ર્ર્ બનાવીએ" અને "સૈનિકોને સો-સો સલામ"(જે સ્પર્ધા નો ભાગ હતી.)


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

આજ થી ત્રણ વર્ષ પહેલા શિવરાત્રીના દિવસે ફૂલછાબની પૂર્તિ પનઘટ(હાલ નામ તેજસ્વિની)માં મારી પ્રથમ કવિતા આ અવેલ. અને એ પછી પણ ઘણી તેમાં જ પ્રકાશિત થયેલ. જે માટે હું એમની આભારી છું. ત્યાર પછી આકાશવાણી રાજકોટ કે જેમણે યુવાવાણી કાર્યક્ર્મમા મારી સ્વરચિત કવિતાઓ મારા જ સ્વરમાં પ્રસાર કરી મારી રચનાઓ મારા જ સ્વરમાં લોકો સુધી પહોંચાડી. અને આજે સ્ટોરી મિરરની જયાં અમે કવિગણ રચનાઓ મૂકી શકીએ છીએ.સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મલય છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

એક તો કોલેજમાં કવિતાઓના પ્રદર્શન દરમિયાન અને આકાશવાણી રાજકોટ તરફથી યુવાવાણી કાર્યક્ર્મ દરમિયાન. સ્ટોરીમિરરમાં તો 'આપણા સૈનિકોને સલામલિટકોન ગુજરાતી વિજેતાઓમાં નામ રહેલ.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો ?

જે પણ લખો વેદના અને લાગણીથી  સભર લખો સાથે સારું અને સહજ લખો.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

ખૂબસરસ


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

દરેક લેખકો માટે સારું મંચ છે અને સહેલાઈથી રચનાઓ મૂકી શકાય છે. ( હા એક વાત જેની જાણ મને નથી કે વિજેતાઓનું સન્માન શી રીતે થાય છેતે હું જાણવા ઈચ્છું છું.)

                             

તો મિત્રો આ હતી એક મુલાકાત શ્રી સ્વાતી પાવાગઢી સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.