Image

સરકારી ભરતી ઓ માટે Competitive Exams/સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી એપ્લિકેશનો તથા વેબસાઇટો 

 

સરકારી નોકરીઓ માટે જ્યારથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા નોકરી આપવા નું શરૂ થયું છે, ત્યાર થી નોકરી આપવા માટે રિશ્વત જેવો ભ્રષ્ટાચાર નહિવત થઇ ગયો છે, તલાટી, બેન્ક ઓફિસર, મામલતદાર, પીએસઆઇ, પોલીસ કોન્સ્ટેબલ જેવી નોકરીઓ મેળવવા યુવાનો કોલેજ ની સાથે સાથે જ આવી SSC, GPSC, UPSC, IBPS, ટેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કલાસીસ અને વાંચન શરુ કરી નાખે છે. આવો જાણીયે આ પરીક્ષાઓ માટે મદદરૂપ થઇ શકતી વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ વિશે।

 

1.) પરીક્ષાઓ ની માહિતી આપતી વેબસાઇટો 

જો તમે પણ આવી પરીક્ષાઓ આપવા માગતા હો તો પહેલા તો જરૂરી છે અમુક માહિતીઓ,  જેમ કે કઈ નોકરી માટે ક્યારે પરીક્ષા છે, ફોર્મ ભરવાની વિગતો,  વગેરે

www.sarkarinaukricareer.in આ સાઈટ પર મોટા ભાગ ની ગવર્નમેન્ટ તથા બેન્ક જોબ્સ ની પરીક્ષાઓ ની તારીખો તથા વિગતો મળશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખો, ફી ભરવા ની વિગતો તથા ડોક્યુમેન્ટ્સ ની વિગતો મળશે, તદુપરાંત પરીક્ષા ના વિષયો ના મુદ્દાઓ, સમાચાર, ટિપ્સ તથા ટ્રિક્સ પણ જોવા મળશે.

www.talentsprint.com અહીંયા તમને SBI, IBPS, SSC, LIC, RRB NTPC  ને લગતા નોટિફિકેશન કોઈ પણ એડવર્ટાઈઝમેન્ટ વગર સિમ્પલ ફોર્મેટ માં જોવા મળશે। માહિતી ની સાથે સાથે કેપ્સુલ ક્વિઝ, નોટ્સ, મોટિવેશનલ સ્ટોરીઓ અને ગ્રુપ ડિસ્કશન માટે પેજ પણ છે.

www.bankexamsindia.com આ સાઈટ પર ફક્ત બેંકો ને લગતી પરીક્ષાઓ ની વિગતો મળશે। સાથે સાથે પરીક્ષા ની પેટર્ન તથા સ્ટડી મટેરીઅલ પણ મળી રહેશે.

http://www.ibpsexamguru.in આ સાઈટ પર મુખત્વે IBPS PO, Clerk, SBI PO અને  SBI ની ભરતી ને લગતી વિગતો મળશે। આ સાઈટ પર થી ઉપયોગી ઇબુક્સ પણ ડાઉનલોડ કરી શકશો। તથા પ્રેક્ટિસ માટે મોક ટેસ્ટ પણ ઉપલબ્ધ છે.

 

2.) ફ્રી ઓનલાઇન ટેસ્ટ 

પરીક્ષાઓ માટે તૈયારી કરતા ઉમેદવારો ને મોક ટેસ્ટ/ઓનલાઇન ટેસ્ટ બહુ ઉપયોગી નીવડે છે. ત્યાં પ્રેક્ટિસ કરવા થી જાણી શકાય છે કે આપણી કચાશ કે નબળાઈ ક્યાં છે. નીચે મુજબ ની વેબસાઇટ્સ આ બાબત માં ઉપયોગી નીવડે છે. 

http://www.freeonlinetest.in/ એપ્ટિટ્યૂડ, રિઝનિંગ, જનરલ નોલેજ તથા કમ્પ્યુટર નોલેજ ની તૈયારી કરવા માટે આ વેબસાઈટ બહુ ઉપયોગી છે, સાથે સાથે ગયા વરસો ના પ્રશ્નપત્રો તથા મોડેલ પ્રશ્નપત્રો પણ અહીં મળી રહે છે. એના જેવી બીજી વેબસાઈટ છે http://www.indiabix.com/online-test/categories/ જ્યાં કોઈ પણ ટોપિક પસંદ કરી ને સાચી પરીક્ષા જેમ જ ટેસ્ટ આપી શકાય છે. www.jagranjosh.com પર પણ ટેસ્ટ ની સાથે સાથે માહિતી ના ખજાના હાથ લાગશે.

 

3.) પ્રેક્ટિસ કરવા માટે ઉપયોગી એપ્લિકેશન્સ 

 

https://onlinetyari.com/ આ વેબસાઈટ પર તેની મોબાઈલ એપ્પ્લીકેશન પણ ઉપલબ્ધ છે, જે તમે મોબાઈલ માં ઇન્સ્ટોલ કરી ને ગમે ત્યાં ફરી ટાઈમ માં પ્રેક્ટિસ કરી શકો છો.

Pratiyogita Darpan આ એપ ના મેગેઝીન વિષે તો તમે પરિચિત જ હશો, પણ ઘણી વાર કિંમત જોઈ ને ખરીદતા અચકાતા હશો, કરી લો ઇન્સ્ટાલ્લ આ એપ અને મેગેજીન ના બધા જ ઇસ્યુ મફત માં વાંચો! હિન્દી અંગ્રેજી બેય ભાષા માં એપ ઉપલબ્ધ છે.

 

Mapboard lite એક એવી એપ છે જે તમને ભૂગોળ ના નકશા દોરવા માં તથા યાદ રાખવા માં મદદ કરે છે.


https://unacademy.com/ મોબાઈલ એપ પણ પ્રેક્ટિસ કરવા માટે પ્રાચલિત છે, વેબસાઈટ પર ની લિંક થી જ એપ ઇન્સ્ટોલ કરવી।


 

4.) ઉપયોગી વિડિયોઝ તથા લાઈવ ક્લાસીસ 

 

Mrunal.org મૃણાલ પટેલ દ્વારા બનાવા માં આવેલ આ સાઈટ એમના વિડીયો લેશન્સ માટે પ્રચલિત છે. મૃણાલ પટેલ અહીં અઘરા વિષયો ને સરળ ભાષા માં સમજાવી શકે છે. 

 Crackgps.com ની ખાસિયત એ છે કે અહીંયા ગુજરાતી વિડિયોઝ ની સાથે સાથે ઘણુંબધું મટેરીયલ ગુજરાતી માં મળશે 

https://unacademy.com/ પર પણ રસપ્રદ વિડિયોઝ જોવા મળશે. ગણિત, અર્થશાસ્ત્ર, ઇતિહાસ અને ફિઝિક્સ જેવા વિષયો પ્રમાણે વિડિયોઝ જોઈ શકશો।

યુટ્યુબ પર Talent Sprints જેવી યુટ્યુબ ચેનલો પર પણ સરળ રીતે સમજાવતા અને તૈયારી કરવા ની ટિપ્સ આપતા વિડિયોઝ જોવા મળશે.

ઓલ ઘી બેસ્ટ!!