Image

શ્રી કૃષ્ણ એ ગીતા માં વર્તમાન ક્ષણ નું મહત્વ વર્ણવ્યું છે.જે કાર્ય આજે કરવાનું હોય એ કરી જ લેવું...ન જાણ્યું જાનકી નાથે સવારે શું થશે. અમે સૌ રોજ સવારે નજીક ના ગાર્ડન માં સવારે ચાલવા જઇએ. અઠવાડિયામાં બે દિવસ એક શાક નો ટેમ્પો આવે. એક દિવસ મારે શાક તો લેવું તુ પરંતુ પૈસા નહોતા. એક વડીલ કાકા એ નોંધ્યુ અને મને પૈસા લઇ શાક ખરીદવા આગ્રહ કર્યો. થોડી આનાકાની પછી મેં "કાલે ચોક્કસ આપી દઇશ" કહી લઇ લીધું. બીજા દિવસે બેકાળજી માં ઘરે થી  પૈસા લાવવાનું ભુલાઈ ગયું. ત્રીજા દિવસે કાકા દેખાયા નહીં...એમ કરતાં  પાંચ છ દિવસ નીકળી ગયા. પછી ખબર પડી કે કાકા ને મેસિવ હાર્ટ એટેક આવ્યો અને ગુજરી ગયા...મારે માટે જીવન ભર નો અફસોસ છોડી ગયા.