Image
" તારા વિના હું કઈ નથી ને ...તું સાથે હોય તો મારા માટે દુનિયામાં કંઈ પણ અશક્ય નથી. .."
હા ,સાચી જ છે આ વાત કારણકે દુનિયામાં માં વિના બધું જ સૂનું છે .એનાં થી જ આ દુનિયા સ્વર્ગ સમાન છે.
મારા આ દુનિયામાં આવતા પહેલાથી ,જોયા વિના જ અપાર પ્રેમ આપેલો એ વ્યક્તિ એટલે આપણી "માં" જ હોઈ શકે ...
દરેક વખતે ..દરેક સમયે... કંઈપણ મુશ્કેલી જોયા વિના સાથ આપતી એક "માં" જ હોય ...
તું આટલું બધું કઈ રીતે કરી લેતી હોય છે? મમ્મી ...
દરેક વસ્તુ સમય પર હાજર હોય. ...તેની કાયમીની જગ્યા પર જ હોય. ...એકદમ ચકાચક સાફ થયેલું હોય. ..
જમવાનું હમેંશા તૈયાર  હોય ...સ્કૂલ ..ઓફિસે ..ના ટિફિન પણ તૈયાર જ હોય ...એ પણ સ્વાદિષ્ટ રસોઈ અને એક્સ્ટ્રા પ્રેમ સાથે ...
ઘર હમેંશા સાજ-સજાવટ થી ભરપૂર હોય ...એકદમ સ્વચ્છ હોય ...ને બાળકોની જીદ પુરી કરવા હમેંશા તૈયાર  હોય. ..
આ બધું તો તું હમેશાં સરળતાથી કરી લેતી હોય છે ...
એ પણ હમેશાં હસતાં મોં સાથે ...જરા પણ પોતાની તકલીફ નો કોઈને અણસાર આવવા દેતી નથી. ..
અને આપણે પણ ક્યાં ક્યારેય એ જોવાની ફુરસદ કે તસ્દી લેતાં હોઈએ છીએ ...
દરેક ને પોતે એ સમયમાંથી પસાર થાય છે ત્યારે આ બધું સમજાતું હોય છે. ..
એક માતા ના ઉછેર થી માણસ નું સાચું અસ્તિત્વ ઘડાતું હોય છે. ..
દરેક બાળક અમુક સંસ્કાર અને કલા માતાનાં ગર્ભમાંથી શીખીને જન્મતાં હોય છે ...
આમ તો એક માં વિશે લખવાનુ કે વર્ણન શક્ય નથી પણ અમુક દિલની લાગણીઓ રૂપે ચોક્કસ લખી શકાય. ..
મમ્મી આપણને બહુ વ્હાલી હોય છે કારણકે એ દરેક સમયે આપણો સાથ આપવા માટે હાજર હોય છે ...
પપ્પા થી કદાચ આપણે થોડા ડરતા હોઈએ છીયે ...એટલે જ આપણે અમુક વાતો મમ્મીને j કહેતાં હોઈએ છીએ કે ,તે પપ્પાને આપણા વતી વાત કરે કે ગમતું કંઈ કરવા માટેની છૂટ આપે...
મમ્મી સરળતાથી આપણને મુશ્કેલી ના સમયમાં રસ્તો શોધી આપતી હોય છે. ..
પોતે તેમનાં સપનાઓ ...ઈચ્છઓ ...ને બાળકો માટે અધૂરાં છોડી દે છે ...
એક માતા તેના સંતાન માટે સમય સાથે દરેક સંબંધ નિભાવતી હોય છે. ..બાળક નાનું હોય ત્યારે તે બાળક ને છે ...મોટું થાય ત્યારે તેની મિત્ર ને છે. ..પછી સમવયસ્ક બને છે. ...કંઈક શીખવતી વખતે ટીચર બને છે. ...જયારે તે હારી જાય કે ભાંગી જાય ત્યારે પ્રોત્સાહન આપે છે. ..જરૂરી હિંમત આપે છે. ..ને ફરીથી ઉભા થવાનું સાહસ આપે છે...જિંદગી ના દરેક વળાંકો પર દિશા આપતી હોય છે ...અને સૌથી પહેલાં તો આપણને આ દુનિયા જોવા માટે જન્મ આપ્યો હોય છે. ..
છતાં આપણે મોટા થઈને એવો જ સવાલ કરતાં હોઈએ છીએ કે તમે અમારાં માટે શું કર્યું. ..?
અહીં હું ઘણું લખી શકું છું આજકાલના છોકરાઓ નો માતા પિતા સાથેનો ખરાબ વ્યવહાર વિશે પણ ...અહીં હું સારી વાતો અને સારા વિચાર જ લોકો સાથે વહેંચવા માંગુ છું. ...
ખરેખર માતા એ ત્યાગ  ...પ્રેમ ...વિશ્વાસ ...કરુણા ..અને ..અપાર પ્રેમની દેવી છે. ..
જે આ દુનિયામાં બીજું કોઈ આપણને આપતું નથી ...અને ઈચ્છે તો પણ આપી શકતું નથી. ..
"તું છે તો બધું જ છે...ને તારા વિના હું કાયમી અધૂરું... "   "મારી વ્હાલી મમ્મી...."
 - સંધ્યા સોલંકી ( " દિલ થી " )