Image

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા રાજુલ શાહ સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 


આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

નામરાજુલ કૌશિક શાહ

નેટ માધ્યમે રાજુલ કૌશિકના નામથી ઓળખાઉં છું.

મારોજન્મઉછેર અને અભ્યાસગુજરાતના અમદાવાદમાં. ૨૦૧૦થી ગ્રીન કાર્ડમળતાં યુ.એસ..સ્થાયી થઈ છું૨૦૧૦થી ૨૦૧૩ સુધી આટલાંટા રહી અને ત્યારબાદ ૨૦૧૩થી બોસ્ટનમાં સ્થાયી થઈછું


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

મારું પ્રાથમિક શિક્ષણ અમદાવાદની શિશુ વિહાર અને ત્યારવાદ ધોરણ ૮થી અમદાવાદની એ.જી. હાઈસ્કૂલમાં પ્રાપ્તકર્યું.

અમદાવાદની સેન્ટઝૅવિયર્સ કૉલેજમાંથી સાઈકોલૉજીમાં બી.એ.માં સ્નાતકથઈ.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

મારી માતા ડૉક્ટરઈન્દુબેન નાણાવટીઅને પિતાજી(શશીકાંત નાણાવટી)  અમદાવાદના જાણીતા અખબાર ગુજરાત સમાચારમાં પત્રકાર અને ચિત્રલોક નાસંપાદકચિત્રલોક સિનેસર્કલના પ્રણેતા તેમજ સાંસ્કૃતિ કઅને નાટ્ય સમીક્ષક હતાલખવાની પ્રેરણા અને વારસો મારા પિતાજી થકી મળ્યો એમક હેવામાં હું ગૌરવ અનુભવું છું.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

લગભગ ૨૦૦૫થી અમદાવાદના દિવ્યભાસ્કર માટે કૉલમલખવાનુંશરૂથયું

મંગળવારની પૂર્તિમાધુરિમા માટે વુમન એમ્પાર્મેન્ટ પર લેખ

બુધવારનીપૂર્તિ   -કળશ માટે અમદાવાદની પ્રસિધ્ધ મહિલાઓના ઇન્ટર્વ્યુ બેઝ લેખ

શનિવારનીપૂર્તિમા ટેફર્સ્ટડેફર્સ્ટ શૉમાટે ફિલ્મ રિવ્યુ

રવિવારની પૂર્તિ રસરંગ માટેયા ત્રા-પ્રવાસ પર લેખ આપ્યામારો પોતાનો બ્લોગ છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

જેના પર હું સ્વ લિખિ તનવલિકાલઘુનવલકથા તેમજ વિવિધ વિષયો પર લેખ મુકતી રહી છુંતદઉપરાંત કેનેડા ન્યુઝલાઈન પર ફિલ્મ રિવ્યુ અને કેલિફોર્નિયા સાહિત્યિક બેઠક તેમજ હ્યુસ્ટન સાહિત્ય સરિતા સાથે સંકળાઈને સાહિત્યિક પ્રવૃત્તિ કરુંછું

કહેવાનું તાત્પર્ય એ છેકે આટલા વર્ષોમાં મારી સાહિત્યિક પ્રવૃત્તિ સંબંધી મારે કોઈ સમસ્યાનો સામનો કરવોપડ્યોનથીનેટ પરકામ કરવાનું પણ અખબાર જેટલું જ સરળરહ્યું


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

સાહિત્ય પણ સમય સાથે બદલાય છે સદીઓ પહેલાં જે રીતે સાહિત્ય લખાતું એ પેઢી દર પેઢી બદલાતું જ રહ્યું છે અને બદલાતું જ રહેવાનું છેપ્રાચીન સાહિત્ય વાંચવા સમજવા ટેવાયેલા અભિગમને પણ આપણે બદલવો જ રહ્યોઆજનું સાહિત્ય થોડું બોલ્ડ બન્યુંછેએ સાહિત્યને પણ નવા રંગરૂપે સ્વીકારી લેવું રહ્યું.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

યસડીજીટલ અને સોશિઅલ મિડીયા આવી જવાથી સાહિત્યકારો માટે અનેકપ્લેટ ફોર્મ તૈયારથઈ રહ્યાછેડીજીટલમિડીયા કે સોશિઅલ મિડીયા અત્યંત હાથ વગુંછે અર્થાત સૌ કોઈ પોતાની વાત લઈને સરળતાથી અન્ય સુધી પહોંચી શકે છેલેખકને પોતાનું પુસ્તક કે સર્જન પબ્લિશ થાય ત્યાં સુધી રાહ જોવાની રહી નથી.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મારા બ્લોગ–(રાજુલનું મનોજગત)પર મારું સર્જન મુકાયેલું છે જેમાં નવલિકાઓલઘુનવલકથા છિન્નએષા ખુલ્લી કિતાબઆન્યા મૃણાલઉપરાંત યાત્રા-પ્રવાસ વર્ણનપ્રાસંગિક વાતને કવિતા સાથે વણી લેતી વાતો કવિતા શબ્દોની સરિતાના શિર્ષક સાથે મુકી છેચિંતનકણિકા- (હકારાત્મઅભિગમઅનેહાલમાં જ પરિપૂર્ણતાના આરે પહોંચેલી એક વૈશ્વિક પ્રયોગના નામેજાણીતીપત્રોત્સવ” નામક પત્રાવલી પણછે

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

મારી સર્વપ્રથ મરચના- “યશોદા”  નામક નવલિકા દિવ્યભાસ્કરની પૂર્તિ માધુરિમામાં પ્રકાશિતથઈ. વાર્તાનું કથાબીજ કૌટુંબિક અનેભાવનાત્મક હતું


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

સાહિત્ય સન્માન અને પુરસ્કાર માટે હજુ તો ઘણું કામ કરવાનુંછેસ્ટોરીમિરરમાં‘Author of the year-2018’માટે નામ નોમિનેટ થયું હતું અને હાલમાં ‘Author of the Week’ માટે નિર્ણયાક જ્યુરીમાં મારુંનામછે.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

આમ જોવા જઈએ તો હું મારી જાતને હજુ નવોદિત લેખકની શ્રેણીમાં જ છુંગુજરાતી કે અન્ય કોઈ પણ સાહિત્ય અગાધ છેવિશાળ છેએની ઊંચાઈ કે ઊંડાઈ માપવા માટે નું ગજુ જ ક્યાં કોઈનું હોઈશકે 

મારા જેવા લેખકોને એટલું કહીશ કે આજે એટલું બધું લખાય છે કે ક્યાં કોણ કોને ક્યારે વાંચશે એની નિશ્ચિતતા નથી. ત્યારે આપણા પોતાના દિલને સ્પર્શે એવુંમનને મંજૂર હોય એવું લખાણ સૌથી જરૂરી છે.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સરસ… હમણાં Author of The Year”માં નામ નોમિનેટ થયા બાદ વાચકોનો રસ મારા લેખનાપ્રતિ ભાવરૂપે જોઈ રહી છું.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરીમિરરની પ્રગતિ માટે અનેક શુભેચ્છાઓ


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખિકા શ્રી રાજુલ શાહ સાથે  સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.