Image

ગુજરાત સ્થાપના દિને ગુજરાતી ભાષાનો જ વિસ્તાર વધે.
ઠામ-ઠેકાણે ગુજરાતી જ વ્યાપાર વિકસે,
આકર્ષક તો યે અટપટી અંગ્રેજીનું દૂષણ ટળે.
માતને વિસારી માસીને પાળવાનું પતન પતે.

પ્રભાવશાળી અંગ્રેજીએ પાડ્યા છે ગુજરાતીઓને કાચાં.
તેથી જ આજે ઈંગ્લિશ મિડીયમમાં ભણાવવાનાં અભરખાં.
ભલે, આપણને ન આવડે ઇંગ્લિશ , પણ છોકરાવ તો શીખે સ્પોકન ઈંગ્લિશ.

એ જ પછી મોટા થઈ માનીતી માસીની શીખે રીત.
ને માવતરને કરી દે મિસ્ડ...
અગડમ બગડમ અંગ્રેજીમાં સ્કીમ સમજાવે ને ગુજરાતી જ ગુજરાતીને પછાડે.
વળી પાછી અષ્ટમપષ્ટમ અંગ્રેજીમાં જ બીલ દઈને દિલ❤દઝાડે.
નથી હોતું સૌ કોઈને ગણિત, કે અંગ્રેજી સાથે વિશ્વાસઘાતનું જ્ઞાન પાક્કું.
એક એવાં નિર્મળ, નિર્ભેળ નિખાલસ ગુજરાતીને આજે રહેવા ન ખરીદાય મકાન પાક્કું.
એ તો છે ખૂબ ઊંડુ અંગ્રેજીનું બહુમાન સાચું.
સમજાય જો સાર, તો વિકાસ અવશ્ય થાય ગુજરાતીમાં જ વહેવાર, વેપાર ને સદાચાર સદાકાળ.
✍અલ્પેશા ને તો કરવો જ છે અંગ્રેજીનો બહિષ્કાર.... માલતી પતીલ. અંકલેશ્વ