Image

“પંકજ કપૂર કા બેટા હોને કા ફયદા મૈંને કભી નહિ ઉઠાયા. ફ્લ્મિોમેં આને કે લિયે મૈંને સૌ સે ભી જ્યાદા સ્ક્રીન ટેસ્ટ દિયે થે. “દિલ તો પાગલ હૈ” અને “તાલ” જેવી ફ્લ્મિોમાં બેક ગ્રાઉન્ડ ડાન્સર તરીકે સિલ્વર સ્ક્રીન પર કરિયરની શરૂઆત કરનાર શાહિદ કપૂરની માત્ર બોલિવૂડની જ નહિ, પરંતુ બાળપણથી જ અંગત જીવનની સંઘર્ષ યાત્રા પણ આંખ છલકાવી દે તેવી છે. ત્રણ વર્ષની ઉંમરે માતા-પિતાના ડિવોર્સ તથા દસ વર્ષની ઉંમરે માતાના બીજા લગ્ન બાળક શાહિદે ભીની આંખે જોયા છે. ૨૫ ફેબ્રુઆરીએ શાહિદ કપૂરનો જન્મ દિવસ આવે છે

શાહિદ કપૂરનો જન્મ તા.૨૫/૨/૧૯૮૧ ના રોજ દિલ્હીમાં થયો હતો. પિતા પંકજ કપૂરે એકવીસ વર્ષની ઉંમરે માતા નીલિમા અઝીમ સાથે લગ્ન કર્યાં હતા. તે દિવસોમાં પંકજ કપૂર દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં હતા જ્યારે નીલિમા અઝીમની આગવી ઓળખ સ્ટેજ આર્ટિસ્ટ ઉપરાંત ઉત્તમ ડાન્સર તરીકેની પણ હતી. શાહિદ ત્રણ વર્ષનો થયો ત્યારે આ બંને કલાકારો અંગત જીવનમાં તાલ મેળવવામાં નિષ્ફ્ળ નીવડયા હતા અને તેમનું લગ્ન જીવન ડિવોર્સમાં પરિણમ્યું હતું. પંકજ કપૂરે કરિયર બનાવવા મુંબઈની વાટ પકડી લીધી હતી. નીલિમા અઝીમ પત્રકાર પિતા અનવર અઝીમની એક માત્ર દીકરી હતી. અનવર અઝીમની સૌથી મોટી ઓળખ તો એ હતી કે તેઓ પ્રખ્યાત ફ્લ્મિી હસ્તી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ વિજેતા કે. અબ્બાસના પુત્ર હતા. આમ શાહિદ કપૂરના ગ્રેટ ગ્રાન્ડ ફાધર (નાનાજી ના પિતા) એટલે કે. અબ્બાસ.

પત્ની નીલિમા સાથે અલગ થયા બાદ પણ દર વર્ષે પંકજ કપૂર શાહિદના જન્મ દિવસે રમકડાં અને ટ્રોફીઓ લઈને દિલ્હી અચૂક આવતા. બાળક શાહિદ તેના પિતા સાથે રહેવા માટે તલસતો પણ ટીવી સીરિયલ અને ફ્લ્મિોમાં અતિ વ્યસ્ત રહેતા પંકજ કપૂર રાતની ફ્લાઈટ પકડીને અવશ્ય મુંબઇ પરત થઈ જતા.. ૧૯૮૮માં પંકજ કપૂરે સુપ્રિયા પાઠક સાથે લગ્ન કરી લીધા હતા. શાહિદ જ્યારે દસ વર્ષનો થયો ત્યારે માતા નીલિમા અઝીમે તેનાથી આઠ વર્ષ નાના ફ્લ્મિોના સ્ક્રિપ્ટ રાઈટર રાજેશ ખટ્ટર સાથે લગ્ન કરી લીધા. રાજેશ ખટ્ટરે “સૂર્યવંશમ” તથા “રેસ ટૂ” જેવી ફ્લ્મિોમાં નાના રોલ પણ ભજવ્યા છે. દસ વર્ષના શાહિદે માતાના નિર્ણયને માન આપીને રાજેશ ખટ્ટરને પણ પિતા તરીકે સ્વીકાર્યા હતા. આજે પણ શાહિદના પાસપોર્ટમાં તેની અટક ખટ્ટર જ ચાલે છે. નવા પિતા રાજેશ ખટ્ટરનો પુત્ર એટલે ઇશાન ખટ્ટર. જેની ૨૦૧૮માં જ પ્રથમ ફ્લ્મિ “ધડક” રિલીઝ થઇ હતી. ૨૦૦૪માં જ નીલિમા અઝીમ અને રાજેશ ખટ્ટર અલગ થઇ ગયા હતા અને નીલિમાએ ત્રીજા લગ્ન રઝા અલી ખાન સાથે કર્યા હતા.

શાહિદ કપૂરે સ્કૂલનું ભણતર દિલ્હીની જ્ઞાનભારતી સ્કૂલમાંથી લીધું હતું. શાહિદને પિતાનો સાચો પ્રેમ નાનાજી પાસેથી જ સાંપડયો હતો. કાયમ શાળાએ લેવા મૂકવા માટે નાનાજી જ આવતા. શાહિદે સ્નાતકની ડિગ્રી મીઠીબાઈ કોલેજ (મુંબઈ) માંથી લીધી હતી. માતાનો ડાન્સનો વારસો શાહિદને વિરાસતમાં મળ્યો હતો. ડાન્સ શીખવા તે શૈમક દાવરના ડાન્સ ક્લાસમાં જોડાયો. ચોકલેટી ચહેરો હોવાને કારણે શાહિદ કપૂરને ટીનએજમાં જ જાહેરાતોની ઓફર  મળવા લાગી હતી. ૧૯૯૮માં ચૌદ વર્ષનો શાહિદ આર્યન બેન્ડના સંગીતની વીડિયોમાં દેખાયો હતો. “આંખો મેં તેરા હી ચહેરા” ગીતમાં શાહિદના નિર્દોષ ચહેરાનાં હાવભાવ ટીવીના અઢળક દર્શકોને પસંદ પડી ગયા હતા. ત્યાર બાદ માત્ર અઢાર વર્ષની ઉંમરે શાહિદને શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જી સાથે પેપ્સીની જાહેરાતમાં ચમકવાનો મોકો પણ મળ્યો હતો. જો કે ફ્લ્મિોમાં કામ મેળવવા માટે શાહિદ કપૂરને આકરો સંઘર્ષ કરવો પડયો હતો. “દિલ તો પાગલ હૈ”માં ડાન્સરોના ટોળામાં એક એક્સ્ટ્રા કલાકાર તરીકે અને “તાલ”માં પણ ઐશ્વર્યા રાયની પાછળ ડાન્સ કરતા એક્સ્ટ્રા કલાકાર તરીકે શાહિદે કામ સ્વીકાર્યું હતું. જો કે તે સહેજ પણ નિરાશ નહોતો થયો. શાહિદે સતત ચાર વર્ષ સુધી હીરો બનવા માટે સ્ક્રિન ટેસ્ટ આપવાનું ચાલુ રાખ્યું હતું. આખરે રમેશ તૌરાણીએ “ઇશ્ક વિશ્ક” માં શાહિદ કપૂરને હીરો તરીકે ચાન્સ આપ્યો હતો. ૨૦૦૪માં રિલીઝ થયેલી “ઇશ્ક વિશ્ક” સફ્ળ નીવડી હતી. શાહિદ કપૂરને તે ફ્લ્મિ માટે ફ્લ્મિફેરનો બેસ્ટ મેલ ડેબ્યુનો એવોર્ડ પણ મળ્યો હતો. “ઇશ્ક વિશ્ક” બાદ શાહિદ કપૂરની ફ્દિા, શિખર, ૩૬ ચાઈના ટાઉન, છુપ છુપ કે જેવી ફ્લ્મિો આવી પણ બોક્સઓફ્સિ પર ખાસ કમાલ દેખાડી ન શકી. વાસ્તવમાં શાહિદને એક હિટ ફ્લ્મિની જરૂર હતી. આખરે ૨૦૦૬માં રાજશ્રી પ્રોડક્શનની “વિવાહ” રિલીઝ થઇ. માત્ર દસ કરોડમાં બનેલી “વિવાહ” ફ્લ્મિે તે સમયે ત્રેપન કરોડનો વકરો કર્યો હતો.

શાહિદ કપૂરે પિતા પંકજ કપૂર સાથે “મૌસમ” માં અભિનય ખૂબ સારો કર્યો હતો, પણ ફ્લ્મિ તદ્દન ફ્લોપ નીવડી હતી. કરીના કપૂર સાથે શાહિદે સાતેક ફ્લ્મિો કરી હતી. બંનેના રોમાન્સની વાતો મીડિયામાં ચગી હતી. ઈમ્તિયાઝ અલીની “જબ વી મેટ” દર્શકોને ખૂબ જ પસંદ પડી. કરીનાએ અચાનક સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા.

શાહિદ કપૂરની સફ્ળ ફ્લ્મિોની યાદી ખૂબ નાની છે. જેમાં “ઇશ્ક વિશ્ક” અને “વિવાહ” ઉપરાંત “જબ વી મેટ”, “કમીને”(ડબલ રોલ), “ઉડતા પંજાબ” તથા “પદ્માવત” નો સમાવેશ થાય છે. વિલિયમ શેક્સપિયરના “હેમ્લેટ” પરથી બનેલી “હૈદર” માટે શાહિદ કપૂરને ફ્લ્મિફેરનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. પરંતુ એ ફિલ્મ જોઈએ એવી સફળતા ન મેળવી શકી. લગભગ આઠ જેટલાં એવોર્ડ સમાંરભોમાં સફ્ળ હોસ્ટ રહી ચૂકેલા શાહિદ કપૂરે ૨૦૧૫માં ડાન્સ રિયાલિટી શો “ઝલક દિખલા જા” માં જજની ભૂમિકા નિભાવી હતી. ૨૦૧૫માં જ મીરાં રાજપૂત સાથે લગ્ન કરનાર શાહિદને એક પુત્ર અને એક પુત્રી છે.  પ્રફુલ્લ કાનાબાર.