Image

આવો આજે મુલાકાત કરીએ,  અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા સપના વિજાપુરા સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ :


આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

મારું નામ બાનુમા વિજાપુરા. મારું ઉપનામ સપના વિજાપુરા. હાલમાં હું યુએસ એનાકેલીફોર્નિયા સ્ટેટમાં ન્યુવર્કમાં રહુંછુંમારું મૂલ વતન મહુવા સૌરાષ્ટ્ર છે જે ભાવનગર જિલ્લામાં આવેલું છે. જે મોરારીબાપુનું  ગામ ગણાય છે. મારા લગ્નહિમતનગરજિલ્લામાંઈલોલ ગામમાં થયેલા છે.

આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

મારું શિક્ષણ મહુવામાં થયું. પ્રથમબાલમંદિર અનેપછી પ્રાથમિક શાળા ક્ન્યા શાળામાંથયું. હાઈસ્કૂલ એમ એન હાઈસ્કૂલ જેમાં એસ એસ સી સુધી અભ્યાસ કર્યો. મુસ્લિમબાળાઓનેજ્યારે સ્કુલમાંજવા દેવામાં આવતી ન હતી ત્યારે મારા પપ્પાએ અમને  બહેનોને કૉલેજમાં મોક્લી અભ્યાસ કરાવ્યો. હું એ બાબતનો ખૂબ ગર્વ અનુભવુંછુંમે કે.વીપારેખ સાયન્સકોલેજમાં ઓરગેનિક કેમેસ્ટ્રીમા બી.એસ.સી. કર્યુપપ્પાની ઈચ્છા હતી કેહું ડોકટર બનું પણ અથાક મહેનત છતાં એમનું સપનું પુરુંના કરી શકીમને સાહિત્યમાં રસ હતો પણભાષા સાથે બી.એપણના કરી શકી.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયુંઆપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી?

સાહિત્યનો શોખ બાળપણથી હતો. બાળપણ હું કોઈને પણ કહેતી કે કોઈ પણ શબ્દ આપો હું કવિતા બનાવી દઈશઅને એમ કરતી પણખરી. સ્કૂલમાં નિબંધસ્પર્ધામાં હમેશા પ્રથમઆવતી. અને કૉલેજકાળ દર્મ્યાન મારી ઘણી કવિતાઓ સૌરાષ્ટ્ર સમાચારમાં આવતી. લગ્નપછી આ શોખ અભરાઈએ ચડ્યો. પણ ૨૦૧૦માં હું ખૂબ ડીપ્રેશનમાંહતી અને ફરી કલમ ઉપાડી !


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો?

ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યોમને સત્ય વાત લખવા જોઇએ અને સત્ય વાત કોઈને વાંચવી કે સાંભળવી ગમતી નથી. એટલે ટેરવા પર પહેરા હોય છે. પણ મારાપતિએ મને લખવા માટે ખૂબ પ્રેરણા આપી છે.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો?

ઘણી વાર હું સોશિયલ મીડિયા પર સાહિત્યને રહેંસાતા જોયું છે. પણ એનો અર્થ એ નથીકેબધાં સાહિત્યકારો એવા છે એટલે ભાષાને જીવંત રાખવા માટે પ્રયત્ન છોડવા ના જોઇએ અને નવોદિતને પ્રેરણા આપી લખવા પ્રેરવા જોઈએ. સાહિત્યમાં પોલીટિક્સ જેવો ગંદવાડો લાવવો ના જોઇએ. એનાથી નવોદિત ને ખૂબ તકલીફ થાય છે.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે?

સોશિયલ મીડિયા એ સાહિત્યકારો ને ખૂબ મોટું પ્લેટફોર્મ આપ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા મોટા સાહિત્યકાર કલાપીથી માંડી સપના વિજાપુરા જેવી નાનીસાહિત્યકારને પણ તમે વાંચી શકો છો. એ બહું મોટી વાત છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મને પ્રેમસ્ત્રીસામાજીક દુષણ, દીકરીદીકરો અને ખાસ કરીને પ્રકૃતિ વિષે લખવાનું ગમે છે. ઈશ્વરની બનાવેલી આ ધરા એટલી સુંદર છે કે દરિયો શાહી બનીજાય અને દરેક ઝાડ કલમ બની જાય તો પણ કુદરતની ગાથા પૂરીનહી થાય. એટલે મને દેશ વિદેશ ફરવું ગમે છે કે હું આ ધરાને બેહદ માણી શકું.
અવનિપુષ્પોથીભરી તે કેટલો સુંદર હશે!!
વ્યોમનીએ તોપરીતે કેટલો સુંદર હશે!!

મારા ચાર પુસ્તક પ્રકાશિત થયા છે.
ખૂલી આંખનાં સપનાં ગઝલ સંગ્રહ
સમી સાંજનાં સપનાં ગઝલ સંગ્રહ
ઊછળતા સાગરનુ મૌન લઘુનવલ
સંગતિ સહિયારો ગઝલ સંગ્રહ


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

મારી પ્રથમ રચના સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રકાશિત થઈ હતી. જ્યારે હું પ્રથમ વરસ કૉલેજમાં હતી. જે મને યાદ નથી મારી બીજી રચના એક વાર્તા છે અખંડ આનંદમાં પ્રકાશિતથઈ હતી. મર્સિડિઝ


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

ફ્લોરિડામાં કવિ સંમેલનમાં બે વાર એવોર્ડ મળેલા છે. એક૨૦૧૪ અને એક ૨૦૧૮માં. વાર્તા સ્પર્ધામાં હું ખૂબપુરસ્કારજીતીછું. ખાસ કરીને વેબસાઈટ પર ઘણીસ્પર્ધામાં ભાગ લીધો અને ઈનામ જીતી છું સ્ટોરીમિરરમાં એક લઘુવાર્તા માટે મારી વાર્તા પ્રતીક્ષાને પ્રથમ ઈનામ મળેલું. વિનુ મરચંટ વાર્તા સ્પર્ધામાં ત્રણવાર ઇનામ મળેલાઅખંડ આનંદ તરફથી મર્સિડિઝ વાર્તા માટે પુરસ્કાર મળેલો.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો?

નવોદિત લેખકોને જણાવવાનું કે કોઈના કહેવાથી તમારા પ્રયત્નો છોડવા નહીં,લોકો બધી બાજુથી તમને પછાડવા પ્રયત્ન કરશે પણ ક્યારેય કલમને બંધ કરવીનહીં. હમ હોંગે કામયાબ એક દિન મનમેં હૈ વિશ્વાસ પુરા હૈવિશ્વાસ. નવોદિત માટે તેમ જ સર્વ માટે સારું વાંચન ખૂબ જરૂરી છે. પુસ્તકને તમારો પરમમિત્ર બનાવો.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે?

સ્ટોરીમિરર પર લખવાથી મને ખૂબ મોટું પ્લેટફોર્મ મળ્યું છે.સ્ટોરીમિરરના લાખો વાંચકછે અને આ ડીજીટલયુગમાં મારી વાત લોકો સુધી પહૉચડવા માટે સ્ટોરીમિરરની ખૂબઆભારી છું. નીતાબેનને જાણેહું વરસોથી જાણું છું એવું મને લાગે છે


સ્ટોરીમિરર વિષે કંઈકહેવા માંગો છો?

આભારસ્ટોરીમિરર.તો મિત્રો આ હતી એક મુલાકાત લેખક શ્રી સપના વિજાપુરા સાથે  સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે એક મુલાકાતના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.