Image

"તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં" ભારતની પ્રથમ સૌથી લાંબી ચાલનારી સિરિયલ છે. ભારતના દરેક ખુણે આ સિરિયલને આનંદ અને ઉત્સાહથી લોકો જુવે છે. ભારતની સિરિયલ ઈન્ડસ્ર્ટિઝમાં ઘણીબધી એવી સિરિયલો છે જે શરૂઆતમાં સારો ઉપાડ લાવે પરંતુ સમય જતાં દર્શકોને તેમાંથી રસ ઉડી જાય છે અને તે સિરિયલ બંધ થઈ જાય છે. પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલ લોકોના દીલ સુધી પહોંચી ગઈ છે અને પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ સિરિયલને દર્શકોનો અઢળક પ્રેમ મળતો રહ્યો છે. નાના બાળકથી લઈને વૃદ્ધ દરેકને આ સિરિયલ ખુબ ગમે છે.

*સિરિયલ વિશે*

તારક મહેતા કા ઉલ્ટાં ચશ્માં સબ ટિવી ચેનલ પર પ્રસારિત થતી ધારાવાહિત સિરિયલ છે. આ સિરિયલની શરૂઆત ૨૮ જુલાઈ ૨૦૦૮ ના રોજ થઈ હતી. આ સિરિયલ ગુજરાતના પ્રસિદ્ધ લેખક તારક મહેતા ની સાપ્તાહિક શ્રેણી "દુનિયાને ઉંધા ચશ્માં" પર આધારિત છે. તારક મહેતા એક હાસ્ય લેખક છે. આ સિરિયલે ૨૨ જૂન ૨૦૧૨ ના રોજ ૯૦૦ એપિસોડ પુર્ણ કર્યા હતાં.

સિરિયલનો મુખ્ય પ્રકાર છે "કોમેડી". લોકોને હસાવી હસાવીને લોથપોથ કરનારી આ સિરિયલ ભારતની અગ્રેસર સિરિયલ છે. હિન્દી ભાષામાં પ્રસારિત થતી આ ધારાવાહિક સિરિયલે ૧૮ માર્ચ ૨૦૧૯ ના રોજ ૨૬૮૯ એપિસોડ પુર્ણ કર્યા હતાં. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલના લેખક છે રાજુ ઓડેદરા અને રાજન ઉપાધ્યાય. હર્ષદ જોશી દ્વારા દિગ્દર્શીત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંનું પ્રારંભિક ગીત શૈલેન્ર્દ બારવે દ્વારા લખવામાં આવ્યું છે. ( તારક મહેતા કા ઉલ્ટાં ચશ્માં, તારક મહેતા કા ઉલ્ટાં ચશ્માં ). નીલા આશિતકુમાર મોદી અને આસિતકુમાર મોદી આ સિરિયલના નિર્માતા છે. આ સિરિયલનો પ્રથમ એપિસોડ ૨૮ જુલાઈ ૨૦૧૯ ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

*પાત્ર*

*ગડા પરિવાર*

દિલિપ જોશી : જેઠાલાલ ચંપકલાલ ગડા

દિશા વાકાણી : દયા જેઠાલાલ ગડા

ભવ્ય ગાંધી/રાજ અનડકટ : ટીપેન્ર્દ જેઠાલાલ ગડા (ટપુ)

અમિત ભટ્ટ : ચંપકલાલ જયંતિલાલ ગડા

*મહેતા પરિવાર*

શૈલેશ લોઢા : તારક મહેતા

નેહા મહેતા : અંજલિ તારક મહેતા

*ભિડે પરિવાર*

મન્દાર ચન્દવાદકર : આત્મારામ તુકારામ ભિડે

સોનાલિકા જોશી : માધવી આત્મારામ ભિડે

ઝીલ મહેતા/નિધિ ભાનુશાળી : સોનુ આત્મારામ ભિડે

*ઐયર પરિવાર*

તનુજ મહાશબ્દે : ક્રિશનન સુનબ્રમનિયમ ઐયર

મુન્મુન દત્તા : બબીતા ક્રિશનન ઐયર

*સોઢી પરિવાર*

ગુરુચરણ સિંઘ/લાડ સિંઘ માન : રોશન સિંઘ હરજિત સિંઘ સોઢી

જેનિફર મિસ્ર્તી/દિલખુશ : રોશન કૌર રોશન સિંઘ સોઢી

સમય શાહ : ગુરુચરણ રોશન સિંઘ સોઢી (ગોગી)

*હાથી પરિવાર*

નિર્મલ સોની/આઝાદ કવી : ડો.હંસરાજ હાથી

અમ્બિકા રજનકારી : કોમલ હંસરાજ હાથી

કુશ શાહ : ગોલી હંસરાજ હાથી ( ગોલ્યા )

*સિરિયલમાં આવતાં અન્ય પાત્રો*

શ્યામ પાઠક : પત્રકાર પોપટલાલ પાન્ડે

પ્રિય આહુજા/નિધી : રિટા શ્રીવાસ્તવ ( રિપોર્ટર )

મયુર વાકાણી : સુંદરલાલ ( સુંદર )

શરદ સન્કલા : અબ્દુલ

તરુણ ઉપ્પલ : પિન્કુ દિવાન

ઘનશ્યામ નાયક : નટવરલાલ પ્રભાશન્કર ઉદયવાલા ( નટુ કાકા )

તન્મય વેકરિયા : બાઘેશ્વર દાદુખ ઉદયવાલા ( બાઘો )

મોનિકા ભડોરિયા : બાવરી

શા માટે લોકોને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલ જોવી ગમે છે?

આ સિરિયલનો મુખ્ય હેતુ છે લોકોને હસાવવાનો. વ્યક્તિ આખો દીવસ કામ કરે છે અને થાકેલો ઘરે આવે છે, ઉદાસીમાં હોય, ટેન્શનમાં હોય ત્યારે તે આ સિરિયલ ચાલુ કરે છે. એનું તેનું ટેન્શન હળવું થઈ જાય છે, થાક ઉતરી જાય છે. આ સિરિયલમાં હસાવવાંની સાથે સાથે અન્ય કેટલીક બાબતોનો પણ સમાવેશ થાય છે. લોકોને તેમના સંસ્કારથી પરિચિત કરાવે છે, ભાઈચારાની ભાવનાનો ફેલાવો કરે છે, વડિલોનું આદરસન્માન જાળવવું વગેરે શીખવે છે, ગમેતેવી મુશ્કેલીમાં એકબીજાનો સાથ આપવો, મદદ કરવી, મહિલાઓ પ્રત્યે સન્માન જાળવી રાખવું વગેરે શુભ સંદેશ આપે છે. જેનાથી સિરિયલના દરેક એપિસોડમાં ઉપાડ આવે છે અને લોકોને સિરિયલ જોવામાં વધારે રસ લાગે છે.