Image

આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના ‘ઓથર ઓફ વીક’થી સન્માનિત કવિ શ્રી ચિરાગ પાધ્યા સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

નામ : ચિરાગ લાલિતકુમાર પાધ્યા 

ઉપનામ : "ભદ્રા"

સરનામું : ધર્મચકલા,

સિદ્ધપુર.


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ -શેઠ શ્રી એમ.પી. શાળા,સિદ્ધપુર

કોલેજ -બી.કોમ.એસ.જે.આર્ટ્સ કોમર્સ કોલેજ,સિદ્ધપુર.

એલ.એલ.બી. - ઊંઝા લો કોલેજ.

એલ.એલ.એમ.- મહેસાણા લો કોલેજ.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? 

મારા જીવનમાં સાહિત્યનું જોડાણ આમ 2011માં સાહિત્ય વર્તુળ સિદ્ધપુરમાં સભ્ય. (1972 થી ચાલતી સંસ્થા) જેના પ્રથમ કવિ સંમેલન 2012 માં પ્રથમ કૃતિ લખી તે પ્રેરણા કહી શકાય.


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

મુશ્કેલીઓમાં તો કોમર્સ કલાસીસનો ઓનર છું એકાઉન્ટ મુખ્ય વિષય સાથે ગુજરાતીમાં લખવું એ પણ વ્યાકરણ જોડણી દોષ રહિત એ ખૂબ અઘરું લાગ્યું.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજનું સાહિત્ય વિવિધતા સભર છેક્યાંક સાચા અર્થમાં સાહિત્ય છે તો ક્યાંક સાહિત્યના દેખાવો છે. ક્યાંક ક્યાંક સાહિત્ય રચનારા તો મળે છે પરંતુ આજના ટેક્નિકલ યુગમાં સાહિત્ય રસિક ક્યાંક ઘટી રહ્યા છે એવું મારું માનવું છે.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

હા ચોક્કસ આ વાત સાથે હું 100% સહમત સોશિયલ મીડિયાએ સાહિત્યકારને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છેસાહિત્યકારસાહિત્ય રસિકોને એકબીજાના નજીક લાવવામાં ડિજિટલ યુગનો સિંહફાળો છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

હું 300 ઉપર પદ્ય રચનાઓ રચી ચુક્યો છુંટૂંકી વાર્તાઓ પણ સારા પ્રમાણમાં લખાઈ છે અને મારા લખેલા 10 ઉપર નાટકો પણ જાહેર કાર્યક્રમમાં ભજવાઈ ચુક્યા છે. મારો પ્રથમ કાવ્ય સંગ્રહ "કલ્પનાનો રુદ્રાક્ષ" પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે.


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

મારી પ્રથમ રચના ઘડપણની વ્યથા જે મેં 2012 ના કવિ સંમેલનમાં રજૂ કરેલી તે સ્થાનિક અખબાર ચક્રવ્યૂહ તથા સિદ્ધપુર અબતકમાં પણ પ્રસિદ્ધ થઈ ચૂકી છે.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

સિદ્ધપુર સાહિત્ય વર્તુળ તરફથી "સિદ્ધપુર રત્ન" એવોર્ડ એ મારી સિદ્ધિ છે તે સિવાય વઢવાણ કવિ સંમેલનમાં 10 કવિઓમાં મારી પસંદગી એ પણ સિદ્ધિ જ છે મારીતદુપરાંત નાટક 'મારે સાસુ જોઇએ છેતથા 'વૃદ્ધાશ્રમમાટે શ્રેષ્ઠ લેખકનો એવોર્ડ પણ મળેલ છે.

સ્ટોરી મીરર તરફથી ઓથર ઓફ ધ ઈયર માટે 50 લેખકોમાં નોમીની અને એમાં પણ ચતુર્થ સ્થાન મળેલ છેસ્ટોરીમીરર તરફથી ઓથર ઓફ ધ વિકનો ખિતાબ મળી ચુક્યો છે. અને ગત 15 ઓગષ્ટે સ્ટોરીમીરર આયોજિત સૈનિકોને સલામ કૃતિમાં પણ વિજેતા બનેલ કૃતિ પૈકી મારી કૃતિ હતી.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

નવોદિત લેખકોને એટલું જ કહીશ કે બસ વાંચન અને લેખન ચાલુ રાખો એ જ તમારી સફળતાનું સોંપાન બની રહેશે.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરીમીરર પર લખવાનો અનુભવ ખૂબ સારો રહ્યો. વાંચક વર્ગ પણ સારો મળી રહે છે અને વાંચન માટે સાહિત્ય ગદ્ય અને પદ્ય બંને પ્રકારનું વિવિધતા સભર મળી રહે છે.


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટોરીમીરર એ તમારા શબ્દોને વાચા આપી સાહિત્યરસિકો સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ છે.


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખકા શ્રી ચિરાગ પાધ્યા સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.