એક મુલાકાત કવિયત્રી શ્રી પૂર્વી શુક્લ સાથે :

આવો આજે મુલાકાત કરીએ, અમારા સ્ટોરીમિરરના સન્માનિત લેખિકા શ્રી પૂર્વી શુક્લા સાથે. કેટલાંક પ્રશ્નોથી કરીએ ગુફતેગુ : 

                 

આપનું પૂરું નામ જણાવશો : (કોઈ ઉપનામ ધરાવો છો ?) (આપના વતન અને રહેઠાણ વિષે પણ જણાવશો)

મારું પૂરું પૂર્વી નિશ્ચલ શુક્લ છે

હાલ માં કોઈ ઉપનામ નથી. પણ હા રચનાઓ માં મારી ખાસિયત માટે બે અટક નો ઉપયોગ કરું છું. પૂર્વી ભટ્ટ શુક્લના નામે રચનાઓ લખું છું.


આપના પ્રાથમિક શિક્ષણની શરૂઆત અને શૈક્ષણિક અભ્યાસ વિષે વિસ્તારથી જણાવશો. (શકય્ હોય તો શાળા-કોલેજનું નામ પણ જણાવશો.)

મારું પ્રાથમિક શિક્ષણ ભાવનગર જિલ્લાનું એક નાનકડું ગામ ઝીથરીની સરકારી પ્રાથમિક શાળામાં થયું

ત્યારબાદનું માધ્યમિક શિક્ષણ સોનગઢની દયાનંદ કન્યા વિદ્યાલયમાં અને ઉચ્ચતર શિક્ષણ ભાવનગરની મૂકતાલક્ષ્મી સ્કૂલમાં થયું અને કોલેજ અભ્યાસ ભાવનગર ની એસ.એન. ડી. ટી. મહિલા કોલેજમાં થયું. અન્ય વ્યાવસાયિક ડિગ્રી જેવીકે બી.એડ,એમ.એડ એ વડોદરાની એમ.એસ.યુનીમા લગ્ન બાદ પૂર્ણ થયું.


આપના જીવનમાં સાહિત્ય સાથેનું જોડાણ કેવી રીતે થયું આપને લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ? 

સાહિત્ય સાથેનું જોડાણ પ્રાથમિક શિક્ષણમાં કેહવતી વાર્તાઓ અને ગવાતા બાળગીતો તથા બ્રાહ્મણ કુટુંબની હોવાથી ઘરનું વાતાવરણ ધાર્મિક મતે ધર્મિક કથા વાર્તા એ મારી જિજ્ઞાસાના પૂરક બન્યા


સાહિત્ય સબંધિત કેવી મુશ્કેલીઓનો આપને સામનો કરવો પડ્યો ?

સાહિત્ય સંબંધિત એકજ મુશ્કેલી મને વધુ પડી છે. જે આજ સુધી પણ છે. રચનાઓ વાચ્યા બાદ વાહ વાહ કરનાર તો ખૂબ મળ્યા પણ સાહિત્યના નિયમ પ્રમાણે છે કે નહિ એવું સાચું કહેનાર અને સાચું માર્ગદર્શન આપનાર હજુ પણ કોઈ નથી મળ્યું.


આજના સાહિત્યને આપ કેવી દ્રષ્ટિથી જુવો છો ?

આજનું સાહિત્ય માત્ર વિચારોનું લેખન નથી. કારણકે સાહિત્યના કોઈપણ સ્વરૂપને તેના યોગ્ય નિયમો હોય છે. જો એ રીતે ન લખાય તો સાહિત્યનું ખૂન કર્યા બરોબર છે.


આજે ડીજીટલ અને સોશિયલ મિડિયા આવી જવાથીશું સાહિત્યકારો માટે એક નવો અવસર બન્યો છે ?

હા ચોક્કસ. સાહિત્ય સામયિકોના સીમાડા ઓળંગી બહાર નીકળ્યું છે. વ્યાપ વધ્યો છે. સાથોસાથ ગુણવત્તાને પણ અસર થઈ છે. નવોદિતો ને તકો અને પ્રસિદ્ધિ મળતી થઈ જેથી લખવા પ્રેરાયા છે.


આપની રચનાઓ વિષે કંઇક જણાવશો. (આપના પુસ્તકોના નામ પણ જણાવશો)

મને મોટા ભાગે પદ્યમાં કામ કરવું વધુ પસંદ છે એમાં પણ ગીત કાવ્યોલખવા વધુ ગમે છે.


આપની પ્રથમ રચના અને તે કઈ રીતે પ્રકાશિત થઈ તે વિષે જણાવશો.

મારી પ્રથમ છાંદસ રચનાઓ ગઝલ દિવ્યભાસ્કરની પૂર્તિ કળશમાં પ્રગટ થયેલી સાલ ૨૦૦૭માં.


સાહિત્ય સન્માન અને પુરસ્કારો સાથે આપને કેવો નાતો રહ્યો છે ? (કયા પુરસ્કાર મળ્યા છે અને કોના તરફથીસ્ટોરીમીરર તરફથી મળેલું સન્માન પણ જણાવશો.)

હજુ સુધી વિશિષ્ટ કહી શકાય એવું કોઈ સન્માન મળ્યું નથી.

પણ ૨૦૦૪ની સાલમાં જયભિખ્ખુ સ્મારક સંસ્થા દ્વારા યોજાયેલ આશરે પાંચ હજાર શબ્દોમાં નિબંધ લેખન સસ્પર્ધા થયેલી એમાં પ્રથમ પુરસ્કાર મળેલો

ભાવનગરની શાળામાં ભાષા શિક્ષિકા તરીકે નોકરી દરમ્યાન શાળાકીય સામયિકનું સંપાદન કરવાની તક સાંપડી હતી.

જ્ઞાતિ દ્વારા યોજાતી વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક સાથે કાર્યક્રમનું સંચાલન કરવાનો મોકો મળ્યો હતો.


નવોદિત  લેખકોને આપ શું સંદેશ આપવા ઈચ્છશો  ?

આજના યુગમાં યુસ્તકો સાથેનું જોડાણ એ જ એક ગર્વ લેવા જેવી બાબત છે. તમેતમારા વિચારો શુદ્ધ અને મનીત ભાષામાં વ્યવસ્થિત સાહિત્યના નિયમોને પાળીને વ્યક્ત કરી શકતા હોવ એ પણ એક સિદ્ધિ જ છે.

સાહિત્યના વધુને વધુ સ્વરૂપોનો પરિચય મેળવી અને વાચન વધારવું. એમાંથી નામી લેખકો કવિઓના ગુણોની તરવણી કાઢવી અને જે તે સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરવો. પછી પોતાની રચનાનું ખુદ જ વિવેચન કરવું

વાચન વધારવાથી ભાષાભંડોલ વધે છે.


સ્ટોરીમિરર પર લખવાનો આપનો અનુભવ કેવો રહ્યો છે ?

સ્ટોરીમિરરમાં યોજાતી ઈ-સ્પર્ધાઓ મને સતત લખવા પ્રેરણા આપે છે. સાથો સાથ નવીન વાચન સામગ્રીથી માહિતગાર પણ કરતા રહે છે. નવોદિતો કેમ કરીને આગળ આગળ વધારવા એના યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવાય છે. 


સ્ટોરીમિરર વિષે કંઈ કહેવા માંગો છો ?

સ્ટાફ સતત સર્જકોના હિતમાં કામ કરતા લાગ્યા છે. એક સ્ત્રી તરીકે કદી પણ સેફ્ટીના પ્રશ્નો નથી નડ્યા. આશા રાખું સતત નવા નાવા પડકારો અમને મળતાં રહે. જેથી અમારી કલમ ચાલતી રહે.

સમગ્ર ટીમને શુભેચ્છાઓ


તો મિત્રો આ હતી એક મુલાકાત લેખિકા શ્રી પૂર્વી શુક્લા સાથેની. આશા છે આપને ગમી હશે. ફરી મળીશું એક નવા લેખક સાથે ‘એક મુલાકાત’ના માધ્યમથી અહીં જ સ્ટોરીમિરર પર.

  Never miss a story from us, get weekly updates in your inbox.