સ્ત્રીએ પોતે સક્ષમ બનવું.

આજ નારી દિવસ
મહેરબાની કરી હવે સ્ત્રી પર રાજનીતિ ન ચાલે તો સારુ
પહલેથી જ સ્ત્રીઓ પર રાજનીતિ  થતી આવી છે,
દોષો ને આરોપો પણ એના પર જ ઠાલવામાં આવ્યા છે...
અટ-અટલું કરવા છતાં વિષનાં ઘૂટ એને જ પીવા પડ્યા...
શું લાગણીશીલ હોવુ કે  મમતા વષાૅવવી  કે નિ:શ્વાથૅ પણે કંઈ આપવું એ પાપ છે?
સ્ત્રી પર આરોપો મૂકનાર પુરૂષો માટે સવાલ છે..
તેની નિંદા કરનારાઓ માટે આ સવાલ છે..
સ્ત્રી શબ્દ પર રાજનીતિ કરનાર લોકો માટે આ સવાલ છે..
માત્ર આજનાં જ દિવસે આ મોટી -મોટી વાતો શા માટે??
દરેક ક્ષેત્રે આગળ આવી સ્ત્રીઓએ સાબીત કયુૅ કે એ કોઈને આધીન નથી..
પણ આ આજનાં દિવસે મોટી મોટી બડાઈઓ જે કરે છે સ્ત્રીઓ માટે અટ-અટલું કરવામાં આવ્યું કે આવી રહ્યું છે..
ત્યારે આ બધા સમાજ સેવકો જાય છે કયાં? જયારે સ્ત્રી રક્ષા ને સ્ત્રી સુરક્ષાની વાતો આવે છે..
કેમ આજે પણ અટલા અત્યાચારો ને બળત્કાર થાય છે?
કયાં છે એ બધા ટોંચનાં વ્યકિતઓ જયારે કોઈ કારણોસર સ્ત્રીઓનું યોવન વહેંચાય છે..
ત્યારે પણ તમે અહીં જ આ સમાજમાં હોવ છો...
શાને ત્યારે આંખ આડા કાન કરવામાં આવે છે..?
જો આ દરેક કપરી પરીસ્થિતીમાં તમે નારીની ઈજ્જત આબરૂ માટે કશું ન કરી શકતા હોય તો, આજનાં દિવસે પણ કોઈ બળાપો હાંકવાની જરૂર નહીં..
ને બધા જાણે છે આ મહિલાઓ માટેની યોજનાઓ માંથી કેટલું મહિલાઓ સુધી પહોંચે છે અને કેટલું વચ્ચે જ ખવાઈ જાય છે..
100ની ગણતરીમાંથી તમે 15-20 ને આપી એમ ન કહી શકો કે આપ્યું..
ને માટે જ હું દરેક સ્ત્રીઓને નિવેદન કરુ છું કોઈને આધીન રહેવા કરતાં સ્વબળે સ્વતંત્ર રહો..
આપણી મુશીબતોનો સામનો આપણે જાતે કરીએ..
કોઈ મદદ કરવા આવશે એવી રાહ એ ન બેસીએ..
પુરૂષો આપણી કપરી સ્થિતીમાં મદદ કરવા સક્ષમ હોય કે ન હોય.
પણ,આપણે મજબૂત મનોબળ રાખીએ તો ચોક્કસથી સક્ષમ છીએ આપણી પોતાની ને અન્યોને પણ મદદ કરવાં...🙏🏻
તમામ સ્ત્રી મિત્રોને નારીદિવસની શુભેચ્છા...💐
- સ્વાતિ પાવાગઢી..

  Never miss a story from us, get weekly updates in your inbox.